ડ્રેસને નવો લુક આપો ઑફ-શોલ્ડર પૅટર્નથી

અલગ-અલગ નેકલાઇન કરતાં જો કંઈક હટકે ટ્રાય કરવું હોય તો ઑફ-શોલ્ડર પૅટર્ન ટ્રાય કરી શકાય


dress

( ડાબે ) ઑફ શોલ્ડર ડ્રેસ, (વચ્ચે ) ઑફ શોલ્ડર બ્લાઉઝ અને વેસ્ટર્ન ટૉપ્સ (જમણે )



ખુશ્બૂ મુલાની ઠક્કર


ઑફ-શોલ્ડર પૅટર્ન એટલે જે નેકલાઇન શોલ્ડર પર આવતી નથી, એટલે કે જેમાં આખા શોલ્ડર દેખાય છે. ઑફ-શોલ્ડરમાં ઘણી પૅટર્ન આવે છે; જેમ કે ફુલ ઑફ-શોલ્ડર, વિથ ઇલૅસ્ટિક અને ઑફ-શોલ્ડર સાથે વેરિએશન ઑફ સ્લીવ્ઝ. જેમના શોલ્ડર થોડા ભરેલા હોય તેમના પર આ પૅટર્ન સારી લાગી શકે. આ પૅટર્ન કોઈ ખાસ પ્રસંગમાં પહેરી હોય તો એની ગુણવત્તા જળવાઈ રહે છે. ઑફ-શોલ્ડર પૅટર્નમાં વેસ્ટર્ન ટૉપ્સ, બ્લાઉઝ અને વન-પીસ સારાં લાગી શકે.

વેસ્ટર્ન ટૉપ્સ :
આવાં ટૉપ્સ ખાસ કરીને ફ્લોઈ ફૅબ્રિકમાં બનાવવામાં આવે છે અને આવાં ટૉપ્સમાં નેકમાં ઇલૅસ્ટિક નાખવામાં આવે છે. જો તમે કૅઝ્યુઅલી પહેરવા માગતા હો તો જેમ ટૉપની પૅટર્ન છે તેમ જ પહેરવું. પરંતુ જો તમારે કોઈ ફૉર્મલ ડિનર માટે જવું હોય તો એ ઇલૅસ્ટિક વડે તમે ટૉપની નેકલાઇન તમારા શોલ્ડરની નીચે કરી શકો. આમાં શૉર્ટ સ્લીવ્ઝ, થ્રી-ફોર્થ અને ફુલ સ્લીવ્ઝ આવે છે. તમારા ફંક્શનને અનુરૂપ તમે સ્લીવ્ઝની પસંદગી કરી શકો. આવા ટૉપ સાથે ડેનિમ તો સારાં લાગે જ છે, પરંતુ સ્કિન-ફિટેડ ટ્રાઉઝર પ્રૉપર ફૉર્મલ લુક આપશે. ઑફ-શોલ્ડર સાથે તમે વાળ ખુલ્લા રાખી શકો અથવા હાઈ પોની કે બન વાળી શકાય. આવો આઉટલુક પર્ફેકટ મેકઅપ વગર અધૂરો લાગે.

બ્લાઉઝ : સાડી સાથે ઑફ-શોલ્ડર બ્લાઉઝ પહેરવા માટે તમારી પર્સનાલિટી જાજરમાન હોવી જરૂરી છે. ઑફ-શોલ્ડર બ્લાઉઝ હંમેશાં સાડીના કલર કરતાં કૉન્ટ્રાસ્ટ કલરનું હોવું  જોઈએ, તો એનો ગેટઅપ વધારે સારો આવશે. બ્લાઉઝના ફૅબ્રિક માટે થોડા જાડા મટીરિયલની પસંદગી કરવી જેથી એ શરીર પર બરાબર બેસે. ઑફ-શોલ્ડર બ્લાઉઝ સાથે ફ્લોઈ ફૅબ્રિકની સાડી વધારે સારી લાગશે.

ઑફ-શોલ્ડર બ્લાઉઝમાં સાડીમાં પિન ભરાવાતી નથી. તેથી જો તમે ગુજરાતી સ્ટાઇલમાં પહેરવાના હો તો કમર પર પાતળો ચાંદીનો કે કૉપરનો સાડીને અનુરૂપ કલરનો બેલ્ટ પહેરવો જેથી સાડીને થોડો ટેકો મળશે અને એ શોલ્ડર પરથી પડી નહીં જાય. જો તમે બેન્ગાલી સ્ટાઇલમાં સાડી પહેરવાના હો અને તમને પિન ભરાવવી હોય તો પીઠમાં જ્યાં બ્લાઉઝ શરૂ થાય છે ત્યાં તમે પિન  ભરાવી શકો જેથી સાડી સરકી ન જાય.

ઑફ-શોલ્ડર બ્લાઉઝ ફૉર્મલ જગ્યાએ જ પહેરી શકાય, જેમ કે ફૉર્મલ ડિનર કે કોઈ અવૉર્ડ-ફંક્શન કે પાર્ટીમાં. ઑફ-શોલ્ડર બ્લાઉઝ સાથે તમે વાળ ખુલ્લા રાખી શકો અથવા હાઈ બન કે હાઈ પોનીટેઇલ વાળી શકો.

ઑફ-શોલ્ડર બ્લાઉઝ પહેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમારા શોલ્ડર પર પણ થોડું ફાઉન્ડેશન લગાડવું જેથી મેકઅપ કર્યા પછી ચહેરા અને શોલ્ડરનો કલર અલગ-અલગ ન લાગે.

ડ્રેસ : ઑફ-શોલ્ડર ડ્રેસ ખાસ કરીને તમે સેલિબ્રિટીને અવૉર્ડ-ફંક્શનમાં પહેરતા જોયા હશે. આવા ડ્રેસ મોટે ભાગે ફ્લોર લેન્ગ્થના હોય છે અથવા તો ની-લેન્ગ્થ અને અબોવ ની- લેન્ગ્થના હોય છે.

ઑફ-શોલ્ડર ડ્રેસ મોટે ભાગે પ્લેન ફૅબ્રિકમાં બનાવવામાં આવે છે. આવા ડ્રેસમાં માત્ર ગળામાં મોટો નેકલેસ પહેરવામાં આવે છે જેથી શોલ્ડર પર ધ્યાન ઓછું જાય અને ગળું ભરેલું લાગે.

ઑફ-શોલ્ડર ડ્રેસ ખાસ કરીને પૅડેડ જ બનાવવામાં આવે છે અને એમાં પાછળ અથવા સાઇડ પર ચેઇન નાખવામાં આવે છે. આમાં પ્લેન ફૅબ્રિકમાં સ્ટિચિંગ પૅટર્ન આપવામાં આવે છે; જેમ કે ફ્રિલ, પિન ટક્સ, ઓવરલૅપિંગ, હૅન્કર્ચીફ, મર્મેડ અને વન-સાઇડેડ. આવા ડ્રેસ પહેરવા માટે પર્ફેક્ટ ફિગરની જરૂર હોય છે. એટલે જ આવા ડ્રેસ લાંબી અને પાતળી યુવતીઓ પર વધારે સારા લાગે છે.

જાણવા જેવું

કંઈક હટકે ટ્રાય કરવું હોય તો લૉન્ગ સ્કર્ટ સાથે ઑફ-શોલ્ડર ટૉપ પહેરી શકાય.

ફૉર્મલ લુક માટે ટાઇટ-ફિટેડ સ્કર્ટ સાથે ઑફ-શોલ્ડર ટૉપ સારું લાગી શકે.

ડેનિમ શૉટ્ર્સ સાથે ઑફ-શોલ્ડર ટૉપ કૅઝ્યુઅલ લુક આપશે.

ઑફ-શોલ્ડર સાથે પર્ફેક્ટ ફિગર તેમ જ પ્રૉપર મેકઅપની જરૂર છે.

આની સાથે નો-જ્વેલરી લુક સારો લાગી શકે અથવા ગળામાં માત્ર એક નેકલેસ.

જો તમે કાનમાં લૉન્ગ ઇઅર-રિંગ પહેરવાના હો તો ગળામાં ન પહેરવું. કોઈ પણ એક જ પર પસંદગી રાખવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK