વરસાદમાં ટ્રાય કરો પૅરાફિન પેડિક્યૉર

આ પેડિક્યૉરથી વરસાદમાં પગ ભીના રહેવાથી પગમાં પડતી રિંકલ્સથી છુટકારો મળશે, સાથે સ્કિનને પોષણ મળશે અને સ્કિન સૉફ્ટ થશે


pedicure



કૃપા પંડ્યા

ગરમ મીણબત્તી જ્યારે પીગળે ત્યારે એનું એક ગરમ-ગરમ ટીપું જો હાથ પર કે પગ પર પડે તો? એક સેકન્ડ માટે થોડી બળતરા થાય અને જ્યાં સુધી એ પીગળેલા મીણને કાઢીએ નહીં ત્યાં સુધી આપણને શાંતિ નથી મળતી. પણ આ જ મીણ તમારા આખા હાથ અને પગ પર લગાવવામાં આવે તો? સાંભળીને થોડી ચીતરી ચડેને? પણ આ હકીકત છે. અત્યારે મીણ એટલે કે પૅરાફિનનું પેડિક્યૉર લોકોમાં ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. ઘણા લોકો સાદું પેડિક્યૉર કરવાને બદલે પૅરાફિન પેડિક્યૉર કરાવે છે. આવો જાણીએ કે પૅરાફિન પેડિક્યૉરને કેમ બધા આટલું પસંદ કરી રહ્યા છે અને આનાથી શું ફાયદો થાય છે.

પૅરાફિન પેડિક્યૉરના ફાયદા

પૅરાફિન પેડિક્યૉર એક પ્રકારનું વૅક્સ છે. આ વૅક્સ દૂધિયા કલરનું હોય છે. મુલુંડમાં પોતાનું બ્યુટિપાર્લર ચલાવતાં બ્યુટિશ્યન ભારતી શેવાળે કહે છે, ‘પૅરાફિન પેડિક્યૉરમાં અમે મીણબત્તીમાં જેવું વૅક્સ આવે છે એનાથી પેડિક્યૉર કરીએ છીએ. પૅરાફિન લગાવતાં પહેલાં અમે પગનું નૉર્મલ પેડિક્યૉર કરીએ છીએ. એ પછી અંતે પૅરાફિન વૅક્સ લગાવીએ છીએ. પૅરાફિન પેડિક્યૉરથી પગની ડેડ સ્કિન નીકળી જાય છે. વરસાદમાં આખો દિવસ પગ પાણીમાં રહેવાથી પગમાં જે રિંકલ્સ આવે છે અને પગમાં કાપા પણ પડી જાય છે એના માટે આ પેડિક્યૉર સૌથી બેસ્ટ છે. એ સાથે તમારી સ્કિન ટૅન થઈ હોય છે અથવા પગમાં જે કચરો જમા થયેલો હોય છે એ પણ આ પેડિક્યૉરથી નીકળી જાય છે. પગની સ્કિનને એક પ્રકારની સૉફ્ટનેસ મળે છે. એ સિવાય પૅરાફિન પેડિક્યૉરથી સ્કિનને ન્યુટ્રિશન પણ મળી રહે છે.’

કરવાની રીત

સૌથી પહેલાં પગમાંથી નેઇલ-પૉલિશ કાઢી નાખવી. પછી પગને ગરમ પાણીમાં ડુબાડવા. ગરમ પાણીમાં તમને ગમતો સાબુ કે પછી શૅમ્પૂ નાખવું. એ પછી ૧૦-૧૫ મિનિટ સુધી પગને પાણીમાં ડુબાડીને રાખો. એ પછી પાણીમાંથી પગ બહાર કાઢો અને બૉડી-સ્ક્રબથી પગને સ્ક્રબ કરો. પાણીમાંથી પગ કાઢતા સમયે ધ્યાન રાખો કે પગની આંગળીઓ વચ્ચે સાબુ રહી ન જાય. સ્ક્રબ કર્યા પછી પગને ઠંડા પાણીથી ધોઈ લો. એ પછી પગ પર કોઈ પણ સારી ક્રીમથી અથવા કોઈ પણ સારા તેલથી માલિશ કરો. એ પછી નખની બાજુની એક્સ્ટ્રા સ્કિનને સાફ કરવી. એ પછી એક હીટરમાં પૅરાફિન વૅક્સ ગરમ કરવું. ઓછામાં ઓછું પાંચ કિલો પૅરાફિન વૅક્સ લેવું. પૅરાફિન વૅક્સ પાતળું થાય ત્યાં સુધી એને ગરમ કરવું. જેવું પૅરાફિન પાતળું થઈ જાય એને ઘૂંટણથી લગાવવાની શરૂઆત કરવી અને નીચે પગના અંગૂઠા સુધી લગાવવું. જેમ-જેમ પૅરાફિન વૅક્સ ઠંડું થશે એમ-એમ એ જાડું થતું જશે. આ વૅક્સ જેવું ઠંડું થઈ જાય કે એને હાથેથી કાઢી નાખવું. આ તમે ૧૫ દિવસે એક વાર કે એક મહિને એક વાર કરી શકો છો. પૅરાફિન વૅક્સની ખાસિયત એ છે કે એને લગાવ્યા પછી એની અંદર નાનાં કાણાં નથી પડતાં, જેના કારણે હવા પાસ થતી નથી અને તમારા પગમાં હીટ પેદા થાય છે. આ હીટને લીધે પગમાં લગાડેલી જે ક્રીમ અથવા ઑઇલ છે એ તમારી સ્કિનની અંદર જાય છે અને તમારી સ્કિનને એક પ્રકારનું ન્યુટ્રિશન મળે છે.  આમાં વપરાતી ક્રીમ પણ સ્કિનના હિસાબે લેવાની હોય છે. એ વિશે જણાવતાં બ્યુટિશ્યન ભારતી શેવાળે કહે છે, ‘જેના પગની સ્કિન કાળી હોય તેણે ઍન્ટિ-ટૅનિંગ ઑઇલ લેવું અથવા વાઇટનિંગ ક્રીમ પણ લઈ શકાય. જેને પગમાં કરચલીઓ હોય તેણે ઍન્ટિ-રિંકલ ક્રીમ લેવી. જેના પગ બહુ ડ્રાય હોય તેણે હાઇડ્રેટિંગ ક્રીમ લેવી. ’

પૅરાફિન પેડિક્યૉર કરવા તમને ઓછામાં ઓછો એક કલાક જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK