મેકઅપનો બેઝ છે ફાઉન્ડેશન

જો તમે ખોટું ફાઉન્ડેશન લગાવ્યું તો તમારો મેકઅપ ખરાબ થઈ શકે છે એટલે માત્ર ફાઉન્ડેશન નહીં પણ સારું ફાઉન્ડેશન મેકઅપને ઉઠાવ આપવા માટે મસ્ટ છે


make up


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

આપણે જ્યારે કોઈ ફંક્શનમાં જઈએ છીએ ત્યારે આપણી નજર હંમેશાં ફંક્શનમાં કોણ કેવું તૈયાર થયું છે એના પર હોય છે જેમાં આપણને અમુક લોકોનો મેકઅપ ગમે છે અને અમુક લોકોનો નથી ગમતો. આમાં મેકઅપનો નહીં પણ મેકઅપના બેઝનો દોષ છે. મેકઅપ ત્યારે જ સારો લાગશે જ્યારે મેકઅપનો બેઝ સારો હશે. મેકઅપનો બેઝ શું છે અને બેઝ કેમ મેકઅપમાં આટલું મહત્વ રાખે છે?

ફાઉન્ડેશન

મેકઅપનો બેઝ છે ફાઉન્ડેશન. જેમ બિલ્ડિંગ મજબૂત બન્યું છે કે નહીં એ એના ફાઉન્ડેશન એટલે કે પાયા પર આધાર રાખે છે એમ તમારો મેકઅપ કેટલો સારો દેખાશે એ ફાઉન્ડેશન પર આધાર રાખે છે. મુલુંડનાં બ્યુટિશ્યન ભારતી શેવાળે કહે છે, ‘મેકઅપમાં ફાઉન્ડેશન એકદમ નેસેસરી છે. જેમ આપણે બહાર જઈએ તો નવાં કપડાં પહેરીએ એમ તમારે તમારી સ્કિનને પણ નવાં કપડાં પહેરાવવાં જરૂરી છે. ફાઉન્ડેશન સ્કિન માટે નવાં કપડાં જેવું જ છે. મેકઅપની શરૂઆત જ ફાઉન્ડેશનથી થાય છે. ઘણા મોટા-મોટા બ્યુટિશ્યન છે જેઓ મેકઅપ કરે તો સારો નથી લાગતો, કેમ કે તેઓ ફાઉન્ડેશન ખોટું લગાવે છે. તમે લિપસ્ટિક કે આઇલાઇનર ખોટું લગાડ્યું તો એ તમે બદલી શકશો, પણ તમે જો ફાઉન્ડેશન ખોટું લગાવ્યું તો એને બદલવું બહુ મુશ્કેલ છે. જો તમે ફેસવૉશ કરીને કાઢવાની કોશિશ કરશો તો પણ પહેલાંના ફાઉન્ડેશનના થોડા અંશ તમારી સ્કિન પર રહી જ જશે.’

બ્યુટિશ્યન મીના મકવાણા કહે છે, ‘ફાઉન્ડેશન લગાવવાનો બેનિફિટ એ છે કે તમારા ફેસ પર દેખાતાં ડાર્ક સર્કલ, પિગ્મેન્ટેશન, બર્થ-માર્ક, ઍક્ને-માર્ક વગેરે છુપાઈ જાય છે. એનાથી તમારો ફેસ એકદમ ક્લિયર દેખાય છે. ફાઉન્ડેશન દ્વારા તમે તમારી સ્કિનનો જે ટોન અનઈવન હોય એને ઈવન કરી શકો છો.’

પ્રકાર

ફાઉન્ડેશનમાં પહેલા એટલા શેડ્સ કે એટલા પ્રકાર નહોતા, પણ હવે તમે માર્કેટમાં જાઓ તો ફાઉન્ડેશનમાં તમને મબલક પ્રકાર અને શેડ્સ જોવા મળે છે. બ્યુટિશ્યન ભારતી શેવાળે કહે છે, ‘મેં જ્યારે ૪૦ વર્ષ પહેલાં બિઝનેસ ચાલુ કર્યો ત્યારે માર્કેટમાં બહુ ઓછા શેડ્સ હતા. માત્ર નૅચરલ, મીડિયમ અને ડાર્ક આ ત્રણ શેડ્સ જ મળતા હતા; પણ હવે માર્કેટમાં બહુ મસ્ત-મસ્ત ફાઉન્ડેશન ઉપલબ્ધ છે. આજે ફાઉન્ડેશનમાં દરેકેદરેક શેડ્સ અને દરેકેદરેક સ્કિન-ટોનનાં ફાઉન્ડેશન મળી રહ્યાં છે. એના સિવાય બ્યુટી-ઇન્ડ્રસ્ટ્રી એટલી ડેવલપ થઈ રહી છે કે તમે તમારા ફાઉન્ડેશનથી તમારી સ્કિનને ન્યુટ્રલાઇઝ કરીને નૅચરલ લુક આપી શકો એવાં ફાઉન્ડેશન પણ અત્યારે મળે છે.’

પહેલાં માત્ર ઑઇલ-બેઝ્ડ ફાઉન્ડેશન મળતાં હતાં, પણ હવે તમને ઘણા નવા-નવા પ્રકારનાં ફાઉન્ડેશન મળે છે જેમાં સૌથી સારું ફાઉન્ડેશન છે વૅક્સ-બેઝ્ડ ફાઉન્ડેશન. જેમ મીણબત્તી ગરમ થાય એટલે પીગળે અને ઠંડી થાય એટલે જામી જાય એવી રીતે વૅક્સ-બેઝ્ડ ફાઉન્ડેશન છે. જેમ-જેમ એને સ્કિન પર ઘસતા જશો એમ-એમ એના ઘર્ષણથી જે હીટ પેદા થશે એનાથી વૅક્સ-બેઝ્ડ ફાઉન્ડેશન પીગળવા લાગશે. એના લીધે તમે એને સ્મૂધલી તમારી સ્કિન પર અપ્લાય કરી શકો છો. જ્યારે તમે એને ઘસવાનું બંધ કરશો તો ત્યારે એ ઠંડું થઈને થીજી જશે. આના સિવાય પર્ફ્યુમ ફાઉન્ડેશન પણ માર્કેટમાં મળે છે. એ વાપરવાથી ફાઉન્ડેશનમાંથી તમને ગંદી સ્મેલ ન આવે. એ સિવાય સિલિકૉન ફાઉન્ડેશન પણ માર્કેટમાં મળે છે. અત્યારે HD એટલે કે હાઇ ડેફિનિશન ફાઉન્ડેશન દરેકની પહેલી પસંદ છે. બ્યુટિશ્યન મીના મકવાણા કહે છે, ‘આજે બૉલીવુડ હોય કે હૉલીવુડ, બધા મેકઅપ આર્ટિસ્ટ HD ફાઉન્ડેશન વાપરે છે. અમે પણ અમારી મેકઅપ-કિટમાં આ જ ફાઉન્ડેશન સામેલ કર્યું છે. આ ફાઉન્ડેશન બીજા કરતાં લૉન્ગ-લાસ્ટિંગ છે. બીજું, આનાથી તમારા ફેસ પર જે પણ ખામી છે એ બધી ખામી છુપાઈ જાય છે. આનો બેઝ સ્ટ્રૉન્ગ હોય છે.’

ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?

જો તમારી સ્કિન ડ્રાય હોય તો તમે મેકઅપ કરતાં પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાડી શકો છો અને તમારી સ્કિન ઑઇલી હોય તો ફાઉન્ડેશન પહેલાં પ્રાઇમર લગાડવું. ફાઉન્ડેશન લેવા જાઓ ત્યારે તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ફાઉન્ડેશન હંમેશાં તમારા સ્કિન-ટોન કરતાં એક શેડ ડાર્ક લેવું, કારણ કે આપણે સ્કિનને ફેર કરવાની વધારે કોશિશ કરતા હોઈએ છીએ. એટલે જો ફાઉન્ડેશનમાં એક ટોન પણ લાઇટ લઈશું તો ફાઉન્ડેશન ઊઠીને આવશે અને મેકઅપ કર્યો છે એમ લાગશે, પણ તમે જો સ્કિન-ટોનથી એક શેડ ડાર્ક લેશો તો એ તમને નૅચરલ લુક આપશે. ફાઉન્ડેશન લગાવ્યા પછી આપણા ચહેરાના ડાઘ ન દેખાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. ફાઉન્ડેશનમાં શાઇન વધારે હોવી જોઈએ, જેથી એ ફેસ પર લગાવ્યા પછી ફેસ પર ગ્લો આવે. ફાઉન્ડેશન ખરીદતા સમયે એ ધ્યાન રાખવું કે ફાઉન્ડેશન વધારે ઑઇલી ન હોવું જોઈએ. એને તમે સ્મૂધલી તમારા ફેસ પર લગાવી શકો એવું જોઈએ. ફાઉન્ડેશન લેવા જાઓ ત્યારે એને હાથ પર લગાડીને ચેક કરવું કે એ લૉન્ગ-લાસ્ટિંગ છે કે નહીં. બીજું, અપ્લાય કર્યા પછી તમારી સ્કિન સાથે સેટ થાય છે કે નહીં. એ પણ ધ્યાન રાખવું કે જે શેડ તમે લીધો છે એ જ શેડ તમારા ફેસ પર અપ્લાય કર્યા પછી દેખાવો જોઈએ.

તમે જ્યારે પણ ફાઉન્ડેશન લગાવો તો ફાઉન્ડેશન લગાવ્યા પછી એના પર ટ્રૅન્ઝ્લુસન્ટ પાઉડર લગાવવો જરૂરી છે, તો જ તમારું ફાઉન્ડેશન સેટ થશે જેથી પસીનો આવે તો પણ નીકળે નહીં. ફાઉન્ડેશન સારી કંપનીનું જ લેવું. જો તમે સસ્તી કંપનીનું ફાઉન્ડેશન વાપરશો તો તમારો મેકઅપ બગડશે. એ ઉપરાંત સ્કિનમાં ઍલર્જી થશે. મેકઅપની બાકી પ્રોડક્ટ ભલે તમે સસ્તી લો, પણ ફાઉન્ડેશન તો સારી કંપનીનું જ લેવું; કેમ કે ફાઉન્ડેશનથી તમારો પચાસ ટકા મેકઅપ થઈ જાય છે. બાકીના પચાસ ટકામાં બીજા મેકઅપ આવે છે. ફાઉન્ડેશન કાઢવા માટે બેબી ઑઇલ અથવા ક્લેન્ઝિંગ મિલ્ક પણ વાપરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK