પુરુષોએ સ્ક્રબિંગ શું કામ કરવું જોઈએ?

ચહેરા પરની મૃત ત્વચાને દૂર કરીને એને સ્વચ્છ કરવાનું કામ કરતી આ પ્રક્રિયા જો યોગ્ય રીતે કરવામાં આવે તો ઓછી મહેનતથી મોટો ફાયદો થતો હોય છે

scrub



રુચિતા શાહ

સુંદરતા મેળવવામાં અને સ્કિનનું હાઇજીન જાળવવામાં આજકાલ પુરુષો પણ પાછળ રહેવામાં નથી માનતા. એનું જ પરિણામ છે કે આજે પુરુષોનાં પાર્લરો પણ ધમધોકાર ચાલે છે. જોકે ઘરગથ્થુ ટ્રીટમેન્ટમાં પુરુષો આજે પણ પાછા પડે છે. ઘરમાં રહીને ચણાનો લોટ અને હળદરનું ઉબટન કે મુલતાની માટી લગાવવાનું સ્ત્રીઓ માટે જેટલું સહજ છે એટલું પુરુષોમાં નથી. દર અઠવાડિયે પાર્લરમાં જઈને બેસી જવું પુરુષો માટે શક્ય નથી ત્યારે પુરુષોએ પોતાની સ્કિનની દેખભાળ કરવા માટે શું કરવું એ મહત્વનો પ્રશ્ન બની રહે છે. વિવિધ ફેસપૅક લગાવીને એ સુકાય ત્યાં સુધી બેસી રહેવાની ધીરજ ન ધરી શકે, પણ સ્ક્રબ દ્વારા સ્કિનને થોડો મસાજ આપીને મોઢું ધોઈ લેવાનું તેમને માટે સગવડભર્યું બની શકે એમ છે.

ફાયદા અનેક

ત્વચા પર રહેલી ડેડ સ્કિનને ઘસીને દૂર કરો અને એની સ્વચ્છતા જાળવો તો સ્કિનનું હાઇજીન તો જળવાશે જ સાથે એનો નિખાર પણ વધશે. સ્ત્રીઓની જેમ પુરુષો માટે પણ સ્ક્રબિંગનું મહત્વ છે. સ્ક્રબિંગ શું કામ કરે છે એના વિશે ટૉપર્સ નામનું પોતાનું સૅલોં ધરાવતા જગદીશ બુધેલિયા કહે છે, ‘સામાન્ય રીતે ચહેરાને સાફ કરવા માટે આપણે ફેસવૉશનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ એ ચહેરાની ઉપર-ઉપરથી સફાઈ કરે છે. ઊંડાણપૂર્વક સફાઈ કરવા માટે સ્ક્રબિંગનો ઉપયોગ થાય છે જે ફેસને લગતી મોટા ભાગની તમામ ટ્રીટમેન્ટમાં મુખ્ય છે. ત્વચાની અંદર સુધી જઈને ત્યાં રહેલા કચરાને ખેંચી કાઢવાનું કામ સ્ક્રબ કરે છે.’

શેવિંગ પહેલાં

નિયમિત શેવ કરતા પુરુષોને શેવિંગને લગતા જેટલા પણ પ્રૉબ્લેમ આવે છે એને દૂર કરવા માટે પણ સ્ક્રબિંગ શ્રેષ્ઠ ઑપ્શન છે. શેવિંગ પછી ઇનગ્રોન હેર આવતા હોય અથવા રૅશિસની સમસ્યા હોય તેમના માટે સ્ક્રબિંગ એક બેસ્ટ ઑપ્શન બની શકે છે. સ્ક્રબના ઉપયોગ પછી કરવામાં આવતું શેવિંગ સ્મૂધલી થઈ જાય છે. બ્લૅક હેડ્સ રિમૂવ કરવામાં તેમ જ ત્વચાની કરચલીઓ દૂર કરવામાં પણ સ્ક્રબિંગનો ઉપયોગ ખૂબ મહત્વનો છે.

આટલું ધ્યાન રાખવું

ઑઇલી સ્કિન ધરાવતા લોકો માટે સ્ક્રબિંગ ઉપયોગી નીવડી શકે છે એમ જણાવીને જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન શાહ કહે છે, ‘ચોમાસામાં અને ઉનાળામાં સ્કિન વધુ ઑઇલી હોય છે. એ સમયે જો સ્ક્રબનો ઉપયોગ કરવામાં આવે તો એ તમારી ત્વચા માટે બ્લેસિંગ બની શકે એમ છે. પરંતુ એ સિવાય પણ કેટલીક સાવચેતી સ્ક્રબિંગ દરમ્યાન રાખવાની હોય છે. જેમ કે ડ્રાય સ્કિન-ટાઇપ ધરાવતા લોકો જો વધુપડતું સ્ક્રબિંગ કરે તો એ તેમની ત્વચાને વધુ ઇરિટેટ કરશે અને રૅશિસ પણ પડી શકે. આ ઉપરાંત જે લોકો શેવિંગ પછી આફ્ટર શેવનો ઉપયોગ કરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો. જે લોકો સેલિસિલિક ઍસિડ હોય એવો ફેસવૉશ વાપરતા હોય તેમણે પણ સ્ક્રબનો ઉપયોગ ટાળવો. સ્ક્રબ તમારી ડેડ સ્કિનને કાઢવાનું કામ કરે છે, પરંતુ જેમની ડ્રાય સ્કિન હોય તેમની ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ ઑટોમૅટિકલી ખરી પડતા હોય છે. એવા સમયે વગર વિચાર્યે જો સ્ક્રબનો ઉપયોગ થાય તો એ ત્વચાને લાભ કરવા કરતાં નુકસાન વધુ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK