વિન્ટરમાં સ્કિનકૅર માટે શું કરશો?

ઠંડીમાં ત્વચાની સુરક્ષા શું કામ જરૂરી છે એના પર ફોકસ કરીએ, સાથે જ ત્વચાની સંભાળ લેવા માટે આવશ્યક સરળ અને પ્રૅક્ટિકલ ઉપાય જાણીએ

skin

રુચિતા શાહ

દર શિયાળામાં ત્વચાની સુરક્ષાની ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. એમાં કંઈ ખોટું પણ નથી, કારણ કે વિવાહના ઢોલ વિવાહે વાગે તો જ સારા લાગે. એમ જે સીઝનમાં સૌથી વધુ ચહેરાની સુંદરતાને નુકસાન પહોંચતું હોય એ જ વખતે એની ચર્ચા થાય એ યોગ્ય છે. વિન્ટર એ તબિયત બનાવવાની સીઝન ભલે હોય પણ જો આ શ્રુતુમાં ત્વચા અને વાળની સંભાળ ન રાખવામાં આવે તો એ લાંબા ગાળા માટે નુકસાનદાયક નીવડી શકે છે.

શું કામ થાય?

ઠંડીમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય એટલે ત્વચા અને વાળ રૂક્ષતા પકડે છે, પરંતુ આપણી સ્કિન પણ ખાસ પ્રકારે રીઍક્ટ કરતી હોય છે. એ વિશે ટેãક્નકલ માહિતી આપતાં જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન શાહ કહે છે, આપણી ચામડી કુદરતી રીતે પોતાનું મૉઇર જાળવી રાખી સ્કિનમાંથી પાણી, પાણી અને પ્રોટીનથી એક લેયર બનાવતી હોય છે. જોકે અતિઠંડી અને અતિગરમીમાં એ લેયર તૂટે છે જેને ટ્રાન્સ એપિડર્મલ વૉટર લૉસ કહેવાય છે. એને કારણે ઠંડીમાં ત્વચા રૂક્ષ, સૂકી અને બરછટ થતી હોય છે જેથી એમાં ઉઝરડા પડી જાય છે. એક્ઝિમા નામની સ્કિન ઍલર્જીના ઘણા પેશન્ટ ઠંડીમાં અમારી પાસે આવતા હોય છે. સ્કિનમાં લાલાશ પડવી, રૅશિસ થવા જેવી સમસ્યાઓ આ સીઝનમાં સામાન્ય છે. જેમ-જેમ ઉંમર વધે એમ-એમ આ પ્રકારના પ્રૉબ્લેમ્સ પણ વધતા હોય છે.’

સાબુનો ઉપયોગ

શિયાળામાં રોજબરોજની લાઇફમાં થોડીક સાવધાનીથી ઠંડીને કારણે થતા સ્કિન પરના ડૅમેજને ટાળી શકાય છે. ડૉ. કેતન શાહ કહે છે, ‘ઠંડીમાં બને ત્યાં સુધી જે સાબુમાં ક્ટણ્ લેવલ બૅલૅન્સ્ડ હોય એવા સાબુ વાપરવા. આજકાલ માર્કેટમાં આલ્કલાઇન નેચરના સાબુ વધુ મળે છે જે સ્કિનના નૅચરલ સુરક્ષા-કવચને નુકસાન કરે છે. મેડિકેટેડ સોપમાં ક્ટણ્ લેવલ લખેલું હોય છે. જે સાબુમાં ન લખેલું હોય એ સાબુની કંપનીની વેબસાઇટ પર જઈને એની માહિતી મેળવી શકાય છે. આદર્શ રીતે ૫.૫થી ૬.૫ સુધીનું ક્ટણ્ લેવલ હોય એવા જ સાબુ પ્રિફર કરવા. બીજું, વહેલી વારે અને રાતના સમયે બને ત્યાં સુધી લાંબી સ્લીવ્સનાં સૉક્સ જ પહેરવાં. સૉક્સ ઠંડીમાં દરેકે અચૂક પહેરવાં. કૉટનનાં કપડાં પહેરો. ધારો કે ઊનનાં કપડાં પહેરતા પણ હો તો પણ અંદર કૉટનનાં કપડાં પહેરો.

મૉઇરાઇઝર

શિયાળામાં બને ત્યાં સુધી મૉઇરાઇઝરનો પ્રયોગ કરવાનું કહેવામાં આવે છે. જોકે એને ક્યારે લગાડવું એની વાત કરતાં ડૉ. કેતન શાહ કહે છે, સ્નાન કર્યાની લગભગ બેથી ત્રણ મિનિટમાં કોઈ પણ જાતની ફ્રૅગરન્સ વિનાનું મૉઇરાઇઝર લગાડવું જોઈએ. હાથ, પગ અને ચહેરો જે મોટા ભાગના સમયે ખુલ્લા રહેતા હોવાથી ત્યાં મૉઇરાઇઝર લગાડવાનું ભૂલવું નહીં. નહાવાને કારણે શરીરનું નૅચરલ ઑઇલ ધોવાઈ જાય છે એટલે એ સમયે સ્કિનને મૉઇરાઇઝરની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આ ઉપરાંત આ સમયે સ્કિન મૉઇરાઇઝર ઍબ્સૉર્બ કરી લે છે જેથી એની અસર લાંબો સમય સુધી રહે છે. ઠંડીમાં તેલ પણ શ્રેષ્ઠ રીતે મૉઇરાઇઝરનું કામ કરી શકે છે. કોપરેલ કે બીજા કોઈ પણ તેલથી હળવા હાથે મસાજ કરવાથી પણ સ્કિન બરછટ થતી અટકશે. ઠંડીમાં એકદમ ગરમ કે એકદમ ઠંડા પાણીનો પીવા માટે કે નહાવા માટે ઉપયોગ ન કરવો. બને ત્યાં સુધી લ્યુક વૉર્મ વૉટર એટલે કે નવશેકા પાણીથી જ સ્નાન કરવું. શાવર લીધા પછી બને ત્યાં સુધી રૂંછાંવાળા ટૉવેલનો ઉપયોગ કરવો અને ટુવાલથી ઘસીને નહીં પણ થપ-થપ કરીને ભીના શરીરને સૂકું કરવું જેથી સ્કિનને ઇરિટેશન ન થાય. શિયાળામાં ખરજવાના કેસ ઘણા સામે આવે છે. જે લોકોને પણ આ સમસ્યા હોય તેમણે ઑક્ટોબર મહિનાથી જ થોડીક વિશેષ કૅર કરવાની શરૂ કરી દેવી જોઈએ. ઑક્ટોબરથી જ મૉઇરાઇઝર અને ઑઇલથી સ્કિનને હાઇડ્રેટ કરતા રહો તો ઠંડીની સીઝન આરામથી નીકળી જાય છે. વાળમાં ડૅન્ડ્રફની સમસ્યા વધતી હોવાથી શિયાળામાં ડૅન્ડ્રફ પર કામ કરતા શૅમ્પૂનો ઉપયોગ કરવો. જો ડૅન્ડ્રફનું પ્રમાણ તીવþ હોય તો ક્ષ્ભ્વ્બ્નું પ્રમાણ હોય એવા ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ વાપરવાં અને ડૅન્ડ્રફનું પ્રમાણ મધ્યમ હોય તો કિટેકોનેઝોલ નામના તkવનું પ્રમાણ હોય એવા શૅમ્પૂનો ઉપયોગ કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK