કેરી ફક્ત ખાઓ નહીં, લગાવો પણ

કેરીને જોઈને જીભ તરત જ લલચાઈ જતી હોય છે, પરંતુ હવે જ્યારે કેરીને જોશો ત્યારે મન ત્વચા પર લગાવવા લલચાશે. આજે જાણો કેરીના ગુણો ત્વચાસૌંદર્ય માટે કેટલા ફાયદાકારક છે


katrina kafi

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

ગરમી લગભગ કોઈને જ ગમતી નથી હોતી, પરંતુ ગરમીની ઋતુ આવતાંની સાથે લોકોને એક વાતનો સંતોષ હોય છે કે ગરમી આવે પણ કેરીગાળો લઈને આવે. ફળોનો રાજા માત્ર નામનો જ રાજા નથી, પરંતુ ગુણનો પણ રાજા છે. ઉનાળામાં કેરી ખાવાથી ઋતુ સામે શરીરને લડવાની તાકાત મળે છે, પરંતુ શરીર અંદરથી મજબૂત બને અને ત્વચા અને વાળને તડકો હેરાન કરે ત્યારે શું કરવું. ત્યારે પણ કેરી મદદે આવી શકે છે. આપણે પાકી કેરીનો રસ ખાવામાં લઈએ અને કાચી કેરીમાંથી આમ પન્ના એટલે કે કેરીનો બાફલો બનાવવાનું જ વિચારીએ; પરંતુ ક્યારેય આ કેરીના રસને ત્વચા કે વાળની સુંદરતાના ઉપયોગમાં લેવાનો વિચાર કર્યો છે? ન કર્યો હોય તો હવે કરો. આયુર્વેદના ૨૦ વર્ષનાં અનુભવી ડૉ. નમ્રતા પવાર કેરીને ત્વચા અને વાળના સૌંદર્યમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એના પર વાત કરી રહ્યાં છે.

વિટામિન-Cથી ભરપૂર કેરી ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખે છે. કાચી તથા પાકી કેરીના પલ્પમાંથી વિવિધ પ્રકારના માસ્ક અને ફેસપૅક બનાવી શકાય છે. ત્વચા પર ડાઘ, કાળાં ટપકાં અને ખીલના ઉપચારમાં પણ કેરીનો ઉપયોગ કરી શકાય છે. કેરીમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ, વિટામિન-A અને બિટા કૅરોટિન હોય છે. એનાથી ત્વચાને પુનર્જીવતદાન આપી શકાય છે. ત્વચા માટે કેરી ઉત્તમ કામ કરે છે. ડૉ. નમ્રતા ખાસ કહે છે કે કેરીમાં રહેલું ઍન્ટિ-ઑક્સિડન્ટ ત્વચાના કૅન્સરને અટકાવે છે. બ્લૅક કે વાઇટ હેડ્સને દૂર કરવામાં પણ કેરીનો ઉપયોગ થઈ શકે છે. બ્લૅક હેડ્સ દૂર કરવા માટે કેરીના રસમાં દૂધનો પાઉડર અને મધ નાખીને પેસ્ટ લગાવો. એનાથી ત્વચા સ્મૂધ પણ થશે.

ગરમીને કારણે પરસેવો વધારે થાય છે એટલે સ્કિન પર ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. આવી ગરમીમાં બહાર અવરજવર થતી હોય ત્યારે પ્રદૂષણને કારણે ત્વચા પર બહુ જ ગંદકી જમા થઈ જાય છે, ત્વચાનાં છિદ્રો ખુલ્લાં થઈ જતાં હોય છે અને ત્વચાને સહન કરવું પડતું હોય છે. એનાથી બચવા માટે પાણીમાં કેરીને બાફી લેવી અને એ પાણીને ઠંડું પડવા દઈ ચહેરાને ધોવો. કેરીનું પાણી ચહેરા પરનાં ખુલ્લાં છિદ્રોને બંધ કરી દેશે અને તાજગીનો અનુભવ કરાવશે.

આ ઋતુમાં સૌથી વધારે પિગ્મેન્ટેશનની તકલીફ થાય છે. કેરીના ગુણો ઍન્ટિ-એજિંગ અને ત્વચાના રંગ પર સારી રીતે કામ કરે છે. કેરીના પલ્પને ડાયરેક્ટ લગાવવાથી એ મૉઇસ્ચરાઇઝર જેવું કામ કરે છે. ખીલ અને ફોલ્લીની સમસ્યામાં રાહત મળે છે.

ટૅન્ડ સ્કિન અને ડીકલરેશનમાં કેરીમાં રહેલું વિટામિન-A મદદરૂપ થાય છે. કેરીની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ કેરીની છાલને તાપમાં સૂકવીને એનો પાઉડર બનાવવો. એ પાઉડરમાં દૂધની મલાઈ નાખીને એને ચહેરા પર ૧૦-૧૫ મિનિટ લગાવવું. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ નાખવું. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આમ કરવાથી ચોક્કસ ફરક દેખાશે.

કેરીની છાલ આંખની નીચેના ડાર્ક સર્કલ કે કાળી ત્વચાને લાઇટ કરે છે. કેરીની છાલના પાઉડરમાં દહીં મિક્સ કરીને લગાવવું. આ મિશ્રણને ફેસપૅક તરીકે પણ લગાવી શકાય. ચહેરા પર ચમક આવી જશે. એ સિવાય કેરીના પલ્પમાં ઘઉંનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાથી ત્વચા એકદમ સાફ થઈ જાય છે. આ મિશ્રણ ત્વચામાં ઊંડે સુધી પહોંચીને સફાઈ કરે છે.

મોટા ભાગે આપણે ચણાના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કેરીના પલ્પ સાથે મગ અથવા મગની દાળને પલાળીને એની પેસ્ટ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. ચહેરા પરની મૃત ત્વચાને કાઢવા માટે એ બહુ જ ફાયદાકારક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK