ઇટ્સ ઑલ અબાઉટ કુરતી

પહેલાં માત્ર એ-લાઇન કુરતી જ આવતી; પરંતુ હવે ઘણા પ્રકાર આવે છે જેમ કે લૉન્ગ સ્ટ્રેટ કુરતી, ડબલ લેયર, ટ્રેલ કટ, અંગરખા, અનારકલી, ઇન્ડો-વેસ્ટર્ન, ફ્લોર લેન્ગ્થ, કફતાન સ્ટાઇલ વગેરે...


ખુશ્બૂ મુલાની ઠક્કર

પહેલાં માત્ર ઘરમાં રહેતી મહિલા જ કુરતી પહેરવાનું પસંદ કરતી, પરંતુ હવે કુરતીમાં એટલી નવી-નવી સ્ટાઇલ આવે છે કે કૉલેજ જતી યુવતીઓથી લઈને ઑફિસ વેઅર માટે કે પછી કોઈ પાર્ટી માટે બધી જ સ્ટાઇલની કુરતી મળે છે. શરત માત્ર એટલી કે કઈ જગ્યાએ કેવી સ્ટાઇલની કુરતી પહેરવી એની ફૅશન સેન્સ હોવી જરૂરી છે.

parineeti

ટ્રેલ કટ

ટ્રેલ કટ કુરતી એટલે જે કુરતીની પાછળની લેન્ગ્થ આગળની લેન્ગ્થ કરતાં વધારે હોય અથવા તો સાઇડની લેન્ગ્થ વધારે હોય એને ટ્રેલ કટ કુરતી કહેવાય. આ કુરતીની નીચે ખાસ કરીને લેગિંગ્સ કે જેગિંગ્સ પહેરવું અને પગમાં હીલ્સ પહેરવી, જેથી પૅટર્ન દેખાય. આવી કુરતી લાંબી યુવતીઓ પર સારી લાગશે, જેથી આખી કુરતીનો લુક આવે. ટ્રેલ કટવાળી કુરતીની લેન્ગ્થ જો થ્રી-ફોર્થ હોય તો તમે એને ડ્રેસની જેમ પણ પહેરી શકો. પલાઝો સાથે પણ થ્રી-ફોર્થ લેન્ગ્થની ટ્રેલ કટવાળી કુરતી સારી લાગી શકે. કંઈક અલગ ટ્રાય કરવા માટે આ કુરતી સાથે જૅકેટ પણ ટ્રાય કરી શકાય. ટ્રેલ કટવાળી કુરતી થીમ પાર્ટીમાં સારી લાગી શકે, જેમ કે કોઈ બર્થ-ડે પાર્ટી હોય કે કિટી પાર્ટી વગેરે.

અનારકલી

અનારકલી સ્ટાઇલ એટલે લૉન્ગ ઘેરવાળો ડ્રેસ. અનારકલી સ્ટાઇલવાળી કુરતી ખૂબ જ એલિગન્ટ લુક આપે છે. અનારકલી એ-લાઇન ઘેરામાં પણ બનાવી શકાય અને કળી જૉઇન કરીને પણ બનાવી શકાય. મોટે ભાગે જો કળી જૉઇન કરીને બનાવીએ તો વધારે ગ્રેસફુલ લાગે છે. આ પૅટર્ન કોઈ પણ ઉંમરની સ્ત્રી પહેરી શકે છે. માત્ર શરીરના બાંધાને અનુરૂપ ઘેરાની અને લેન્ગ્થની પસંદગી કરવી. આમ તો અનારકલી સ્ટાઇલ લાંબી યુવતીઓ પર વધારે સારી લાગે છે. અનારકલી કુરતીમાં યોક પણ આવે છે. જો તમારું સ્થૂળ શરીર હોય તો અનારકલી કુરતીમાં યોકવાળી પૅટર્ન પસંદ ન કરવી. યોકના લીધે બસ્ટ વધારે હેવી લાગે છે. જો તમારું શરીર સુડોળ હોય તો તમે યોકવાળી અથવા નેકલાઇનથી જ કળી ચાલુ થતી હોય એવી કુરતી પહેરી શકો. અનારકલીમાં પહેલાં શૉર્ટ લેન્ગ્થ પણ આવતી હતી. જેમ-જેમ ફૅશન બદલાતી ગઈ તેમ એની લેન્ગ્થમાં પણ બદલાવ આવતો ગયો જેમ કે ની-લેન્ગ્થ, કાફ લેન્ગ્થ અને ફુલ લેન્ગ્થ. અનારકલી પૅટર્ન કૉટન, સિલ્ક, નેટ અને સિન્થેટિક એમ બધી જ ટાઇપના ફૅબ્રિકમાં સારી લાગે છે. પ્લેન ફૅબ્રિક હોય કે એમ્બ્રોઇડર્ડ ફૅબ્રિક હોય, અનારકલી પૅટર્ન બધી ટાઇપના ફૅબ્રિક પર ઊઠીને આવે છે. અનારકલી કુરતી સાથે હાઈ હીલ્સ સારી લાગે છે. અનારકલી કુરતી સાથે ચૂડીદાર સારાં લાગે છે, પરંતુ જો તમારે કંઈક હટકે ટ્રાય કરવું હોય તો તમે પલાઝો સાથે પહેરી શકો.

કહીૂગ

ફ્લોર લેન્ગ્થ

ફ્લોર લેન્ગ્થ કુરતી એટલે જે કુરતીની લેન્ગ્થ ફ્લોર સુધી હોય. દેખાવમાં આ ગાઉન જેવાં લાગે છે અને મોટા ભાગે ફૉર્મલ લુક આપે છે. ફૉર્મલ ફ્લોર લેન્ગ્થ કુરતી સિલ્ક, નેટ  અથવા પ્યૉર શિફોન કે જ્યૉર્જેટમાં બનાવવામાં આવે છે. કૅઝ્યુઅલ લુકમાં પણ હવે ફ્લોર લેન્ગ્થ કુરતી બને છે. એમાં ખાસ કરીને ફૅબ્રિકનું મિક્સ ઍન્ડ મૅચ કરવામાં આવે છે. આવી કુરતી સિંગલ ફૅબ્રિકમાં પણ બને છે અને ડબલ ફૅબ્રિકમાં પણ બનાવવામાં આવે છે. લાંબી યુવતીઓ પર આ પૅટર્ન વધારે સારી લાગે છે. કૅઝ્યુઅલમાં ખાસ કરીને પ્રિન્ટ સિલેક્શનમાં ધ્યાન રાખવું અને ફૉર્મલમાં કેવું વર્ક છે એના પર ધ્યાન આપવું. જો તમને વર્કવાળો ફ્લોર લેન્ગ્થ ગાઉન ન પહેરવો હોય તો નેટના ફૅબ્રિક પર તૈયાર વર્ક આવે છે એ પહેરી શકાય. આવાં ગાઉન સાથે મિનિમલ જ્વેલરીનો લુક અપનાવવો. 

ડબલ લેયર કુરતી


ડબલ લેયર કુરતી એટલે જેમાં બે લેયર હોય એટલે કે બે કુરતી, જે શોલ્ડરથી એકસાથે જૉઇન થયેલી હોય. ઉપરનું લેયર હોય એનું સ્ટાઇલિંગ અલગ-અલગ હોય છે. જેમ કે ઘણી કુરતીમાં નીચેનું ફૅબ્રિક પ્રિન્ટેડ કૉટન હોય તો ઉપરનું ફૅબ્રિક પ્લેન સિન્થેટિક હોય કે જે કૉન્ટ્રાસ્ટ કલરમાં હોય અને ટ્રાન્સપરન્ટ પણ હોય. જે બે લેયર હોય એની લેન્ગ્થ એકસરખી હોય એ જરૂરી નથી. મોટા ભાગે લેન્ગ્થ ઉપર-નીચે હોય છે, જેથી પૅટર્ન દેખાય. ડબલ લેયર કુરતી તમે લેગિંગ, જેગિંગ્સ કે પલાઝો સાથે તો પહેરી જ શકો છો પરંતુ એ-લાઇન સ્કર્ટ સાથે પણ એટલી જ સુંદર લાગશે. બૉડીટાઇપને આધારે ડબલ લેયર કુરતીનું સિલેક્શન કરવું, જેમ કે ઘણી કુરતીમાં ઉપરનું લેયર હોય છે એને સાઇડથી ઓપનિંગ આપવામાં આવ્યું હોય છે. જો તમારી કમરનો ઘેરાવો થોડો વધારે હશે તો ઉપરનું લેયર ઊડતું રહેશે અને પૅટર્ન દેખાશે નહીં. આવી કુરતી કૅઝ્યુઅલ, સેમી-ફૉર્મલ અને ફૉર્મલ બધા જ લુકમાં મળે છે. જે સ્થૂળ કાયા ધરાવે છે તેમણે સાઇડ ઓપનિંગવાળી ડબલ લેયરવાળી કુરતી ન પહેરવી. જેમની હાઇટ ઓછી છે તેમણે લેયરિંગમાં બહુ ડિસ્ટન્સ હોય એવી કુરતી ન પહેરવી. એના લીધે હાઇટ કટ થશે અને વધારે બટકા લાગશે.

લૉન્ગ સ્ટ્રેટ કુરતી

લૉન્ગ સ્ટ્રેટ કુરતી એટલે જેની લેન્ગ્થ મોટા ભાગે ઍન્કલ સુધી અથવા ઍન્કલથી થોડી ઉપર હોય. આવી કુરતી સિન્થેટિક ફૅબ્રિકમાં વધારે સારી લાગે છે, કેમ કે કુરતીનો ફૉલ સારો આવે. લૉન્ગ સ્ટ્રેટ કુરતી લેગિંગ, જેગિંગ કે ડેનિમ સાથે પહેરી શકાય. જો તમારું સુડોળ શરીર હોય તો તમે સિન્થેટિક ફૅબ્રિકની કુરતી કરાવી શકો, જેમાં માત્ર બસ્ટલાઇન સુધી લાઇનિંગ નાખવું જેથી નીચેનો ભાગ ટ્રાન્સપરન્ટ લાગે અથવા તો લૉન્ગ કુરતીમાં તમે સ્લીવ્સનું વેરિએશન આપી શકો. જે યુવતી લાંબીપાતળી છે તેને આ સ્ટાઇલની કુરતી વધારે સારી લાગી શકે. આવી કુરતી સાથે પગમાં કોલ્હાપુરી ચંપલ થવા તો મોજડી સારી લાગશે. મિનિમલ જ્વેલરી સાથે આ કુરતી એલિગન્ટ લુક આપશે.

કહીૂગે

અંગરખા સ્ટાઇલ

અંગરખા સ્ટાઇલ એટલે ફૅબ્રિકને ઓવરલેપ કરવામાં આવે છે અને એને સાઇડ ઓપનિંગ આપવામાં આવે છે. આ સ્ટાઇલ બહુ જૂની અને ક્લાસિક છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન લાગતી નથી અને થતી પણ નથી. અંગરખા અથવા ઓવરલેપિંગ નામે ઓળખાતી આ કુરતીમાં ઘણાં વેરિએશન કરી શકાય, જેમ કે ઓવરલેપિંગની માત્ર પૅટર્ન જ કરવી અને જે બે ભાગ પડે એમાં અલગ-અલગ ફૅબ્રિક વાપરવાં. જે બે ભાગ પડે છે એને હાઇલાઇટ કરવા માટે કૉન્ટ્રાસ્ટ બટન અથવા દોરી સાથે લટકણનો ઉપયોગ કરી શકાય. આ પૅટર્ન બધા જ પ્રકારની કુરતી સાથે સારી લાગે છે. અંગરખા સ્ટાઇલ યોકવાળી કુરતીમાં પણ સારી લાગે એટલે કે માત્ર યોકની ઉપર એટલે કે ચેસ્ટ પર ઓવરલેપિંગ ઇફેક્ટ આપવામાં આવે છે અને યોકની નીચે એ-લાઇન કે ફ્લેરવાળી પૅટર્ન કરવામાં આવે છે. અંગરખા ઇફેક્ટ બધી જ લેન્ગ્થની કુરતી પર સારી લાગે છે જેમ કે હિપ લેન્ગ્થ, ની-લેન્ગ્થ, કાફ લેન્ગ્થ કે પછી ફુલ લેન્ગ્થ.

ઇન્ડો-વેસ્ટર્ન


ઇન્ડો-વેસ્ટર્ન કુરતી એટલે જે ઇન્ડિયન કુરતીમાં સ્ટાઇલિંગ વાઇઝ થોડો વેસ્ટર્ન લુક આપે. ઇન્ડો-વેસ્ટર્ન કુરતી મોટે ભાગે સિન્થેટિક ફૅબ્રિકમાં હોય છે અથવા તો લિનનમાં. જેમ કે  સિન્થેટિક ફૅબ્રિકમાં ક્લોઝ નેકની કુરતી હોય, પરંતુ એની હેમલાઇન એસિમેટ્રિકલ હોય. ટ્રાન્સપરન્ટ ફૅબ્રિકની કુરતીમાં માત્ર બસ્ટલાઇનમાં જ લાઇનિંગ નાખવામાં આવ્યું હોય અથવા તો લિનનની ઇન્કટવાળી કુરતી સાથે સિગાર પૅન્ટ પહેર્યું હોય. પ્યૉર શિફોનની હિપ-લેન્ગ્થ કુરતીમાં ફ્રન્ટ ઓપન આપવું. થ્રી-ફોર્થ સ્લીવ્સ આપવી અને નીચે સ્ટિચ્ડ ધોતી પહેરવી. ઇન્ડો-વેસ્ટર્ન મોટે ભાગે કોઈ પણ એક ઇન્ડિયન ક્લોથ સાથે વેસ્ટર્ન આઉટફિટનું મિક્સ-મૅચ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK