ચોમાસામાં કેવી રીતે કરશો ઘરની માવજત?

ચોમાસામાં હંમેશાં ઘરમાં ભેજની વાસ આવે છે અને વરસાદને લીધે કપડાં ભીનાં ન થાય એ માટે ઘરની અંદર જ સૂકવવામાં આવે છે એને લીધે વધારે ભેજ થાય છે. ઘરમાં સુગંધી અગરબત્તી કરવાથી ભેજની વાસ આવતી નથી.

rain protectionલાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

વરસાદમાં માખી અને મચ્છરનો પણ એટલો જ ત્રાસ હોય છે.

માખી-મચ્છરથી બચવા માટે જે પાણી વડે પોતાં કરાતાં હોય એમાં મીઠું નાખી દેવું જેને લીધે તરત જ ફરક પડશે અને રોગચાળો પણ અટકશે.

જો તમે ઘરમાં પ્લાન્ટ્સ રાખતા હો તો ચોમાસા દરમ્યાન થોડું ઓછું પાણી નાખવું, કારણ કે પ્લાન્ટ્સને કુદરતી રીતે તો પાણી મળી જ રહે છે. જો વધારે પાણી નાખવામાં આવે તો કુંડામાં પાણી ભરાઈ રહે છે અને એમાં માખી-મચ્છર થાય છે અને એ જ માખી-મચ્છર તમારા ખાવાના પદાર્થ પર બેસે છે એને લીધે વધુ રોગચાળો ફેલાય છે.

બાથરૂમમાં અળસિયાં થાય એ દૂર કરવા માટે બાથરૂમની ચારેકોર મીઠું નાખી દેવું જેથી અળસિયાં ન થાય.

જો તમે ઘરમાં કાર્પેટ રાખતા હો તો એને ચોમાસા પૂરતી કાઢી લેવી જોઈએ. નહીં કાઢો તો એમાં ભેજ લાગશે અને દિવસ દરમ્યાન આવતી ધૂળ એમાં ભેગી થશે. કાર્પેટ ઘરની અંદર હોવાને કારણે પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી માટે એ જલદી સુકાતી પણ નથી અને એ પણ બગડે છે.

વરસાદમાં ફર્નિચર સાચવવાં એ અઘરું કામ છે. ચોમાસું બેસતાંની સાથે જ જો ફર્નિચર પર અઠવાડિયામાં એક વખત ઘાસલેટનાં પોતાં ફેરવી દેવામાં આવે તો ફર્નિચરમાં જીવાત થતી નથી.

રસોડાની મોરીમાંથી વાંદા આવતા હોય છે એ દૂર કરવા માટે પાણીમાં થોડું કેરોસીન નાખીને મોરીમાં નાખી દેવું જેને લીધે વાંદાથી છુટકારો મળશે.

ચોમાસામાં ખાસ કરીને લાઇટની નીચે ઝીણા મચ્છર થાય છે એ દૂર કરવા માટે લાઇટની નીચે એક કાંદો બાંધી દેવો અથવા લાઇટની નીચે પાણીની થાળી લઈને ઊભા રહેવું જેથી બધા મચ્છર આપોઆપ થાળીમાં પડશે અથવા તો થોડી વાર લાઇટ બંધ કરી દેવી.

જેઓ ટૉપ ફ્લોર પર રહેતા હોય તેમને હંમેશાં વરસાદનું પાણી અંદર આવવાની ફરિયાદ હોય છે. તેઓ બારીની બહાર જૂની ચાદર લગાડી શકે જેથી વરસાદનું પાણી ચાદર પર પડશે અને ચાદરથી નીચે ઊતરી જશે અને ઘરમાં સીધું વરસાદનું પાણી નહીં આવી શકે.

ઉનાળામાં બધા લોકો અથાણાં બનાવે છે જે આખું વર્ષ ચાલે, પરંતુ ચોમાસું બેસતાંની સાથે જ એેની માવજત કરવાનું ભૂલી જઈએ છીએ. જો અથાણાંને બારેમાસ ફ્રિજમાં રાખવામાં આવે તો એ હંમેશાં ફ્રેશ જ રહે છે અને બગડતા નથી.

બિસ્કિટ અને નાસ્તા ન હવાઈ જાય એ માટે એને પહેલાં પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને પછી ડબ્બામાં મૂકવાં અથવા તો ઝિપ-લૉક થેલીમાં મૂકવાં જેથી એ હવાઈ ન જાય.

ચોમાસામાં કપડાં ગમે એટલાં સુકાઈ જાય, પરંતુ ભેજની થોડી તો વાસ આવે જ. ભેજની વાસ ન આવે એ માટે કપડાં ઈસ્ત્રી કરીને એમાં લવિંગ અથવા કપૂરની પોટલી મૂકી શકો.

ચોમાસામાં લોકો ખાસ કરીને ઑલ-સીઝન શૂઝ જ પહેરે છે અને લેધરનાં શૂઝને આપણે સાચવીને શૂ-રૅકમાં મૂકીને ભૂલી જઈએ છીએ, પણ લેધર શૂઝમાં ફૂગ ચડતાં વાર નથી લાગતી. લેધર શૂઝને જો તેલ લગાડીને મૂકવામાં આવે તો એ બગડતાં નથી અને સચવાઈ રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK