તમારી આંખોના શેપ પ્રમાણે કયો મેકઅપ કરશો?

જો આંખો પ્રમાણે મેકઅપ ન કરો તો તમારી આંખો સાથે ચહેરો પણ બદસૂરત લાગે છે

Aishwarya Rai

DEMO PICલાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આંખ આપણા ફેસનો સૌથી આકર્ષક ભાગ છે. બધાના ફેસકટની જેમ બધાની આંખો પણ ડિફરન્ટ હોય છે. આ ડિફરન્ટ આંખોના શેપ પ્રમાણે ડિફરન્ટ આઇ મેકઅપ પણ ન કરીએ તો આપણી આંખો સારી લાગતી નથી, કેમ કે આપણા આખા મેકઅપનો જે મહત્વનો ભાગ છે એ માત્ર આંખ છે. આંખનો મેકઅપ જો સારો ન હોય તો તમારો ફેસ અજીબ લાગે છે. તો આવો જાણીએ કે તમારી આંખનો શેપ કયો છે અને એ પ્રમાણે તમારે કયો મેકઅપ કરવો જોઈએ. બ્યુટિશ્યન હર્ષા ગોહિલ કોઠારી કહે છે, ‘આપણા ભારતીયોમાં આંખના તમને ચાર પ્રકાર જોવા મળશે. એક ડ્રુપિંગ આઇઝ, ગોળ આંખ, ફિશ જેવી આંખ અને ચોથી નૉર્મલ આંખ. આંખના આ ચાર પ્રકાર છે. આ ચાર આંખોને વિવિધ પ્રકારનો મેકઅપ કરવામાં આવે છે. જો તમે એમ ન કરો તો તમારા આઇ મેકઅપની સાથે તમારા ફેસનો લુક પણ ખરાબ દેખાય છે.’

ડ્રુપિંગ આઇઝ : આના વિશે જણાવતાં બ્યુટિશ્યન હર્ષા ગોહિલ કોઠારી કહે છે, ‘આ આંખોમાં આઇબ્રોની નીચેનો ભાગ વધારે લાંબો હોય છે. આંખો વધારે ઊંડી હોય છે. આવી આંખનો મેકઅપ કરો ત્યારે આંખમાં લાઇનર કેટલી પણ લગાવો પણ એ દેખાતી નથી. એ છુપાઈ જાય છે. ડ્રુપિંગ આંખવાળાએ સૌપ્રથમ આંખ પર આઇ વૅક્સ લગાવવું. ત્યાર બાદ આઇ-શૅડો લગાવવો. આઇ-શૅડો લગાવતા સમયે ધ્યાન આપવું કે આઇ-શૅડો આંખના ઇનર કૉર્નરમાં લગાવવું. આઇ-શૅડો માટે પીચ, પિન્ક અને બ્રાઉન આ ત્રણમાંથી એક જ કલર લેવો. ઇનર કૉર્નરનો પાર્ટ થોડો વધારવો અને એને ઉપર સુધી લઈ જવો. આઇબૉલ એરિયાને હાઇલાઇટ કરવો. આઇબ્રોની નીચેના એરિયા પણ હાઇલાઇટ કરો. આનાથી આંખો ઊંડી નહીં દેખાય, પણ એમ્બૉસ થઈને બહાર દેખાશે. ડ્રુપિંગ આંખવાળાએ લાઇનર પણ પાતળી લગાવવી. કાજલની જગ્યા પર વાઇટ પેન્સિલ ભરવી અને લૅશિસની જગ્યા પર ડાર્ક પેન્સિલથી શેપ આપવો.’

ફિશ આઇઝ : આ આંખ લાંબી અને પાતળી હોય છે. ફિશ આઇઝમાં આઇબ્રોની નીચેનો ભાગ, જેને હાઇલાઇટર એરિયા કહેવાય છે એ ઓછો હાઇલાઇટ કરવો અને આઇ-શૅડોનો ભાગ વધારે હાઇલાઇટ કરવો. ફિશ આઇઝવાળા કોઈ પણ કલરનો આઇ-શૅડો વાપરી શકે છે. આવી આંખવાળાએ લાઇનરમાં વધુ ધ્યાન રાખવું પડે છે. લાઇનર કરો ત્યારે ઇનર કૉર્નરથી પાતળી અને વચ્ચેથી જાડી કરવી. કાજલ પણ આંખોના રિન્ગ એરિયામાં કરો ત્યારે નીચેથી જાડી કરવી જેનાથી આંખો પાતળી દેખાશે અને ખૂબ જ સુંદર દેખાશે.

ગોળ આઇઝ :
ગોળ આંખોમાં આઇબૉલ એરિયા મોટો હોય છે. આવી આંખોવાળાએ હાઇલાઇટર એરિયાને વધારે હાઇલાઇટ કરવો અને આઇ-શૅડોના એરિયાને ઓછો હાઇલાઇટ કરવો. લાઇનર આગળથી અને પાછળથી બન્ને જગ્યાએ પાતળી આપવી. જો લાઇનર જાડી આપી તો આંખો હજી મોટી દેખાશે. આવી આંખો માટે ડાર્ક આઇ-શૅડો પર્ફેક્ટ છે.

નૉર્મલ આઇઝ : નૉર્મલ આઇઝ હોય તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ જણાવતાં હર્ષા ગોહિલ કોઠારી કહે છે, ‘નૉર્મલ આઇઝવાળાને અમે પૂછી લઈએ છીએ કે તમારે આઇ મેકઅપ કયા પ્રકારનો કરવો છે. તેઓ મસ્કરા, લાઇનર, રેગ્યુલર કરી શકે છે. એમાં કોઈ રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન નથી. ’

ક્લોઝ-સેટ આઇઝ : આ ચાર શેપ સિવાય આપણી આંખોના બીજા શેપ પણ છે. એમાંથી એક છે ક્લોઝ-સેટ આઇઝ એમ જણાવતાં બ્યુટિશ્યન લજ્જા પંચાલ સાળવી કહે છે, ‘આવી આંખોની વચ્ચેનો જે ગૅપ હોય છે એ ઓછો હોય છે. આવી આંખ માટે ઇનર કૉર્નર પર લાઇટ આઇ-શૅડો અને આઉટર કૉર્નર પર ઇન્ટેન્સ કલર અપ્લાય કરવો. આવી આંખોમાં આઇલાઇનર આઇલૅશિસના ઉપરના ભાગમાં પાતળી લાઇન લગાવવી અને આઉટર કૉર્નર પર જાડી લગાવવી. મસ્કરા લગાવતા સમયે ધ્યાન રાખવું કે આઉટર કૉર્નર પર વધારે કોટ લગાવવો. આઇબ્રો પેન્સિલથી આઇબ્રોઝને પણ બહારની તરફ જવા દો.’

કૉન્વેક્સ આઇઝ : આવી આંખો બહારની તરફ વધારે ઊપસેલી દેખાય છે. આવી આંખોવાળાએ મીડિયમ અથવા ડાર્ક આઇ-શૅડો વાપરવો. આવી આંખવાળાએ હાઇલાઇટરનો ઉપયોગ ક્યારેય ન કરવો. જો કરશે તો આનાથી આંખો વધારે ઊપસેલી દેખાશે. કાજલ અથવા આઇલાઇનર લગાવ્યા પછી મસ્કરાના બે-ત્રણ કોટ લગાવવા.

શું ધ્યાન રાખવું?

આઇ મેકઅપ આંખના શેપ પ્રમાણે કરવો જોઈએ, પણ એની સાથે એ પણ ધ્યાન રાખવું કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ પણ હોવો જોઈએ. બ્યુટિશ્યન લજ્જા પંચાલ સાળવી કહે છે, ‘આંખોના શેપ પ્રમાણે મેકઅપ લગાવો એ બહુ જરૂરી છે, પણ એ સાથે એ પણ ધ્યાન રાખવું કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ હોવો જોઈએ. એ સાથે આઇ મેકઅપ તમારી આંખોના કલરને અનુસાર કરવો જોઈએ. આઇ-શૅડો માટે કયો કલર પસંદ કરવો એ વાત પર આધાર રાખે છે કે તમે મેકઅપ કયા સમયમાં કરી રહ્યા છો. આઇ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે એનો બેઝ બનાવવો જરૂરી છે. એમાં સૌથી પહેલાં કન્સીલર લગાવો. એ પછી લૂઝ પાઉડરથી કન્સીલરને સેટ કરો. આનાથી મેકઅપનો બેઝ બની જશે અને આઇ મેકઅપ લાંબા સમય સુધી રહેશે. આઇ મેકઅપને રાત્રે સૂતાં પહેલાં મેકઅપ રીમૂવરથી સાફ કરી લેવો. જે લોકો આઇ મેકઅપ રેગ્યુલર કરતા હોય એ લોકોએ અઠવાડિયામાં એક વાર ગુલાબજળનાં પોતાં મૂકવાં અથવા કાકડી મૂકવી. જેના આઇ-શૅડો નાના હોય તેઓ નકલી આઇ-શૅડો લગાવી શકે છે.’

આંખોના શેપ પ્રમાણે મેકઅપ લગાવો એ બહુ જરૂરી છે, પણ એ સાથે એ પણ ધ્યાન રાખવું કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ હોવો જોઈએ. એ સાથે આઇ મેકઅપ તમારી આંખોના કલરને અનુસાર કરવો જોઈએ - બ્યુટિશ્યન લજ્જા પંચાલ સાળવી

આપણા ભારતીયોમાં આંખના તમને ચાર પ્રકાર જોવા મળશે. ડ્રુપિંગ આઇઝ, ગોળ આઇઝ, ફિશ આઇઝ અને નૉર્મલ આઇઝ. - બ્યુટિશ્યન હર્ષા ગોહિલ કોઠારી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK