પ્રેગ્નન્સીમાં કરો પ્રી-નેટલ મસાજ

આ મસાજ શરીરના ત્રણ ભાગ પર કરવામાં આવે છે - હેડ, ચેસ્ટ અને ફુટ


massage

DEMO PIC


કૃપા પંડ્યા

પ્રેગ્નન્સીનો પિરિયડ મહિલાઓમાં ફિઝિકલી અને ઇમોશનલી બદલાવનો પિરિયડ હોય છે. આમાં શરીરનું બૉડી-પૉસ્ચર, જે આપણું વજન સંભાળે છે એમાં બદલાવ આવે છે. એના લીધે મસલ્સમાં દુખાવો થાય, પગમાં ક્રૅમ્પ્સ આવે, માથું દુખે. ખભા દુખે. એટલે પ્રેગ્નન્સીમાં યોગને સૌથી સારી એક્સરસાઇઝ માનવામાં આવે છે. એના લીધે તમે ફિઝિકલી અને ઇમોશનલી પણ ફિટ રહી શકો, પરંતુ હમણાં-હમણાં યોગ સાથે મસાજ પણ ઘણો પ્રચલિત થઈ રહ્યો છે. પ્રેગ્નન્સીમાં જે મસાજ કરવામાં આવે છે એને પ્રી-નેટલ મસાજ કહેવામાં આવે છે.

મસાજનું નામ આવતાં જ આપણા મનમાં સૌથી પહેલો એ જ સવાલ આવે કે આ મસાજ થાય કઈ રીતે, કેમ કે મસાજમાં તો શરીર પર અમુક પ્રકારનું પ્રેશર આપવામાં આવે છે અને પ્રેગ્નન્સી જેવી નાજુક પરિસ્થિતિમાં પ્રેશર આપવું રિસ્કી છે. તો પછી આ મસાજ થાય કઈ રીતે? આ વિશે પવઈમાં આવેલી બિરલા કેરલા વિદ્યાશાળાના આયુર્વેદિક ડૉક્ટર પ્રશાંત કુમાર જણાવે છે, ‘આ મસાજ બીજા મસાજ કરતાં એકદમ અલગ છે. આ મસાજ ડૉક્ટરોના ઑબ્ર્ઝવેશનમાં જ થાય છે. આ મસાજ કરતા જે થેરપિસ્ટો હોય છે એ લોકો પણ બહુ અનુભવી હોય છે, કેમ કે તેમને ખબર હોય છે કે ક્યાં કેટલું પ્રેશર આપવું. આ મસાજ બેઠેલી પોઝિશનમાં જ કરવામાં આવે છે, કેમ કે સ્લીપિંગ પોઝિશનમાં જો મસાજ કરવામાં આવે તો મહિલાને શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ થાય છે. બીજું, તેઓ કમ્ફર્ટેબલ પણ નથી હોતાં.’

આમાં શરીરના ત્રણ ભાગો પર મસાજ કરવામાં આવે છે જેમાં હેડ-મસાજ,ફુટ-મસાજ અને ચેસ્ટ-મસાજ સૌથી મહત્વના હોય છે. ચેસ્ટ-મસાજમાં ચેસ્ટને રિલૅક્સ કરવાનું કામ કરવામાં આવે છે. પ્રેગ્નન્સી પછી બ્રેસ્ટમાં જે સ્ટ્રેચ-માક્ર્સ આવે છે એ પણ આ મસાજ કરવાથી ઓછા થઈ જાય છે. ફુટ-મસાજ રિલૅક્સેશન અને પગમાં થતા દુખાવાને દૂર કરવા માટે કરવામાં આવે છે. એ સાથે પગના સોજાઓ પણ દૂર થાય છે. ઘણી મહિલાઓને આઠમા કે નવમા મહિને રાત્રે પગમાં ક્રૅમ્પ્સ આવે છે. એ ક્રૅમ્પ્સ પણ આ ફુટ-મસાજથી દૂર થાય છે. હેડ-મસાજ મહિલાઓની ઍન્ગ્ઝાયટી ઓછી કરવામાં મદદ કરે છે. ઘણી મહિલાઓને પ્રેગ્નન્સીમાં માથું દુખતું હોય છે. ઘણી વાર મૂડ-સ્વિંગ્સ પણ થતા હોય છે. આ બધાને દૂર કરવામાં હેડ-મસાજ બહુ કારગત સાબિત થાય છે. ટૂંકમાં પ્રેગ્નન્સીના સમયે મહિલાઓનો મેન્ટલ ગ્રોથ સારો રહે એ માટે હેડ-મસાજ કરવામાં આવે છે.

પ્રી-નેટલ મસાજ પ્રેગ્નન્સીનાં ૧૨ વીક પછી કરવામાં આવે છે જે ૮ મહિના સુધી ચાલુ રહે છે. આ મસાજથી શું ફાયદો થાય છે એ જણાવતાં ડૉક્ટર પ્રશાંત કુમાર કહે છે, ‘જો પ્રૉપરલી ૮ મહિના સુધી મસાજ કરવામાં આવે તો ડિલિવરીના સમયે જે પેઇન થાય છે એમાં રાહત મળે છે. બીજું, માનસિક શાંતિ મળે છે. સ્ટ્રેચ-માક્ર્સ પણ ઓછા થઈ જાય છે. બ્લડ-સક્યુર્લેશન બરાબર થાય છે. મસલ્સ અને જૉઇન્ટ્સને સ્ટ્રેન્ગ્થ મળે છે. આ મસાજ આયુર્વેદિક ઑઇલથી જ કરવામાં આવે છે; જેમ કે ધન્વંતરી ઑઇલ, ક્ષીરબાલા ઑઇલ, મહાનારાયણ ઑઇલ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK