કેવી રીતે આપવો ઑથેન્ટિક લુક

રમવા જઈએ ત્યારે ટ્રેડિશનલ કપડાં તો પહેરીએ છીએ, પરંતુ એમાં કંઈક ઓછપ રહી જાય છે. ચાલો જાણીએ ઑથેન્ટિક અને ટ્રેડિશનલ લુક કેવી રીતે આપી શકાય


look


ખુશ્બૂ મુલાની ઠક્કર


ચણિયા-ચોળી

ઘેરવાળો ઘાઘરો અને એમાં નીચે ગામઠી મટીરિયલની બૉર્ડર નાખવાથી ઑથેન્ટિક લુક પૂરો નથી થતો. કચ્છી ભરતના પૅચનો ઉપયોગ કરવો. કચ્છી ભરતના પૅચ ખૂબ જ મોંઘા આવે છે. જો તમારે આખા ઘાઘરામાં પૅચ ન નાખવા હોય તો તમે માત્ર ચોળી કચ્છી ભરતવાળી કરાવી શકો. દુપટ્ટામાં માથાપટ્ટી પર પૅચ નાખવો. ઘાઘરાની કલીમાં જો તમે સિલ્વર કે ગોલ્ડન લેસ નાખવાનાં હો તો એને બદલે રેડી મિરર વર્કવાળી બૉર્ડર નાખવી. પ્લેન ઘાઘરો ન કરાવવો, એને બદલે આરી વર્કવાળો ઘાઘરો કરાવવો અને એમાં દરેક ડિઝાઇન પર ટીકલાં ચોંટાડવાં. જો નાના બાળક માટે કરવાનું હોય તો એમાં થોડાં ફૂમતાં લટકાવવાં. દુપટ્ટો સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું. બાંધણીનો દુપટ્ટો તો સારો લાગે જ છે, પરંતુ જો કૈંક અલગ ટ્રાય કરવું હોય તો ઘરચોળા પ્રિન્ટનો દુપટ્ટો પહેરી શકાય. ઘરચોળા પ્રિન્ટવાળા દુપટ્ટામાં ચારે બાજુ ગોલ્ડન લગડી પટ્ટાની બૉર્ડર આપી શકાય અથવા ગોલ્ડન ટાર વર્કવાળો દુપટ્ટો સિલેક્ટ કરવો. બ્લાઉઝ શૉર્ટ સ્લીવ્ઝનું ન કરાવવું, પરંતુ એલ્બો લેન્ગ્થનું મિરર વર્કવાળું કરાવવું. હાથમાં ઑક્સોડાઇઝ્ડ કડાં કે બેન્ગલ્સ ન પહેરવાં, પરંતુ એને બદલે કલરફુલ થ્રેડ અને ઘૂંઘરૂના કૉમ્બિનેશનમાં બનાવેલી બેન્ગલ્સ પહેરવી અથવા કલરફુલ બલોયાં પહેરવાં. કાનમાં ઠોળિયાં પહેરવાં. માથાંમાં દામડી કે ટીકો પહેરવો. ગળામાં હાંસડી પહેરવી.

કેડિયું

કેડિયામાં હવે ઘણી વરાઇટી આવે છે. કેડિયું થ્રી-પીસ કે ફાઇવ-પીસ એમ બન્ને સ્ટાઇલમાં મળે છે. થ્રી-પીસ એટલે ચોરણી, જૅકેટ અને કેડિયું. ફાઇવ-પીસ એટલે ચોરણી, જૅકેટ, કેડિયું, પછેડી અને સાફો કે પાઘડી. અને હવે તો ચોરણીમાં પણ ઘણાં વેરિએશન આવે છે, પરંતુ સૌથી વધારે જે સ્ટાઇલ ઑથેન્ટિક લુક આપે છે એ લૂઝ ચોરણી કે જેમાં કાફ સુધી ટાઇટ હોય અને પછી લૂઝ હોય. જે ખરેખર રમવાવાળા છે તેમણે ફૅન્સી કેડિયાં ન પહેરવાં. જો તમને આખો વાઇટ લુક ન જોઈતો હોય અને ટ્રેડિશનલ લુક મેઇન્ટેન કરવો હોય તો ચોરણી અને કેડિયું વાઇટ પહેરવાં. જૅકેટ, પછેડી અને પાઘડી રેડ કલરની પહેરવી. રમતી વખતે કેડિયું બંધ ન કરવું, પરંતુ ખુલ્લું રાખવું જેથી કરી અંદરનું રેડ જૅકેટ દેખાય. માથા પર હમેશાં કૈંક પહેરવું. મલ્ટી કલર પાઘડી સારી લાગી શકે. ગળામાં માદળિયું પહેરવું. લેફ્ટ પગમાં એક કડું પહેરવું અને આછી દાઢી રાખવી. મૂછોને કૉર્નરથી થોડી વાળવી. તમારી બૉડી-ટાઇપ પ્રમાણે તમે ચોરણી પસંદ કરી શકો. જેમ કે આગળ જણાવ્યા મુજબ કાફ પાસેથી ટાઇટ અને ઉપરથી લૂઝ. બીજી સ્ટાઇલિંગમાં માત્ર નીચે પાંચ ઇંચ ટાઇટ આવે અને પછી લૂઝ આવે. જો તમને ચોરણી ન પહેરવી હોય તો તમે ધોતી પણ પહેરી શકો. જેમકે અમદાવાદી ધોતી. આ માત્ર ધોતીની સ્ટાઇલિંગનું નામ છે જેમાં આગળ અને પાછળ સેન્ટરમાં ભરેલો પટ્ટો આવે છે. ધોતીની સ્ટાઇલિંગના હિસાબે પાછળથી પગ થોડા ખુલ્લા લાગે છે. ધોતી અથવા ચોરણી સાથે કેડિયું પહેરતી વખતે ધ્યાન રાખવું એટલે કે કેડિયાની લેન્ગ્થ બરાબર આપવી. આમ તો ધોતી અથવા ચોરણી જ્યાં શરૂ થાય એનાથી માત્ર એક ઇંચ નીચે સુધી જ કેડિયાની લેન્ગ્થ આવવી જોઈએ. કેડિયાની લેન્ગ્થની પસંદગી તમારી બૉડી-ટાઇપ પ્રમાણે કરવી.

ફાઇનલમાં રમવા માટે ટિપ્સ

ફાઇનલ રાઉન્ડ એટલે કે જે પ્લેયરને રોજ પ્રાઇઝ મળ્યાં હોય તે બધા જ વિનર માટે એક ફાઇનલ રાઉન્ડ થાય અને એમાંથી બેસ્ટ પ્લેયરને સિલેક્ટ કરવામાં આવે. ફાઇનલ રાઉન્ડ ૧૫ મિનિટ ગરબા અને ૧૫ મિનિટ રાસ રમવા માટે હોય છે, જેમાં તમારે તમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો હોય છે. જોઈએ ફાઇનલ્સ માટે કેવી તૈયારી કરવી.

તમારો ડ્રેસ જે તમે નવ દિવસ પહેર્યો હોય એના કરતાં હેવી હોવો જોઈએ. વજનમાં નહીં, પરંતુ લુક વાઇસ.

ફાઇનલ રાઉન્ડમાં લિમિટમાં જ્વેલરી પહેરવી, પરંતુ લુક વાઇસ કૅચી અને અટ્રૅક્ટિવ પહેરવી.

તમારો હાફ લુક વધારે મહત્વનો હોય છે એટલે કે ટૉપ ટુ વેસ્ટ કે જેમાં તમારું પ્યૉર કચ્છી ભરતવાળું બ્લાઉઝ આવી જાય. જો તમે ભરેલું બ્લાઉઝ પહેરવાના હો તો દુપટ્ટો માત્ર માથા પર જ ઓઢવો અને જો બ્લાઉઝમાં માત્ર સ્લીવ્સ ભરેલી હોય તો દુપટ્ટો ગુજરાતી સ્ટાઇલમાં પહેરવો અને દુપટ્ટાને ચારે બાજુ હેવી બૉર્ડર આપવી.

દુપટ્ટાને બરાબર પિન-અપ કરવો કે જેથી રમતી વખતે વચ્ચે ન આવે. જ્યારે રમવા જાઓ ત્યારે એક્સ્ટ્રા પિન અને સેફ્ટી-પિન રાખવી, જેથી રમતાં-રમતાં જો કંઈ ફાટી જાય કે કંઈ નીકળી જાય તો કામ લાગે.

દેખાદેખીમાં વધારે જ્વેલરી પહેરવી નહીં. જે જ્વેલેરી વાગે નહીં અને એકદમ કમ્ફર્ટેબલ હોય એવી જ પહેરવી.

પગમાં હંમેશાં કૈંક પહેરવું જેથી જ્યારે ઘાઘરો ફરે ત્યારે પગ ખાલી ન લાગે.

તમારો ડ્રેસ જ્યારે બનાવો ત્યારે ધ્યાન રાખવું કે વધારે પડતો વજનમાં ભારે ન થઈ જાય. જો તમારો ઘાઘરો વધારે પડતો હેવી હશે તો તમે રમી નહીં શકો.

મેક-અપ લૉન્ગ-લાસ્ટિંગવાળો જ કરવો અને સાથે કૉમ્પૅક્ટ અને લિપસ્ટિક રાખવાં, જેથી રમતાં-રમતાં જો મેકઅપ થોડો લાઇટ થઈ ગયો હોય તો પાછો ટચ-અપ કરી શકાય.

રમવા જાઓ ત્યારે એનર્જી ડ્રિન્ક સાથે રાખવું.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત. જો તમે ઑથેન્ટિક કૉસ્ચ્યુમ પહેરીને ઑથેન્ટિક સ્ટાઇલથી રમતાં હશો તો જરૂરથી તમે સિલેક્ટ થશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK