તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે કયો મેકઅપ કરશો?

ત્વચાના પ્રકાર પ્રમાણે મેકઅપ નહીં કરો તો તમે સ્કિન-ઍલર્જીનો ભોગ બની શકો છો

Aishwarya Raiલાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આપણે જ્યારે મેકઅપ માટે કૉસ્મેટિક્સ લેવા જઈએ ત્યારે સેલ્સપર્સન આપણને પૂછે છે કે તમારી સ્કિન-ટાઇપ કઈ છે, તમને એ પ્રમાણે કૉસ્મેટિક્સ દેખાડીએ. આમ પૂછવાનું કારણ આપણને ક્યારેક સમજાતું નથી. આપણને લાગે છે કે બધાની સ્કિન-ટાઇપ ભલે અલગ હોય, પણ મેકઅપ તો એક જ હોય છે. પણ ના, આપણી સ્કિન-ટાઇપ પ્રમાણે જેમ બાકીની બ્યુટી-પ્રોડક્ટ્સ અલગ હોય છે એમ કૉસ્મેટિક્સ પણ અલગ હોય છે. જો તમારી સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો તમને એની સાઇડ-ઇફેક્ટ પણ થઈ શકે છે. બોરીવલીના ડર્મેટોલૉજિસ્ટ સ્વપ્નિલ સંઘવી કહે છે, ‘મેક-અપ સ્કિન-ટાઇપ પ્રમાણે જ કરવો જોઈએ. સ્કિન-ટાઇપમાં ઑઇલી, ડ્રાય, સેન્સિટિવ અને કૉમ્બિનેશન સ્કિન હોય છે. જો તમે સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો એની સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. મેકઅપ કરતા સમયે ફાઉન્ડેશન અને પ્રાઇમર મસ્ટ છે.’

તમારા મેકઅપનો આખો આધાર એના પર રહેલો છે. જો તમે એ પ્રૉપરલી ન કરો તો તમારા મેકઅપનો લુક સારો નથી આવતો. જેમ પ્રાઇમર અને ફાઉન્ડેશન મેકઅપના સારા લુક માટે જરૂરી છે એમ સ્કિન માટે પણ એ એક રક્ષકનું કામ કરે છે.

ડ્રાય સ્કિન

ડ્રાય સ્કિન પર જો પ્રાઇમર અને ફાઉન્ડેશન વગર મેકઅપ લગાવવામાં આવે તો બે-ત્રણ કલાક પછી સ્કિન પર મેકઅપ દેખાતો નથી. ઘાટકોપરમાં રહેતી અને બ્યુટિશ્યન સલોની ગડા કહે છે, ‘જેની સ્કિન ડ્રાય હોય છે તેને અમે ડ્રાય સ્કિનનું પ્રાઇમર લગાવીએ છીએ. ડ્રાય સ્કિન પર પ્રાઇમર વાપરવાથી સ્કિન સ્મૂધ થાય છે. આથી સ્કિન પર મેકઅપ લાંબા સમય સુધી ટકે છે.’

પ્રાઇમરની જેમ ફાઉન્ડેશન પણ બહુ જરૂરી છે. ડર્મેટોલૉજિસ્ટ સ્વપ્નિલ સંઘવી કહે છે, ‘ડ્રાય સ્કિન પર ફાઉન્ડેશન લગાવો ત્યારે એ ધ્યાન રાખવું કે ફાઉન્ડેશન ક્રીમ અને ઑઇલ-બેઝ્ડ હોય. એ સિવાય તમે ટિન્ટેડ મૉઇસ્ચરાઇઝર ફાઉન્ડેશન પણ વાપરી શકો છો, જેમાં મૉઇસ્ચરાઇઝર સાથે થોડો કલર પણ મિક્સ હોય છે.’

આ ફાઉન્ડેશન સ્કિન પર ગ્લો લાવે છે. ડ્રાય સ્કિનવાળાએ પેન્સિલ અથવા કાજલ આઇલાઇનરની જગ્યાએ લિક્વિડ આઇલાઇનર લગાવવું. તેમણે જેલ અને ક્રીમ-બેઝ્ડ બ્લશર લગાવવું જોઈએ. લિપસ્ટિક ગ્લૉસી વાપરવાથી હોઠ સૉફ્ટ લાગશે. ડ્રાય સ્કિનવાળાએ પાઉડરનો વપરાશ ન કરવો. એ તેમની સ્કિનને વધુ ડ્રાય કરી દેશે.

ઑઇલી સ્કિન

ઑઇલી સ્કિનવાળાએ પ્રાઇમર લગાવતાં પહેલાં વેટ વાઇપથી પોતાનો ચહેરો સાફ કરવો જેથી સ્કિન પરનું ઑઇલ નીકળી જાય. એ પછી એના પર ઑઇલ-ફ્રી પ્રાઇમર આવે છે એ લગાડવું. એ પછી જ મેકઅપ કરવો. ફાઉન્ડેશનમાં પણ ઑઇલી સ્કિનવાળાએ મૅટ ફિનિશ ફાઉન્ડેશન વાપરવું. એ સિવાય ઑઇલ-ફ્રી ફાઉન્ડેશન પણ વાપરી શકાય. આ ફાઉન્ડેશન તમારા ચહેરા પરથી ઑઇલની ઇફેક્ટ ઓછી કરે છે અને તમને સૉફ્ટ લુક આપે છે. ઑઇલી સ્કિનવાળાએ પોતાના સ્કિન-ટોનથી એક શેડ લાઇટ ફાઉન્ડેશન અને બ્લશર લેવું, કેમ કે ઑઇલી સ્કિન પર ફાઉન્ડેશન અને બ્લશર લગાવ્યા પછી એ એક શેડ ડાર્ક દેખાય છે. તેમણે પાઉડરનો વપરાશ કરવો નહીં, કેમ કે અમુક સમય પછી જ્યારે સ્કિન ઑઇલી થવા લાગે છે ત્યારે સ્કિન પૅચી દેખાય છે. લિક્વિડ અને ક્રીમ આઇશૅડો અને લિક્વિડ આઇલાઇનરના બદલે પાઉડર-બેઝ્ડ આઇશૅડો અને કાજલ પેન્સિલ વાપરો. ઑઇલી સ્કિનવાળા માટે મૅટ લિપસ્ટિક બેસ્ટ છે. બની શકે તો ગ્લૉસી લિપસ્ટિક ન વાપરો.

સેન્સિટિવ સ્કિન

સેન્સિટિવ સ્કિનવાળાને મેકઅપ કરતા સમયે અમારે બહુ ધ્યાન રાખવું પડે છે એમ જણાવતાં બ્યુટિશ્યન સલોની ગડા કહે છે, ‘સેન્સિટિવ સ્કિનવાળાને અમારે મેકઅપ બહુ સંભાળીને કરવો પડે છે. તે લોકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે તેમને બ્રશ પણ એટલું ધીરેથી અપ્લાય કરવું પડે છે કે સ્કિનને બ્રશથી કોઈ નુકસાન ન થઈ જાય. મેકઅપ કરતાં પહેલાં સેન્સિટિવ સ્કિનવાળાને પૂછી લઈએ છીએ કે તેમને કઈ પ્રોડક્ટ સૂટ થાય છે. એ પ્રોડક્ટ પ્રમાણે અમે તેમને મેકઅપ કરીએ છીએ. સેન્સિટિવ સ્કિનવાળાને અમે હાથથી કોઈ પ્રોડક્ટ લગાડતા નથી. એ માટે અમારે બ્રશ જ વાપરવું પડે છે, કેમ કે તેમને અમારા હાથથી પણ ક્યારેક ઍલર્જી થઈ જાય છે.’

સેન્સિટિવ સ્કિનવાળાએ જે ફાઉન્ડેશનમાં મૉઇસ્ચરાઇઝર વધારે હોય એ ફાઉન્ડેશન વાપરવું. તેઓ જેટલો ઓછો મેકઅપ કરે એટલું વધારે સારું. સેન્સિટિવ સ્કિનવાળાએ જો મેકઅપ કરવો હોય તો મિનરલ મેકઅપ કરવો. તેમણે બ્રૅન્ડેડ પ્રોડક્ટ્સ જ વાપરવી જોઈએ.

કૉમ્બિનેશન સ્કિન

જેની સ્કિન કૉમ્બિનેશન સ્કિન હોય છે તેને કપાળ અને નાક પર ઑઇલી સ્કિન હોય છે અને બાકીના ભાગમાં ડ્રાય સ્કિન હોય છે. આવી સ્કિન ધરાવતી વ્યક્તિએ ઑઇલી અને ડ્રાય બન્ને સ્કિનની પ્રોડક્ટ વાપરવી પડે છે. જે જગ્યા ઑઇલી હોય ત્યાં ઑઇલી સ્કિનનું ફાઉન્ડેશન અને જે જગ્યા ડ્રાય હોય ત્યાં ડ્રાય સ્કિનનું ફાઉન્ડેશન વાપરવું. આ સ્કિનવાળાને મેકઅપમાં એટલો ફરક પડતો નથી. તેઓ કોઈ પણ પ્રકારની આઇલાઇનર, લિપસ્ટિક વાપરી શકે છે.

સાઇડ-ઇફેક્ટ

સ્કિન-ટાઇપના હિસાબે મેકઅપ ન કરવાથી તમારી સ્કિન પર સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. આ વિશે જણાવતાં ડર્મેટોલૉજિસ્ટ સ્વપ્નિલ સંઘવી કહે છે, ‘જો તમારી સ્કિન ઑઇલી હોય અને તમે ઑઇલ-બેઝ્ડ પ્રોડક્ટ વાપરશો તો તમારી સ્કિન પર પિમ્પલ આવી શકે છે. તમારો ફેસ વધારે ઑઇલી લાગશે. ડ્રાય સ્કિનવાળા જો સ્કિન-ટાઇપ પ્રમાણે પ્રોડક્ટ ન વાપરે તો તેમની સ્કિન વધારે ડ્રાય થાય છે. એ સિવાય સ્કિન પર જલન પણ થાય છે. સેન્સિટિવ સ્કિન હોય કે કોઈ પણ સ્કિન, પ્રોડક્ટ હંમેશાં બ્રૅન્ડેડ જ વાપરો. વારંવાર એને બદલો નહીં, કેમ કે જો તમને અમુક કંપનીની પ્રોડક્ટની ઍલર્જી હશે તો તમારી સ્કિન લાલ થઈ જશે. એ સિવાય સ્કિન વધારે ડ્રાય થઈ જાય છે. ફેસ પર ફોડીઓ આવશે અને ખંજવાળ પણ થઈ શકે છે. બની શકે તો મેકઅપ સુગંધરહિત હોવો જોઈએ, કેમ કે સુગંધિત પ્રોડક્ટથી ઍલર્જી થઈ શકે છે. એમાં કેમિકલ આવી જાય છે. હવેના મેકઅપમાં નૉન-કૉમેડોજેનિક લખેલું આવે છે જે પિમ્પલ-ફ્રી હોય છે.’

જો તમે સ્કિન-ટાઇપ પ્રમાણે મેકઅપ ન કરો તો એની સાઇડ-ઇફેક્ટ થઈ શકે છે. સ્કિન પર પિમ્પલ આવી શકે છે. ફેસ પર ફોડીઓ આવશે અને ખંજવાળ પણ થઈ શકે છે. - ડર્મેટોલૉજિસ્ટ સ્વપ્નિલ સંઘવી

સેન્સિટિવ સ્કિનવાળાને અમારે મેકઅપ બહુ સંભાળીને કરવો પડે છે. તે લોકોની સ્કિન એટલી સેન્સિટિવ હોય છે કે તેમને બ્રશ પણ એટલું ધીરેથી અપ્લાય કરવું પડે છે કે સ્કિનને બ્રશથી કોઈ નુકસાન ન થઈ જાય. - બ્યુટિશ્યન સલોની ગડા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK