મિક્સ & મૅચ કા હૈ ઝમાના

એક સલવાર અને બે કુરતામાં આખી નવરાત્રિ નીકળી જાય

choli

ખુશ્બૂ મુલાની ઠક્કર

ચોલી

જો તમારી પાસે મિરર વર્કવાળી બૅકલેસ ચોલી હોય તો તમે એને પ્લેન શિફૉનની શેડેડ સાડી સાથે પહેરી શકો. પ્રિન્ટેડ સાડી લેવાની જરૂર નથી, કારણ કે મિરર વર્કવાળી ચોલી ખૂબ જ હેવી લુક આપે છે. એથી બીજું ગાર્મે‍ન્ટ જેટલું પ્લેન હશે એટલું વધારે સારું લાગશે. જો તમારે ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો પલાઝો કે ડેનિમ સાથે બૅકલેસ ચોલી પહેરી શકાય. એની સાથે કાનમાં લૉન્ગ ઇઅર-રિંગ અને હાથમાં કલરફુલ બૅન્ગલ્સ. જો ચોલી ડેનિમ સાથે પહેરવાનાં હો તો પગમાં ભરેલી મોજડી પહેરવી. થોડો દેશી લુક જોઈતો હોય તો ક્રશના શર્ટ સાથે પણ સારું લાગશે.

બાંધણી દુપટ્ટો


બાંધણી દુપટ્ટો કોઈ પણ પહેરી શકે. એટલે કે ચણિયા-ચોળી પર કે કુરતા-પાયજામા બન્ને પર સારા લાગે. કુરતા-પાયજામા સાથે બાંધણીનો દુપટ્ટો યુવકો હંમેશાં ગળામાં પહેરે છે અને એ સારો જ લાગે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો કુરતા-પાયજામા સાથે બાંધણીનો સાફો પહેરવો. આ લુક યુવક અને યુવતી એમ બન્ને અપનાવી શકે. બ્લૅક પ્લેન ડ્રેસ સાથે બાંધણીનો દુપટ્ટો સારો લાગી શકે. નવરાત્રિમાં ખાસ કરીને ડાર્ક કલર ડ્રેસ પર જ બાંધણીનો દુપટ્ટો પહેરવો, કારણ કે ડાન્સ કરીને પરસેવો થાય છે અને બાંધણીનો કલર અચૂક જાય છે. જો ડાર્ક કલર હશે તો કલર નહીં લાગે.

choli1

બૉટમ

બૉટમમાં ઘણી વરાઇટી આવે છે. જો તમારી પાસે લૉન્ગ ફુલ લેન્ગ્થ કુરતી હોય તો તમે એને ધોતી સાથે પહેરી શકો અને કમર પર ઑક્સીડાઇઝ્ડ બેલ્ટ પહેરી એક અલગ લુક આપી શકાય. પટિયાલા પર રેગ્યુલર કુરતી ન પહેરવી. એને બદલે હિપ લેન્ગ્થનું મિરર વર્કવાળું ટૉપ પહેરવું. કલમકારી પ્રિન્ટની સલવાર કરાવવી અને એની સાથે લૉન્ગ કેડિયા સ્ટાઇલ કુરતો પહેરી શકાય. તમારી પાસે કોઈ જૂની ઍન્કલ લેન્ગ્થ લેગિંગ્સ હોય તો એમાં ૬ ઇંચ સુધી ટીકલાં ચોંટાડી દેવાં, એના પર કની લેન્ગ્થનો કોઈ પણ કૉન્ટ્રાસ્ટ કલરનો કુરતો પહેરવો અને એના પર જૅકેટ પહેરવું. હાથમાં કલરફુલ બૅન્ગલ્સ પહેરી શકાય. અફઘાની સલવાર સાથે બ્લૅક કલરનું બૉડી-હગિંગ ટૉપ પહેરી એના પર ભરેલું શ્રગ પહેરી શકાય.

સ્કર્ટ

ગામઠી પ્રિન્ટના A-લાઇન સ્કર્ટ સાથે બૅકલેસ ચોલી અને એના પર બાંધણી દુપટ્ટો સારો લાગી શકે અથવા તો બ્લૅક કલરનું સ્કર્ટ. એના પર રૅગ્લન સ્લીવ્સવાળું બ્લાઉઝ અને મલ્ટી કલર શિફૉન દુપટ્ટો જેમાં ચારે બાજુ પાતળી મિરર બૉર્ડર હોય. જો તમને થોડું વધારે ફૅન્સી પહેરવું હોય તો તમે ક્રશ ફૅબ્રિકનો હાફ સ્ટિચ્ડ સ્કર્ટ અને દુપટ્ટાનો સેટ લઈ શકો. એમાં ઘણી વરાઇટી આવે છે. જેમ કે પ્લેન, પ્રિન્ટેડ અને ગોલ્ડ પ્રિન્ટ સાથે. આ સ્કટ્ર્સ કલર-કૉમ્બિનેશનના હિસાબે ખૂબ જ સુંદર લાગે છે જેથી તમે આ સ્કટ્ર્સમાં કોઈ પૅચ કે લેસિસ નહીં મુકાવો તો પણ ચાલશે. આ સ્કટ્ર્સને અનુરૂપ કની લેન્ગ્થ કે લૉન્ગ લેન્ગ્થ કુરતી પહેરી શકો.

સ્કર્ટની લંબાઈ ઍન્કલ સુધી રાખવી. એક પગમાં સિલ્વર કડું પહેરવું અથવા જાડાં પાયલ પહેરવાં, ગળામાં લૉન્ગ સ્ટેટમેન્ટ નેકલેસ પહેરવો અને કોઈ બ્રાઇટ કલરનો આરી વર્કવાળો દુપટ્ટો પહેરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK