નોરતાં જીન્સમાં પણ માણી શકાય

નવરાત્રિને હવે ઝાઝા દિવસો નથી ત્યારે જાણી લો એના ફૅશન-ફન્ડા

jeans


ખુશ્બૂ મુલાની ઠક્કર

જે ખેલૈયાઓ છે તેમના તો નવ દિવસના નવ ડ્રેસ રેડી થઈ જાય છે, પરંતુ જે માત્ર અને માત્ર નવરાત્રિ માણવા જાય છે તેઓ તો જીન્સમાં પણ ઘાઘરા પર્હેયાનો સંતોષ માને છે.

જીન્સ અને કુરતી


જો તમારી પાસે જીન્સ અને બે કે ત્રણ ટ્રેડિશનલ કુરતી છે તો તમે એને કંઈક જુદી રીતે પહેરી એમાં થોડું મિક્સ ઍન મૅચ કરી નવરાત્રિ માટે એક પર્ફેક્ટ લુક આપી શકો. જેમ કે લાઇટ બ્લુ જીન્સ સાથે બ્લૅક શૉર્ટ કુરતી. એની સાથે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી. જ્વેલરીમાં પણ ઘણુંબધું પહેરવાની જરૂર નથી, માત્ર એક લૉન્ગ સ્ટેટમેન્ટ નેકલેસ સારો લાગશે અથવા લૉન્ગ ઇઅર-રિંગ્સ. હાથમાં તમે કડું પણ પહેરી શકો અથવા એક જ હાથમાં ઘણીબધી બૅન્ગલ્સ સારી લાગી શકે. અને પગમાં મોજડી એક અલગ લુક આપી શકે. કુરતીમાં તો ઘણી વરાઇટી આવે છે. કૉટન છીંટની કુરતી સાથે મિરરવર્ક સારું લાગી શકે. અથવા કલમકારી પ્રિન્ટની કુરતી પહેરવી જેમાં પ્રિન્ટ જ એટલી સુંદર હોય છે કે કંઈ કરાવવાની જરૂર પડતી નથી. સિન્થેટિક કુરતી પહેરવાનું ટાળવું. એમાં ખૂબ જ ગરમી થશે.

જીન્સ અને કાપડું

 જો કંઈક હટકે ટ્રાય કરવું છે તો જીન્સ સાથે કાપડું પહેરી શકાય. કાપડું એટલે પ્યૉર કચ્છી વર્કવાળું બ્લાઉઝ, જે બૅકલેસ હોય છે. એમાં થ્રી-ફોર્થ સ્લીવ્ઝ પણ આવે છે અને શૉર્ટ સ્લીવ્ઝ પણ આવે છે. ટૉપમાં એટલું સુંદર કચ્છી વર્ક કરવામાં આવેલું હોય છે કે તમારે એમાં કોઈ નેકલેસ પહેરવાની જરૂર નથી હોતી અને જો પહેરવો જ હોય તો ચોકર પહેરી શકો. હાથમાં બૅન્ગલ્સ અથવા કડું. બેલ્ટને બદલે તમે ફૂમતાં અને મિરરવાળી દોરી પહેરી શકો અને લેફ્ટ સાઇડમાં બાંધી એક કલરફુલ લટકણનો લુક આપી શકો. આ લુક સાથે સૉફ્ટ કલ્ર્સ સારા લાગશે.

જીન્સ અને જૅકેટ

જીન્સ સાથે કોઈ પણ બ્રાઇટ કલરની પ્લેન કુરતી લેવી જેની લેન્ગ્થ ફુલ-લેન્ગ્થ પણ ચાલશે અને ની-લેન્ગ્થ પણ ચાલશે. એની સાથે કચ્છી વર્કવાળું જૅકેટ પહેરવું. પ્લેન કુરતી સાથે જૅકેટનો લુક વધારે સારો આવશે. અને જો તમારી કુરતી પ્રિન્ટેડ છે તો પ્રિન્ટની પસંદગી એવી રીતે કરવી જે જૅકેટ સાથે બરાબર મૅચ થાય. જો તમારી પ્રિન્ટ બહુ બોલ્ડ હશે તો જૅકેટનો લુક નહીં આવે. જો તમારી પાસે કચ્છી વર્કવાળું જૅકેટ ન હોય તો તમે કૉટન ફૅબ્રિક લઈ એમાં મિક્સ ઍન મૅચ કરી મિરરવર્કની બૉર્ડર મૂકી ટ્રેડિશનલ લુક આપી શકો અથવા તો લેમન યલો કે પૅરટ ગ્રીન કલરનું જૅકેટ અને એમાં મલ્ટિ-કલર બૉર્ડર તમને એટલા ક્રાઉડમાં એક અનોખો લુક આપશે.

જીન્સ અને કેડિયું

કેડિયું એટલે પુરુષો જે પહેરે તે. એમાં નીચે ચોરણી પહેરવામાં આવે છે. કેડિયા સ્ટાઇલની  કુરતી તો ઘણી જોઈ. કેડિયા સ્ટાઇલને બીજી રીતે જોઈએ તો જેની પૅટર્ન ઓવરલેપિંગ હોય છે. ઓવરલેપિંગ લૉન્ગ કેડિયા સ્ટાઇલ કુરતી મોટા ભાગે એ-લાઇન હોય છે. કંઈક હટકે ટ્રાય કરવા માટે જીન્સ પર ખરેખર કેડિયા સ્ટાઇલનું જ ટૉપ પહેરી શકાય. કેડિયાને બરાબર સમજવું હોય તો જેમાં ઉપર ૬ કે ૮ ઇંચનો યોક હોય છે અને નીચે ખૂબ ઘેર હોય છે. આ સ્ટાઇલ પહેરવા માટે એક પર્ફેક્ટ પર્સનાલિટીની જરૂર હોય છે. જો તમે આ સ્ટાઇલ કૅરી ન કરી શકતા હો તો ન પહેરવી. આમાં ઘણું મિક્સ ઍન મૅચ કરી શકાય. ક્રશનું ફૅબ્રિક ઘેરમાં વાપરવું. ઉપર યોકમાં કૉટન પ્રિન્ટનું મિક્સ ઍન મૅચ કરી શકાય. જામેવારની બૉર્ડર સાથે  મિરરવર્કની બૉર્ડરનો પણ ટચ આપી શકાય.

ધ્યાન રાખો

મેન્સ વેઅર માટે જીન્સ સાથે પ્યૉર હૅન્ડલૂમની કુરતી તો સારી લાગે જ છે, પરંતુ કંઈક અલગ ટ્રાય કરવું હોય તો જીન્સ સાથે બાંધણી અથવા લહેરિયાનું શર્ટ સારું લાગી શકે.

બૅકલેસ પહેરતાં પહેલાં બૅકને પૉલિશિંગ કરાવવાનું ભૂલવું નહીં.

જો તમને બૅકલેસ ન પહેરવું હોય તો એની અંદર સ્પૅઘેટી પહેરી શકો.

જો તમારા ઑક્સિડાઇઝ્ડ દાગીનાને કાટ લાગી ગયો હોય તો ન પહેરવા અને જો કાળા પડી ગયા હોય તો એને સાબુથી ધોઈ ચકચકિત કરી દેવા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK