ચિનોઝ છે વર્સટાઇલ

ચિનોઝને કૅઝ્યુઅલ વેઅર અથવા ફૉર્મલ વેઅર તરીકે પણ પહેરી શકાય છે અને એ બધા પ્રસંગોમાં સારાં લાગે છે

varun dhawan

DEMO PIC



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

સવારે ઑફિસ જવા તૈયાર થવા માટે જ્યારે કબાટ ખોલવામાં આવે તો એ જ ટ્રાઉઝર અથવા તો જીન્સ દેખાય છે જે પહેરીને ક્યારેક કંટાળો પણ આવે છે. જેમની ઑફિસમાં ડ્રેસ-કોડ ન હોય તે ક્યારેક ટ્રાઉઝર અથવા ક્યારેક જીન્સ પહેરીને જઈ શકે છે, પણ જેમની ઑફિસમાં કમ્પલ્સરી ડ્રેસ-કોડ હોય તેમની પાસે ટ્રાઉઝર સિવાય બીજો કોઈ ઑપ્શન જ બચતો નથી. પણ હવે ટેન્શન લેવાની વાત નથી, કેમ કે તમારા પાસે બીજું આવી ગયું છે. એ છે ચિનોઝ. ચિનોઝ ફૅશનમાં ઘણા સમયથી છે, પણ અત્યારે એ વધારે ટ્રેન્ડમાં છે. અમુક સમયે પહેરાતાં ચિનોઝ વગર હવે બધા પ્રસંગ અધૂરા લાગે છે. ચિનોઝની સ્ટાઇલ અને એની કમ્ફર્ટને કારણે એ વધારે ચલણમાં આવતું જાય છે. ચિનોઝ પૅન્ટ બેઝિકલી કૉટનનાં હોય છે. આને ટ્વિલ ટ્રાઉઝર પણ કહેવામાં આવે છે.

aamir khan

DEMO PIC



ઇતિહાસ

ચિનોઝ શબ્દ પાછળ એક મોટો ઇતિહાસ છે. એના વિશે જણાવતાં ફૅશન-ડિઝાઇનર નીતિન માગર કહે છે, ‘ચિનોઝ શબ્દ ઓરિજનલી ચાઇનામાંથી આવ્યો છે. ચિનોઝ બનાવવા માટે વપરાતું કૉટન ચાઇનાથી આવતું હતું. એટલે ચાઇના પરથી પડ્યુંં ચિનોઝ. ચિનોઝ ઓગણીસમી સેન્ચુરીમાં પણ પહેરવામાં આવતું હતું, પણ ત્યારે ફૅશનના રૂપે નહીં પણ મિલિટરીના જવાનો પોતાના યુનિફૉર્મના રૂપે પહેરતા હતા. પછી ધીરે-ધીરે એ ફૅશનમાં આવ્યું. આમાં ૧૦૦ ટકા કૉટન ટ્વિલ ફૅબ્રિક વાપરવામાં આવે છે.’

સ્ટાઇલિંગ

ચિનોઝમાં સ્ટાઇલિંગની વાત કરીએ તો એ સ્લિમ ફિટ હોય છે જે ઍન્કલ તરફ જતાં-જતાં ફિટ થતું જાય છે. આની બૉટમ પણ નૅરો હોય છે. સ્લિમ ફિટની સાથે ચિનોઝ સ્ટ્રેચેબલ પણ હોય છે. જીન્સ અને ટ્રાઉઝરમાં જેમ હાઈ-વેસ્ટ, લો-વેસ્ટ હોય છે એમ ચિનોઝમાં મિડ-વેસ્ટ સ્ટાઇલિંગ હોય છે. આમાં લેન્ગ્થમાં પણ વરાઇટી જોવા મળે છે, જેમાં એક નૉર્મલ લેન્ગ્થ હોય છે. બીજી લેન્ગ્થ ઍન્કલથી ઉપર સુધીની હોય છે અને ત્રીજી લેન્ગ્થ થોડી સ્ટાઇલિશ હોય છે જેમાં ચિનોઝને ઍન્કલની ઉપર થોડું ફોલ્ડ કરવામાં આવે છે. ચિનોઝ મિલિટરી યુનિફૉર્મ હતો એટલે એના રંગ પણ એવા હોય છે જે જલદી ખરાબ ન થાય. આમાં મસ્ટર્ડ, મિલિટરી કલર, ગ્રીન કલર, માટી કલર, ડસ્ટી કલર, ખાખી કલર, નેવી બ્લુ કલર વગેરે કલર હોય છે. આજકાલ ચિનોઝમાં તમને રેડ કલર પણ જોવા મળે છે.

વર્સટાઇલ

ચિનોઝની ખાસ વાત એ છે કે એ વર્સટાઇલ છે. એને તમે કૅઝ્યુઅલ અને ફૉર્મલ બન્ને રીતે પહેરી શકો છો. ફૅશન-ડિઝાઇનર કોમલ પાટીલ કહે છે, ‘તમે ફૉર્મલ ઇવેન્ટમાં પણ પહેરી શકો છો અને કૅઝ્યુઅલમાં પણ. ફૉર્મલમાં ચિનોઝ સાથે નૉર્મલ કૉટન શર્ટ અને જૅકેટ પહેરી શકો છો. એ સાથે લેધર શૂ પહેરી શકો છો. કૅઝ્યુઅલમાં ચિનોઝ સાથે તમે ટી-શર્ટ પહેરી શકો છો. એ સાથે કૅન્વસ શૂઝ પહેરી શકો છો.’

ટ્રાઉઝર અને ચિનોઝ

ટ્રાઉઝર અને ચિનોઝમાં શું ફરક છે એ જણાવતાં કોમલ પાટીલ કહે છે, ‘ટ્રાઉઝર આજકાલ લોકો પહેરવાનું અવૉઇડ કરે છે, કેમ કે એ ટાઇટ ફિટેડ હોય છે; જ્યારે ચિનોઝ સ્લિમ ફિટ હોય છે, પણ સ્ટ્રેચેબલ હોય છે. એટલે એ વધારે કમ્ફર્ટ આપે છે. એટલે આજે ચિનોઝ વધારે પસંદગીપાત્ર બનતું જાય છે.’

ચિનોઝ નૉર્મલી બધી બૉડી-ટાઇપને સૂટ થતાં નથી. જેની હાઇટ ઓછી હોય છે એ લોકોને ચિનોઝ સારાં લાગતાં નથી, પણ હાઇટવાળાને સૂટ થાય છે. આટલાબધા પ્લસ પૉઇન્ટવાળા ચિનોઝનો માઇનસ પૉઇન્ટ એ છે કે એમાં રિન્કલ્સ જલદી પડે છે. એટલે એને તમે ઇસ્ત્રી કર્યા વગર પહેરી શકતા નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK