ચોમાસા માટે તૈયાર છો તમે?

વરસાદ માટે થોડી અલગ તૈયારી કરવી જ પડે છે, પછી ભલે એ કપડાં માટે હોય કે મેકઅપ કે પછી ઍક્સેસરી માટે

monsoon




લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

કેવાં કપડાં પહેરવાં? : જો તમે વર્કિંગ મહિલા છો તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે ઑફિસમાં સલવાર-કમીઝ પહેરીને જતાં હો તો તમારે એવો ડ્રેસ પહેરવો જેનો કલર ન જતો હોય. તેમ જ ફૅબ્રિક પર પણ ધ્યાન આપવું પડે. જો વરસાદમાં તમે કૉટનનો ડ્રેસ પહેરશો તો એ શરીરને ચીપકી જશે અને કૉટન કપડાંમાંથી જલદી પાણી પણ નીકળતું નથી અને પાણી ટપક્યા કરશે. તમારે ખાસ કરીને સિન્થેટિક ફૅબ્રિકવાળો ડ્રેસ પસંદ કરવો. જો તમે ભીના પણ થાઓ તો એ શરીરને ચીપકતો નથી અને પાણી પણ જલદી નીકળી જાય છે. જો તમે કૉર્પોરેટ કંપનીમાં કામ કરો છો તો તમે ઍન્કલ લેન્ગ્થનું ટ્રાઉઝર પહેરી શકો અને એની સાથે સિન્થેટિક શર્ટ. ઍન્કલ લેન્ગ્થનું પેન્ટ પહેરવાનું એક જ કારણ કે એ નીચેથી ગંદું નહીં થાય અને એને ફોલ્ડ કરવાની પણ જરૂર નહીં પડે. ખાસ કરીને પલાઝો ન પહેરવા. પલાઝો ખૂલતાં કપડાંમાં આવે જે સમર માટે એકદમ પર્ફેક્ટ છે, પરંતુ વરસાદ માટે નહીં. જો તમે કૉટન પલાઝો વરસાદમાં પહેરીને નીકળશો તો એ પલાઝો નહીં લાગે, પણ ચૂડીદાર લાગશે. જો તમને પલાઝો પહેરવા જ હોય તો તમે સિન્થેટિક પહેરી શકો છો, જેમાંથી પાણી જલદી નીકળી પણ જાય અને શરીરને ચોંટતા પણ નથી. મૉન્સૂનમાં ખાસ કરીને ની-લેન્ગ્થ સ્કર્ટ પહેરી શકાય.

ની-લેન્ગ્થ હોવાને કારણે જલદીથી ભીનાં થતાં નથી.

વરસાદમાં પહેરવા માટે પુરુષો માટે ઘણા ઓછા ઑપ્શન છે. જો તમે વર્કિંગ છો અને તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારે કરવો પડે છે તો રેઇનવેઅરમાં તમે પૅન્ટ અને વિન્ડચીટરનો ઉપયોગ કરી શકો. એકલું વિન્ડચીટર ન પહેરવું નહીં તો પાણી તમારા પૅન્ટ પર પડશે અને આખો દિવસ તમારે ભીનું પૅન્ટ પહેરી પસાર કરવો પડશે. ખાસ કરીને પુરુષો એક શર્ટ એક્સ્ટ્રા રાખી શકે. જો તમે ભીના થઈ જાઓ અને તમારી મીટિંગ હોય તો શર્ટ ચેન્જ કરી ફ્રેશ લુક મેળવી શકો.

મેકઅપ અને હેર : મૉન્સૂનમાં ખાસ કરીને વૉટરપ્રૂફ મેકઅપ વાપરવો જેથી મેકઅપ લાંબા સમય સુધી રહી શકે. ખાસ કરીને મસ્કરા અને આઇલાઇનર વૉટરપ્રૂફ વાપરવાં, નહીં તો વરસાદના કારણે ચહેરા પર પાણી પડશે તો કાળા રેલા ઊતરશે. વરસાદમાં ભેજના હિસાબે ચહેરો થોડો ઑઇલી લાગે જ છે. એ માટે લાઇટ બેઝ ફાઉન્ડેશન વાપરવું જેથી ચહેરો હંમેશાં ફ્રેશ જ લાગે.

ખાસ કરીને ટિશ્યુ સાથે રાખવા જેથી જ્યારે એમ લાગે કે ચહેરો થોડો ઑઇલી લાગે છે ત્યારે ટિશ્યુથી ચહેરો લૂછી નાખવો જેના કારણે વધારાનું ઑઇલ નીકળી જશે.

વરસાદમાં વધારે હેરસ્ટાઇલ કરી શકાતી નથી. ખાસ કરીને હાઈ બન અથવા હાઈ પોનીટેલ વાળી શકો જેથી વાળ ભીના ન થાય અને એને સૂકવવાનો પણ પ્રૉબ્લેમ નહીં. વાળ છુટ્ટા રાખવાનો આગ્રહ ન રાખવો.

ફુટવેઅર : માર્કેટમાં સ્ત્રીઓ માટે ફુટવેઅરના એટલા સરસ ઑપ્શન મળે છે કે બધાં જ ફુટવેઅર વસાવવાનું મન થઈ જાય. ફુટવેઅરની પસંદગી ખૂબ જ ધ્યાનપૂર્વક કરવી. જો તમે વર્કિંગ મહિલા છો તો તમારે બંધ શૂઝની પસંદગી કરવી જોઈએ જેથી તમારા પગ ગંદા ન થાય. જો તમે ચંપલ પહેરશો તો તમારા પગ કાદવવાળા થશે અને ઑફિસમાં એ સારું નહીં લાગે. કૉલેજગોઇંગ યુવતીઓ અલગ-અલગ ચંપલ વસાવી શકે. શોર્ટ્સ અથવા કૅપ્રી સાથે સૅન્ડલ ટાઇપ ચંપલ સારાં લાગી શકે. યુવતીઓએ વિન્ડચીટર પહેરવાનો આગ્રહ રાખવો નહીં, કારણ કે વિન્ડચીટરની લેન્ગ્થ હાફ હોય છે. વરસાદમાં પાણી પડવાને કારણે  અપર બૉડી તો ભીની થતી નથી, પરંતુ એ પાણી નીચે પડે છે એટલે લોઅર બૉડી આખી ભીની થઈ જાય છે. એના કરતાં ફુલ રેઇનકોટ પહેરવો અથવા અલગ-અલગ પ્રિન્ટ અને ફ્રિલવાળી છત્રી વાપરવી.

પુરુષો માટે ઑલ સીઝનવેઅર શૂઝ તો મળે જ છે જે ઑફિસવેઅર માટે એકદમ પર્ફેક્ટ છે. જો તમે થોડું હટકે ટ્રાય કરવા માગતા હો તો તમે ગમબૂટ પહેરી શકો. એનાથી તમારું પૅન્ટ નીચેથી ભીનું નહીં થાય. 

બાળકો માટે ખાસ કરીને ખુલ્લાં ચંપલ ન લેવાં, કારણ કે વરસાદમાં જ રોગચાળો ફાટી નીકળે છે. ગંદા પાણીમાં પગ પડે અને પગ ગંદા થાય એના કરતાં બંધ બૂટ પહેરાવવાં સારાં જેથી પગ થોડા ચોખ્ખા રહે. બાળકો માટે બંધ શૂઝ અથવા ગમબૂટ સારો ઑપ્શન છે.

બાળકો માટે રેઇનકોટ તો છે જ, પરંતુ જો તમારું બાળક સ્કૂલબસમાં ટ્રાવેલ કરે છે તો તેને રેઇનકોટ પહેરાવવાનો આગ્રહ રાખવો નહીં. રેઇનકોટમાં ગરમી થશે અને સ્કૂલબસ પણ બગડશે. એના કરતાં અલગ-અલગ કાટૂર્ન પ્રિન્ટવાળી છત્રી આપવી.

તમારું બાળક જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ભૂલ્યા વગર એક મોટો નૅપ્કિન સાથે આપવો જેથી અચાનક વરસાદને કારણે જો તે ભીંજાઈ જાય તો નૅપ્કિન વડે લૂછી શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK