ન્યુડ મેકઅપ એટલે એવો મેકઅપ જે કરો તો પણ દેખાય નહીં

એવી ધારણા છે કે વરસાદમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. પણ શું સાચે વરસાદમાં ન્યુડ મેકઅપ તમને કમ્ફર્ટેબલ લુક આપે છે?

make up



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

જેમ-જેમ સમય બદલાય છે એમ-એમ સુંદરતાની પરિભાષા પણ બદલાઈ રહી છે. હવે લોકોને બહુ બોલ્ડ ફૅશન નથી ગમતી, પણ લાઇટ ફૅશન ગમે છે અને આ જ લાઇટ ફૅશનના શોખીનોએ ફૅશન માર્કેટમાં ન્યુડ મેકઅપને એન્ટ્રી આપી છે. ન્યુડ મેકઅપના નામથી જ સમજાઈ જાય છે કે આ ન્યુડ મેકઅપ એકદમ લાઇટ હશે. મુલુંડમાં રહેતાં બ્યુટિશ્યન રશ્મિ ગાલા કહે છે, ‘પહેલાં બહુ ભપકાદાર મેકઅપની ફૅશન હતી, પણ હવે લાઇટ મેકઅપની ફૅશન છે જેમાં ન્યુડ મેકઅપ સૌથી સારો ઑપ્શન છે. આ મેકઅપ તમને સટલ લુક આપે છે. એ સાથે જેને બહુ ભપકાદાર મેકઅપ નથી ગમતો તેવા લોકોને ન્યુડ મેકઅપ એક સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.’

બીજી બાજુ ઘાટકોપરમાં રહેતાં બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, ‘ન્યુડ મેકઅપની વ્યાખ્યા એ છે કે એવો મેકઅપ જે કર્યા પછી તમારા ફેસ પર દેખાય નહીં, પણ તમને મેકઅપની ઇફેક્ટ જરૂર વર્તાય. હમણાં-હમણાં ન્યુડ મેકઅપની ફૅશન બહુ ચાલે છે. યંગસ્ટર્સ અને મોટી ઉંમરની મહિલાઓ, જેમને સૉફ્ટ મેકઅપ કરવો હોય તેમના માટે ન્યુડ મેકઅપ જ પ્રિફરેબલ છે.’

પ્રોસીજર

ન્યુડ મેકઅપ કરવાની પ્રોસીજર નૉર્મલ મેકઅપ જેવી જ છે. બસ, આમાં વપરાતા શેડ્સ અલગ છે. સૌથી પહેલાં ફેસને કન્સીલરથી સાફ કરો. એ પછી ફાઉન્ડેશન લગાડો. એના પછી આઇશૅડો, લાઇનર અને મસ્કરા લગાવો. એ પછી બ્લશર લગાવો. ન્યુડ મેકઅપ હોવાથી આમાં લિપસ્ટિકનું એટલું મહત્વ નથી. જો લગાવવી હોય તો લિપગ્લૉસ અથવા એકદમ લાઇટ લિપસ્ટિક લગાવવી. ન્યુડ મેકઅપની બધી પ્રોડક્ટ સ્કિનટોનને મૅચ થતી હોવી જોઈએ. જેમ કે બ્રાઉન, નૅચરલ પીચ, કૉપર જેવા સૉફ્ટ નૅચરલ કલર જેને અર્થ કલર પણ કહે છે એ શેડ્સ વાપરવા. હવે માર્કેટમાં તમને ન્યુડ મેકઅપ માટે અલગથી પ્રોડક્ટ પણ મળે છે. ન્યુડ મેકઅપ બધા સ્કિનટોનને સારો લાગે છે જેમાં ઘઉંવર્ણના લોકોને કૉપર વિથ શિમર શેડ સારો લાગશે. જેની સ્કિન ગોરી છે તે તેની ચૉઇસના હિસાબે કોઈ પણ શેડ્સ પસંદ કરી શકે છે. હેરસ્ટાઇલમાં વાળને સ્ટ્રેટ રાખવા અથવા તો બ્લો ડ્રાય કરી શકો છો. બીચ-પાર્ટી હોય કે સંગીતસંધ્યા, ન્યુડ મેકઅપ તમને બધાથી અલગ પાડે છે. તમારી એક અલગ પહેચાન ઊભી કરે છે. એ સિવાય ઑફિસમાં સટલ અને સ્માર્ટ લુક માટે ન્યુડ મેકઅપ ટ્રાય કરી શકાય.

વરસાદમાં

બધાનું માનવું છે કે મેકઅપ ન્યુડ છે તો વરસાદમાં સારો લાગશે, પણ એવું નથી. બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, ‘એવું નથી કે ન્યુડ મેકઅપ વરસાદમાં ન કરાય, પણ જો તમે કરો તો એ બહુ વાર સુધી ટકે નહીં. કેમ કે આ સીઝન મૉઇસ્ચરવાળી છે. વાતાવરણમાં પહેલેથી મૉઇસ્ચર છે. એથી મેકઅપની ગ્રિપ રહેતી નથી. હા, જો તમારું ફંક્શન ઍર-કન્ડિશન્ડ હૉલમાં હોય અથવા તમારે આખો દિવસ ઍર-કન્ડિશન્ડ જગ્યામાં બેસવાનું હોય તો તમે આ મેકઅપ કરી શકો છો.’

જો તમે શિયાળામાં ન્યુડ મેકઅપ કરતા હો તો તમારે મેકઅપ પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું એમ જણાવતાં બ્યુટિશ્યન રશ્મિ ગાલા કહે છે, ‘પણ જો તમે હમણાં એટલે કે વરસાદની મોસમમાં ન્યુડ મેકઅપ કરતા હો તો મૉઇસ્ચર ન લગાવવું, કેમ કે વાતાવરણમાં મૉઇસ્ચર પહેલેથી જ છે. ફાઉન્ડેશન તમારા મેકઅપને પકડીને રાખે છે. એથી મેકઅપ જલદી નીકળતો નથી. આના લીધે તમારો મેકઅપ પાંચથી છ કલાક સુધી ટકે છે. જો તમે વરસાદમાં પલïïળી ગયા હો તો ફેસ પરથી પાણી ઘસીને લૂછવું નહીં. ઘસીને લૂછવાથી મેકઅપ નીકળી જશે. પાણીને માત્ર પૅટ કરીને લૂછવું.’

આ સીઝન મૉઇસ્ચરવાળી છે. વાતાવરણમાં પહેલેથી મૉઇસ્ચર છે. 
એથી મેકઅપની ગ્રિપ રહેતી નથી
- બ્યુટિશ્યન રીટા મારુ
જો તમે હમણાં એટલે કે વરસાદની મોસમમાં ન્યુડ મેકઅપ કરતા
 હો તો મૉઇસ્ચર ન લગાવવું, કેમ કે વાતાવરણમાં મૉઇસ્ચર પહેલેથી જ છે
- બ્યુટિશ્યન રશ્મિ ગાલા


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK