ગર્લ્સની એવરગ્રીન હેરસ્ટાઇલ પફ

અગાઉ હિરોઇનો અને બ્રાઇડની હેરસ્ટાઇલમાં વધુ જોવા મળતી આ હેરસ્ટાઇલ હવે દરેક વર્ગ, દરેક પ્રોફેશન અને દરેક વયની સ્ત્રીઓની હેરસ્ટાઇલ બની ગઈ છે


puff hairstyle


પલ્લવી આચાર્ય


૪૦ના દાયકાથી લઈને આજ સુધી ચાલી આવતી હેરસ્ટાઇલની કોઈ ફૅશન હોય તો એ પફની છે. નિમ્મી, મધુબાલા, આશા પારેખ, મુમતાઝ, માધુરી દીક્ષિતથી લઈને દીપિકા પાદુકોણ સુધીની હિરોઇનોની હેરસ્ટાઇલમાં પફ સામાન્ય છે. હા એ ખરું કે અગાઉનો પફ બન પફ હતો અને એ જરા વધુ મોટો રહેતો હતો. સ્ત્રીઓની આ એવરગ્રીન હેરસ્ટાઇલ હિરોઇનો અને ફૅશન-વર્લ્ડની હેરસ્ટાઇલ ન રહેતાં સામાન્યથી અતિસામાન્ય ગર્લ્સની હેરસ્ટાઇલ બની ગઈ છે.

પફ શું છે?

પફ એટલે વાળનો ફુગ્ગો. વાળમાં આગળની સાઇડ પર કે પાછળની સાઇડ પર બે બાજુ અથવા કોઈ પણ એક બાજુએ વાળને ઊપસાવીને ફુગ્ગા જેવા કરીને જે હેરસ્ટાઇલ કરવામાં આવે છે એ પફ તરીકે ઓળખાય છે. આમાં પફ નાનો પણ હોઈ શકે અને મોટો પણ હોઈ શકે. ટ્વિસ્ટેડ હોઈ શકે, વેવી હોઈ શકે અને બન એટલે કે વાળને ફૂલેલા બતાવવા માટે જે એક્સ્ટેન્શન મૂકવામાં આવે છે એની સાથેનો પણ હોઈ શકે. વાળમાં એકસાથે બે પફ પણ લઈ શકાય. પફ સાથે ચોટલો અને પોની પણ લઈ શકાય અને પફ સાથે વાળને ઝૂલતા ખુલ્લા પણ છોડી શકાય. પફનો લુક હંમેશાં પર્ફેક્ટ રહે એ જરૂરી નથી, અનફિનિશ્ડ પણ હોઈ શકે.

પૉપ્યુલર કેમ?

આ એક એવી હેરસ્ટાઇલ છે જે માટે તમારે દર વખતે હેરસ્ટાઇલિસ્ટની જરૂર ન પડે. ગર્લ્સ પોતાની જાતે બહુ ઈઝીલી આ હેરસ્ટાઇલ કરી શકે છે અને એ માટે વધુ સમયની જરૂર પણ ન પડતી હોવાથી ઑફિસ-ગોઇંગ ગર્લ્સ અને અન્ય પ્રોફેશનલ ગર્લ્સ  પણ આ હેરસ્ટાઇલ કરી શકે છે. એ ઉપરાંત આ હેરસ્ટાઇલ માટે જરૂરી નથી કે વાળ લાંબા હોય. ખભા સુધીના વાળ કે ટૂંકા વાળમાં પણ એ કરી શકાતી હોવાથી ટૂંકા વાળ રાખતી મહિલાઓ અને ગર્લ્સ પણ આ હેરસ્ટાઇલ કરી શકે છે. આ સ્ટાઇલ માટે હેર-સ્પ્રે જેવી ચીજોની પણ જરૂર નથી પડતી કે વાળ ધોયેલા હોય એ પણ જરૂરી નથી. એ માટે વાળ કર્લી હોય, આછા હોય કે નૉર્મલ હોય તો પણ કરી શકાય છે.

ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન કોઈ પણ પ્રકારના ડ્રેસ સાથે અને દરેક વયની સ્ત્રીઓને આ હેરસ્ટાઇલ સૂટ થાય છે.

આ પ્રકારની ફ્લેક્સિબિલિટીને કારણે જ આ હેરસ્ટાઇલ નેક્સ્ટ ડોર ગર્લ્સની પણ હેરસ્ટાઇલ બની શકી છે.

કેટલા પ્રકાર?

પફ આમ તો અનેક પ્રકારના થાય છે પણ મુખ્ય ચાર પ્રકારના હોય છે એવું બોરીવલીમાં આવેલા હેર-સૅલોં ‘બિગ બૉસ હરીશ હેરસ્ટાઇલિસ્ટ’ની હેરસ્ટાઇલિસ્ટ રિન્કુ ભાટિયા પારેખનું કહેવું છે. તે કહે છે, ‘આમાં ઘણાં ઇનોવેશન્સ છે, પણ મુખ્ય ચાર પ્રકારના પફ થાય છે.

હાઈ પફ

આ પફમાં ફુગ્ગો ઘણો મોટો હોય છે. વાળને વધુ ઊંચે લઈ ટ્વિસ્ટ કરીને ઊંચો પફ બનાવાય છે. આવો પફ બનાવવા ઘણી વાર એક્સ્ટેન્શન એટલે કે બન યુઝ કરવામાં આવે છે. આવો પફ ખાસ કરીને પાર્ટી અને વેડિંગ માટે બનાવાય છે. પફ સાથે ચોટલો પોની યા પાછળ બીજો પફ લઈને પણ હેરસ્ટાઇલ કરી નિટ લુક આપી શકાય છે. આ પફ સાથે આગળના કે સાઇડના થોડા વાળ છૂટા રાખી શકાય છે. વાળ વધુ ઘટ હોય ત્યારે આ પફ વધુ સારો લાગે છે.

ઘાટકોપરમાં આવેલા પર્પલ પેટલ્સ હેર-સૅલોંની હેરસ્ટાઇલિસ્ટ પૂજા જાધવનું કહેવું છે કે પાર્ટીવેરમાં આ પફ વધુ યુઝ થાય છે. એ ઉપરાંત ચહેરાના આકાર મુજબ એને સૂટ હોય એવો પફ લેવામાં આવે છે. સાઇડ સહિતના વધુ વાળ લઈને બનાવાયેલો બ્રૉડ પફ લાંબા ચહેરા પર વધુ સૂટ થાય છે.

લો પફ

લો પફમાં વાળનો ફુગ્ગો થોડો ઓછો હોય. પોનીટેઇલ, ફિશટેઇલ કે વાળ ખુલ્લા રાખીને આ પફ લઈ શકાય છે. ઉતાવળમાં હો ત્યારે આ સ્ટાઇલ તમને સ્ટાઇલિશ રાખી શકે છે અને એથી જ પ્રોફેશનલ્સ અને ઑફિસ-ગોઇંગ ગર્લ્સમાં આ સ્ટાઇલ પ્રિય છે. ટૂંકા વાળ હોય કે આછા વાળ હોય તો પણ આ સ્ટાઇલ સારી લાગે છે. એક્સ્ટેન્શન ન યુઝ કરો તો બૅક કૉમ્બિંગથી પફ હાઈ બનાવી શકાય છે.

સાઇટ પાર્ટિગ પફ

બધા વાળ જમણી અથવા ડાબી બાજુ લઈને થોડું પાર્ટિશન કરીને લેવામાં આવતા આ પફનો લુક રૉયલ હોય છે. તમે જોયું હશે કે ક્વીન અથવા પ્રિન્સેસના પફ આ પ્રકારના હોય છે. આ પફ સાથે વાળ ખુલ્લા રાખી શકાય. પોનીટેઇલ કે ફિશટેઇલ પણ લઈ શકાય. આ હેરસ્ટાઇલમાં વાળનું વૉલ્યુમ વધુ લાગે છે. આ પફ સાથે એક સાઇડની લટ ખુલ્લી પણ છોડી શકાય છે.

ટ્વિસ્ટેડ પફ

આ પફમાં વચ્ચેથી પાર્ટિશન કરીને બન્ને તરફના વાળને ટ્વિસ્ટ કરીને પફ લેવામાં આવે છે. આમાં એક અલગ પ્રકારનો પફ પણ કરવામાં આવે છે. આ પફ થોડો હાઈ હોય છે. રિન્કુ ભાટિયા પારેખ કહે છે કે આ પફમાં ઘણાં ઇનોવેશન્સ થઈ શકે છે.

મેસ્સી પફ

આ પ્રકારનો પફ લુકમાં થોડો અનિફનિશ્ડ હોય છે. વાળ ધોયા ન હોય, કર્લી હોય કે વધુ સમય ન હોય ત્યારે પણ આ પફ લઈ શકાય છે. આ પફ સાથે વાળ ખુલ્લા છોડી શકાય, આગળ પાર્ટિશન કરીને લટ ખુલ્લી રાખી શકાય અને ચોટલો પણ લઈ શકાય.

લેયર્ડ પફ

આ પફ બનાવતી વખતે વાળની વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે જેથી લેયર્સ જેવું લાગે. ફ્રેન્ચ પફ પણ થોડો આ પ્રકારનો જ છે. ગરદન સુધીના વાળ હોય ત્યારે પણ આ પફ લઈ શકાતો હોવાથી પ્રોફેશનલ્સ અને વર્કિંગ-વુમન આ પફ પ્રિફર કરે છે. વાળ હાઇલાઇટ કર્યા હોય તો એ વધુ સારા લાગે છે.

બાલ્કની પફ

આ પફમાં વાળનો ફુગ્ગો થોડો કપાળ પર વધુ આગળ લાવીને બાલ્કની જેવો લુક આપવામાં આવે છે. સ્પેશ્યલ પ્રસંગોમાં જ આ પફ લોકો પ્રિફર કરે છે. બાકી ડેઇલી લાઇફમાં ગર્લ્સ હાઈ-લો-મેસ્સી અને લેયર્ડ પફ વધુ પસંદ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK