વાળમાં આજકાલ હિટ છે મેઘધનુષના રંગો

બૉલીવુડની સ્ટાઇલ-આઇકન સોનમ કપૂરે તાજેતરમાં છોકરીઓને વાળમાં હાઇલાઇટિંગ કરીને પોતાના લુકમાં બદલાવ લાવવાની સલાહ આપી છે ત્યારે ભારતમાં પણ હવે પૉપ્યુલર થઈ રહેલો વાળમાં રેઇનબો હાઇલાઇટિંગ કરાવવાનો ટ્રેન્ડ શું છે એના પર એક નજર

color hair

રુચિતા શાહ

ફૅશનમાં રંગોનું અનોખું મહત્વ છે. રંગો નિખાર આપવામાં પણ ઉપયોગી છે તો રંગોની ખોટી પસંદ ફૅશન-બ્લન્ડર પણ બની શકે એમ છે. ઍક્સેસરીઝ, ડ્રેસિંગ અને મેકઅપ સુધી જ નહીં; રંગોએ વાળની સુંદરતા વધારવામાં પણ બહુ મોટો રોલ અદા કર્યો છે. વાળની સુંદરતા વધારીને વ્યક્તિના ઓવરઑલ લુક્સ પર હેરકલરની બહુ ઊંડી અસર પડતી હોય છે. અત્યાર સુધી ગોલ્ડન, બ્રાઉન અને લાલ કલર હાઇલાઇટિંગમાં ખૂબ વપરાતા હતા. એ પછી પર્પલ અને બ્લુ કલર પૉપ્યુલર થવા માંડ્યા, પરંતુ હવે એમાં પણ એક નવો બદલાવ આવ્યો છે. વાળમાં એક-બે નહીં, પણ ચારથી વધુ રંગો લગાવીને વાળને મેઘધનુષી લુક આપવાનો ટ્રેન્ડ અત્યારે ખૂબ જ ખ્યાતિ મેળવી રહ્યો છે. ૨૦૧૬ના પૉપ્યુલર ટ્રેન્ડમાં આ ટ્રેન્ડ મોખરે છે અને વૈશ્વિક સ્તરે ફૅશન-વર્લ્ડમાં એને ખૂબ સારો આવકાર પણ મળ્યો છે. હવે તો ભારતમાં પણ આ ટ્રેન્ડને લોકો અપનાવી રહ્યા છે. યંગસ્ટર્સ શું કામ આ ટ્રેન્ડને પસંદ કરી રહ્યા છે અને આ ટ્રેન્ડની ખાસ-ખાસ વાતો જાણીએ.

એક્સપરિમેન્ટ કરો


થોડા સમય પહેલાં ફૅશન દીવા સોનમ કપૂરે હેરકલરને યુવતીઓના કૉન્ફિડન્સ સાથે જોડીને વાળ સાથે એક્સપરિમેન્ટ કરતા રહેવાની સલાહ આપી હતી. વાળમાં રંગોથી અખતરા કરવાનો ફાયદો એ હોય છે કે એ વાળ પર પર્મનન્ટ અસર છોડતા નથી. કદાચિત તમારા સ્કિનટોન સાથે જો કોઈ હેરકલર અથવા હાઇલાઇટિંગ સૂટ ન થાય તો તમે એનાથી છુટકારો મેળવી શકો છો, એ પણ કુદરતી રીતે. બેશક એમાં તમારે એ રંગ આછા થાય એની રાહ જોવી પડતી હોય છે.

શું ખાસ?


રેઇનબો હેરકલર વિશે વાત કરતાં બિગ બૉસનાં હેરસ્ટાઇલિસ્ટ મીતા વ્યાસ કહે છે, ‘રેઇનબો હેરકલર બે પ્રકારના છે. એકમાં આર્ટિફિશ્યલ સ્ટ્રીક ઉપ્લબ્ધ છે, જેને તમે તમારા ઓરિજિનલ વાળ સાથે ઇન્સર્ટ કરી શકો. આનો ફાયદો એ છે કે તમે વાળમાં તમારા ગમતા કલરની બેથી વધુ સ્ટ્રીક ઇન્સર્ટ કરીને એને ચાહે ત્યારે રિમૂવ પણ કરી શકો. આનાથી તમારા વાળ પર કોઈ કેમિકલ લગાડવાની જરૂર પડતી નથી. કોઈ પણ જાતની પ્રોસેસ વિના તમે રેઇનબો લુક મેળવી શકો. બેશક એ તમારા વાળનો હિસ્સો ન હોય એટલે એ ખબર તો પડે જ. વાળના ટેક્સ્ચર અને ટાઇપ સાથે મૅચ ન થાય તો પણ ખબર પડે. બીજો પ્રકાર છે હેરકલરિંગ. વાળ માટેનું બ્લીચ અને આર્ટિફિશ્યલ કલરિંગ એજન્ટનો ઉપયોગ કરીએ છીએ. ડિફરન્ટ શેડ્સ હોવાને કારણે અને આ શેડ્સમાં યુઝ થતા મટીરિયલની ખૂબી એ છે કે લગભગ ૧૦ વૉશની અંદર એ ધીમે-ધીમે આછો થવા માંડે છે. જે લોકોને લાંબો સમય આ રેઇનબો કલર ન જોઈતો હોય અને માત્ર પોતાનો શોખ પૂરો કરવા માટે લગાડવો હોય તેમને માટે આ બાબત સુવિધાજનક થઈ પડે છે.’

આ ઉપરાંત રેઇનબો હેરકલરના ઍપ્લિકેશનની વિશેષતા પર ધ્યાન દોરતાં મીતા વ્યાસ કહે છે, ‘અંદરના વાળની લેયર પર આ કલર કરાવવાનું લોકો વધુ પ્રિફર કરી રહ્યા છે. ઉપર પોતાના ઓરિજિનલ વાળ આવે જેથી તેઓ ધારે ત્યારે કલરવાળા હેર હાઇડ કરી શકે અને ધારે ત્યારે એને શો કરી શકે. તેમણે માત્ર તેમની હેરસ્ટાઇલ બદલતા રહેવું પડતું હોય છે. રેઇનબો હેરકલરના ઍપ્લિકેશન માટેની અનેક સ્ટાઇલ છે.’

કોનો ફેવરિટ?


ફૅશન, ઍક્ટિંગ જેવા ગ્લૅમર વર્લ્ડ સાથે સંકળાયેલા લોકો રેઇનબો હેરકલર કરાવવાનું વધુ પ્રિફર કરી રહ્યા છે. ઘણા કૉલેજ યંગસ્ટર્સ અને પોતાની રૉકસ્ટાર ઇમેજ એસ્ટૅબ્લિશ કરવા માગતાં યુવક-યુવતીઓ માટે પણ આ હેરકલર ફેવરિટ લિસ્ટ પર છે.

મર્યાદાઓ શું?


ભારતીયોના વાળના ઓરિજિનલ ટેક્સ્ચરને કારણે આપણે ત્યાંના લોકોના હેરમાં આ કલર પકડતાં થોડો સમય લાગે છે એટલે પ્રોસેસ એક કરતાં વધુ વાર કરવી પડે છે, જે તમારા વાળને ડ્રાય અને શુષ્ક બનાવી દે છે. વાળની પ્રૉપર કૅર ન કરાય તો વાળ બટકણા પણ થઈ શકે છે. બીજું એ કે દરેક પ્રકારના સ્કિનટોન પર આ વાઇબ્રન્ટ કલર સૂટ નથી કરતા. મોટા ભાગે ફેર સ્કિનટોન પર એ વધુ જતા હોય છે. સાથે જ કલર કૉમ્બિનેશનમાં જો ગરબડ થાય તો એ તમારા લુકને સુધારવાને બદલે બગાડી શકે છે. આ હેરકલરને લાંબો સમય સુધી રાખવો હોય તો તમારે શૅમ્પૂ અને કન્ડિશનરના ઉપયોગમાં વિશેષ ચોકસાઈ રાખવી પડતી હોય છે. વાળની ડ્રાયનેસ માટે પણ પ્રૉપર કાળજી ન રાખવામાં આવે તો તકલીફ વધી શકે એમ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK