ત્વચા પરની કરચલીઓ અને ઍક્નેથી છુટકારો મેળવવો છે?

તો એના માટે આજકાલ ગ્લાયકોલિક પીલ નામની ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ ઊપડ્યો છે


glycolic peel

DEMO PIC



ખુશ્બૂ મુલાની ઠક્કર


આજકાલ માર્કેટમાં ઘણી બ્યુટી-ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. એમાંથી કઈ સિલેક્ટ કરવી એ ઘણું મૂંઝવણભર્યું છે અને ખાસ કરીને ચહેરાની વાત આવે તો દસ વખત વિચારીને જ નિર્ણય લેવો પડે છે.

આજકાલ માર્કેટમાં ગ્લાયકોલિક પીલ નામની ટ્રીટમેન્ટ ખૂબ જ ચાલી રહી છે. ગ્લાયકોલિક ઍસિડ પીલ એક કેમિકલ પીલ છે જેમાં ગ્લાયકોલિક ઍસિડ મહત્વનો ભાગ ભજવે છે. 

ગ્લાયકોલિક ઍસિડ પીલ ટ્રીટમેન્ટ આજકાલ યુવતીઓમાં ફેવરિટ છે, કારણ કે આ ટ્રીટમેન્ટ ખાસ કરીને ચહેરા પરની કરચલી અને ઍક્ને દૂર કરવા માટે છે. મેહઝબીન જે આ ફીલ્ડમાં છેલ્લાં પચીસ વર્ષથી છે અને જે એક કૉસ્મેટોલૉજિસ્ટ અને ટ્રાઇકોલૉજિસ્ટ છે તેમનું કહેવું છે કે આ પીલમાં આલ્ફા હાઇડ્રોક્સિલ નામનું નૅચરલ તત્વ છે. ગ્લાયકોલિક ઍસિડ આમ તો શુગરકેન અને ફ્રૂટ ઍસિડમાંથી બનાવવામાં આવે છે અને એ એક ફ્રૂટ ઍસિડ છે. જ્યારે લગાડવામાં આવે ત્યારે એ ત્વચા પરનો ગ્લુ એટલે કે ત્વચા પરની જૂની અને રફ એટલે કે ત્વચાની ઉપરની લેયર દૂર કરે છે અને જ્યારે ત્વચા પરની જૂની લેયર નીકળી જાય છે ત્યારે એક નવી ત્વચા ધ્યાનમાં આવે છે જે ડૅમેજ વગરની છે અને ચહેરાને એક નવો લુક મળે છે.

કેવી રીતે કરવામાં આવે છે?

સૌપ્રથમ ચહેરાને સાફ કરવામાં આવે છે. ત્યાર બાદ એને ડીટૅનિંગ કરવામાં આવે છે એટલે કે ચહેરા પરની કાળાશ દૂર કરવામાં આવે છે. ત્યાર બાદ ત્વચાનું નિરીક્ષણ કરી એને પીલ માટે તૈયાર કરવામાં આવે છે. મેહઝબીન આગળ જણાવતાં કહે છે, ‘ગ્લાયકોલિક પીલની ટ્રીટમેન્ટ આપવી એક ચૅલેન્જ બરાબર જ છે. ત્વચા કઈ રીતની છે એની તપાસ કર્યા બાદ જ પીલ કેટલા પર્સન્ટ લેવું એ નક્કી કરવામાં આવે છે. ત્યાર બાદ પીલ લગાડવામાં આવે છે. પીલ ચહેરા પર માત્ર પાંચથી છ મિનિટ જ રાખવામાં આવે છે. ત્યાર બાદ એને આંગળીનાં ટેરવાં વડે હલકા હાથે કાઢવામાં આવે છે. પીલ કાઢવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી સનસ્ક્રીન લગાડવામાં આવે છે અને આ ટ્રીટમેન્ટ લીધા પછી ઓછામાં ઓછા ૭ કલાક ચહેરો ધોવાતો નથી. આ પીલ કરાવ્યા પછી ત્વચામાં અકલ્પનીય ફેરફારો જોવા મળે છે. ત્વચાની ડૅમેજ્ડ લેયર નીકળતાં જ કરચલીઓ ઘણી ઓછી દેખાય છે અને જો તમને ઍક્નેનો પ્રૉબ્લેમ હોય તો એ પણ ખૂબ ઓછા દેખાય છે. આ પીલ કરાવ્યા પછી થોડો યંગ લુક આવે છે અને ત્વચા થોડી ઓછી ઑઇલી અને ઘણી સાફ દેખાય છે.’

ધ્યાનમાં રાખવા જેવી બાબતો 


તમારી ત્વચા કયા પ્રકારની છે એના પરથી નક્કી થાય છે કે કેટલી મિનિટ પીલ રાખવું પડશે.

જે દિવસે તમારી અપૉઇન્ટમેન્ટ હોય એ દિવસે ચહેરા પર થ્રેડિંગ કરવું નહીં.

જો પીલ કરાવ્યા પછી ત્વચામાં સહેજ પણ બળતરા થતી હોય તો ત્યાં હાથ લગાડવો નહીં, પરંતુ ઠંડા પાણીની છાલક મારવી અથવા બરફ ઘસવો.

સારામાં સારા ડર્મેટોલૉજિસ્ટ પાસે જ કરાવવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK