ઓન્લી બ્લૅક

જો ફૅશન-સેન્સ હોય તો એક બ્લૅક ડ્રેસ મલ્ટિપલ પર્પઝ સૉલ્વ કરી શકે

black

ખુશ્બૂ મુલાની ઠક્કર

જો તમારી પાસે એક બ્લૅક કલરનો ડ્રેસ હોય એ પછી ની-લેન્ગ્થ હોય કે પછી ફુલ-લેન્ગ્થ હોય, એના પર મિક્સ ઍન્ડ મૅચ કરી ઘણા અલગ-અલગ લુક આપી શકાય. જેમ કે જૅકેટ, બ્લેઝર, સ્કાર્ફ અથવા તો અલગ-અલગ ઍક્સેસરી સાïથે. ડિપેન્ડિંગ કે તમારું બૉડી-સ્ટ્રક્ચર કેવું છે. એ પ્રમાણે સ્ટાઇલિંગ કરી શકાય.

પાર્ટી લુક

બ્લૅક ડ્રેસ પાર્ટીવેઅર માટે એક બેસ્ટ ઑપ્શન છે. પ્લેન બ્લૅક ડ્રેસમાં થોડો ટ્વિસ્ટ લાવવા માટે બ્લૅક ડ્રેસ સાથે બ્રૉન્ઝ કલરનો બેલ્ટ પહેરી શકો અને એની સાથે મૅચ કરવા માટે બ્રૉન્ઝ કલરના સ્ટિલેટોઝ પહેરી શકાય અથવા કંઈક અલગ લુક આપવા માટે બ્લૅક ડ્રેસ સાથે નેકમાં લૉન્ગ બીડ્સ પહેરવાં. એક જ હાથમાં બ્લૅક કલરની બૅન્ગલ્સ પહેરવી. આઇઝમાં સ્મોકી ઇફેક્ટ આપવી અને પગમાં બ્લૅક હાઈ-હીલ્સ પહેરવી. અથવા તો ગોલ્ડ કે કૉપર કલરનું શિમરવાળું શ્રગ પહેરવું.

black1ઑફિસ લુક

ઑફિસ લુક માટે બ્લૅક ની-લેન્ગ્થ ડ્રેસ સાથે બેજ કલરનું અથવા વાઇટ કે બ્લૅક કલરનું બ્લેઝર પહેરી શકાય, જેની લેન્ગ્થ હિપથી થોડી ઊંચી હોવી જોઈએ. કંઈક અલગ ટ્રાય કરવા માટે જે લેન્ગ્થનો બ્લૅક ડ્રેસ હોય એ જ લેન્ગ્થનું બ્લેઝર પહેરી શકાય અથવા તો બ્લૅક શૉર્ટ ડ્રેસ સાથે બેજ કલરનો બેલ્ટ પહેરી એની સાથે બેજ કલરના સ્ટિલેટોઝ અને બેજ કલરની ઑફિસ બૅગ. હેરમાં હાઈ પોની વાળવી અને ન્યુડ મેકઅપ  કરવો. ઑફિસ લુક સાથે બહુ જ્વેલરી પહેરવી નહીં. કાનમાં ડાયમન્ડ ટૉપ્સ કે પર્લનાં ટૉપ્સ પહેરી શકાય. એક હાથમાં રિસ્ટવૉચ અને બીજા હાથમાં બ્રેસલેટ પહેરી શકાય.

કૅઝ્યુઅલ લુક

કૅઝ્યુઅલ લુક માટે બ્લૅક ડ્રેસની અંદર ફ્લોરલ પ્રિન્ટનું ટી-શર્ટ પહેરી શકાય અથવા ડેનિમનું જૅકેટ પહેરી શકાય. ડેનિમના જૅકેટ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરવા માટે પગમાં કૅન્વસ શૂઝ પહેરી શકાય. હેરમાં હાઈ પોની વાળવી. હાથમાં કલરફુલ પ્લાસ્ટિક બૅન્ગલ્સ પહેરી શકાય અથવા તો કૉટન પ્રિન્ટના બેલ્ટ આવે છે એ બ્લૅક ડ્રેસ પર પહેરી એની સાથે પગમાં મૅચિંગ કલરનાં બેલી શૂઝ પહેરી શકાય અથવા તો સિન્થેટિક ફૅબ્રિકમાં શર્ટ લઈ એને કમર પર નોટ બાંધવી અને હેરમાં સૉફ્ટ કર્લ લુક આપવો અને આ બધા જ લુક સાથે સ્લિન્ગ બૅગ સારી લાગશે અથવા ટોટ બૅગ પણ લઈ શકાય.

ટ્રેડિશનલ લુક

પ્લેન બ્લૅક શૉર્ટ ડ્રેસ પર પટિયાલા અથવા ચૂડીદાર પહેરી શકાય. ડિપેન્ડિંગ કે તમારું બૉડી-સ્ટ્રક્ચર કેવું છે. આ લુક સાથે હેવી દુપટ્ટો પહેરવો, જેથી પ્રૉપર ટ્રેડિશનલ લુક આવે. જો તમારું ભરેલું શરીર હોય તો તમે શૉર્ટ બ્લૅક ડ્રેસ સાથે પટિયાલા પહેરી શકો અને પટિયાલાનો મૅચિંગ દુપટ્ટો. પગમાં મોજડી અથવા ફ્લૅટ ચંપલ પહેરી શકાય. જો તમારું શરીર સુડોળ હોય તો બ્લૅક શૉર્ટ ડ્રેસ સાથે ઍન્કલ લેન્ગ્થનું લેગિંગ્સ પહેરી શકો. તમે પ્રિન્ટેડ લેગિંગ્સ પણ પહેરી શકો. કાનમાં સિલ્વર અથવા ગોલ્ડ રિંગ પહેરી શકાય. હાથમાં સિલ્વર અથવા ગોલ્ડ મેટલની બૅન્ગલ્સ પહેરી શકાય. આ લુક સાથે બેલી શૂઝ પહેરાય અથવા તો હીલવાળાં ચંપલ પહેરી શકાય.     

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK