કી-હોલ ડ્રેસ કે કુરતીની સુંદરતામાં વધારો કરે છે

તમારા ગાર્મેન્ટને બે ઇંચથી ૧૦ ઇંચની સાઇઝમાં અને મનગમતા શેપમાં કાપો અને જુઓ કમાલ: થોડીક સ્કિન દેખાડતી આ સ્ટાઇલ ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને આઉટફિટમાં સારી લાગે છે


western wear

વેસ્ટર્ન વેઅર કી-હોલ

ખુશ્બૂ મુલાની ઠક્કર

કી-હોલ ગાર્મેન્ટમાં અપાતી એક સ્ટાઇલ છે. કી-હોલ એટલે ડ્રેસમાં બે ઇંચથી લઈને આઠથી ૧૦ ઇંચ સુધી કોઈક શેપમાં ડ્રેસ કાપવામાં આવે છે જેની અંદરથી સ્કિન દેખાય છે. કી-હોલ ફ્રન્ટ, બૅક, સ્લીવ અને કમર પર સારા લાગી શકે અને કોઈ પણ ગાર્મેન્ટમાં આપી શકાય. કી-હોલની સાઇઝની પસંદગી બૉડી-ટાઇપ પ્રમાણે કરવી.

કુરતી : જો કુરતીમાં કોઈ પૅટર્ન ન આપવી હોય તો નેક પાસે કી-હોલ આપી શકાય. જેમ કે પ્લેન બ્લૅક કુરતીમાં રાઉન્ડ નેક અને પછી પાન શેપનો કી-હોલ અને કી-હોલની  આજુબાજુ મલ્ટિકલર જામેવારની બૉર્ડર સિમ્પલ અને એલિગન્ટ લુક આપી શકે. ગ્રીન કલરનો ડ્રેસ છે એમાં આમ તો ક્લોઝ નેકની પૅટર્ન છે, પરંતુ અલગ લુક આપવા માટે એમાં આઇ શેપમાં કી-હોલ આપવામાં આવ્યો છે અને એની આજુબાજુ મશીન એમ્બþૉઇડરી કરવામાં આવી છે. કી-હોલની સાઇઝ થોડી વધારે છે, પરંતુ વર્કના હિસાબે એ વધારે આકર્ષક લાગે છે અને કી-હોલને બાંધવા માટે દોરી આપી છે, જેમાં વર્કના કલરનાં ફૂમતાં આપવામાં આવ્યાં છે.

કી-હોલને હંમેશાં હાઇલાઇટ કરવું પડે છે, જેમ કે એની આજુબાજુ પટ્ટી કે બૉર્ડર્‍ર મૂકવી અથવા તો વર્ક કરાવવું જેને લીધે એનો શો સરસ આવે. ડ્રેસની સ્લીવ્ઝમાં પણ ઘણી વખત કી-હોલ આપવામાં આવે છે. શૉર્ટ સ્લીવ્ઝ, થ્રી-ફોર્થ કે પછી ફુલ સ્લીવ્ઝ ત્રણેત્રણ લેન્ગ્થમાં કી-હોલ સારા લાગે છે. શૉર્ટ સ્લીવ્ઝ મોટે ભાગે પાંચ કે છ ઇંચની હોય છે તો એમાં બે કે ત્રણ ઇંચનો કી-હોલ સારો લાગી શકે. થ્રી-ફોર્થ સ્લીવ્ઝ ૧૫ ઇંચની હોય છે. જો એમાં નીચેથી કી-હોલ આપવામાં આવશે તો એ એલ્બો પાસે નડશે. એથી એમાં એલ્બોની ઉપર  કી-હોલ આપી શકાય, જે પાંચ કે છ ઇંચનો રાખી શકાય અને ફુલ સ્લીવ્ઝમાં એલ્બો સુધી છથી ૮ ઇંચ સુધી આપી શકાય.

બૅક કી-હોલ : જો તમારે બૅક ઓપન ડ્રેસ ન પહેરવો હોય અને થોડામાં જ જો શો આપવો હોય તો તમે બૅક કી-હોલ કરાવી શકો. બૅક કી-હોલ કરાવવાથી બૅક ઓપનનો લુક તો આવે જ છે અને સાથે આખી બૅક ખુલ્લી નથી લાગતી. એમાં પણ બે ઇંચથી લઈ આઠથી ૧૦ ઇંચ સુધી અલગ-અલગ શેપમાં કી-હોલ આપવામાં આવે છે. જો ૬ ઇંચ કે ૮ ઇંચ સુધી કી-હોલ આપવામાં આવે  તો એ નૉર્મલ કહેવાય, પરંતુ જો ૬ ઇંચ કે ૮ ઇંચથી વધારે ડીપ આપવા માગતા હો તો તમારો ડ્રેસ પૅડેડ બનાવવો જેથી અંદરનાં કપડાં દેખાય નહીં અને વ્યવસ્થિત લુક આવે.

બ્લાઉઝ : ડિઝાઇનર બ્લાઉઝ કી-હોલ વગર અધૂરું છે. કી-હોલ બ્લાઉઝની શોભા વધારે છે. બ્લાઉઝમાં કી-હોલ નાની સાઇઝથી લઈને મોટી સાઇઝ સુધી કરી શકાય અને માત્ર સેન્ટરમાં જ નહીં, સાઇડ કે પછી ક્રૉસમાં કે નીચે પણ કરાવી શકાય. જો તમારે સાઇડમાં કી-હોલ કરાવવો હોય તો બ્લાઉઝમાં પૅટર્ન આપતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે સાડી કઈ સ્ટાઇલમાં પહેરવાના છો. એટલે કે તમારો સાડીનો છેડો કયા શોલ્ડર પર આવશે. જો તમે લેફ્ટ સાઇડ પર કી-હોલ કરાવશો અને તમે ભૂલથી બંગાળી સ્ટાઇલમાં સાડી પહેરશો તો કી-હોલ છુપાઈ જશે અને પૅટર્નનો લુક નહીં આવે. જો તમારી સાડી બન્ને રીતે એટલે કે ગુજરાતી સ્ટાઇલ અને બંગાળી સ્ટાઇલમાં પહેરી શકાય એવી હોય તો સેન્ટરમાં કી-હોલ કરાવવો જેથી બ્લાઉઝની પૅટર્ન જળવાઈ રહે. બ્લાઉઝમાં કી-હોલની પસંદગી બૉડી-ટાઇપને અનુસાર કરવી. જો તમારી સ્થૂળ કાયા હોય તો કી-હોલનો આગ્રહ રાખવો નહીં.

વેસ્ટર્ન વેઅર : વેસ્ટર્ન વેઅર કી-હોલ વગર અધૂરા છે એમ કહી શકાય. ટૉપ કહો કે લૉન્ગ ગાઉન કહો, કી-હોલથી ડ્રેસની શોભા વધે છે. વેસ્ટર્ન વેઅરમાં કી-હોલ ખાસ કરીને શોલ્ડરથી લઈ સ્લીવ સુધી આપવામાં આવે છે અથવા તો ગાઉન હોય તો એમાં નેકમાં અથવા કમર પર આપવામાં આવે છે. વેસ્ટર્ન ડ્રેસ મોટા ભાગે સ્ટ્રેચેબલ ફૅબ્રિકમાંથી બનાવવામાં આવે છે. જ્યારે ડ્રેસ જોવામાં આવે છે ત્યારે કી-હોલ બહુ નાનો લાગે છે, પરંતુ જ્યારે પહેરીએ ત્યારે એ બૉડીનો શેપ લઈ લે છે. એટલે જો તમારુંં સ્થૂળ શરીર હોય તો આવા ડ્રેસ પહેરવા ટાળવા, નહીં તો નહીં દેખાડવાની ચરબી દેખાશે અને અવ્યવસ્થિત લાગશે. જ્યારે ટૉપ્સમાં શોલ્ડરથી લઈ એલ્બો સુધી કી-હોલ આપવામાં આવે છે ત્યારે  શોલ્ડરનો ભાગ હાઇલાઇટ થાય છે. આવાં ટૉપ્સ ભરેલી યુવતીઓ પર વધારે સારાં લાગે છે. પાતળી યુવતી જો પહેરશે તો કી-હોલનો લુક નહીં આવે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK