ઇન્ડિયન વેઅરની બદલાતી તસવીર

અત્યારે ટિપિકલ સલવાર અને સાદા સિમ્પલ કુરતાને બદલે માર્કેટમાં ઘણી વરાઇટીઓ આવી છે જે તમારું મન મોહી લેશે

indian wear



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા


આપણને બધાને કુરતા અને પાયજામા પહેરવાનું બહુ ગમે છે. નાનાં હતાં ત્યારે હંમેશાં મમ્મીને કુરતા અને પાયજામા લેવા માટે જબરદસ્તી કરતાં. રમતાં હોઈએ ત્યારે પણ મોટી બહેન કે મમ્મીના ડ્રેસના દુપટ્ટા વગર આપણું રમવાનું અધૂરું કહેવાતું. પણ હવે આ દુપટ્ટો અમુક ડ્રેસ સાથે જ પહેરવામાં આવે છે અને અમુક ઓકેઝનમાં જ. કેમ કે હવે કુરતા અને પાયજામાની એટલી વરાઇટીઓ નીકળી છે કે એ દુપટ્ટા વગર જ તમને એલિગન્ટ લુક આપે છે. એ સાદાં સિમ્પલ કુરતા અને એ જ ચૂડીદાર અને પાયજામાની જગ્યા પર હવે ફ્યુઝન સ્ટાઇલમાં તમને કુરતા અને પાયજામા જોવા મળે છે. ઇન્ડિયન વેઅરના આ બદલાવ વિશે જણાવતાં ફૅશન-ડિઝાઇનર શ્રુતિ સંચેતી કહે છે, ‘ઇન્ડિયન વેઅરમાં અત્યારે ફ્યુઝન-ડ્રેસિંગનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ અત્યારે બધા અપનાવી રહ્યા છે. ફ્યુઝનનું સ્ટાઇલિંગ ભલે ઇન્ડિયન હોય, પણ એનો લુક ગ્લોબલ છે. ઇન્ડિયન વેઅરમાં પણ બહુ બધું વેસ્ટર્નાઇઝ થવા લાગ્યું છે.’

બીજી બાજુ લોકોને હંમેશાં બદલાવ જોઈતો હોય છે. એનું એ પહેરીને લોકો કંટાળી ગયા છે. બધાને ભીડમાં પણ દેખાવું છે, જેના કારણે લોકો રોજ કંઈ ને કંઈ નવું અપનાવવા માટે તૈયાર હોય છે.

ફૅશન-ડિઝાઇનર સુષમા આશર કહે છે, ‘કુરતા અને પાયજામા તમને રિચ લુક આપે છે. તમને એક ડિગ્નિફાઇડ લુક આપે છે. આપણો ભારત દેશ હજી એટલો ફૉર્વર્ડ નથી એટલે અહીં બધા એવું પહેરવાનું પસંદ કરે છે જે ટ્રેન્ડી દેખાય અને કન્ઝર્વેટિવ પણ લાગે.’

કુરતી

પહેલાં કુરતીમાં સ્ટ્રેટ કટની કુરતીઓ જ આવતી. એ પછી કુરતીમાં અનારકલીની ફૅશન આવી જે હજી પણ છે. એ સિવાય કુરતીમાં હવે ઘણી વરાઇટીઓ જોવા મળી રહી છે જે ટીનેજરથી લઈને મોટી ઉંમરની મહિલાઓના વૉર્ડર્‍રોબમાં ખાસ સ્થાન ધરાવે છે. ફૅશન-ડિઝાઇનર શ્રુતિ સંચેતી કહે છે, ‘હવે લોકોને ટિપિકલ ઇન્ડિયન વેઅર પહેરવાં ગમતાં નથી. બીજું, હવે પ્રસંગો ઊજવવામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. એટલે એના પ્રમાણે હવે ફૅશનમાં પણ ઘણા બદલાવ આવવા લાગ્યા છે. હવે કુરતીઓ ટૂ-ઇન-વન આવવા લાગી છે જે તમને વેસ્ટર્ન લુક પણ આપે છે અને સાથે ભારતીય સંસ્કૃતિને પણ ઉજાગર કરે છે. કુરતીમાં સી-કટ કુરતી, જૅકેટ સ્ટાઇલ કુરતી, એસિમેટ્રિક કુરતી, ધોતી સ્ટાઇલ કુરતી અત્યારે બહુ ઇન છે. આ સિવાય ટેલ-કટ કુરતી, હાઈ-લો કુરતી, ટ્યુલિપ કુરતી, ઓવરલે કુરતી, સિલ્ટ કુરતી તમને ફ્યુઝન લુક આપે છે.’

બૉટમ

વિવિધ સ્ટાઇલની આપણે કુરતીઓ જોઈ, પણ આ બધી કુરતીઓ બૉટમ વગર અધૂરી છે. આટલી સ્ટાઇલિશ કુરતી પર્હેયા પછી બૉટમમાં પણ કંઈ સ્ટાઇલિશ હોવું જોઈએને. તો આવો જાણીએ કે હવે બૉટમમાં શું નવું અને સ્ટાઇલિશ છે. ફૅશન-ડિઝાઇનર સુષમા આશર કહે છે, ‘આજકાલ બૉટમમાં તમને ઘણી વરાઇટીઓ જોવા મળે છે. હવે સલવાર અને ચૂડીદારના બદલે મહિલાઓ નવી-નવી સ્ટાઇલિશ બૉટમ પહેરવાનું પસંદ કરે છે જે તમને સ્માર્ટ સાથે સૉફિસ્ટિકેટેડ લુક પણ આપે છે. બૉટમમાં અત્યારે લેગિંગ્સ સિવાય ધોતી પૅન્ટ, હેરમ, પ્લાઝો બહુ ઇન છે જે તમને ફ્યુઝન લુક આપે છે. આ સિવાય તમને જો એકદમ ઇન્ડિયન લુક જોઈતો હોય તો અલીગઢી સલવાર, પટિયાલા સલવાર, અલાદ્દીન સલવાર પણ ટ્રાય કરી શકો છો. પલાઝોમાં પણ તમને ઘણી વરાઇટીઓ જોવા મળે છે. જેમ કે સક્યુર્લર પલાઝો, જેમાં અમ્બ્રેલા કટ હોય છે જે દૂરથી ઘાઘરા જેવો લુક આપે છે. કલીવાળા પલાઝો પણ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે જે તમને સ્કર્ટ જેવો લુક આપે છે. આ સિવાય સિગારેટ પૅન્ટ, ધોતી પૅન્ટ સલવાર, પટિયાલા સલવાર, અલીગઢી સલવાર (સેમી પટિયાલા), હેરમ પૅન્ટ, વાઇલ્ડ લેગ પૅન્ટ પણ અત્યારે ઇન છે.’

પહેલાં એક પ્લેન અને એક ડિઝાઇનર પહેરવામાં આવતું, પણ હવે એવું છે જ નહીં. હવે બધું પ્રિન્ટેડ અને મિક્સ-મૅચ કરીને પહેરાય છે.

પહેલાં બૉટમ હંમેશાં કુરતા જોઈને પહેરતા, પણ હવે એવું નથી. હવે લોકો લૉન્ગ કુરતી સાથે પણ પલાઝો પહેરે છે અને શૉર્ટ કુરતી સાથે સિગારેટ પૅન્ટ પહેરે છે. હવે એવો કોઈ રૂલ નથી કે આ કુરતી સાથે આ જ પહેરવું જોઈએ. સ્ટ્રેટ કુરતીને તમે ધોતી પૅન્ટ અથવા પટિયાલા સાથે પહેરી શકો છો. એ સિવાય લૉન્ગ કુરતાને તમે પલાઝો અથવા સિગારેટ પૅન્ટ પણ સાથે પણ ટ્રાય કરી શકો છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK