નવરાત્રિના નવેનવ દિવસ નવી હેરસ્ટાઇલ

ગરબા રમતાં તમે રોજ જુદાં-જુદાં ચણિયા-ચોળી કે આઉટફિટ પ્રિફર કરો છોને? તો પછી રોજ એકની એક હેરસ્ટાઇલ કરવી ગમશે? નવે દિવસ જુદી કઈ હેરસ્ટાઇલ કરી શકાય એ આજે મિડ-ડે પાસેથી જાણોપલ્લવી આચાર્ય

વર્ષાઋતુની સમાપ્તિ અને શરદ ઋતુની શરૂઆતના નવ દિવસ એટલે નવરાત્રિ. બે ઋતુના આ સંધિકાળમાં વાતાવરણ બહુ ગરમ હોય છે. ઉપરથી ગરબા રમીએ એટલે પરસેવે રેબઝેબ થઈ જવાય છે સાથે વજનદાર ચણિયા-ચોળી પહેર્યાં હોવાથી સ્વાભાવિક છે કે એવી હેરસ્ટાઇલ હોવી જોઈએ જેથી અન્કમ્ફર્ટેબલ ફીલ ન થાય. ગરબા રમતી વખતે જો વાળ છુટ્ટા રાખ્યા હશે તો ગરમીના કારણે પરસેવો થવાથી વાળ પીઠ પર ચોંટી જશે અને તમે ગરબા રમવાનો લુત્ફ નહીં ઉઠાવી શકો. પરંતુ આ સાથે તમારો લુક પણ ટ્રેન્ડી અને  અટ્રૅક્ટિવ બની રહે એ જોવું જરૂરી છે. આ માટે જ નવરાત્રિ આવતાં જ હેરસૅલૉં ઊભરાવા લાગે છે. દર નવરાત્રિએ હેરસ્ટાઇલના અવનવા ટ્રેન્ડની વાત કરતાં ઘાટકોપર-ઈસ્ટ, વેસ્ટ અને ચેમ્બુરના કૈઝો સૅલૉં ઍન્ડ સ્પાનાં હેરસ્ટાઇલિસ્ટ સ્મિતા ગાલા કહે છે, ‘નવરાત્રિ પહેલાં છોકરીઓ હેરબૉન્ડિંગ બહુ કરાવે છે. આમ કરવાથી વાળ સ્ટ્રેટ થાય છે, ચમકે છે અને સૉફ્ટ થાય છે. આ વાળ ટાઇ કરો તો પણ સરસ લાગે અને છુટ્ટા રાખો તો પણ સરસ લાગે છે. ઉપરાંત રિયલ હેરમાં કલર-એક્સટેન્શન પણ છોકરીઓ કરાવે છે. આવા વાળ પણ જો તેને બાંધવા હશે તો પણ સારા લાગશે ને ખુલ્લા રાખશે તો પણ સારા લાગશે. વાળની કલરફુલ સ્ટ્રિપ્સ મેઘધનુષી આભા ઊભી કરે છે.’

હજી એક વધુ ટ્રેન્ડની વાત કરતાં સ્મિતાનું કહેવું છે કે આજકાલ નવરાત્રિમાં દરેક છોકરીને ગોરા વધુ દેખાવું હોય છે અને તેથી તેઓ વાળમાં બેલેયઝ કલર વધુ કરાવે છે. આમાં વાળમાં કલર એવી રીતે કરવામાં આવે છે કે કલર ઉપર ડાર્ક હોય એ નીચે જતાં લાઇટ  થતો જાય છે. આ કલરથી તમારું કૉમ્પ્લેક્શન ફેર દેખાય છે. શૉર્ટ અને કર્લી હેરમાં પણ આ સ્ટાઇલ ચાલે છે. જોકે આવા હેર તમે છુટ્ટા રાખવા માગતા હો તો તમારે એને ક્રંચ કરીને મેસી લુક આપવો પડશે જેથી એ પરસેવાના કારણે ચીપકી જાય તો પણ ઑડ ન લાગે.

આમ ઓવરઑલ જોઈએ તો નવરાત્રિમાં ડિફરન્ટ ટાઇપના પફ, ચોટલા અને પોની જેવી હેરસ્ટાઇલ વધુ પ્રિફરેબલ કહી શકાય. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જ્યાં સમયની મારામારી હોય ત્યાં કોઈની પાસે રોજ બ્યુટી-પાર્લરમાં જવાનો ટાઇમ નથી હોતો અને એ પરવડી પણ ન શકે. તો ચાલો આજે તમારા લુકને ઓર બહેતર ઓપ આપવા માટે દસ મિનિટમાં થઈ જાય એવી  કેટલીક હેરસ્ટાઇલ અજમાવીએ.

hair1

પહેલો દિવસ

આગળના વાળની થોડી આગળની તરફ આવે એ રીતે પોની લો. આગળની તરફ વાળ હલકા ખેંચી પફ બનાવો. પોનીને વચ્ચેથી પાર્ટ કરી પોનીના ખુલ્લા વાળને એમાં ઉપરથી  એન્ટર કરી નીચે લાવો. લમણા સુધીના વાળથી આ રીતે હજી બે પોની કરો. આમ કુલ ત્રણ ટર્ન થશે. આ બધી પોની એકબીજાની ઉપર લેવાની છે. બાકી બચેલા નીચેના છુટ્ટા વાળનો ચોટલો બનાવી અંબોડાની જેમ રાઉન્ડ કરી પિન અપ કરી લો. ચોટલાને બન્ને તરફથી ખેંચી વૉલ્યુમ વધારો. 

hair2

બીજો દિવસ

બધા જ વાળની એકદમ ઉપર પોની કરો. પોની હલકી ટ્વિસ્ટ કરી અંબોડાની જેમ રાઉન્ડ કરી પિન અપ કરી લો. એ પછી વાળને ધીરે-ધીરે ખેંચી પફ થોડો મોટો બનાવો. તમારાં ચણિયા-ચોળી કે આઉટફિટને મૅચિંગ એક્સટેન્શન આમાં લગાવી શકો છો.

hair3

ત્રીજો દિવસ

ડાબી સાઇડના થોડાક વાળની પોની ડાબી સાઇડ પર કરો. બાકીના બધા જ વાળને ભેગા કરી એકદમ ઉપર પોની લો અને વાળને અંબોડાની જેમ વાળીને પિન અપ કરો. યાદ રહે,  અંબોડો બહુ ટાઇટ નથી લેવાનો. અંબોડો અને પોનીના વાળને હલકા ખેંચી પફ જેવા રાખો. ડાબી તરફ જે પોની રાખી હતી એને હલકા હાથે ચોટલી વાળી ઉપર લઈ અંબોડા ફરતે વીંટી લો. આમ કરતી વખતે ચોટલીના મૂળ આગળ પાંથી ન દેખાવી જોઈએ એનું ધ્યાન રાખો.

hair4

ચોથો દિવસ

ડાબી તરફથી લઈને આંગળીથી થોડા વાળ જમણી તરફ લાવો અને વચ્ચેથી થોડા વાળ લઈ આગળ-આગળ સેર ગૂંથતા જાઓ. જમણી તરફ કાન આગળ થઈને આ સેર પાછળ લઈ જાઓ અને બૉબી પિનથી ફિટ કરો. ડાબી તરફના વાળને ટ્વિસ્ટ કરીને પાછળ ટાઇ કરો. બાકી રહેલા વાળનો ચોટલો કરો અને વૉલ્યુમ બતાવવા એને હલકા હાથે ખેંચીને  પહોળો કરો. ધીરે-ધીરે ચોટલાને રાઉન્ડ લઈ પિન અપ કરો.

hair5

પાંચમો દિવસ

ડાબી તરફથી થોડા વાળ લઈ ચોટલી વાળવાનું શરૂ કરો. આમાં આગળની તરફના થોડા વાળ ઉમેરતા જાઓ. જમણા કાનની પાછળ એને પિન અપ કરો. યાદ રહે, આગળ પફ બને એ માટે વાળને હલકા આગળ ખેંચો. બધા જ વાળને જમણી તરફ લાવી ત્રણ પાર્ટ સરખા કરી ઊલટો ચોટલો લો. મોતી, સ્ટિકર અથવા તો પોમ-પોમ કે પોમ-પોમ લગાવેલી દોરીથી એને સજાવી શકાય.

hair6

છઠ્ઠો દિવસ

આગળ મિડલના વાળને થોડા લઈ આગળની તરફ પિન અપ કરી રાખો. બાકીના વાળની એક ઉપર અને એક નીચે એમ બે પોની કરો. આગળ રાખેલા વાળને બૅક કૉમ્બ કરી થોડા ટ્વિસ્ટ કરી પફ બનાવી પોની આગળ પિન અપ કરો. ઉપરની પોનીને રાઉન્ડ કરી અંબોડો લો અને યુ પિન ખોસી ટાઇટ કરો એવી રીતે એની નીચે બીજો પણ અંબોડો લો.

hair7

સાતમો દિવસ

બધા વાળને પાછળ લઈ જઈ પોની કરો. એના બે સરખા પાર્ટ કરી વળ ચડાવો. આ ચોટલો નીચે સુધી આવે એટલે હલકા હાથે જમણી તરફથી લઈને ડાબી તરફ રાઉન્ડ કરતા જાઓ. અંબોડાને યુ પિનથી સારી રીતે પિન કરી લો.

hair8

આઠમો દિવસ

આગળથી વાળને વળ આપી થોડો પફ કરીને પિન અપ કરો. બાકીના વાળની ઉપર અને નીચે એમ બે પોની લો. નીચેની પોનીના વળને કૉમ્બ કરી ડાબા હાથની આંગળી પર જમણા હાથ વડે વાળને વીંટીને રોલ બનાવી બૉબી પિનથી ઉપરની પોની પર પિન અપ કરો. ઉપરની પોનીના વાળને થોડા ટ્વિસ્ટ કરી રોલની ફરતે લઈ ઉપર પિન અપ કરી લો.

hair9

નવમો દિવસ

વાળને કૉમ્બ કરી ડાબી બાજુ પકડી ટ્વિસ્ટ કરી ૮ બનાવો. ફ્રેન્ચ રોલ જેવો શેપ આવશે. પિનથી બરાબર ટાઇ કરી નીચે લટકતા વાળને ટ્વિસ્ટ કરી રોલની બાજુમાં લઈ જઈને પિન કરો.

આટલું ધ્યાન રાખો


નવરાત્રિમાં ચોટલો અથવા ઉપર ટાઇ થાય એવી હેરસ્ટાઇલ પસંદ કરો, જેથી ગરમી અને પરસેવામાં અનકમ્ફર્ટેબલ ફીલ ન થાય અને તમે બૅકલેસ અથવા તો બૅકમાં સ્ટાઇલવાળા આઉટફિટને શો કરી શકશો.

આ સાથે આપેલી કોઈ પણ હેરસ્ટાઇલને તમે તમારી રીતે પોમ-પોમ, ગોટા, મોતી, દોરી કે કોઈ પણ એક્સટેન્શનથી ડેકોરેટ કરી શકશો.

હવે રિયલ ફેધર પણ હેરસ્ટાઇલના ડેકોરેશન માટે ટ્રેન્ડમાં છે. કોઈ પણ અપડૂ હેરસ્ટાઇલ સાથે એકાદી લટ ઝૂલતી રાખી એની સાથે રંગબેરંગી ફેધર પણ લટકતાં રાખી શકાય.

સમય ઓછો હોય તો વાળને આગળથી પફ કરી અથવા બે તરફ ચોટલી કરી પાછળ પોની સાથે ટાઇ કરો. તમારી ઓઢણીનો એક છેડો આ પોની સાથે બાંધી બીજો છેડો કમર પર ખોસી લેશો તો પણ નવો લુક આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK