મધર-ડૉટર સેમ ટુ સેમ

પ્રસંગોમાં મા-દીકરી એકસરખાં કપડાં પહેરે એવી નવી ફૅશન આકર્ષણ જમાવી રહી છેવર્ષા ચિતલિયા

પુત્રીની જો કોઈ સૌથી નજીકની મિત્ર હોય તો એ તેની મમ્મી છે. મા-દીકરીના સંબંધો એવા ગાઢ છે કે એમાં સમાનતા જોવા ન મળે તો નવાઈ લાગે. અંગ્રેજીમાં કહે છે કે ડૉટર ઇઝ અ મિરર-ઇમેજ ઑફ હર મધર. પુત્રી મમ્મીનું પ્રતિબિંબ છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી જ. નાનપણથી જ તે મમ્મીની નજીક હોય છે અને તેના જેવા બનવાની અને દેખાવાની તેને અભિલાષા હોય છે. સાત-આઠ વર્ષની થાય એટલે તે મમ્મીની બધી વસ્તુ વાપરવા લાગે. તે કઈ રીતે તૈયાર થાય છે, કેવાં કપડાં પહેરે છે એનું અવલોકન કરે છે અને તેની નકલ કરે છે. બીજી બાજુ મમ્મી પણ ઇચ્છે છે કે તેની દીકરી તેના જેવી દેખાય.

મા-દીકરી વચ્ચેના મીઠા સંબંધો અને સમાનતાએ હવે નવું જ રૂપ ધારણ કર્યું છે. નવી જનરેશનની મધર અને ડૉટર પાર્ટી હોય કે લગ્નપ્રસંગ, આઉટિંગ માટે જવાનું હોય કે રૅમ્પ-વૉક કરવાનું હોય... એકસરખા લુકમાં જોવા મળે છે. પાર્ટી અને આઉટિંગમાં મધર-ડૉટરના ડ્રેસ એકસરખા હોય એવી ફૅશન પૉપ્યુલર બની રહી છે. ચાલો આજે મળીએ મિરર-ઇમેજ જેવી મધર-ડૉટરની જોડીને.

સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ


ઘાટકોપરમાં રહેતાં વેડિંગ-પ્લાનર પૂર્વી શાહ અને તેમની બન્ને દીકરીઓ ખુશી અને મિષ્ટિ પ્રસંગ કે પાર્ટીમાં જ નહીં, ઘરમાં પણ એકસરખાં જ કપડાં પહેરે છે. પૂર્વી કહે છે, ‘અમે લોકો બહાર જઈએ કે ઘરમાં હોઈએ, મૅચિંગ ડ્રેસ જ પહેરવાના. જેમ કે આજે વાઇટ કલર પહેરવો છે તો ઘરમાં બધા વાઇટ જ પહેરે. અમે હંમેશાં એકસરખાં કપડાંની ખરીદી કરવાનું પસંદ કરીએ છીએ. એકસરખાં કપડાં પહેરવાનું કારણ માત્ર ફૅશન જ નથી, એનાથી

મા-દીકરી વચ્ચેનું બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ થાય છે અને ઉત્સાહ વધે છે. બહાર ફરવા જઈએ ત્યારે એકસરખાં ટી-શર્ટ અને જીન્સ પહેરવાં અમને બહુ જ ગમે. થોડા વખત પહેલાં અમે ગોવા ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો ત્યારે એકસરખાં કપડાંની સ્પેશ્યલ ખરીદી કરી હતી. આઉટિંગમાં અમે ત્રણે જ નહીં, અમારી આખી ફૅમિલીએ એકસરખાં ટી-શર્ટ પહેયાર઼્ હતાં.’

કોઈ ખાસ પ્રસંગ માટે એકસરખી ડિઝાઇનનો ડ્રેસ સીવડાવ્યો છે? પૂર્વીબહેન કહે છે, ‘અમે ખાસ પ્રસંગ માટે સ્પેશ્યલ ડ્રેસ સીવડાવીએ. થોડા વખત પહેલાં નજીકના એક લગ્નપ્રસંગે મેં અને ખુશીએ એક જ મટીરિયલમાંથી ડ્રેસ બનાવડાવ્યો હતો. અમે બન્નેએ મળીને ડ્રેસ પસંદ કર્યો હતો. લગ્નમાં અમારો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.’

૧૭ વર્ષની ખુશી કહે છે, ‘અમને આ રીતે એકસરખાં કપડામાં આવેલાં જોઈને પહેલાં તો બધા આર્યચકિત થઈ જતા, પણ હવે અમારા સર્કલમાં બધાને ખબર છે કે અમારો લુક સ્પેશ્યલ જ હશે. હું અને મમ્મી જ્યારે એકસરખો ડ્રેસ પહેરીને જઈએ ત્યારે બધા અમને કૉમ્પ્લીમેન્ટ આપે. મને તો બધા એમ જ કહે પૂર્વી તારી મમ્મી નહીં, મોટી બહેન લાગે છે.’

મોટી બહેનની વાતમાં ટાપસી પુરાવતી ૧૨ વર્ષની મિષ્ટિ કહે છે, ‘મને તો બહુ મજા આવે. ઘરમાં પણ અને બહાર પણ. ક્યારેક હું એ લોકોની સાથે ન જવાની હોઉં તો મમ્મી અને ખુશી એકસરખાં કપડાં પહેરે અને અમે સિસ્ટર્સ કોઈ ફ્રેન્ડની પાર્ટીમાં જવાનાં હોઈએ ત્યારે મમ્મી અમને એકસરખાં કપડાં લઈ આપે.’

ડ્રેડિશનલ ડ્રેસ સરખા હોય

અંધેરીમાં રહેતાં કૃપા શાહ અને તેમની દીકરી આયુષીને પણ એકસરખો ડ્રેસ પહેરવાનું બહુ ગમે. બન્ને પાર્ટીની થીમ અનુસાર કપડાંની ખરીદી કરે. કૃપા કહે છે, ‘અમને એકસરખા ટ્રેડિશનલ ડ્રેસ બહુ ગમે. ફંક્શનમાં અમે ઘણી વાર એકસરખી કુરતી પહેરીને જઈએ. એ ઉપરાંત લેડીઝ પાર્ટીમાં પણ એક જેવો ડ્રેસ પહેરીને જઈએ. કોઈક વાર એવું પણ બને કે એકસરખો ડ્રેસ ન મળે તો અમે એકદમ સરખો દેખાતો હોય એવો ડ્રેસ પહેરવાનું રાખીએ. જોકે આવાં કપડાં પહેરવાનો નિર્ણય આયુષીનો જ હોય. તેને મમ્મી ફ્રેન્ડ જેવી લાગે એ બહુ ગમે.’

આયુષીને મમ્મી જેવાં દેખાવાનું બહુ ગમે. કૉલેજમાં ભણતી આ ટીનેજર આમ તો વેસ્ટર્ન ડ્રેસ જ વધારે પહેરે છે, પરંતુ જ્યારે ડ્રેડિશનલ કપડાં પહેરવાનો પ્રસંગ આવે ત્યારે તે મમ્મી જેવાં જ કપડાં પહેરે. આયુષી કહે છે, ‘હવે તો ઘણી પાર્ટીની થીમ જ એવી હોય છે જેમાં મધર-ડૉટરે એકસરખા લુકમાં આવવાનું હોય. મને આવી થીમ બહુ ગમે. અમે લોકો સમાન કપડાંમાં હોઈએ ત્યારે ફ્રેન્ડ જેવાં જ લાગીએ. આવા ડ્રેસમાં ફોટોસેશન કરવાની પણ એક અલગ જ મજા છે.’

ફૉરેનમાં પણ મૅચિંગ કર્યું

અંધેરીમાં રહેતાં બીજલ શેઠ અને તેમની સાત વર્ષની દીકરી ટ્વિશા પાર્ટીમાં અને બહારગામ ફરવા જાય ત્યારે કપડાંનું પર્ફેક્ટ કૉમ્બિનેશન હોવું જોઈએ એવું માને છે. એક જ જેવા દેખાવાનો આઇડિયા તમારા મનમાં ક્યાંથી આવ્યો? બીજલબહેન કહે છે, ‘બે વર્ષ પહેલાં ટ્વિશાના બર્થ-ડે માટે મારે કોઈ નવી જ થીમ રાખવી હતી. એક જ કલરના ડ્રેસ-કોડની થીમ તો અનેક પાર્ટીઓમાં થતી હોય છે, પરંતુ મારે કંઈક નવું કરવું હતું. એ પાર્ટીમાં પહેલી વાર અમે બન્નેએ એકસરખો ડ્રેસ પહેર્યો હતો. બધાએ અમારાં ખૂબ વખાણ કયાર઼્. બધાને આ આઇડિયા સુપર્બ લાગ્યો હતો અને મારું જોઈને બીજાએ પણ આવી થીમ રાખી હતી. થોડા સમય પહેલાં એક ફંક્શનમાં આયોજિત ફૅશન-શો માટે અમારે રૅમ્પ-વૉક કરવાનું હતું ત્યારે પણ અમે બન્નેએ એક જ મટીરિયલમાંથી બનાવેલો ગાઉન પહેર્યો હતો અને બધાને એટલું ગમ્યું હતું કે અમને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું હતું.’

તમે પાર્ટીમાં જ એકસરખાં કપડાં પહેરો છો કે બહાર જાઓ ત્યારે પણ મૅચિંગનો આગ્રહ રાખો છો? બીજલબહેન કહે છે, ‘અમે ફરવા જઈએ ત્યારે પણ સરખાં જ કપડાં પહેરીએ. થોડા સમય પહેલાં અમે સાઉથ આફ્રિકા ફરવા ગયાં હતાં ત્યારે મેં અને ટ્વિશાએ બધે જ એકસરખાં જીન્સ અને ટૉપ પહેયાર઼્ હતાં એટલું જ નહીં, મારા હસબન્ડ અને દીકરાએ પણ એકસરખાં ટી-શર્ટ પહેયાર઼્ હતાં. આવું કરવા પાછળનો મુખ્ય હેતુ છે યુનિટી. એકસરખાં કપડાંમાં તમે જ્યારે બહાર ફરતા હો ત્યારે જોનારાને તમારી વચ્ચે કેટલો સંપ છે એ દેખાય છે અને લોકો ઍપ્રીશિએટ પણ કરે છે.’

યુનિક લાગે

ગોરેગામમાં રહેતાં ડૉ. દિશા પોન્દા તેમની બે વર્ષની ઢીંગલી જેવી દીકરી માટે એવાં જ કપડાં ખરીદે છે જે તેમણે પોતાના માટે લીધાં હોય. મા-દીકરી તમામ પ્રસંગોમાં અને આઉટિંગમાં એક જેવા જ કપડાં પહેરીને જાય છે. દિશાબહેન કહે છે, ‘મારી દીકરી હજી તો બહુ નાની છે એટલે તેને ફૅશનની કંઈ ખબર ન પડે. પુષ્ટિ માટે આવાં કપડાં લેવા પાછળનું મુખ્ય કારણ છે આત્મયીતા. હું તૈયાર થાઉં ત્યારે તે મને વળગી પડે છે. નાનાં બાળકો મોટા ભાગે મમ્મી સાથે જ રહેતાં હોય એટલે એકસરખાં કપડાં હોય તો તેઓ બહુ ખુશ થાય અને તેમને ગમ્મત પડે. બીજું, આવાં કપડાંમાં મધર-ડૉટરની જોડી યુનિક લાગે. મારા ભાઈનાં લગ્નમાં અમને બન્નેને એકસરખા ડ્રેસમાં જોઈ બધા ખુશ થઈ ગયા હતા. નવીનતાનો ઉમેરો થતાં પ્રસંગ પણ દીપી ઊઠે.’

એકસમાન કપડાંની ફૅશન અને આઉટિંગ વિશે વધારે વાત કરતાં દિશાબહેન કહે છે, ‘અમે ફરવા જઈએ ત્યારે પણ સરખાં જ કપડાં પહેરીએ. બહારગામ જઈએ ત્યારે એકસરખાં કપડાંનું પૅકિંગ કરવું બહુ સરળ રહે છે. મારા ડ્રેસની સાથે જ પુષ્ટિના ડ્રેસનું પૅકિંગ કરી લઉં એટલે જગ્યા પણ ઓછી રોકે. જોકે હજી આ ફૅશન જોઈએ એટલી પૉપ્યુલર નથી થઈ, કારણ કે એ બહુ ખર્ચાળ છે. એકસરખાં કપડાં, ઍક્સેસરીઝ, બૅગ અને અન્ય મૅચિંગ પાછળ ખર્ચ પણ વધારે થાય અને તમે વારંવાર એ જ કપડાં પહેરીને ન જઈ શકો એટલે દર વખતે નવો ખર્ચ કરવો પડે.’

એલિગન્ટ લુક

વિલે પાર્લેમાં રહેતાં શ્રેયા કોઠારી અને તેમની સાત વર્ષની દીકરી સૌમ્યા વચ્ચે ગજબનું બૉન્ડિંગ છે. શ્રેયાબહેન કહે છે, ‘મને પહેલેથી જ એલિગન્ટ લુક બહુ ગમે છે. હું અને સૌમ્યા જ નહીં, મારો દીકરો અને હસબન્ડ પણ એકસરખા લુકમાં હોય. ઘણી વાર અમે ચારેય એકસરખાં કપડાં પહેરીએ. અમે બધાં કાયમ એક કલરનાં કપડાં પહેરવાનું જ પસંદ કરીએ છીએ, જેના કારણે અમે બીજા કરતાં ડિફરન્ટ લાગીએ છીએ. આવું કરવા પાછળનો હેતુ માત્ર આકર્ષણ જમાવવાનો નથી હોતો, પરંતુ અમારી વચ્ચે મજબૂત સંબંધ છે એનો એહસાસ કરવાનો છે. સ્પેશ્યલ ડેને સ્પેશ્યલ રીતે સેલિબ્રેટ કરવાની મજા અનોખી છે. જોકે મને એકદમ ઝેરોક્સ કૉપી જેવા ડ્રેસ કરતાં ડિઝાઇનમાં સહેજ ચેન્જ હોય એવું વધારે ગમે. કહે છેને કે દીકરી માનો પડછાયો હોય છે. હું અને સૌમ્યા જ્યારે એકસરખાં કપડાંમાં હોઈએ ત્યારે મને મારી દીકરીમાં મારું નાનપણ દેખાય છે. હું એવી પણ કલ્પના કરતી હોઉં છું કે મારી દીકરી મોટી થઈને મારા જેવી જ દેખાશે.’

same1


દિશા પોન્દા દીકરી પુષ્ટિ સાથે.

same2

કૃપા શાહ દીકરી આયુષી સાથે.

same3

બીજલ શેઠ દીકરી ટ્વિશા સાથે.

same4

શ્રેયા કોઠારી દીકરી સૌમ્યા સાથે.

same5

પૂર્વી શાહ તેની દીકરીઓ ખુશી અને મિષ્ટિ સાથે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK