ઉનાળામાં પુરુષોએ ત્વચાની કૅર કેવી રીતે લેવી જોઈએ?

મોટા ભાગે પુરુષો ત્વચાની કાળજી પ્રત્યે બેદરકાર હોય છે એટલે તેમને મોટિવેટ કરવા એટલું જ કહેવું જોઈએ કે આજની છોકરીઓને ગ્રૂમ્ડ મેન પસંદ છે


ranveer singh

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

ગલ્ર્સ ઘરની બહાર નીકળે ત્યારે સનસ્ક્રીન લગાવશે, દુપટ્ટાથી હાથ અને ચહેરો કવર કરશે, આંખોને ઢાંકવા માટે ચશ્માં પણ પહેરશે. આટલું કર્યા પછી પણ તેઓ સ્કિનની કાળજી લેવા માટે ઘરેલુ ઉપાયો અજમાવશે. જ્યારે બૉય્ઝે કોઈ પણ સીઝન હોય તેમની ત્વચાનો આપોઆપ મેળ બેસાડવો પડે. બૉય્ઝની ત્વચાને પણ ઋતુ અસર કરતી હોય છે. પુરુષો પર્સનલ ગ્રૂમિંગ વિશે જાણે છે, પરંતુ એના પ્રત્યે ખાસ કાળજી નથી રાખતા.

ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘બૉય્ઝની સ્કિનને વધારે કાળજીની જરૂર હોય છે. તેઓ સામાન્ય રીતે સનસ્ક્રીન અને અન્ય પ્રોડક્ટ્સનો ઉપયોગ નથી કરતા હોતા, પરંતુ તેઓ દરરોજ શેવિંગ કરતા હોય છે એથી તેમની ત્વચાને રેઝર સાથે સંપર્કમાં આવવું પડતું હોય છે જે પુરુષોની ત્વચાને સખત બનાવે છે. પુરુષો બહાર નીકળતી વખતે એકદમ બેદરકાર હોય છે. જેઓ બાઇક ડ્રાઇવ નથી કરી રહ્યા તેમણે પણ છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જેઓ બાઇક ડ્રાઇવ કરે છે તેઓ હેલ્મેટથી ચહેરાને રાહત આપી શકે. એ સિવાય ઘણા લોકો રૂમાલ બાંધતા હોય છે તો એ પણ ત્વચાની રક્ષા માટે સારું છે. પુરુષોને સનસ્ક્રીન ચીકણું લાગે છે એથી તેઓ એકાદ વખત લગાવ્યા બાદ એનો ઉપયોગ કાયમ નથી કરતા, પરંતુ સ્કિનના પ્રકાર પ્રમાણે સનસ્ક્રીન પસંદ કરે તો તેમને આ સમસ્યા ન નડે.’

વધુમાં ડૉ. સ્વાતિ કહે છે, ‘ઉનાળામાં સ્કિન ટૅન થઈ જાય એટલે ફોટોફેશ્યલ પણ કરાવી શકાય. આ સારવાર લેસિક છે, પરંતુ અસરકારક છે અને ત્વરિત ટૅન્ડ સ્કિનથી છુટકારો મળે છે. પુરુષોને સ્કિનની કૅર માટે મોટિવેટ કરવા એટલું જ કહેવું જરૂરી છે કે આજની છોકરીઓને ગ્રૂમ્ડ મૅન પસંદ છે, તેમની પર્સનાલિટીમાં સ્કિન અને વાળનું પણ મહત્વ છે. ઉનાળામાં બહુ જ પરસેવો થાય ત્યારે પુરુષોએ લગભગ દરરોજ શૅમ્પૂ કરવું જેથી તેમના વાળમાંથી ગંદકી દૂર થાય. એ સિવાય પુરુષો દરરોજ ઘરમાંથી બહાર નીકળવા પહેલાં અને ઑફિસમાં પહોંચ્યા બાદ પોતાનો ચહેરો સાદા પાણીથી ધોઈ શકે છે.’

પુરુષો ચહેરો ધોવાનું શરૂ કરશે તો પણ તેમની સ્કિનને ઉનાળામાં રાહત મળશે. બ્યુટી-થેરપિસ્ટ ઉલ્લાસ કળમકર કહે છે, ‘પુરુષોને બધી જ પ્રોડક્ટ ક્રીમી હોવાથી ગમતી નથી. તેમને મોટિવેટ કર્યા બાદ થોડો સમય ઉપયોગ કરે અને પછી બંધ કરી દે છે. હું પહેલાંના સમયની વાત કરું તો પહેલાંના ક્રિકેટરો ચહેરા પર સનસ્ક્રીન લગાવીને ક્રિકેટ રમતા હતા. આજે ટેક્નૉલૉજી અને ટ્રીટમેન્ટ વધી છે એટલે તેઓ ક્વિક ટ્રીટમેન્ટ તરફ વળ્યા છે. એમ છતાં સનસ્ક્રીન તો લગાવે છે. મેં છેલ્લે ક્રિકેટર શ્રીસાન્તને સનસ્ક્રીન લગાવતો જોયો હતો, પરંતુ આજના યુવાનોને સ્કિનની સુરક્ષા માટે એકદમ સીધો અને સરળï ઉપાય બતાવું કે તેઓ વૉટર-બેઝ્ડ જેલ ફૉર્મના ફેસવૉશનો ઉપયોગ કરે. અઠવાડિયામાં એક વખત સ્ક્રબનો ઉપયોગ કરે. પુરુષો જ્યારે શેવ કરતા હોય ત્યારે સ્કિનનાં છિદ્રો ખૂલી જાય છે. એ ખુલ્લાં છિદ્રો લઈને જ તેઓ બહાર જાય છે એટલે તેમની ત્વચામાં વધારે ધૂળ ચોંટે છે. જેલ ફૉર્મ ફેસવૉશ આ ધૂળને દૂર કરવા માટે સક્ષમ હોય છે. કંઈ નહીં તો માત્ર ફેસવૉશથી મોં ધોવાથી પણ ત્વચાની રક્ષા થશે. એ સિવાય બરફનો ટુકડો ત્વચા પર ઘસવાથી ફાયદો થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK