ચાલો રેયૉન પહેરીએ

કૉટન જેવું જ આ ફૅબ્રિક હકીકતમાં મૅનમેડ છે અને મોટે ભાગે બોલ્ડ પ્રિન્ટ ને બોલ્ડ કલરમાં મળે છે


reyon clothing



લાઇફ-સ્ટાઇલ - ખુશબૂ મુલાની ઠક્કર

ઉનાળાની શરૂઆત થતાં જ પેસ્ટલ શેડ્સ અને પ્યૉર કૉટનનાં કપડાંની ખરીદી શરૂ થઈ જાય છે. એ પછી કૉલેજમાં જતી યુવતી હોય, હાઉસવાઇફ હોય કે પછી ઑફિસમાં કામ કરતી વર્કિંગ લેડી હોય... બધા જ ફૅશન સાથે કમ્ફર્ટ વેઅર પહેરવાનું પસંદ કરે છે. સૌથી વધારે કમ્ફર્ટેબલ વેઅરની વાત આવે તો કૉટનને કઈ રીતે ભૂલી શકાય.

કૉટન ફૅબ્રિકનો જ એક પ્રકાર રેયૉન ફૅબ્રિકના નામે ઓળખાય છે. ખરેખર રેયૉન એ મૅનમેડ ફૅબ્રિક છે ને ઘણુંખરું કૉટન જેવું જ લાગે છે. રેયૉન ફૅબ્રિકની નૅચરલ શાઇન હોવાને લીધે ઘણી વાર એ સિલ્ક અને વેલ્વેટની ફીલ આપે છે. રેયૉન ફૅબ્રિક સરળતાથી ડાઇ કરી શકાય છે માટે જ એ બોલ્ડ પ્રિન્ટ અને બોલ્ડ કલરમાં મળે છે.

૧. સલવાર-કમીઝ

પહેલાં હેવી ટૉપ માટે રેયૉન આપવામાં આવતું. રેયૉનના ચૂડીદાર સારા નથી લાગતા, કારણ કે રેયૉન એ સ્ટિફ ફૅબ્રિક નથી, પરંતુ ફ્લોઇંગ કૉટન ફૅબ્રિક છે. માટે જ્યારે રેયૉન્ાનો ચૂડીદાર બનાવવામાં આવે છે ત્યારે એ શરીરને ચોંટીને નથી રહેતો એટલે કે ટાઇટ-ફિટેડ નથી લાગતો, પરંતુ ઢળી પડે છે. રેયૉનના ચૂડીદારને બદલે સલવાર કે સેમી પટિયાલા પહેરી શકો. રેયૉનના ફ્લોઇંગ લુકને કારણે સલવાર કે પટિયાલા ખૂબ જ સરસ લાગશે. રેયૉનનો આખો સેટ ન પહેરવો એટલે કે ટૉપ અને સલવાર બન્ને રેયૉનનાં. રેયૉનના ટૉપ સાથે કૉટનની સલવાર અથવા લેગિંગ્સ પહેરવાં.

૨. નાઇટી

નાઇટી પહેલાં બાટિક પ્રિન્ટમાં જ મળતી હતી અથવા તો ચિકનવાïળી કે જયપુરી પ્રિન્ટવાળી. આ બધાં ફૅબ્રિક કરતાં રેયૉનની નાઇટીને માર્કેટમાં લાવવી થોડું અઘરું હતું. પહેલાં રેયૉનની નાઇટી લેવા કોઈ તૈયાર નહોતું. બાટિક જેવી પ્યૉર કૉટનની નાઇટી પર્હેયા બાદ રેયૉનની નાઇટી શા માટે પહેરવાની એવો ઍટિટ્યુડ રહેતો.

રીટેલરોએ કસ્ટમરને રેયૉનની નાઇટી માટે ઘણા કન્વિન્સ કરવા પડતા, પરંતુ જ્યારે કસ્ટમર રેયૉનની નાઇટી એક વાર લઈ જાય તો બીજી વખત આવી બે કે ત્રણ જરૂરથી લઈ જાય અને હવે આજના તબક્કે કોઈ બાટિક નાઇટી પહેરવા તૈયાર નથી. રેયૉન એ ફૅર ફૅબ્રિક છે. એમાં ઘણી પ્રિન્ટ્સ અને પૅટર્ન બને છે. રેયૉનની નાઇટી પર્હેયા પછી ટિપિક્લ નાઇટીનો લુક નથી આવતો અને ફૅબ્રિક ખૂબ જ સુંવાળું હોવાને લીધે ગરમીમાં ખૂબ સારું પણ પડે છે.

૩. કુરતી

રેયૉન ફૅબ્રિક ૬૦થી ૮૦ રૂપિયે મીટરના ભાવે વેચાય છે. રેયૉન ફૅબ્રિક મોટા ભાગે બોલ્ડ પ્રિન્ટમાં જ મળે છે જેને લીધે ઓન્લી ટૉપ બનાવવા માટે સારું પડે છે. વધારે પૅટર્ન ન આપતાં સિમ્પલ નેકલાઇન સારી લાગે. રેયૉનની ખૂબી એ છે કે એ પહેરવામાં ખૂબ સ્મૂધ છે અને મલ્ટી-કલર પ્રિન્ટમાં અવેલેબલ હોવાથી કોઈ પણ કલરના લેગિંગ્સ સાથે મિક્સ મૅચ કરી શકાય છે. રેયૉનની કુરતી ઇકૉનૉમિક રેન્જમાં હોવાથી બે કે ત્રણ મહિના પહેરીને નવી લેવામાં વાંધો નથી આવતો.

૪. ઇન્ડો-વેસ્ટર્ન ટૉપ્સ

આગળ જણાવ્યું એ મુજબ રેયૉન બોલ્ડ પ્રિન્ટમાં હોવાને લીધે ઇન્ડો-વેસ્ટર્ન ટૉપ માટે સારું લાગે છે. ઇન્ડો-વેસ્ટર્ન એટલે ઇન્ડિયન પ્રિન્ટ સાથે વેસ્ટર્ન પૅટર્ન. કોઈ પણ ફ્લોરલ પ્રિન્ટ લઈ એમાં કૉન્ટ્રાસ્ટ કલરની પાઇપિન લગાડી સ્પૅઘેટી હૉલ્ટર ટૉપ બનાવી શકાય અથવા તો સ્લીવલેસ રાખી ફ્રેમલાઇનમાં વેરિએશન આપી શકાય. જેમ કે ઓવલ, અન-ઈવન હૅન્કરચીફ કે સાઇડ-બૅક ટ્રેલ રેયૉનમાંથી બનાવેલા ઇન્ડો-વેસ્ટર્ન ટૉપ્સ કોઈ પાર્ટીમાં નથી પહેરી શકાતાં, રેયૉન ટૉપ્સ એ માત્ર કૅઝ્યુઅલ લુક આપે છે. રેયૉનનાં ઇન્ડો-વેસ્ટર્ન ટૉપ્સ મોટા ભાગે યંગ યુવતીઓ પહેરે છે. બોલ્ડ ઍન્ડ બ્રાઇટ કલર અને પ્રિન્ટને લીધે હંમેશાં ફૅર લુક જ આપે છે.

પુરુષો માટે રેયૉન શર્ટ

રેયૉનનાં રેડી શર્ટ બહુ ઓછાં મળે છે. આવાં શર્ટ્સ પહેરવાવાળું યંગ ક્રાઉડ છે. જો ફ્લોરલ પ્રિન્ટવાળાં શર્ટ પહેરી શકતા હો તો જ પહેરવાં અથવા તમે હાસ્યાસ્પદ પરિãસ્થ્ાતિમાં મુકાઈ જશો. ખાસ કરીને ઉનાળામાં રેયૉનનાં શર્ટ સિવાય એની સાથે વાઇટ કે બેજ કલરની કૉટર્ન શૉર્ટ સાથે પહેરી શકાય. ખાસ કરીને ઈવનિંગ વેઅર તરીકે પહેરી શકાય. લાંબા અને પાતળા યુવકોએ રેયૉનનાં શર્ટ પહેરવાં. સ્થૂળ કાયાવાળા પહેરશે તો સારાં નહીં લાગે, કારણ કે રેયૉન ફૅબ્રિક શરીરને હિસાબે શેપ લે છે. પેટનો ભાગ વધારે હશે તો ખરાબ લાગશે. રેયૉનના શર્ટને ટિપિકલ રેગ્યુલર શર્ટનો લુક ન આપતાં કૉન્ટ્રાસ્ટ કલરની પાઇપિન કૉલર-પટ્ટીની અંદર આપવી. કૉલર થોડા બ્રૉડ આપવા. સ્લીવમાં અમેરિકન ફોલ્ડ આપી થોડો અલગ લુક આપવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK