એક અનોખો લુક આપે છે બૂટ્સ

શરત માત્ર એટલી કે કઈ ટાઇપનાં બૂટ્સ ક્યાં અને કેવી રીતે પહેરવાં એની સમજણ હોવી જોઈએ

dipika

ખુશ્બૂ મુલાની ઠક્કર

બૂટ્સ શૂઝનો જ એક પ્રકાર છે. બૂટ્સની લેન્ગ્થ વધારે હોય છે એટલે કે બૂટ્સ પગને વધારે  કવર કરે છે; જેમ કે ઍન્કલ સુધી, ઍન્કલથી ઉપર, કાફ સુધી અથવા ક્યારેક તો ગોઠણ  સુધી અથવા ગોઠણ કરતાં પણ ઉપર. બૂટ્સમાં પણ ઘણી વરાઇટી આવે છે. લેધર, કૅન્વસ, વેલ્વેટ, ઝિપર અથવા દોરીવાળાં. આ બૂટ્સ તમે કૅઝ્યુઅલી અને ફૉર્મલી પહેરી શકો. પહેલાં બૂટ્સ સેલિબ્રિટી વેઅર તરીકે ઓળખાતાં, પરંતુ હવે દરેક યુવતી એવું ઇચ્છે કે તેના વૉર્ડરોબમાં એક જોડી બૂટ્સ તો હોવાં જ જોઈએ.

aish

કૅઝ્યુઅલ વેઅર : કૅઝ્યુઅલ વેઅરમાં કૅન્વસ બૂટ્સ અને વેલ્વેટ-ફિનિશ બૂટ્સ આવી શકે. કૅન્વસ બૂટ્સ ઍન્કલથી થોડાં ઉપર હોય છે અને એમાં મોટે ભાગે દોરી હોય છે. આવાં બૂટ્સ સેલ્ફ-ટુ-સેલ્ફ એટલે કે એક જ કલરમાં બૂટ્સ અને એ જ કલરની દોરી હોય છે અથવા તો કૉન્ટ્રાસ્ટ કલરમાં હોય છે. જેમ કે બેજ કલરનાં બૂટ્સ અને કૉફી કલરની દોરી અથવા બ્લુ કલરનાં બૂટ્સ અને વાઇટ કલરની દોરી. અમુક બૂટ્સમાં સ્ટાઇલિંગ આપવામાં આવ્યું હોય છે, જેમ કે દોરી તો હોય જ પણ એમાં સાઇડ પર ઝિપ આપવામાં આવી હોય છે જે માત્ર શો માટે જ હોય છે. આવાં બૂટ્સ ડેનિમ શૉટ્ર્સ અને એની ઉપર સ્ટ્રાઇપ્ડ ટી-શર્ટ સાથે સારાં લાગી શકે અથવા તો કેપ્રી સાથે પણ પહેરી શકો. કૉલેજગોઇંગ યુવતીને કંઈક અલગ ટ્રાય કરવું હોય તો કૅન્વસ બૂટ્સ પહેરી શકાય. જો તમારે ફુલ લેન્ગ્થ ડેનિમ સાથે બૂટ્સ પહેરવાં હોય તો ડેનિમને નીચેથી બે ઇંચનો ફોલ્ડ આપી ઍન્કલ લેન્ગ્થ લુક આપી શકો અને પછી બૂટ્સ પહેરવાં. એની સાથે ચેક્સ શર્ટ પહેરી ટકઇન કરવું અને હાઈ પોનીવાળો એક સ્માર્ટ લુક આપવો. ઍન્કલથી થોડાં ઉપર આ લેન્ગ્થનાં બૂટ્સ ઓછી હાઇટવાળી અથવા લંબાઈવાળી યુવતી પહેરી શકે. આ બૂટ્સ પહેરવાથી શરીરના લુકમાં કંઈ મોટો ફેર પડતો નથી.

sonakshi

priyanka

ફૉર્મલ વેઅર : આવાં બૂટ્સ ખાસ કરીને લેધરમાં હોય છે. આમાં પણ ઘણી વરાઇટી આવે છે, જેમ કે ઍન્કલ લેન્ગ્થની ઉપરથી લઈને કાફ સુધી અથવા ઘૂંટણ સુધી અથવા ઘૂંટણની ઉપર અને ઘણી વખત થાઇઝ સુધી પણ હોય છે. બૉડી-ટાઇપને આધારે બૂટની લેન્ગ્થ પસંદ કરવી. લેધર બૂટ્સમાં પણ સ્ટાઇલિંગ પર વધારે ભાર મૂકવામાં આવે છે. એમાં ઝિપ તો હોય જ છે, પરંતુ એની સાથે બટન અથવા બકલ આપવામાં આવે છે. લેધર બૂટ્સમાં અર્થ કલર પર વધારે ભાર મૂકવામાં આવે છે; જેમ કે બ્રાઉન, કૉફી, રસ્ટ, મરૂન વગેરે. બ્લૅક અને વાઇટ તો હોય જ. આવાં બૂટ્સ ટાઇટ સ્કિની જીન્સ કે લેગિંગ્સ સાથે સારાં લાગી શકે. એના પર કોઈ પ્લેન ટી-શર્ટ અને એની સાથે સ્કાર્ફ પહેરી શકો. જો તમારે વધારે સ્માર્ટ લુક જોઈતો હોય તો લેધર જૅકેટ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકો. આવાં બૂટ્સ ખાસ કરીને લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારાં લાગે છે. જેમ-જેમ બૂટ્સની લેન્ગ્થ વધે તેમ તમારી હાઇટ ઓછી છે એવો આભાસ થાય. જો ઓછી હાઇટ હોય અને શરીર ભરેલું હોય તો આવાં બૂટ્સ ન પહેરવાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK