ઉનાળામાં કઈ રીતે રાખશો સ્કિનની દેખભાળ?

સનસ્ક્રીન લગાડતાં પહેલાં એટલું ધ્યાન રાખો કે એ બ્રૉડ સ્પેક્ટ્રમવાળી હોવી જોઈએ

sun screen

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આપણા શરીરમાં સ્કિન એક લાઇવ ઑર્ગન છે. જેમ આપણા મનને ગમા-અણગમાનો ખ્યાલ છે એમ આપણી સ્કિનને પણ ગણા-અણગમા હોય છે. જેમ વાતાવરણ બદલાય છે ત્યારે એ વાતાવરણની અસર સ્કિન પર પણ થાય છે. જેમ શિયાળામાં સૂકી ત્વચાની પરેશાની હોય છે એમ ઉનાળામાં ઑઇલી સ્કિનની પરેશાની હોય છે. એ સિવાય ઉનાળામાં સખત તાપમાં ફરતા લોકોની સ્કિન ટૅન થઈ જાય છે. સનબર્નની પરેશાની સતાવે છે. બહુ ગરમીને કારણે સ્કિન પર નાની ફોડલીઓ પણ થઈ જાય છે. તો આવો જાણીએ, ઉનાળામાં કઈ રીતે રાખશો તમારી સ્કિનની દેખભાળ.

પ્રૉબ્લેમ

વેધર બદલાય છે અને એનાથી સ્કિન ખરાબ થઈ જાય છે. અમુક ભાગ ડ્રાય થઈ જાય છે અને અમુક ભાગ ઑઇલી થઈ જાય છે. સ્કિનની કન્ડિશન બહુ ખરાબ થઈ જાય છે. એ ઉપરાંત ઉનાળામાં અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો વધારે સ્ટ્રૉન્ગ હોય છે. સાંતાક્રુઝમાં ક્લિનિક ચલાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘જેમની સ્કિન ડાર્ક હોય એ વધારે ટૅન થઈ જાય છે અને જેમની સ્કિન ગોરી હોય છે તેમને સનબર્ન થાય છે. ઉનાળામાં સ્કિન રેડ થવાની પણ ઘણી ફરિયાદો હોય છે. એ સિવાય સ્કિનમાં પૉલિમૉર્ફસ લાઇટ ઇરપ્શન (PLE) નામની તકલીફ પણ થાય છે જેમાં સ્કિન પર પૅચિસ આવી જાય છે અને ઇચિંગ થાય છે. એ સિવાય સ્કિનનો જે ભાગ તડકામાં વધારે એક્સપોઝ થાય છે તેમને આ પ્રૉબ્લેમ થઈ શકે છે.’

સનસ્ક્રીન


ઉનાળામાં સ્કિનના પ્રૉબ્લેમથી બચવા માટે સનસ્ક્રીન સિવાય બીજો કોઈ સારો ઑપ્શન નથી. સનસ્ક્રીનને નૉર્મલી ફેસ પર લગાડીએ છીએ, પણ એને શરીરના દરેકેદરેક ભાગ પર લગાવવું જરૂરી છે, કેમ કે સૂર્યકિરણો શરીરના દરેક ભાગને અસર કરે છે. સનસ્ક્રીન લેતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે સનસ્ક્રીનમાં સન પ્રોટેક્શન ફૅક્ટર (SPF) વધુ એટલે કે મિનિમમ ૩૦ હોવું જોઈએ. એ સિવાય સનસ્ક્રીન વાપરતી વખતે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે સનસ્ક્રીન બ્રૉડ સ્પેક્ટ્રમવાળી હોવી જોઈએ. બ્રૉડ સ્પેક્ટ્રમ એટલે શું? મુલુંડમાં પોતાનું ક્લિનિક ધરાવતાં ડર્મેટોલૉજિસ્ટ માધુરી અગ્રવાલ કહે છે, ‘બ્રૉડ સ્પેક્ટ્રમ એટલે સનસ્ક્રીનમાં SPFથી વધારે UV-a અને UV-b કિરણોથી પ્રોટેક્શન આપતાં તત્વો હોવાં જોઈએ. આ સૂર્યકિરણના પ્રકાર છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. પહેલાંની સનસ્ક્રીન માત્ર UV-bથી પ્રોટેક્ટ કરતી હતી. એટલે UV-aથી જે મહત્વનું ડૅમેજ થતું હતું એની સામે પ્રોટેક્શન નહોતું મળતું પણ હવે એવી સનસ્ક્રીન આવે છે જેમાં આ બન્ને કવર થાય છે અને આ કિરણો સ્કિનને નુકસાન પહોંચાડતાં નથી.’

ઘણા લોકો સનસ્ક્રીન એક વાર લગાડ્યા પછી ફરી લગાડતા નથી. સનસ્ક્રીન તમારા સ્કિનની માત્ર ત્રણ કલાક રક્ષા કરે છે. એ પછી એનું પ્રોટેક્શન-લેવલ ઓછું થઈ જાય છે એટલે એને ફરી ત્રણ કલાકે લગાડવી જરૂરી છે. સનસ્ક્રીન બહાર જવાની ૨૦ મિનિટ પહેલાં લગાડવી જરૂરી છે. જો તમે સનસ્ક્રીન લગાડીને તરત બહાર નીકળશો તો સનસ્ક્રીનની સ્કિન પર કોઈ ઇફેક્ટ નહીં થાય.

મેકઅપ


ઉનાળામાં જ્યારે મેકઅપ કરો ત્યારે એવી પ્રોડક્ટ વાપરો જેમાં સન પ્રોટેક્શન ફૅક્ટર આવે. બીજું, મેકઅપમાં સુફલે-બેઝ્ડ, વૉટર-બેઝ્ડ અને જેલ-બેઝ્ડ પ્રોડક્ટ આવે છે જે લાઇટવેઇટ હોય છે. એ સ્કિન પર લગાડવાથી એની ઇફેક્ટ સારી આવે છે અને તડકાથી પણ બચાવે છે. બની શકે તો મેકઅપમાં ક્રીમ-બેઝ્ડ પ્રોડક્ટ અને ઑઇલ-બેઝ્ડ પ્રોડક્ટને અવૉઇડ કરો. મેકઅપ હંમેશાં લાઇટ કલરનો કરો, કેમ કે ડાર્ક કલર તરફ સૂર્યકિરણ વધારે આકર્ષાય છે. ઉનાળામાં મૉઇસ્ચરાઇઝર વાપરવું જોઈએ એમ જણાવતાં ડૉ. માધુરી અગ્રવાલ કહે છે, ‘આપણને એમ લાગે છે કે મૉઇસ્ચરાઇઝર માત્ર ઠંડીમાં લગાવવામાં આવે છે, પણ એવું નથી. જેની સ્કિન કૉમ્બિનેશનવાળી હોય તેને ઉનાળામાં પણ મૉઇસ્ચરાઇઝરની જરૂર પડે છે, કેમ કે શિયાળા પછી ગરમી શરૂ થાય છે. એમાં જે કૉમ્બિનેશન સ્કિન હોય છે એમાં કોઈક જગ્યાએ સ્કિન ડ્રાય થાય છે અને કોઈક જગ્યાએ સ્કિન ઑઇલી થઈ જાય છે. એટલે મૉઇસ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. લાઇટવેઇટ મૉઇસ્ચરાઇઝર લગાવવું અને એ પણ સ્કિનના ટાઇપ પ્રમાણે. તેમણે પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું અને એની પાંચ મિનિટ પછી સનસ્ક્રીન લગાવવી.’

ઉનાળામાં સૌથી મોટો પ્રૉબ્લેમ છે પસીનો. પસીનાથી છુટકારો મેળવવા માટે સ્નાન કરતી વખતે મિન્ટ-બેઝ્ડ શાવર જેલ વાપરવું. દિવસમાં બે વાર શાવર જેલથી સ્નાન કરો. બની શકે તો કાંદા અને લસણ ન ખાવાં, કેમ કે એનાથી વધારે પસીનો થાય છે. જેને ડીઓડરન્ટની ઍલર્જી હોય તેઓએ ડીઓડરન્ટ કપડાં પર સ્પ્રે કરવું.

ફૂડ

તમે જે ખાઓ છો એની અસર તમારી સ્કિન પર થાય છે. એ સિવાય ઉનાળામાં આપણા શરીરની જેમ સ્કિનને પણ હાઇડ્રેશનની બહુ જરૂર હોય છે એટલે જેટલું બની શકે એટલું લિક્વિડ પ્રોડક્ટ લેવાનું રાખો. જમવામાં સ્પાઇસી ફૂડ અવૉઇડ કરો. બની શકે તો લાઇટ ફૂડ જ લો જેનાથી તમારી બૉડી હાઇડ્રેટેડ રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK