લવ ફૉર ઍક્સેસરી

ઍક્સેસરી મીન્સ ટુ ઍડ એટલે કે કંઈક વધારે ઉમેરવું; કંઈક વધારે સરસ જે અટ્રૅક્ટિવ લાગે



લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાની ઠક્કર

આજની યુવતીઓ ઍક્સેસરી વગર પોતાનો લુક અધૂરો માને છે. ઍક્સેસરી એટલે બ્રેસલેટ, નેકપીસ, ઍન્ક્લેટ, ટિઆરા, વેસ્ટ બૅન્ડ, મોબાઇલ એન્ડ બૅગ ઍક્સેસરી. અલગ- અલગ રીતે કઈ રીતે મિક્સ ઍન્ડ મેચ કરી પહેરી શકાય એ જોઈએ અને એવું નથી કે માત્ર યુવતી, પરંતુ બધી જ એજની મહિલા ઍક્સેસરી પહેરવાનું પ્રિફર કરે છે. ઍક્સેસરી એક એક્સ્ટ્રા લુક આપે છે.

બ્રેસલેટ : બ્રેસલેટ એટલે જે હાથમાં પહેરાય. બ્રેસલેટમાં ઘણી વરાઇટી આવે છે; જેમ કે બીડ્સ, પર્લ, થ્રેડ, વુડન, મેટાલિક વગેરે. ડેનિમ સાથે અલગ-અલગ કલરના બીડ્સવાળું બ્રેસલેટ સારું લાગે. પટિયાલા અને શૉર્ટ કુરતી સાથે વુડનનું બ્રેસલેટ સારું લાગી શકે. બ્રેસલેટની પસંદગી ડ્રેસ અનુસાર કરવી. જો સેમી-ફૉર્મલ લુક જોઈતો હોય તો મેટાલિક બ્રેસલેટ પહેરી શકાય.

નેકપીસ : નેકપીસ ગળામાં પહેરવામાં આવે છે. નેકપીસમાં પણ ઘણી વરાઇટી આવે છે. સ્ટોન, પર્લ, વુડન, બીડ્સ, સિલ્વર, ગોલ્ડન, કૉપર વગેરે. તમારો ડ્રેસ જ્યારે પ્લેન હોય ત્યારે નેકપીસ પહેરી શકાય જેથી નેકપીસ હાઇલાઇટ થાય અને હંમેશાં કૉન્ટ્રાસ્ટ કલરમાં નેકપીસની પસંદગી કરવી. તમારી બૉડી-ટાઇપ પ્રમાણે નેકપીસની લેન્ગ્થની પસંદગી કરવી. જો તમારું મૉડલ ફિગર હોય તો તમે બધી જ લેન્ગ્થના અનેક પીસ પહેરી શકો. જો તમારી સ્થૂળ કાયા હોય તો પાતળા અને લાંબા નેકપીસ પહેરવા. જો તમે

લાંબા-પાતળા હો તો તમે ચોકર ટાઇપ નેકપીસ પસંદ કરી શકો, જેમ કે જો તમે બ્લુ કલરનું પલાઝો પહેર્યું હોય અને એના પર વાઇટ પ્લેન લૉન્ગ કુરતી પહેરી હોય તો એની સાથે બ્લુ કલર સ્ટોનવાળો નેકપીસ સારો લાગી શકે. જો તમે લૉન્ગ એ-લાઇન સ્કર્ટ પહેર્યું હોય અને એની સાથે બૉડીહગિંગ ટી-શર્ટ પહેર્યું હોય તો એની સાથે લૉન્ગ વુડન કે કલર સ્ટોનવાળું નેકપીસ સારું લાગી શકે. નેકપીસની પસંદગી તમારી બૉડી-ટાઇપ પ્રમાણે તો કરવી જ પરંતુ તમે કેવાં કપડાં પહેર્યા છે એના પર વધારે આધાર રાખે છે.

ટિઆરા : ટિઆરા એટલે હેડ ઍક્સેસરી. ટિઆરા એટલે ૩ કે ૪ પાતળા વાયરને એકબીજામાં ટ્વિસ્ટ કરી એક સર્કલ બનાવવામાં આવે છે અને એના પર ડેકોરેશન કરવામાં આવે છે; જેમ કે અલગ-અલગ કલરનાં ફ્લાવર, પર્લ, ડાયમન્ડ, કલરફુલ બીડ્સ વગેરે. તમે ટિઆરા ડેઇલી ન પહેરી શકો, પરંતુ કોઈ ફંક્શનમાં પહેરાય; જેમ કે મેંદી સેલિબ્રશન હોય અને વધૂની બધી જ ફ્રેન્ડ્સ ટિઆરા પહેરે તો સારું લાગે કે કોઈ ગર્લ્સ નાઇટ આઉટ હોય તો પહેરી શકાય. ટિઆરા તમે કસ્ટમ મેડ પણ કરાવી શકો. એટલે કે તમારા આઉટફિટને અનુરૂપ પણ કરાવી શકો. ટિઆરા યુવતીઓથી લઈને મહિલા સુધી બધા જ પહેરી શકે. હવે તો કિટી પાર્ટીમાં પણ ટિઆરા પહેરે છે. ટિઆરા પહેરવા માટે એક પર્ફેક્ટ લુકની પણ જરૂર છે; જેમ કે ટિઆરા સૉફ્ટ કર્લ હેર સાથે વધારે સારા લાગે છે.

rishu

રિશુ ભટ્ટ

વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતી વીસ વર્ષની મીઠીબાઈ કૉલેજમાં ભણતી રિશુ ભટ્ટ કહે છે, ‘મને તૈયાર થવું બહુ જ ગમે છે અને મારી ઍક્સેસરી વગર મને ચાલતું નથી. જ્યારે કૉલેજ જવાનું હોય ત્યારે ડેનિમ સાથે હું સ્મૉલ ઈયર-રિંગ પહેરું છું અને જ્યારે કોઈ ફૅમિલી-ફંક્શન હોય કે ફેસ્ટિવલ-સેલિબ્રેશન હોય ત્યારે હું લૉન્ગ ઈયર-રિંગ પહેરવાનું પસંદ કરું છું. નેકપીસ હું મારા ડ્રેસને અનુરૂપ સિલેક્ટ કરું છું. મને બ્રેસલેટ વગર નથી ચાલતું. બ્રેસલેટ પહેરવાથી હાથ ખાલી નથી લાગતા અને આખા લુકમાં એક ઍડિશન થાય છે. બ્રેસલેટમાં પણ સિંગલ કડું પહેરવું વધારે ગમે છે. ટિઆરા તો મારા મોસ્ટ ફેવરિટ છે. ગર્લ્સ નાઇટ આઉટ કે બર્થ-ડે પાર્ટીમાં ટિઆરા પર્હેયા વગર મજા અધૂરી.’

heena

હીના કાપડિયા

તાડદેવમાં રહેતાં ૫૭ વર્ષનાં હીના કાપડિયા કહે છે, ‘તૈયાર થવું એ મારી એક પૅશન છે એમ કહી શકાય. તૈયાર થઈને સારું લાગવું એ એક સેલ્ફ-કાઉન્સેલિંગ જેવી વાત છે. પરંતુ  કયા આઉટફિટ સાથે કઈ ઍક્સેસરી સારી લાગશે એ બાબત આવડત માગી લે છે. મને ઍક્સેસરીનો ભરપૂર શોખ છે. હું રોજ જ મારી ઍક્સેસરી મારા આઉટફિટને અનુસાર બદલું છું. ઍક્સેસરી સિલેક્ટ કરવામાં કે પહેરવામાં નાની-નાની બાબતનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે જો તમે રાઉન્ડ નેકનો ડ્રેસ પહેર્યો હોય તો રાઉન્ડ શેપનો નેકપીસ પસંદ કરવો. જો વી શેપની નેકલાઇન હોય તો લાંબી ચેઇનમાં પેન્ડન્ટ હોય એવું પહેરવું. જો બોટ નેકલાઇન હોય તો સિમ્પલ અબોવ લાઇન નેકપીસ પહેરાય અથવા તો ઓન્લી લૉન્ગ ઝૂમકા. જો તમે પ્લેન સાડી કે ડ્રેસ પહેરવા માગતા હો તો એની સાથે હેવી અથવા કૉન્ટ્રાસ્ટ કલરની ઍક્સેસરી પહેરી શકાય અથવા તો તમારા આઉટફિટને અનુરૂપ લાઇટ ડાર્ક શેડની પસંદગી કરી શકાય.’

kunjan

કુંજન મોદી

અંધેરીમાં રહેતી ૧૭ વર્ષની ફ્પ્ કૉલેજમાં ભણતી મિસ ફ્પ્ ટાઇટલ જીતેલી કુંજન  મોદી કહે છે, ‘ડેનિમ પર હું અચૂક બ્રેસલેટ પહેરું છું. બ્રેસલેટના કલરની પસંદગી ટૉપના કલર પ્રમાણે કરું છું. જો ૩ કે ૪ બ્રેસલેટ પર્હેયા પછી વધારે પડતું લાગતું હોય તો હું નથી પહેરતી. વેસ્ટર્ન વેઅર પર હું સિલ્વર બ્રેસલેટ અથવા સિલ્વર નેકપીસ પહેરવાનું પસંદ કરું છું, જે પર્હેયા પછી સોબર લુક આપે છે. મને ઈયર-રિંગનો ખૂબ જ શોખ છે, પરંતુ એના સિલેક્શનમાં હું ખૂબ જ કાળજી રાખું છું; જેમ કે જ્યારે હું કોઈ ઇન્ડિયન વેઅર પહેરું છું ત્યારે જ હું લૉન્ગ બાલી પહેરવાનું પસંદ કરું છું બાકી ડેનિમ કે વેસ્ટર્ન વેઅર પર મીડિયમ લેન્ગ્થનાં ઈયર-રિંગ પહેરવાં ગમે છે.’

anjali

અંજલિ સચદે

મુલુંડ (વેસ્ટ)માં રહેતી ૩૫ વર્ષની અંજલિ સચદે કહે છે, ‘મને હટકે ઍક્સેસરી પહેરવી ખૂબ જ ગમે છે, જેમ કે વિન્ટેજ જ્વેલરી એટલે કે પિરિયોડિક જ્વેલરી. એટલે કે આમþપાલી જ્વેલરી અથવા તો ઑક્સિડાઇસ જ્વેલરી જે પર્હેયા પછી કંઈક અલગ જ લુક આવે છે. મને ક્રાઉડમાં ભળી જવું નથી ગમતું એટલે હું કુંદન અને મીનાકારી જ્વેલરી પહેરવાનું પસંદ કરું છું. જ્વેલરી જેટલી જૂની હોય એટલો જ એ અલગ, ઑથેન્ટિક અને એક યુનિક લુક આપે છે. એમ કહી શકાય કે મારા ડ્રેસિંગને મારી ઍક્સેસરીથી જ એક આગવો લુક મળે છે.’

hema

હેમા સંઘવી

વિલે પાર્લે (વેસ્ટ)માં રહેતાં ૪૬ વર્ષનાં હેમા સંઘવી કહે છે, ‘મને તો ઍક્સેસરીનો ખૂબ જ શોખ છે. જો એમ પૂછવામાં આવે કે સૌથી વધારે પહેરવું શું ગમે તો એ છે ઈયર-રિંગ.

deepika

અલગ-અલગ જાતનાં ઈયર-રિંગ પહેરવાથી લુક આખો ચેન્જ થઈ જાય છે. પરંતુ જો તમે નેકપીસ પહેરવાના હો તો એની સાથે ઈયર-રિંગનું સિલેક્શન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું, જેમ કે જો તમે તમારા ડ્રેસને અનુરૂપ લૉન્ગ નેકપીસ  પહેરવાના હો તો કાનમાં માત્ર સ્ટડ પહેરવા. જો પાતળી ચેઇન પહેરવામાં હો તો મીડિયમ સાઇઝનાં ઈયર-રિંગ સારાં લાગી શકે અને નેકપીસ જો ન પહેરવાના હો તો તમે લૉન્ગ ઈયર-રિંગ પહેરી શકો. ટ્રેડિશનલ ડ્રેસ સાથે હું ઝૂમકા, બાલી, લવિંગિયા કે પીકૉક શેપની ઈયર-રિંગ પહેરવાનું પસંદ કરું છું અને વેસ્ટર્ન વેઅરમાં હું ફિગર ઑફ ૮ની ડિઝાઇન કે જોમેટ્રિક ડિઝાઇન પહેરવાનું પસંદ કરું છું અથવા તો ડાયમન્ડ, રોઝ ગોલ્ડ કે રોડિયમનાં ઈયર-રિંગ પહેરી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK