તમે પીટર પૅન કૉલર નેકલેસ ટ્રાય કર્યો?

એક એવો નેકલેસ જે તમારા કૉસ્ચ્યુમના આધારે બનાવવામાં આવે છે : જો હવે પછીની ઈવનિંગ પાર્ટીમાં એવો લુક ટ્રાય કરવો હોય જે તમને બધા કરતાં અલગ પાડે તો ગો ફૉર ઇટ

sonam kapoor



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

પીટર પૅન કૉલર નેકલેસ જ્વેલરી સેલિબ્રિટીઓની પહેલી પસંદ છે. તમે આને સેલિબ્રિટી જ્વેલરી પણ કહી શકો છો. પીટર પૅન કૉલર નેકલેસ કદાચ પીટર પૅન કૉલરમાંથી આવ્યો હશે. આ કૉલર નૉર્મલી શર્ટના કે પછી ડ્રેસના કૉલર હોય છે જે અણીદાર નહીં પણ રાઉન્ડ હોય છે. આજે આ જ કૉલરના શેપે નેકલેસનું રૂપ લીધું છે. આ નેકલેસ તમારી પર્સનાલિટી અને તમારાં ડ્રેસિસની સ્ટાઇલને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે.

તમારા કૉસ્ચ્યુમને હિસાબે

નૉર્મલી બધા નેકલેસ તમે ક્યારે અને કોઈ પણ રીતે પહેરી શકો છો. એના માટે કોઈ રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન્સ નથી હોતાં, પણ પીટર પૅન કૉલર નેકલેસનું પોતાનું અલગ સ્ટાન્ડર્ડ છે. એને તમે ગમે એ રીતે પહેરી નથી શકતા. જો તમે એને ગમે એ રીતે પહેરશો તો એનો ચાર્મ જતો રહેશે. એના વિશે માહિતી આપતાં જ્વેલરી-ડિઝાઇનર અચલા શાહ કહે છે, ‘આ નેકલેસ પહેરવા માટે તમારા ડ્રેસના નેકની સ્ટાઇલ કયા પ્રકારની છે એ બહુ મહત્વ રાખે છે. જેમ કે રાઉન્ડ-નેક, બોટ-નેક, સ્ક્વેર-નેક, વી શેપ નેક આ બધી આપણા ડ્રેસના નેકની સ્ટાઇલ છે. પીટર પૅન કૉલર નેકલેસ પણ તમારે આ જ સ્ટાઇલમાં પહેરવો પડે છે. જેમ કે જો તમારી નેક સ્ટાઇલ રાઉન્ડ હોય તો તમારે રાઉન્ડ શેપનો નેકલેસ જ પહેરવો પડે. એમાં બીજા કોઈ શેપનો નેકલેસ તમે ન પહેરી શકો.

એમ જે નેકની સ્ટાઇલ હોય એ પ્રમાણે અમે નેકલેસ બનાવીએ છીએ.’ આ નેકલેસની બીજી ખાસિયત જણાવતાં જ્વેલરી-ડિઝાઇનર ભાવિન છેડા કહે છે, ‘આ નેકલેસ એના કૉલરને અનુરૂપ હોય છે. આ નેકલેસ બનાવતા સમયે તમારા ગળાનું માપ લેવામાં આવે છે જેથી એ તમારા ગળામાં પર્ફે‍ક્ટ બેસે. જો આ નેકલેસ તમારા ગળામાં ફિટ ન બેસે તો એનો એટલો લુક સારો નથી આવતો. એટલે આ નેકલેસને કૉસ્ચ્યુમ ડિઝાઇનર જ બનાવે છે, કેમ કે તેમની પાસે એ કૉસ્ચ્યુમ પ્રમાણેનું બધું મટીરિયલ હોય છે. જે કૉસ્ચ્યુમ ડિઝાઇનર નેકલેસ બનાવે છે એનો બેઝ કપડાંનો હોય છે અને એના પર તે કૉસ્ચ્યુમ અનુસાર ડિઝાઇન કરે છે અને જો આ નેકલેસને અમે બનાવવાના હોઈએ તો અમે તે ક્લાયન્ટની નેક, તેની પર્સનાલિટી, તેના કૉસ્ચ્યુમને અને કયા ફંક્શનમાં પહેરવાનો છે એને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ.’

મટીરિયલ

પીટર પૅન કૉલર નેકલેસ સૌથી વધારે બીડ્સ અને મોતીના બને છે. એ સિવાય કુંદન, ડાયમન્ડ, કાપડ, કોર્શિયોના પણ બને છે. આ નેકલેસનો બેઝ નૉર્મલી મોતી જ હોય છે. મોતીમાં સેમી-પ્રેશિયસ સ્ટોન કે પછી ડાયમન્ડની રિન્ગ, સિલ્વર-બેઝ્ડ મોતી, કોલ્હાપુરી મોતી (લાખની ઉપર સોનાનું પાતળું આવરણ હોય છે), શેલ પર્લ, હૈદરાબાદી પર્લ, લાખ આ બધા સાથે મિક્સ ઍન્ડ મૅચ કરીને પણ બનાવવામાં આવે છે. આ નેકલેસની ટેãક્નકલ ઇન્ફર્મે‍શન આપતાં જ્વેલરી-ડિઝાઇનર ભાવિન છેડા કહે છે, ‘નૉર્મલી નેકલેસનો જે ભાર હોય એ વચ્ચે હોય છે, પણ આ નેકલેસનો જે ભાર છે એ બન્ને બાજુ ડિવાઇડ થઈ જાય છે. એમાં એનું બૅલૅન્સ જળવાતું નથી. પહેલાં આ નેકલેસ રૅમ્પ-વૉક અને રેડ કાર્પેટ પર જ પહેરાતા હતા, પણ હવે આ નેકલેસ બધા પહેરવા લાગ્યા છે.’

વેસ્ટર્નાઇઝ્ડ નેકલેસ

આ નેકલેસનો જે લુક છે એ વેસ્ટર્નાઇઝ્ડ છે. એટલે આ નેકલેસને તમે ટ્રેડિશનલ ફંક્શનમાં પહેરશો તો એટલો ઉઠાવ નહીં આપે. આ નેકલેસ પહેરીને તમે ઈવનિંગ પાર્ટી, કૉકટેલ પાર્ટી અથવા રિસેપ્શનમાં પહેરીને પોતાનો લુક બધાથી હટકે કરી શકો છો. આ નેકલેસને તમે વન-પીસ, ગાઉન જેવાં વેસ્ટર્ન ડ્રેસિસ પર પહેરી શકો છો. આ નેકલેસ સાથે વધારે પડતી ઍક્સેસરીઝ તમને ગોલ્ડી લુક આપે છે. એટલે એની સાથે તમારે એક સિમ્પલ બ્રેસલેટ, એક વૉચ અને કાનમાં સિમ્પલ ઇઅર-રિન્ગ પહેરવાં જોઈએ.

નૉર્મલી નેકલેસનો જે ભાર હોય એ વચ્ચે હોય છે, પણ આ નેકલેસનો જે ભાર છે એ બન્ને બાજુ ડિવાઇડ થઈ જાય છે જેમાં એનું બૅલૅન્સ જળવાતું નથી.- જ્વેલરી-ડિઝાઇનર ભાવિન છેડા

જો તમારી નેક-સ્ટાઇલ રાઉન્ડ હોય તો તમારે રાઉન્ડ શેપનો નેકલેસ જ પહેરવો પડે. એમાં બીજા કોઈ શેપનો નેકલેસ તમે ન પહેરી શકો.- જ્વેલરી-ડિઝાઇનર અચલા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK