વરસાદમાં વાળ જેટલા બાંધેલા રહેશે એટલા જ સારા દેખાશે

ચોમાસામાં અવનવી હેરસ્ટાઇલ કરવા માટે વાળ મજબૂત હોવા જરૂરી છે

deepika



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

વરસાદમાં વાળમાં જ્યારે પણ આયર્નિંગ કે બ્લો ડ્રાય કરીએ છીએ ત્યારે વાળ થોડા સમય સુધી એવા રહે છે, પણ જેવું વાળમાં વરસાદનું મૉઇસ્ચર લાગે કે તરત વાળ ભીના થઈ જાય એથી એ પાછા જેવા હતા એવા જ થઈ જાય છે. તો પછી વરસાદમાં વાળમાં કઈ હેરસ્ટાઇલ કરવી જેનાથી તમારા વાળ સેટ પણ થઈ જાય અને સારા પણ લાગે? વરસાદમાં વાળ નબળા અને બેડોળ બની જાય છે. એ સાથે વાળમાં ડબલ છેડા અને વાળમાં ખોડાની સમસ્યા વધી જાય છે. બ્યુટિશ્યન સ્મિતા ગાલા કહે છે, ‘આપણા વડીલો કહેતા હતા કે ભીના હોય ત્યારે વાળમાં કાંસકો ન ફેરવો, કેમ કે વાળ તૂટી જશે. એનું કારણ એ છે કે આપણા વાળમાં હાઇડ્રોજન બૉન્ડ હોય છે જે વાળ ભીના થવાથી તૂટી જાય છે. આપણા વાળ જલદી બ્રેક થઈ જાય છે એટલે વરસાદમાં બની શકે તો વાળને ક્યારેય ખુલ્લા રાખવા નહીં. બની શકે તો વાળ બાંધીને જ રાખવા.’

હેરસ્ટાઇલ

આમ તો વરસાદમાં એવી કોઈ સ્પેશ્યલ હેરસ્ટાઇલ હોતી નથી. બ્યુટિશ્યન નિશા દેસાઈ કહે છે, ‘વરસાદમાં હેરસ્ટાઇલ કરવી હોય તો એવી કરવી જેનાથી તમારા વાળ વરસાદમાં ભીના ન થાય અને તૂટે પણ નહીં. એ સાથે તમે તમારી હેરસ્ટાઇલ એન્જૉય કરી શકો છો. વરસાદમાં તમારે બની શકે તો વાળને બાંધીને જ રાખવા. જો વરસાદમાં વાળ ખુલ્લા રાખશો અને એ ભીના થશે તો તૂટી પણ શકે છે. ડેઇલી વરસાદમાં ટ્રાવેલ કરતા લોકોએ વાળ ક્યારેય છૂટા ન રાખવા.’

 વાળને ઘણી રીતે બાંધી શકો છો. એમાં તમે સાગરચોટી પણ બાંધી શકો છો. સાગરચોટી ન બાંધવી હોય તો તમે વાળમાં પાછળની બાજુએ નાનો અંબોડો પણ વાળી શકો છો. સાઇડ અંબોડો પણ સારો લાગે. એમાં કાન પાસે પોની બાંધવી અને એનો ચોટલો કરીને અંબોડો બાંધવો. એ સિવાય તમે લો બન પણ બાંધી શકો છો જેમાં વાળને અંબોડો કરી એમાં નેટ બાંધવી. વરસાદમાં જો તમારે કોઈ ફંક્શન અટેન્ડ કરવાનું હોય તો તમે મિલ્કમેઇડ બ્રેઇડ પણ ટ્રાય કરી શકો છો જેમાં વાળના બે અલગ-અલગ ભાગ પાડી બન્ને બાજુ ચોટલા વાળી શકો. એ ચોટલાને રબરબૅન્ડ સાથે બાંધી દેવા. એ પછી એક ચોટલાને બીજી બાજુ લઈ જઈને પિન સાથે બાંધી દેવો. આમ બીજી સાઇડના ચોટલાને પણ ટ્રાય કરવું. એ સિવાય તમે સાઇડ-બ્રેઇડ પોનીટેઇલ પણ ટ્રાય કરી શકો છો. એમાં વાળને પહેલાં કપાળથી ઉપરના વાળને અલગ કરી દઈ બાકીના વાળને પોની બાંધવા માટે રહેવા દો. એ પછી જે વાળ અલગ કર્યા હોય એની ચોટલી બાંધો અને વાળને પોની સાથે બાંધી દો. તમે પોનીને પહેલાં રબરબૅન્ડથી પણ બાંધી શકો છો. એ પછી તમે બ્રેઇડને એની સાથે જૉઇન્ટ કરી શકો છો. વરસાદમાં બની શકે તો વાળને નૅચરલ લુક જ આપવો.

સંભાળ

આપણે વાળની હેરસ્ટાઇલ જોઈ લીધી, પણ તમે વાળની હેરસ્ટાઇલ ત્યારે જ કરશો જ્યારે તમારા વાળ સારા અને મજબૂત રહેશે. વરસાદમાં વાળને મજબૂત કરવા માટે શું કરશો? એ વિશે જણાવતાં સ્મિતા ગાલા કહે છે, ‘તમારા વાળ જ્યારે ભીના થયા હોય તો વાળને સુકાઈ ન જાય ત્યાં સુધી બાંધવા નહીં. ઑફિસમાં જાઓ ત્યારે બાંધેલા વાળને ખોલી દેવા. જો તમે વાળ ખોલશો નહીં તો એમાં જન્ક બેસી શકે છે અને એનાથી વાળ વીક થઈ શકે છે. વાળ ધુઓ ત્યારે પણ એવું શૅમ્પૂ વાપરવું જે તમારા વાળની તાળવાથી સફાઈ કરે. એ માટે ઍન્ટિ-ડૅન્ડ્રફ શૅમ્પૂ વાપરવું. જો વાળના સ્કૅલ્પની સફાઈ ન થાય તો વાળમાં કચરો જમા થશે જેને લીધે ડૅન્ડ્રફ કે કોઈ પણ ઇન્ફેક્શન લાગી શકે છે.’

નૉર્મલી વાળને પોષણ મળે એ માટે વાળમાં તેલ લગાડીએ છીએ, પણ વરસાદમાં વાળમાં તેલ લગાવવું નહીં. તેલ લગાવવાથી વાળ જો ભીના થાય તો એમાં ચીકાશ રહેશે અને એને લીધે વાળમાં કચરો જમા થશે તથા વાળ તૂટવાના ચાન્સિસ રહેશે. વરસાદમાં વાળમાં ડીપ-કન્ડિશનર ટ્રીટમેન્ટ કરવાથી વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જો વાળ ભીના થઈ જાય તો તરત વાળને શૅમ્પૂ અથવા કન્ડિશનરથી ધોઈ લેવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK