લખનવી કે ચિકનકારી?

લખનવી અને ચિકનકારી એમ જુદાં-જુદાં નામોથી ઓળખાતા ડ્રેસનું નામ એક જ છે - લખનવી ચિકનકારી

ash

ખુશ્બૂ મુલાની ઠક્કર

લખનવી ચિકનકારી લખનઉનું બહુ જૂનું અને જાણીતું કામ છે. જેમ ઓલ્ડ ઇઝ ગોલ્ડ તેમ જ જેટલું જૂનું એટલું પ્રખ્યાત પણ. હજી પણ લખનવી ચિકનકારીને સમજનાર અને પહેરનાર આખો વર્ગ જ જુદો છે. લખનવી ચિકનકારી હૅન્ડવર્ક છે. હજી પણ લખનઉમાં આ કામ ઘર-ઘરની સ્ત્રીઓ કરે છે. આ કામ ખૂબ ટાઇમ-કન્ઝ્યુમિંગ છે એટલે જ ખૂબ મોંઘું પણ છે. આ કામ ખાસ કરીને કૉટન પર કરવામાં આવે છે, પરંતુ બદલાતા જમાના અને ફૅશન સાથે બધી જ જાતનાં ફૅબ્રિક પર કરવામાં આવે છે; જેમ કે કૉટન, વૉયલ, ઑલ ટાઇપ્સ ઑફ સિલ્ક, જ્યૉર્જેટ, શિફૉન વગેરે. અને એમાંથી અલગ-અલગ જાતનાં ગાર્મેન્ટ્સ બનાવવામાં આવે છે; જેમ કે સલવાર-કમીઝ, કુરતા, ટૉપ્સ, દુપટ્ટા, સ્કર્ટ, પૅન્ટ્સ અને મેન્સવેઅરમાં શર્ટ અને કુરતા-પાયજામા.

ખૂબી

લખનવી ચિકનકારીની ખૂબી એ છે કે એ હૅન્ડવર્ક છે અને એમાં કરવામાં આવેલું વર્ક હંમેશાં વાઇટ કલરના થ્રેડથી કરવામાં આવે છે અને આ વર્ક મોટે ભાગે વાઇટ અથવા પેસ્ટલ શેડના કૉટન પર કરવામાં આવે છે જે દેખાવમાં એકદમ સોબર લુક આપે છે. કૉટન પર કરવામાં આવ્યું હોવાથી સમરવેઅર માટે બેસ્ટ ઑપ્શન છે. થોડો ફૅશન પ્રમાણે ફેરફાર  પણ કરવામાં આવે છે; જેમ કે સેલ્ફ-વર્ક એટલે કે જો સી-ગ્રીન કલરનું કૉટન હોય તો એના પર સી-ગ્રીન કલરનું જ કામ કરવામાં આવે અને નેક અથવા ઘેરામાં એક કે બે શેડ ડાર્ક લઈ કામ કરવામાં આવે. લખનવી ચિકનકારીમાંથી લેડીઝ ગાર્મેન્ટ્સ તો બને જ છે અને સાથે-સાથે મેન્સવેઅર પણ એટલાં જ સુંદર બને છે.

સલવાર-કમીઝ

લખનવી સલવાર-કમીઝમાં બે ઑપ્શન છે, એક તો રેડીમેડ અને બીજો સૂટપીસ. જો તમે પ્રૉપર ફિટિંગવાળા ડ્રેસ પહેરવાના આગ્રહી હો તો સૂટપીસ લઈ સીવડાવવા જેથી જો કમીઝની નીચે તમારે સલવાર, ચૂડીદાર કે પૅન્ટ સીવડાવવું હોય તો થઈ શકે. રેડી સલવાર-કમીઝમાં જે પૅટર્ન અને સ્લીવ્ઝ આપી હોય એ જ પહેરવી પડે છે. રેડી લખનવી ડ્રેસ પહેરવો હોય તો ખાસ ધ્યાન રાખવું કે એમાં સ્લિપ પહેરવી જરૂરી છે, કારણ કે ડ્રેસમાં ફ્રન્ટ સાઇડ તો વર્કથી ભરેલી હોય છે; પરંતુ બૅક સાઇડ આખી પ્લેન હોય છે અને કૉટનમાં બનાવેલો હોવાથી ખૂબ પાતળો લાગે છે. એટલે સ્લિપ જરૂર પહેરવી. જો તમે સીવડાવવાના હો તો લાઇનિંગ જરૂર નાખવું જેથી એક ફિનિશ્ડ લુક આવે. આમ તો લખનવી ડ્રેસમાં કોઈ એક્સ્ટ્રા ડેકોરેશન એટલે કે લેસની કંઈ જરૂર હોતી નથી, પરંતુ જો તમને થોડી શાઇન જોઈતી હોય તો તમે બાદલા નખાવી શકો. જો તમે સૂટપીસ લેવાના હો તો તમારી પાસે ઑપ્શન છે કે કૉટન દુપટ્ટો લેવો કે ફ્લોઇ દુપટ્ટો લેવો.

ટૉપ્સ ઍન્ડ કુરતી

જો તમારે આખો લખનવી ડ્રેસ ન પહેરવો હોય તો તમે કુરતી અથવા ટૉપ્સ પહેરી શકો. કુરતીમાં બધી જ જાતની લેન્ગ્થ આવે છે. એટલે કે હિપ-લેન્ગ્થ, ની- લેન્ગ્થ. તમારી બૉડી-ટાઇપ પ્રમાણે તમે કુરતીની લેન્ગ્થ સિલેક્ટ કરી શકો. ડેનિમ સાથે શૉર્ટ લેન્ગ્થની કુરતી સારી લાગશે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ઍન્કલ-લેન્ગ્થ ડેનિમ સાથે લૉન્ગ લેન્ગ્થ કુરતી સારી લાગશે. હિપ-લેન્ગ્થની કુરતી અથવા લખનવી ટૉપ રેડી હોઝિયરી ધોતી સાથે પણ પહેરી શકાય. જો તમારું સુડોળ શરીર હોય તો તમે કુરતી અથવા ટૉપની અંદર બસ્ટિયર પહેરી શકો અથવા તો વાઇટ કલરની કુરતીની અંદર તમે પિન્ક અથવા બ્લુ કલરની બસ્ટિયર પહેરી શકો.

સ્કર્ટ્સ ઍન્ડ પલાઝો

લખનવીમાં મોટે ભાગે એ-લાઇન સ્કર્ટ અને ફ્લેરી એમ બન્ને પૅટર્ન આવે છે. જો તમારું સુડોળ શરીર હોય તો તમે ફ્લેરી સ્કર્ટ પહેરી શકો. એના પર સ્કર્ટને અનુરૂપ કોઈ પણ કૉન્ટ્રાસ્ટ કલરનું ટી-શર્ટ પહેરવું. જો તમારે એ-લાઇન સ્કર્ટ પહેરવું હોય તો તમે ની-લેન્ગ્થ અથવા ઍન્કલ-લેન્ગ્થ સિલેક્ટ કરી શકો. એની સાથે શર્ટ પહેરી ટક-ઇન કરી એક નવો લુક આપી શકાય. લખનવીના પ્લાઝો પણ સરસ લાગી શકે. પલાઝોમાં લાઇનિંગ જરૂર નાખવું. પલાઝો સાથે શૉર્ટ ટૉપ અથવા લૉન્ગ કુરતી એમ બન્ને  સારાં લાગી શકે. તમારી બૉડી-ટાઇપને અનુસાર કપડાં પહેરવાં.

ફ્લોઇ ફૅબ્રિક

લખનવી ચિકનકારી વર્ક કૉટન પર તો સારુંં લાગે જ છે, પરંતુ ફ્લોઇ ફૅબ્રિક પર પણ એટલું જ સુંદર લાગે છે. ફ્લોઇ ફૅબ્રિક એટલે જે ફૅબ્રિકનો પોતાનો ફૉલ હોય; જેમ કે શિફૉન, જ્યૉર્જેટ, ક્રેપ વગેરે. ફ્લોઇ ફૅબ્રિકમાં સાડી ખૂબ સુંદર લાગી શકે. સાડી જો લેવી હોય તો અલગ કલરમાં લેવી, જેમ કે ગોલ્ડ કલરની સાડી અને એના પર ગોલ્ડ કલરનું જ વર્ક અથવા તો સી-ગ્રીન સાડી અને એના પર સી-ગ્રીન કલરનું વર્ક.  ફ્લોઇ ફૅબ્રિકમાંથી કળીદાર અથવા ફ્લોર-લેન્ગ્થ ગાઉન પણ બનાવી શકાય. આ બધું જ ટ્રાય કરવા માટે ફૅશન-સેન્સ હોવી જરૂરી છે અને કૅરી કરવા માટે ભરપૂર કૉન્ફિડન્સ.

મેન્સવેઅર

મેન્સવેઅરમાં લખનવી ચિકનકારી કુરતા બહુ પ્રખ્યાત છે. વાઇટ કુરતા- પાયજામા એક ક્લાસી લુક આપે છે. કુરતા-પાયજામા આમ તો બધા જ પહેરી શકે, પરંતુ જેમનો મજબૂત બાંધો છે તેમના પર વધારે સારાં લાગી શકે. જો તમારી પાસે લખનવી ફૅબ્રિક હોય તો તમે કંઈક અલગ ટ્રાય કરવા માટે એમાંથી શર્ટ બનાવી શકો. શર્ટ તમે ડેનિમ સાથે પહેરી શકો. શર્ટ ફુલ સ્લીવ્ઝનું ન બનાવવું, પરંતુ શૉર્ટ સ્લીવ્ઝનું બનાવવું અને સ્લિમ ફિટ લુક આપવો.

srk

ચિકનકારી ઑન રૅમ્પ

અનુષ્કાએ જે ડ્રેસ પહેર્યો છે એમાં ટ્રેડિશનલ ચિકનકારી વર્ક સાથે ગ્લૅમરનો ટચ આપવામાં આવ્યો છે. આખો ઘાઘરો ન્યુડ શેડમાં છે અને એના પર વાઇટ કલરના થ્રેડથી વર્ક કરવામાં આવ્યું છે. આખા ઘાઘરામાં ચિકનકારી વર્ક તો છે જ, પરંતુ જ્યાં-જ્યાં નીચેના ફૅબ્રિકનો બેઝ દેખાય છે ત્યાં સીક્વન્સ નાખવામાં આવી છે; જેના લીધે શાઇન આવે છે. ઘાઘરાના બેઝમાં પાંચ ઇંચનો સીક્વન્સનો પટ્ટો આપવામાં આવ્યો છે અને ઘાઘરાની નીચે શિમર ફૅબ્રિકની પ્લીટ્સ આપવામાં આવી છે. ટૉપમાં ન્યુડ શેડમાં નેટ લઈ એના પર વર્ક કરવામાં આવ્યું છે અને ઇન્કટ આપવામાં આવ્યું છે. વર્ક માત્ર ચેસ્ટથી લઈને કમર સુધી કરવામાં આવ્યું છે. ક્લોઝ નેકલાઇન આપવામાં આવી છે અને ટૉપમાં જે વર્ક કરવામાં આવ્યું છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. ટૉપમાં સીક્વન્સનાં હૅન્ગિંગ લગાડવામાં આવ્યાં છે, જેને લીધે ગ્લૅમરસ લુક આવે છે. ચિકનકારીને એક અલગ લુક આપવામાં આવ્યો છે, પરંતુ એનાથી એની ઑથેન્ટિસિટી ઓછી નથી થતી.

શાહરુખે જે કુરતો પહેર્યો છે એ જ્યૉમેટ્રિક ડિઝાઇનમાં બનાવેલો છે. બ્લૅક કુરતા પર વાઇટ થ્રેડથી વર્ક કરવામાં આવ્યું છે અને વાઇટ સલવાર બ્લૅક કુરતાને કમ્પ્લીટ લુક આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK