મસ્ટ હૅવ ઇન વૉર્ડરોબ

એક સ્ત્રીને જો સવાલ પૂછવામાં આવે કે તેના વૉર્ડરોબમાં કઈ-કઈ વસ્તુ હોવી જોઈએ તો એનું લિસ્ટ નેવર એન્ડિંગ છે. પરંતુ જો શૉર્ટલિસ્ટ કરીએ તો અમુક વસ્તુ દરેક સ્ત્રી પાસે હોવી જ જોઈએ; જેમ કે બ્લૅક ડ્રેસ, સાડી, ડેનિમ, વાઇટ શર્ટ, બ્લૅક કુરતા, હાઈ હીલ્સ અને થોડી ઍક્સેસરીઝ

saree

ખુશ્બૂ મુલાની ઠક્કર

બ્લૅક ડ્રેસ : તમે વર્કિંગ મહિલા હો કે હાઉસવાઇફ હો, પરંતુ જ્યારે કોઈ અનએક્સપેક્ટેડ પાર્ટી કે ગેટ-ટુગેધર આવી જાય ત્યારે સલવાર-કમીઝ કે સાડી પહેરવી નથી ગમતી અને હવે જમાનો બદલાયો છે એમ ફૅશન પણ બદલાતી રહે છે. જો તમારી પાસે કોઈ એક બ્લૅક ડ્રેસ હશે તો તમારાં ઘણાં ફંક્શન સાચવી લેશે. બ્લૅક ડ્રેસ એટલે કે આખો વન-પીસ. તમારી બૉડી-ટાઇપને અનુસાર બ્લૅક ડ્રેસની પસંદગી કરવી. જેમ કે તમારું સ્થૂળ શરીર હોય તો ફુલ-લેન્ગ્થ અથવા થ્રી-ફોર્થ લેન્ગ્થનો ડ્રેસ પસંદ કરવો. જો તમારું સુડોળ શરીર હોય તો ની-લેન્ગ્થ અથવા શૉર્ટ ડ્રેસ પસંદ કરી શકાય. સુડોળ શરીરવાળા બ્લૅક ડ્રેસમાં નેટ ફૅબ્રિક હોય એવી પૅટર્ન પણ સિલેક્ટ કરી શકે. બ્લૅક ડ્રેસ કોઈ પણ ફંક્શનમાં સારો લાગી શકે એ પછી બર્થ-ડે પાર્ટી હોય કે કિટી પાર્ટી હોય કે પછી કૉકટેલ પાર્ટી હોય અને બ્લૅક ડ્રેસ યંગ યુવતીઓથી લઈને બધી જ એજની મહિલા પહેરી શકે. બ્લૅક ડ્રેસમાં બહુ જાડા પણ નથી લાગતા અને એલિગન્ટ લુક આપે છે. યંગ ગલ્ર્સ બ્લૅક ડ્રેસ પહેરે તો એની સાથે ફ્લૅટ્સ પણ સારા લાગી શકે. હેર ઓપન અથવા સેમીટાઇડ રાખી શકો. ઍક્સેસરીમાં ફંક્શન પ્રમાણે ડાયમન્ડ અથવા સિલ્વર પહેરી શકાય.

સાડી : સાડી એવો પોશાક છે જે દરેક સ્ત્રીને કમ્પ્લીટ લુક આપે છે. તમારા સ્કિન ટોન અને બૉડી-ટાઇપને અનુરૂપ તમારી પાસે રેડ, બ્લૅક અને ગોલ્ડ આ ત્રણમાંથી કોઈ પણ એક કલરની સાડી હોવી જ જોઈએ. રેડ સાડી મોટે ભાગે દરેક સ્ત્રીને સારી જ લાગે છે. માત્ર તમારા સ્કિન ટોનને અનુરૂપ રેડ કલરના અલગ-અલગ શેડમાંથી યોગ્ય શેડની પસંદગી કરવી. રેડ કલર એવરગ્રીન કલર છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતો નથી. રેડ કલરની સાડી સાથે રેડ કલરનું જ મૅચિંગ બ્લાઉઝ તો સારું જ લાગે છે, પરંતુ રેડ કલર સાથે ગોલ્ડ અથવા બ્લૅક કલરનું બ્લાઉઝ પણ પહેરી શકાય. ગોલ્ડ અને બ્લૅક બ્લાઉઝની પસંદગી સાડીના ટેક્સ્ચર પ્રમાણે કરવી. રેડ કલરની સાડી સાથે ડાયમન્ડ જ્વેલરી સૌથી વધારે સારી લાગી શકે. રેડ કલરની સાડી પાર્ટી અથવા વેડિંગમાં પહેરી શકાય. બ્લૅક કલરની સાડી બધી જ વયની મહિલાઓને સારી લાગી શકે. બ્લૅક કલરની સાડીની ખાસિયત એ છે કે એમાં પાતળાં લાગી શકાય છે. આમ પણ જો તમારું શરીર ભરેલું હોય અને એમાં જો તમે સાડી પહેરો તો વધારે વ્યવસ્થિત અને ગ્રેસફુલ લાગે છે. બ્લૅક કલરની સાડી પાર્ટીમાં અથવા ફૅમિલી ડિનર-ડેટ માટે પહેરી શકાય. બ્લૅક કલરની સાડી સાથે બ્લૅક સ્ટોન જ્વેલરી અથવા ડાયમન્ડ જ્વેલરી પહેરી શકાય. ગોલ્ડ સાડી પહેરવાથી એક આગવો લુક આવે છે. ગોલ્ડ સાડી વસાવતી વખતે સાડીના ટેક્સ્ચરનું ખાસ ધ્યાન રાખવું. ગોલ્ડ કલરની સાડી જો નેટમાં હશે તો વધારે સારી લાગશે. નેટનું ફૅબ્રિક હોવાથી વધારે જાડા નથી લાગતા અને ફૅન્સી લુક આવે છે.

ડેનિમ : ડેનિમ ક્લાસિક વેઅર છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતા નથી. જો તમારી પાસે એક ડેનિમ હોય તો એમાં ઘણું અલગ-અલગ સ્ટાઇલિંગ કરી શકાય, જેમ કે ડેનિમને ઍન્કલ-લેન્ગ્થ સુધી ફોલ્ડ કરી એના પર હિપ-લેન્ગ્થની કુરતી પહેરવી અને પગમાં કોલ્હાપુરી ચંપલ અને ગળામાં એક સ્ટેટમેન્ટ નેકલેસ અને કાનમાં બાલી એક સ્માર્ટ લુક આપી શકે અથવા તો ડેનિમને થ્રી-ફોર્થ લેન્ગ્થનું ફોલ્ડ કરી એના પર કોઈ ટી-શર્ટ પહેરવું અને પગમાં શૂઝ પહેરવાથી પિકનિક લુક આપી શકે. ડેનિમની ફુલ-લેન્ગ્થ રાખી એના પર કોઈ સિન્થેટિક ફૅબ્રિકમાં ફૉર્મલ ટૉપ પહેરવું અને પગમાં હાઈ હીલ્સ ફૉર્મલ લુક આપી શકે. અથવા તો ફુલ-લેન્ગ્થ ડેનિમ સાથે લૉન્ગ ફુલ-લેન્ગ્થની કુરતી પહેરવી. એની સાથે પગમાં ફ્લૅટ્સ અને હેરમાં સૉફ્ટ કલ્ર્સ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપશે. ડેનિમ પર ટૉપની પસંદગી બૉડી-ટાઇપ પ્રમાણે કરવી.

વાઇટ શર્ટ : વાઇટ શર્ટ ઘણાખરા પ્રૉબ્લેમ સૉલ્વ કરી નાખે છે જેમ કે વાઇટ શર્ટ બ્લૅક/બેજ ટ્રાઉઝર અને ડેનિમ પર તો સારું લાગે જ છે, પરંતુ કંઈક હટકે ટ્રાય કરવા માટે લૉન્ગ એ-લાઇન સ્કર્ટ સાથે વાઇટ શર્ટ પહેરી શકાય. વાઇટ શર્ટને ઇન્ટક કરવું, કમરમાં બ્રૉડ બેલ્ટ પહેરવો, પગમાં ફ્લૅટ્સ અથવા મોજડી પહેરવી. આજકાલ બ્લાઉઝ શર્ટ બહુ જ ઇન છે. કૉટનની સાડી સાથે વાઇટ શર્ટ ઇન્ટક કરીને પહેરવું. જો શર્ટની સ્લીવ્સ ફુલ કે થ્રી-ફોર્થ હોય તો એને ફોલ્ડ કરીને માત્ર ૬ ઇંચની રાખવી. વાઇટ શર્ટ જો ફિટિંગવાળું હોય તો એ પલાઝો સાથે પણ સારું લાગી શકે. 

વાઇટ શર્ટ કોઈ મીટિંગમાં કે કૉફી-ડેટ પર પહેરી શકાય.

બ્લૅક કુરતા : બ્લૅક કુરતા વર્સેટાઇલ વેઅર છે. એટલે કે ગમે ત્યાં અને ગમે તે બૉટમ પર પહેરી શકાય. તમારી પાસે કોઈ પ્રિન્ટેડ ચૂડીદાર હોય તો એના પર બ્લૅક કુરતો પહેરી શકાય. જેમ કે મલ્ટિકલર લહેરિયાનું ચૂડીદાર, એના પર બ્લૅક કુરતો અને પ્લેન ક્રશનો દુપટ્ટો. પ્રિન્ટેડ કે પ્લેન પટિયાલા સાથે પણ બ્લૅક કુરતો સારો લાગી શકે. ઍન્કલ-લેન્ગ્થ જેગિંગ પર બ્લૅક કુરતા સાથે સ્ટેટમેન્ટ નેકલેસ અને કપાળમાં રાઉન્ડ શેપની બિંદી એક અલગ લુક આપી શકે. બ્લૅક કુરતો જો જેગિંગ સાથે પહેરી એને ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકાય તો રેડ ટીકીવાળા ચૂડીદાર સાથે બ્લૅક કુરતો પહેરી ટ્રેડિશનલ લુક આપી શકાય. ઑફિસમાં જ્યારે કૅઝ્યુઅલ ડે હોય ત્યારે ડેનિમ પર બ્લૅક કુરતો પહેરી શકાય.

wardrobe

ઍક્સેસરી

હાઈ હીલ્સ : હાઈ હીલ્સ પહેરવાથી ગ્રેસફુલ લુક આવે છે. બ્લૅક અને ગોલ્ડન હાઈ હીલ્સ બધા જ આઉટફિટ સાથે મૅચ થાય છે. બ્લૅક ફુટવેઅર ઑફિસ વેઅર અને પાર્ટી એમ બન્ને જગ્યાએ પહેરી શકો અને ગોલ્ડન પાર્ટી કે ટ્રેડિશનલ ફંક્શનમાં પહેરી શકાય. બધા જ કલરના ફુટવેઅર વસાવવાની જરૂર નથી જો તમારી પાસે બ્લૅક અને ગોલ્ડન ફુટવેઅર હોય.

સ્લિંગ / બૅગ / ક્લચ : સ્લિંગ બૅગ સ્માર્ટ લુક આપે છે તેમ જ હાથ ખાલી રહે છે, તેથી માર્કેટ જવામાં કે પછી ઈવનિંગ વૉક માટે બહુ સારી પડે છે.

ડેનિમ કે સલવાર-કમીઝ કે ડ્રેસ બધા જ પર કૅરી કરી શકાય. સ્લિંગમાં ઘણી વરાઇટી આવે છે, પરંતુ કોઈ સારી બ્રૅન્ડની બ્લૅક કે બ્રાઉન સ્લિંગ બૅગ વસાવી શકાય.

બૅગમાં પણ ઘણી વરાઇટી આવે છે. ઝોલા બૅગ તો એવરગ્રીન છે જ, પરંતુ બૉક્સ બૅગ કે ટોટ બૅગ વસાવી શકો. તમારી બૉડી-ટાઇપને આધારે બૅગની પસંદગી કરવી.

ક્લચમાં બ્લૅક, ગોલ્ડન અથવા સિલ્વર ક્લચ વસાવી શકાય. ડિપેન્ડિંગ કે તમારા આઉટફિટમાં કયો કલર વધારે સારો લાગશે. ક્લચ એવું સિલેક્ટ કરવું જેનું કામ હંમેશાં કૅરી કરો ત્યારે નવું જ લાગે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy