કેવી રીતે છુટકારો મેળવશો પિમ્પલ્સની પળોજણમાંથી?

પિમ્પલ્સ હંમેશાં તૈલી ત્વચામાં થાય છે. જો સરખો ઉપચાર કરવામાં ન આવે તો ખૂબ જ વધી જાય છે અને અચાનક જો પાર્ટીમાં જવાનું થયું તો મેકઅપ સિવાય બીજો કોઈ ઉપચાર નથી જે પિમ્પલ્સને તાત્કાલિક છુપાડી શકે


pimple make up


લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

મુલતાની માટીમાં લીંબુ અને સંતરાની છાલનો પાઉડર સ્કિમ્ડ મિલ્ક સાથે મિક્સ કરી લગાવવો.

આજકાલ દરેક ગલીને ખૂણે એક મેકઅપ આર્ટિસ્ટ જોવા મળશે. મેકઅપ અને મેકઅપ આર્ટિસ્ટ હંમેશાં સારાં શોધવાં જેથી ત્વચા પર કંઈ રીઍક્શન ન આવે, પિમ્પલ્સને છુપાડવાના પ્રયત્નોમાં પિમ્પલ્સ વધી ન જાય.

ખારમાં રહેતી ૩૦ વર્ષની શીના મેકઅપના ફીલ્ડમાં છેલ્લાં ૧૫ વર્ષથી છે. શીના કહે છે, ‘ગમેએટલો સારો મેકઅપ કરચલી અને પિમ્પલ્સવાળી ત્વચા પર સારો નહીં જ લાગે. ગમેએટલું મોંઘું કન્સીલર તમારી કરચલી અને પિમ્પલ્સવાળી ત્વચાને લાંબા સમય સુધી નહીં છુપાડી શકે. સૌપ્રથમ તમારી ત્વચા પરના ડેડ સેલ દૂર કરવા. ત્યાર પછી બ્રાઇટનિંગ મૉઈશ્ચરાઇઝર લગાડવું અને પછી પ્રાઇમર લગાડવું. પ્રાઇમર એટલે જેના લીધે મેકઅપ આખો દિવસ ટકી રહે. પ્રાઇમર લગાડવાની પણ એક રીત છે જેમ કે પ્રાઇમરને આંગળીઓનાં ટેરવાં પર લઈ આખા ચહેરા પર લગાડવું. પ્રાઇમર લગાડ્યા પછી પાંચ મિનિટ બાદ ફાઉન્ડેશન લગાડવું.’

પિમ્પલ્સ પર કન્સીલર લગાડવું એ એક આવડતભર્યું કામ છે એમ જણાવતાં શીના કહે છે, ‘સૌપ્રથમ કન્સીલરને પિમ્પલ્સ પર ક્રૉસ સાઇન હૃની જેમ લગાડવું. ત્યાર બાદ જે હૃ સાઇન કરી છે એને આંગળીઓની મદદથી ચહેરા પર મર્જ કરવું. હૃ કરેલી સાઇનને ખૂબ ઘસવી નહીં... ત્યાર બાદ બાકીના ચહેરા પર કન્સીલર લગાડવું અને પછી એના પર ટિશ્યુ મૂકવું. ટિશ્યુ મૂકવાથી એક્સ્ટ્રા મેક-અપ ટિશ્યુમાં આવી જશે.’

શીના ૧૫ વર્ષની હતી ત્યારથી આ ફીલ્ડમાં છે. શીના હેર, મેકઅપ, ત્વચા અને બ્યુટી આ ચારેય ફીલ્ડનું નૉલેજ ધરાવે છે. એમ કહી શકાય કે તે ઑલરાઉન્ડર છે. બ્રાઇડલ મેકઅપ માટે હંમેશાં બ્રાઇડ ૬ કે ૮ મહિના પહેલાં બુકિંગ કરાવે છે અને જો તેમની ત્વચા પિમ્પલ્સવાળી હોય તો શીના તેમને સમજાવે છે કે પિમ્પલ્સ થવાનાં કારણો કયાં છે. જેમ કે દરેક યુવતીને ટીનેજમાં પિમ્પલ્સ થાય જ છે. પિમ્પલ્સ મોટા ભાગે ફેસ પર, નેક, બૅક, ચેસ્ટ અને શોલ્ડર પર થાય છે અને ઘણી વખત પિમ્પલ્સના ડાઘ પણ રહી જાય છે અને મોટા ભાગે પિમ્પલ્સ થવાને કારણે યુવતીઓનો આત્મવિશ્વાસ ઘવાય છે. એસ્ટ્રોજન નામના હૉર્મોન્સને લીધે પિમ્પલ્સ થાય છે. આ એસ્ટ્રોજન નામના હૉર્મોન્સ યુવક અને યુવતી બન્નેમાં પ્યુબર્ટીની એજમાં જોવા મળે છે. ઘણી વખત પિમ્પલ્સ વારસાગત પણ થતા હોય છે.

દાદીમાની કહેવત છે કે પિમ્પલ્સને જેટલો હાથ લગાડીએ એટલા વકરે એટલે વધારે થાય. હૉર્મોન્સ ચેન્જ થવાને કારણે મેન્સિસના ૭ દિવસ પહેલાં પિમ્પલ્સ થઈ શકે અને સૌથી મોટું કારણ છે સ્ટ્રેસ. પિમ્પલ્સના ઉપચારની વાત કરતાં શીના કહે છે, ‘મુલતાની માટીમાં લીંબુ અને સંતરાની છાલનો પાઉડર સ્કિમ્ડ મિલ્ક સાથે મિક્સ કરી લગાડવું. ૧૫ મિનિટ રાખવું. જો તમને વધારે પડતાં પિમ્પલ્સ હોય તો મીઠાને પાણીમાં નાખી એની પેસ્ટ બનાવી પિમ્પલ્સ પર લગાડવી. શરૂઆતમાં થોડું બળશે, પરંતુ પિમ્પલ્સ પર થતા બૅક્ટેરિયાને ચેપ લગાડતાં રોકશે. ઈંડાની સફેદીને ઓટ્સમાં નાખી ૧૫ મિનિટ રાખવાથી પણ ફાયદો થશે.’

પાર્લામાં રહેતી ૩૦ વર્ષની મેકઅપ-આર્ટિસ્ટ નિધિ ગાંધી કહે છે, ‘આપણી ત્વચા નૅચરલી જ એટલું ઑઇલ પ્રોડ્યુસ કરે છે કે તમારો મેકઅપ ઑઇલ-ફ્રી અને નૉન-કોમેડોજેનિક જ સિલેક્ટ  કરવો જોઈએ તેમ જ મૉઈશ્ચરાઇઝર પણ લાઇટ વેઇટ વાપરવું જેના લીધે ઑઇલ ઓછું ત્વચા પર ભેગું થાય. જો તમારું પેટ સાફ હશે તો કોઈ જાતના રોગ નહીં થાય અને પિમ્પલ્સ તો ચોક્કસ જ નહીં થાય, કારણ કે શરીરનાં ટૉક્સિન જો રોજેરોજ સાફ થતાં હોય તો તમારી ત્વચા આપોઆપ ચમકવાની જ છે તેમ જ અમે બ્રાઇડને એમ સલાહ આપીએ કે રોજ નારિયેળપાણી પીવું જેનાથી પેટમાં ઠંડક થાય. પિમ્પલ્સ જો દૂર કરવા હોય તો એને અંદરથી જ કરી શકાય. બાહ્ય ઉપચાર તો માત્ર ટાઇમ પૂરતો જ હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK