શિમર ફૅબ્રિક

તમારે ડિઝાઇનર સાડી બનાવવી હોય કે કંઈક હટકે બ્લાઉઝ બનાવવું હોય કે પછી બૉર્ડર તરીકે મૂકવું હોય કે પછી દીકરીનું આણું તૈયાર કરવું હોય તો એક જ ફૅબ્રિક યાદ આવે; એ છે...શિમર ફૅબ્રિક


fabric

શિમર ઘાઘરા અને શિમર ચૂડીદાર


ખુશ્બૂ મુલાની ઠક્કર

પહેલાં કોઈ પણ ડ્રેસ કે બ્લાઉઝમાં હેવી લુક આપવા માટે સિલ્વર, ગોલ્ડન કે કૉપર બૉર્ડરનો ઉપયોગ કરવામાં આવતો અથવા હૅન્ડવર્ક કે મશીનવર્ક કરવામાં આવતું. ડ્રેસમાં બૉર્ડર મૂકવી કે વર્ક કરાવવું ક્યારેક અઘરું પડી જાય છે. આ બધાં જ કામ જો આસાન કરવાં હોય તો શિમર ફૅબ્રિકનો ઉપયોગ કરવો. શિમર ફૅબ્રિક એટલે જેમાં ગોલ્ડ, સિલ્વર અને કૉપરની ઝાંય પડતી હોય. પહેલાં શિમર ફૅબ્રિકમાં માત્ર ગોલ્ડ કલર જ આવતો; પરંતુ હવે ગોલ્ડ, સિલ્વર અને કૉપરમાં પણ મળે છે. શિમર ફૅબ્રિક મલ્ટિપર્પઝ ફૅબ્રિક છે. એમાંથી ઘણી વસ્તુ બનાવી શકાય જેમ કે બ્લાઉઝ, સાડી અથવા સાડીમાં બૉર્ડર, ચૂડીદાર, ઘાઘરા અથવા ઘાઘરા માટે લાઇનિંગ અને કિડ્સ વેઅર. શિમર ફૅબ્રિક માત્ર કપડાં પૂરતું જ સીમિત નથી. એમાંથી ઘણી ડેકોરેટિવ વસ્તુ બનાવી શકાય જેમ કે બૅગ, બટવા, તોરણ, એન્વેલપ અને મોબાઇલ કવર.

બ્લાઉઝ

જો તમારી સાડીમાં ગોલ્ડ કલરની બૉર્ડર કે વર્ક હોય અને જો તમારે સાડીનું મૅચિંગ બ્લાઉઝ ન પહેરવું હોય તો તમે શિમર ગોલ્ડનું બ્લાઉઝ પહેરી શકો. એનાથી સાડીને એક અલગ  લુક મળશે. સાડીના કલર અને વર્ક અનુસાર ગોલ્ડ, સિલ્વર અથવા કૉપર કલરની પસંદગી કરવી. શિમર ફૅબ્રિકની ખૂબી એ છે કે એમાં વર્ક કરાવવાની અથવા બૉર્ડર મૂકવાની જરૂર પડતી નથી. શિમર ફૅબ્રિકનાં બ્લાઉઝ રેડી તો મળે જ છે, પરંતુ જો તમારે સારું ફિટિંગ જોઈતું હોય તો તમે સીવડાવી શકો. અને ખાસ પૅડેડ જ કરાવવાં. એનાથી વ્યવસ્થિત લુક આવશે. શિમર બ્લાઉઝમાં ખાસ કરીને લૉન્ગ અથવા થþી-ર્ફોથ સ્લીવ ન આપવી, પરંતુ શૉર્ટ સ્લીવ જ આપવી. અથવા જો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો હૉલ્ટરનેક આપી શકાય.

સાડી અથવા બૉર્ડર 


શિમર ફૅબ્રિકની સાડી પહેરવા માટે ચોક્કસ પ્રસંગની જરૂર પડે છે. આવી સાડી ખાસ કરીને પાર્ટીવેઅર તરીકે પહેરાય છે. શિમર સાડી પહેરવા માટે તમારુંં શરીર વેલ-મેઇન્ટેન્ડ હોવું જ જોઈએ. તેમ જ ત્વચાનો રંગ ખાસો ઊજળો હોવો જોઈએ. તો જ તમને આવી સાડી સારી લાગી શકે. જો તમારે શિમર સાડી સાથે શિમર બ્લાઉઝ જ પહેરવું હોય તો હૉલ્ટર પૅટર્ન પહેરી શકો જેથી વધારે પડતી શિમર ઇફેક્ટ ન આવે. આ આઉટલુક સાથે સ્ટ્રેટ હેર વધારે સારા લાગી શકે. વધારે પડતી જ્વેલરી ન પહેરી માત્ર લૉન્ગ ઝૂમખાં પહેરી શકાય. હાથમાં માત્ર એક સ્ટેટમેન્ટ બ્રેસલેટ સારો લુક આપશે.

 જો શિમર ફૅબ્રિક તમારે બૉર્ડર તરીકે વાપરવું હોય તો એ બહુ સહેલું છે અને એનાથી સાડીનો લુક પણ અલગ આવશે. શિમર ફૅબ્રિક સાડીમાં માત્ર હાઇલાઇટિંગ માટે વાપરવામાં આવે છે. આથી વધારે પડતી મોટી બૉર્ડર ન મૂકવી. બૉર્ડર કરતાં જો કંઈક અલગ કરવું હોય તો એક ઇંચની સાડીના પાલવમાં ફ્લૅટ ફ્રિલ મૂકવી. અને જો કંઈક હટકે ટ્રાય કરવું હોય તો ટ્રાન્સપરન્ટ સાડીની નીચે શિમર ચણિયો પહેરી શકાય.

ચૂડીદાર અને ઘાઘરા


શિમર ચૂડીદારમાં ઘણા ઑપ્શન આવે છે જેમ કે ગોલ્ડ, સિલ્વર અને કૉપર તો છે જ ઉપરાંત રેડ સાથે ગોલ્ડ કે બ્લૅક સાથે સિલ્વર કે પછી બ્રાઉન સાથે કૉપર. શિમર ઇફેક્ટ  મોટે ભાગે બ્રાઇટ કલરમાં વધારે સારી લાગે છે. જો તમારા ડ્રેસ કે કુરતીમાં ગોલ્ડ, સિલ્વર કે કૉપરનું વર્ક હોય અને હેવી લુક જોઈતો હોય તો શિમર ચૂડીદાર પહેરી શકો. શિમર ચૂડીદાર સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાં પણ મળે છે. જો તમારે શિમર ફૅબ્રિકનું ચૂડીદાર સિવડાવવું હોય તો પ્રૉપર ફિટિંગમાં જ કરાવવું નહીં તો ચૂડીદાર ફૂલેલું લાગશે અને ડ્રેસનો શો પણ નહીં  આવે. શિમર ચૂડીદાર તમે મિક્સ ઍન્ડ મૅચ પણ કરી શકો જેમ કે રાની કલરનો પ્યૉર હૅન્ડલૂમનો કુરતો જેના પર ગોલ્ડ બૉર્ડર અને એની સાથે ગોલ્ડ શિમરનું ચૂડીદાર  ઍટ્રૅક્ટિવ લુક આપશે. આ લુક સાથે ગોલ્ડ ઝૂમખાં અને એક હાથમાં બૅન્ગલ અને હાઈ  હીલ્સ સારી લાગી શકે.

હેવી વેડિંગ કે વેડિંગની સબ-ઇવેન્ટ માટે શિમર ઘાઘરાનો ઉપયોગ થાય છે. જો નેટનો ઘાઘરો હોય તો એમાં સાદું લાઇનિંગ એટલે કે અસ્તર ન નાખતાં શિમરનું લાઇનિંગ નાખવામાં આવે છે જેથી નેટની ટ્રાન્સપરન્ટ ઇફેક્ટમાંથી નીચેનું લાઇનિંગ શાઇન કરે અને ઘાઘરો વધારે સુંદર લાગે. જો તમારે સેમી-ફૉર્મલ લુક જોઈતો હોય તો રૉ-સિલ્કનું એ- લાઇનનું સ્કર્ટ અને ઘાઘરાના દામનમાં શિમર ફૅબ્રિકની ૪ કે ૬ ઇંચની બૉર્ડર. હાઇટ અનુસાર બૉર્ડરની સાઇઝની પસંદગી કરવી.

 કિડ્સવેઅર 

કિડ્સવેઅર માટે શિમર ફૅબ્રિક એકદમ ઍપ્રોપ્રિએટ છે. કિડ્સવેઅરમાં ગલ્ર્સ માટે શિમરનાં ટૉપ આવે છે જેના પર અલગ-અલગ કલરના મોટિફ હોય છે. એવાં ટૉપ ડેનિમ કે સ્કર્ટ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય. તેમ જ શિમરનાં જૅકેટ પણ આવે છે. શિમર લેગિંગ્સ કૉન્ટ્રાસ્ટ કલરના ટૉપ સાથે પહેરી શકાય. તેમ જ પાર્ટીવેઅર ફ્રૉક્સ પણ શિમરમાંથી બનાવવામાં આવે છે. બૉય્ઝ માટે શિમર બનિયાન મળે છે જે તેઓ ડેનિમ સાથે પહેરી એના પર જૅકેટ પહેરી એક અલગ લુક આપી શકે.

આ ફૅબ્રિકમાંથી ઘણી ડેકોરેટિવ આઇટમ બનાવવામાં આવે છે


જેમ કે એન્વેલપમાં વાપરવામાં આવે છે. હવે તો લગ્નની કંકોતરીમાં પણ શિમરનો ઉપયોગ કરવામાં આવે છે. શિમરની ખૂબી એ છે કે થોડું વાપરવાથી પણ દેખાવ વધારે આવે છે.

ડ્રેસ, બ્લાઉઝ, સાડી કે દુપટ્ટાના લટકણમાં પણ શિમરનો ઉપયોગ થાય છે.

શિમરનાં તોરણ સૅટિન રિબન સાથે બનાવવાથી હેવી લુક આવે છે.

આણા-ડેકોરેશનમાં કે ગણપતિ-ડેકોરેશનમાં કે આરતીની થાળી હોય કે દિવાળીની ફ્લોટિંગ કૅન્ડલ્સ હોય... બધામાં જ શિમરનો ઉપયોગ થાય છે.

નોંધી લો


શિમર ફૅબ્રિક બહુ સાવધાનીપૂવર્‍ક વાપરવું. ફૅબ્રિકનો પોતાનો ફૉલ નથી. એટલે જો બરાબર સિવાયું નહીં હોય તો એ શરીરથી દૂર રહેશે અને ડ્રેસનો શો નહીં આવે.

શિમરનું બ્લાઉઝ બનાવવું હોય તો પૅડેડ તો બનાવવું જ, પરંતુ એમાં ફ્યુઝિંગનો પણ ઉપયોગ કરવો જેથી શિમરમાં કરચલી ન પડે.

આખો શિમર આઉટફિટ ન પહેરતાં એની સાથે કોઈ કૉન્ટ્રાસ્ટ કલરનો ઉપયોગ કરવો જેથી સટલ લુક આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK