પંજાબ દી ફૂલકારી

ફૂલકારી શું છે એ બહુ ઓછાને ખબર હોય છે. ચાલો સમજીએ ફૂલકારી શું છે અને કેવી રીતે પહેરી શકાય


ખુશ્બૂ મુલાની ઠક્કર

ફૂલકારી પંજાબમાં થતી એમ્બ્રૉઇડરી છે. ફૂલકારી એટલે ફૂલોની ડિઝાઇન અને એ પણ જ્યૉમેટ્રિકલી કરવામાં આવેલી. આ એમ્બ્રૉઇડરી ખાસ કરીને સિલ્ક થ્રેડથી કરવામાં આવે છે. આ એમ્બ્રૉઇડરી બ્રાઇટ કલરમાં કરવામાં આવે છે તેથી એ ખૂબ જ સુંદર લાગે છે. ફૂલકારીના દુપટ્ટા તો ફેમસ છે જ, પરંતુ આજે જોઈએ ફૂલકારીને બીજી કઈ રીતે પહેરી શકાય.

ફૂલકારી દુપટ્ટા

દુપટ્ટામાં ફૂલોની એમ્બ્રૉઇડરી કરવામાં આવતી એને ફૂલકારી કહેતા, પરંતુ સમય જતાં દુપટ્ટાનું નામ જ ફૂલકારી દુપટ્ટા પડી ગયું. આ દુપટ્ટામાં મોટે ભાગે બ્રાઇટ કલરનો ઉપયોગ થાય છે અને કૉન્ટ્રાસ્ટ લુક આપવામાં આવે છે. એટલે કે પહેલાં એક બેઝ નક્કી કરાય; જેમ કે ઑફવાઇટ કૉટન હોય તો એમાં ઑરેન્જ, ગ્રીન, લાઇટ પિન્ક કલરની એમ્બ્રૉઇડરી કરવામાં આવે અથવા તો ઑરેન્જ અને રેડ કલર સાથે ગ્રીન

ટચ આપવામાં આવે. આમાં ઘણાં અલગ-અલગ જાતનાં કૉમ્બિનેશન કરવામાં આવે છે. ફૂલકારી દુપટ્ટા મોટે ભાગે કૉટન પર બનાવવામાં આવે છે, જેથી પહેરવાથી થોડો જાડો લુક આવે છે. જો તમારે ફૂલકારી દુપટ્ટો પહેરવો હોય તો પ્લેન ડ્રેસ પસંદ કરવો. જેમ કે બ્લૅક કલરના પ્લેન ડ્રેસ સાથે કોઈ પણ કલરનો ફૂલકારી દુપટ્ટો સારો લાગી શકે. જો તમે સુડોળ શરીર ધરાવતા હો તો પટિયાલા સાથે ગોઠણ સુધીની કુરતી અને એના પર આ દુપટ્ટો એક ટિપિકલ પંજાબી લુક આપી શકે. જો તમે સ્થૂળ શરીર ધરાવતા હો તો ચૂડીદાર પર લૉન્ગ કુરતી પહેરવી અને એની સાથે ફૂલકારી દુપટ્ટો એક સાઇડ રાખી પહેરી શકાય. જો તમારે અલગ ટ્રાય કરવું હોય તો એક ફૂલકારી દુપટ્ટો લેવો. ત્યાર બાદ એક નેટનો દુપટ્ટો લેવો. એમાં ફૂલકારી દુપટ્ટામાં જે બૉર્ડર ચારે તરફ લગાડી છે એ કટ કરી નેટના દુપટ્ટા પર લગાડવી. જો તમને પાલવ ઇફેક્ટ ગમતી હોય તો ૬ ઇંચથી ૮ ઇંચનો પટ્ટો લગાડી શકો અથવા તો તમને ગમે એ પૅટર્નમાં બૉર્ડર મૂકી શકો. આ બધું કરવા માટે  ફૅશન-સેન્સ હોવી જરૂરી છે.

જૅકેટ, યોક અથવા સ્લીવ્ઝ

ફૂલકારીનું આખું ટૉપ નથી સારું લાગતું જો એ દુપટ્ટો કૉટનમાં હોય તો. એના બદલે તમે એનું જૅકેટ બનાવી શકો અથવા તો યોક કે સ્લીવ્ઝમાં પણ લગાડી શકો. જૅકેટમાં પણ ઘણા ઑપ્શન છે. તમારે શેની પર પહેરવું છે અને કઈ જગ્યાએ પહેરવું એ બહુ મહત્વનું છે. જો તમારે ડેનિમ સાથે પહેરવું હોય તો શ્રગ કરાવી શકાય અથવા તો કમર સુધીની લેન્ગ્થની કોટી કરી શકાય. શ્રગમાં કંઈક અલગ ટ્રાય કરવું હોય તો શ્રગ ફૂલકારીનું કરવું અને એની સ્લીવ્ઝ નેટની કરવી અને સ્લીવ્ઝમાં નીચે બે ઇંચ કે ચાર ઇંચની ફૂલકારીની બૉર્ડર મૂકવી અથવા તો સ્લીવલેસ શ્રગ પણ પહેરી શકાય. બ્લૅક કલરનું ઍન્કલ લેન્ગ્થનું જીન્સ એના પર વાઇટ બૉડી-હગિંગ ટી-શર્ટ અને એના પર ફૂલકારી શ્રગ એક અલગ લુક આપી શકે. એની સાથે પગમાં મોજડી પહેરી શકાય અને હેરમાં હાઈ પોની કે હાઈ બન સારો લાગી શકે. જો લૉન્ગ જૅકેટ કરવું હોય તો નીચે પલાઝો અથવા સ્કર્ટ સારું લાગી શકે. લૉન્ગ જૅકેટમાં પણ તમે વેરિએશન આપી શકો જેમ કે જૅકેટમાં બસ્ટલાઇન જ્યાં પૂરી થાય એની બે કે ત્રણ ઇંચ નીચેથી સ્લિટ આપવો. એટલે જો તમે સ્કર્ટ પહેરવાના હો તો તમારું થોડું પેટ દેખાશે. જો બૅકમાં ટ્રાન્સપરન્ટ લુક આપવો  હોય તો ૧૦ ઇંચ સુધી આપી શકાય. જો હજી વધારે ફૅન્સી પહેરવાની ઇચ્છા હોય તો ટ્રેલ જૅકેટ પણ પહેરી શકાય અથવા એ-સિમેટ્રિકલ હેમલાઇન પણ આપી શકાય. આગળ  જણાવ્યા મુજબ ફૂલકારીનું આખું ટૉપ નથી સારું લાગતું. તમારું જે કલરનું ટૉપનું ફૅબ્રિક હોય એ પ્રમાણે ફૂલકારીનો દુપટ્ટો પસંદ કરવો. ત્યાર બાદ ટૉપમાં ૧૪ ઇંચથી લઈને ૧૬ ઇંચ સુધીમાં ફૂલકારીનો પૅચ લગાડવો (યોકની સાઇઝ બૉડી પ્રમાણે સિલેક્ટ કરવી). જો તમારે આખો પૅચ ન લગાડવો હોય તો ફ્રન્ટમાં યુ શેપમાં લગાડવો અથવા તો કુરતા પટ્ટી  સ્ટાઇલમાં બૉર્ડર લગાડવી. કુરતા પટ્ટી વધારેમાં વધારે બે ઇંચની હોય છે. તમારી બૉડીટાઇપ પ્રમાણે કુરતા પટ્ટીની સાઇઝ વધારી શકાય. ટૉપની હેમલાઇનમાં ત્રણ-ચાર ઇંચની બૉર્ડર જરૂર મૂકવી જેથી આખા ટૉપની ડિઝાઇન બૅલૅન્સ થાય. ટૉપમાં સ્લીવ્ઝમાં ૬ ઇંચની ફૂલકારીની સ્લીવ્ઝ ન આપવી, પરંતુ એને બદલે નેટની સ્લીવ્ઝ કરવી જેમાં નીચે ફૂલકારીની બૉર્ડર આપવામાં આવી હોય.

ફૂલકારી ઑન રૅમ્પ

ફૂલકારીમાં કંઈક નવું ટ્રાય કરવું હોય તો રૅમ્પ-ફૅશન ફૉલો કરી શકાય

ramp1

૧. આ ફોટોમાં ફૂલકારીના ત્રણ દુપટ્ટા મિક્સ કરી સ્લીવલેસ કુરતો બનાવવામાં આવ્યો છે. નેટના ફૅબ્રિક પર એકસરખા માપની બૉર્ડર મૂકવામાં આવી છે અને હેમલાઇનમાં ચાર ઇંચનો બ્લૅક વેલ્વેટનો પૅચ મૂકવામાં આવ્યો છે અને નીચે ગ્રે કલરનું પલાઝો. આવા પીસ કસ્ટમમેડ વધારે સારા લાગે. આવા પીસ બનાવવા માટે સૂઝબૂજની ખાસ જરૂર પડે. ક્યાં અને કેવી રીતે કયા કલરની બૉર્ડર લગાડવી એ ચોકસાઈ માગી લે.

ramp2

૨. આ ફોટોમાં પણ ફૂલકારીના દુપટ્ટાનું મિક્સ ઍન્ડ મૅચ કરવામાં આવ્યું છે. એમાં લો- વેસ્ટ એક યોક આપવામાં આવ્યો છે. ત્યાર બાદ ચાર ઇંચના પટ્ટા એક ઇંચ કે બે ઇંચ બાદ આપવામાં આવ્યા છે. જ્યારે આખું ટૉપ ફૂલકારીનું ન પહેરવું હોય અને કંઈક અલગ ટ્રાય  કરવું હોય તો આ બેસ્ટ ઑપ્શન છે. એમાં પણ નેટનો બેઝ લીધો છે. જ્યારે નેટના દુપટ્ટા પર કોઈ પણ ફૅબ્રિકનું પ્લેસમેન્ટ કરવામાં આવે તો ફ્લોઇન્ગ લુક આવે છે અને નેટ પર ફૂલકારી હોવાથી એકદમ જાડો લુક નથી આવતો. આ સ્ટાઇલલાંબી-પાતળી યુવતીઓ પર વધારે સારી લાગી શકે.

ramp3

phulkari

૩. ફૂલકારી ફૉર મેન - ફૂલકારી એવા દુપટ્ટા છે જે પુરુષો પહેરે તો તેમને પણ શોભે. પરંતુ ફિઝિક એકદમ વેલબિલ્ટ હોવી જોઈએ, કારણ કે દુપટ્ટો જાડો હોય છે અને જો બરાબર પહેરવામાં નહીં આવે તો ખરાબ લાગશે. જો તમારે ફૂલકારી દુપટ્ટો પહેરવો જ હોય તો ડાર્ક કલરનાં કુરતા-પાયજામા સિલેક્ટ કરી શકાય, જેના પર કલર્સ એકદમ ઊઠીને આવે અને તમે જો મૉડલ ફિઝિક ધરાવતા હો અને કૅરી કરી શકતા હો તો ફૂલકારીનો કુરતો પણ પહેરી શકો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK