ઑફ શોલ્ડર કા હૈ ઝમાના

આજકાલ ચર્ચામાં આવેલી આ પૅટર્ન યંગ યુવતીઓથી લઈને ગૃહિણીઓ પણ અપનાવે છે

off

ખુશ્બૂ મુલાની ઠક્કર

ઑફ શોલ્ડર એટલે જેમાં શોલ્ડર ન હોય એટલે કે જે ટૉપ શોલ્ડર કવર ન કરે. ઑફ શોલ્ડરમાં બે પ્રકાર આવે છે જેમ કે જે ટૉપ કે ડ્રેસ માત્ર બસ્ટ લાઇન જ કવર કરે અને બીજી સ્ટાઇલ એ છે જેમાં નેક સુધી ડ્રેસ આવતો હોય, પરંતુ નેકમાં ઇલૅસ્ટિક હોય છે જેથી જગ્યા અને ફંક્શન અનુસાર તમે નેકલાઇન ઉપર-નીચે કરી શકો. ઑફ શોલ્ડરમાં ડ્રેસ, ટૉપ, શૉર્ટ ડ્રેસ તો આવે જ છે અને તમે ઑફ શોલ્ડર પૅટર્નમાં બ્લાઉઝ પણ કરાવી શકો.

ડ્રેસ : જો તમે ઑફ શોલ્ડર પૅટર્નમાં ડ્રેસ પહેરવા માગતા હો તો ખૂબ કાળજીપૂર્વક ફંક્શનને અનુરૂપ ડ્રેસની પસંદગી કરવી. જો તમારું શરીર સુડોળ હોય તો જ ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો. જો તમને ઑફ શોલ્ડર ડ્રેસ પહેરવો હોય અને કૉન્શ્યસ ફીલ ન કરવું હોય તો હાથ કવર થાય એ રીતનો ડ્રેસ સિલેક્ટ કરવો. હાથ કવર થાય એટલે જેમાં સ્લીવ્ઝ હોય પરંતુ સ્લીવ્ઝ શોલ્ડર કવર ન કરે અને માત્ર બસ્ટ લાઇનથી એલ્બો સુધી અથવા થ્રી-ફોર્થ કે ફુલ લેન્ગ્થમાં હોય. જે ડ્રેસ બસ્ટ લાઇનથી ચાલુ થાય અને અને જેમાં શોલ્ડર કવર ન થયાં હોય એવા ડ્રેસ પહેરવા માટે ખૂબ કૉન્ફિડન્સની જરૂર હોય છે તેમ જ એવી પર્સનાલિટી પણ હોવી જોઈએ અને સાથે સુડોળ શરીર પણ હોવું જોઈએ. આવા ડ્રેસ કૉર્સેટ ફિટિંગમાં બનાવવામાં આવે છે જેમાં પેટનો અને કમરનો ભાગ હાઇલાઇટ થાય છે. જેમનાં શોલ્ડર નેરો છે તેઓ આ ટાઇપના ડ્રેસ પહેરી શકે જેનાથી નેરો શોલ્ડર હાઇલાઇટ થશે. જેમની ફ્રેમ ઑફ બૉડી થોડી બ્રૉડ હોય તેમને આ ઑફ શોલ્ડર પૅટર્ન વધારે સારી લાગે છે. જો તમારું શરીર થોડું ભરાવદાર હોય તો તમે એવો ડ્રેસ પહેરી શકો જેમાં નેક લાઇનમાં ઇલૅસ્ટિક હોય જેથી ફંક્શનને અનુરૂપ તમે નેકલાઇન ઍડ્જસ્ટ કરી શકો.

ટૉપ્સ :
ટૉપ્સમાં ઑફ શોલ્ડર પૅટર્નમાં કૅઝ્યુઅલ અને ફૉર્મલ એમ બન્ને આવે છે. કૅઝ્યુઅલ ટૉપ્સ મોટા ભાગે કૉટન ક્રશ ફૅબ્રિક અથવા સિન્થેટિક ફૅબ્રિકમાં હોય છે. સિન્થેટિક ફૅબ્રિકમાં જે ઑફ શોલ્ડર ટૉપ આવે છે એ મોટા ભાગે ટ્રાન્સપેરન્ટ હોય છે અથવા તો એમાં જ હોઝિયરીની સ્લિપ અટેચ હોય છે. જે ટૉપ ટ્રાન્સપેરન્ટ હોય છે એમાં કૉન્ટ્રાસ્ટ કલરની સ્ટ્રૅપ્લેસ બ્રા પહેરવી અથવા તો સ્ટ્રૅપલેસ બ્રા પર કૉન્ટ્રાસ્ટ કલરનું ટ્યુબ ટૉપ પહેરી શકાય અથવા બોલ્ડ લુક માટે ટ્રાન્સપેરન્ટ ઑફ શોલ્ડર ટૉપ સાથે કૉન્ટ્રાસ્ટ કલરની હૉલ્ટર બ્રા પહેરવી અને જો તમારો પેટનો ભાગ વધારે હોય તો ટ્રાન્સપેરન્ટ ટૉપ ન પહેરવું. પેટનો ભાગ વધારે હોય તો કૉટન ક્રશ ફૅબ્રિકવાળું ઑફ શોલ્ડર ટૉપ પહેરી શકાય. ક્રશ ફૅબ્રિકવાળા ટૉપની હેમલાઇનમાં ઇલૅસ્ટિક હોય એવી પૅટર્ન પસંદ કરવી જેનાથી પર્હેયા પછી બલૂન-ઇફેક્ટ આવશે અને પેટનો ભાગ છુપાઈ જશે એટલે કે હાઇલાઇટ નહીં થાય. કૅઝ્યુઅલ લુક માટે ઑફ શોલ્ડર ટૉપ્સ ડેનિમ પર કે શૉર્ટ્સ પર પહેરી શકાય. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો પલાઝો પર ઑફ શોલ્ડર ટૉપ પહેરી શકાય અથવા તો એ-લાઇન સ્કર્ટ સાથે પણ કૉટન ક્રશવાળું ઑફ શોલ્ડર ટૉપ સારું લાગી શકે. સિન્થેટિક ફૅબ્રિકવાળું ઑફ શોલ્ડર ટૉપ ડેનિમના ની લેન્ગ્થ સ્કર્ટ સાથે સારું લાગી શકે. ઑફ શોલ્ડર ટૉપ સાથે હાઈ પોની સારી લાગી શકે અથવા તો ઓપન હેર પણ રાખી શકાય. ડિપેન્ડિંગ કે તમે કેટલાં કમ્ફર્ટેબલ છો. ઑફ શોલ્ડર ટૉપ સાથે કાનમાં સ્ટડ પહેરી શકાય અથવા લૉન્ગ ઇઅર-રિંગ પણ પહેરી શકાય.

off1

બ્લાઉઝ : પ્લેન સાડી સાથે ઑફ શોલ્ડર બ્લાઉઝ સારું લાગી શકે. ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેરવાથી ઇન્ડો-વેસ્ટર્ન લુક આવે છે જેથી પ્લેન સાડી પર પહેર્યું હોય તો વધારે સારું લાગશે. ઑફ શોલ્ડર બ્લાઉઝ સાથે મોટા ભાગે બેન્ગૉલી સ્ટાઇલમાં પહેરેલી સાડી જ સારી લાગે છે. ઑફ શોલ્ડર બ્લાઉઝ મોટા ભાગે રૉ-સિલ્ક ફૅબ્રિકમાં સારાં લાગે અથવા તો  ટેક્ચર્ડ નેટમાં સારાં લાગે છે. રૉ-સિલ્કમાં બનાવવાનો એક જ પલ્સ પૉઇન્ટ એ કે બ્લાઉઝનું ફિટિંગ સારું આવે છે એટલે કે ફૅબ્રિક બૉડી પર બરાબર બેસે છે અને રૉ-સિલ્ક એ પ્લેન ફૅબ્રિક હોવાથી કોઈ પણ સાડી સાથે મિક્સ-મૅચ કરી શકાય અને ટેક્ચર્ડ નેટમાં બનાવવાથી એક એક્સ્ટ્રા ફૅન્સી લુક મળે છે. જો આખી બૅક ટ્રાન્સપેરન્ટ આપવી હોય તો પણ આપી શકાય.  ફૅન્સી નેટવાળાં ઑફ શોલ્ડર બ્લાઉઝ ખાસ કરીને શિફોન કે જ્યૉર્જેટની સાડી સાથે સારાં લાગી શકે જે ખાસ કરીને પ્લેન હોય અથવા તો એમાં બાદલા છાંટેલા હોય કે પછી પ્લેન સાડીમાં હેવી બૉર્ડરનો લુક આપ્યો હોય. નેટવાળાં ઑફ શોલ્ડર બ્લાઉઝ સીવડાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવું કે ફિટિંગ બરાબર હોય અને જો આખી બૅક ટ્રાન્સપેરન્ટ આપવી હોય તો બ્લાઉઝમાં આગળ કપ્સ નખાવવાં જરૂરી છે. ઑફ શોલ્ડર બ્લાઉઝમાં સ્વીટ હાર્ટ નેકલાઇન સૌથી વધારે સરસ લાગે અને એમાં પણ કંઈક અલગ કરવું હોય તો બ્લાઉઝમાં નેકલાઇન પર કૉલર આપી શકાય જે નેકલાઇનથી હાથને કવર કરે છે અથવા તો કંઈક અલગ કરવું હોય તો કૉલરને હાઇલાઇટ કરી શકાય એટલે કે કોઈ અલગ કલરનો કૉલર અથવા સેમ કલરનાં બ્લાઉઝ સાથે સેમ કૉલર અને એના પર કૉન્ટ્રાસ્ટ વર્ક કરાવી શકાય. ઑફ શોલ્ડર બ્લાઉઝ જ્યારે સાડી સાથે પહેરવામાં આવે છે ત્યારે વધારે જ્વેલરીની જરૂર પડતી નથી. ઑફ શોલ્ડર બ્લાઉઝની પૅટર્ન ખૂબ જ આકર્ષિત લાગે છે જેથી વધારે મેકઅપ કે જ્વેલરીની જરર પડતી નથી. હેરમાં તમે લો બન અથવા સૉફ્ટ કર્લનો લુક આપી શકો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો


ઑફ શોલ્ડર બ્લાઉઝ પહેરવું હોય તો એ પહેલાં પીઠ અને શોલ્ડરને વૅક્સ કરવાં જેથી ડેડ સ્કિન નીકળી જાય.

શોલ્ડર અને પીઠને બ્લીચ પણ કરવા જેથી શાઇન આવે.

ઑફ શોલ્ડર બ્લાઉઝ હંમેશાં કૉન્ટ્રાસ્ટ કલરમાં કરાવવું જેથી એનો ઉઠાવ આવે.

ઘાઘરા પર ટિપિકલ બ્લાઉઝ ન કરાવવું. એને બદલે કૉલરવાળું અથવા ફ્રીલવાળું તમારા બૉડી-ટાઇપ અનુસાર ઑફ શોલ્ડર ટૉપ કરાવવું.

જેમને પ્રૉપર ઑફ શોલ્ડર ટૉપ પહેરવામાં ખચકાટ થતો હોય તેમણે નેકલાઇનમાં ઇલૅસ્ટિક હોય એવી પૅટર્ન સિલેક્ટ કરવી.

ચહેરા પર મેકઅપ કરો ત્યારે ગરદન અને પીઠ પર પણ મેકઅપ કરવો જેથી ચહેરો અને ગરદન અલગ-અલગ ન લાગે.

ઑફ શોલ્ડર બ્લાઉઝ સાથે જ્યારે બેન્ગૉલી સ્ટાઇલમાં સાડી પહેરવામાં આવે છે ત્યારે પાછળના શોલ્ડર પર પિન મારવી જેથી છેડો શોલ્ડર પર ટકી રહે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK