સદાબહાર ઇકત

આ ડાઇંગની પ્રક્રિયા ખૂબ લાંબી અને કૉમ્પ્લીકેટેડ છે. ઇકત પ્યૉર કૉટન છે એથી પહેરવામાં ડિઝાઇન પ્રમાણે ખૂબ સુંદર લાગે છે

ikat

ખુશ્બૂ મુલાની ઠક્કર

ઇકત એવું ફૅબ્રિક છે જે ક્યારેય આઉટ ઑફ ફૅશન થતું નથી. પરંતુ પહેરવા માટે એક ચોક્કસ ચૉઇસ હોવી જોઈએ. ઇકતમાંથી લૉન્ગ ટૉપ્સ, ટૉપ્સ, સ્કર્ટ્સ, દુપટ્ટા, ડ્રેસ, બૅગ્સ, બેડશીટ અને બીજી ડેકોરેટિવ આઇટમ્સ બનાવી શકાય.

સ્કર્ટ

ઇકતનાં સ્કટ્ર્સ બહુ ઓછા સ્ર્ટોસમાં મળે છે. મોટે ભાગે મેક ટુ ઑર્ડર બનાવવામાં આવે છે. ઇકતનાં એ-લાઇન સ્કર્ટ સારાં લાગે છે. કંઈક અલગ ટ્રાય કરવા માટે ટ્રેલ સ્કર્ટ પણ બનાવી શકાય. જો તમારું સુડોળ શરીર હોય તો તમે બૉક્સ પ્લીટવાળું શૉર્ટ સ્કર્ટ પહેરી શકો અથવા તો ની-લેન્ગ્થનું ફિટેડ સ્કર્ટ બનાવી શકાય. ફિટેડ સ્કર્ટની લેન્ગ્થ તમારી બૉડીટાઇપ પ્રમાણે રાખી શકો. ઇકત ફૅબ્રિકની ખૂબી એ છે કે એ કૉટન ફૅબ્રિક છે અને થોડું થિક હોવાથી એમાં લાઇનિંગ નાખવાની જરૂર પડતી નથી અને ફૉલ સારો આવે છે. ઇકત ફૅબ્રિકમાંથી બનાવેલાં સ્કર્ટ ઇન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. આવાં સ્કર્ટ સાથે બૉડીટાઇટ ટી-શર્ટ પહેરી શકાય. પગમાં મોજડી અથવા કોલ્હાપુરી ચંપલ સારાં લાગી શકે. આ લુક મૅચ કરવા માટે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરી શકાય. જો તમારે ફૉર્મલ લુક આપવો હોય તો ની-લેન્ગ્થના ઇકત સ્કર્ટ સાથે વાઇટ કલરનું શર્ટ પહેરવું. હાઈ પોની લેવી અને હાઈ હીલ્સ પહેરવી. લેસ જ્વેલરી લુક આપવો. કાનમાં સ્કર્ટના કલર પ્રમાણે ટૉપ્સ પહેરી શકાય.

ikat

લૉન્ગ-શૉર્ટ ટૉપ્સ

ઇકત ફૅબ્રિકમાંથી લૉન્ગ અને શૉર્ટ બન્ને ટાઇપનાં ટૉપ બનાવી શકાય. રેડી પણ લઈ શકાય અને બનાવી પણ શકાય. લૉન્ગ ટૉપ માટે ચાઇનીઝ કૉલર આપી કૉન્ટ્રાસ્ટ  કલરની પાઇપિંગ લગાડી શકાય. ઇકતના ફૅબ્રિકમાં વધારે પૅટર્ન આપવાની જરૂર પડતી નથી, માત્ર સ્ટાઇલિંગ આપવાથી સારું લાગે છે. જો તમારું સુડોળ શરીર હોય તો ઇકત ફૅબ્રિકમાંથી લૉન્ગ કુરતો બનાવવો. ક્લોઝ નેક આપવું અને ઇન્કટ આપી સ્લીવલેસ લુક આપી શકાય. તમે કુરતાની નીચે પલાઝો અથવા ચૂડીદાર પહેરી શકો. જો પલાઝો પહેરવાના હો તો ફ્લૅટ ચંપલ સારાં લાગી શકે અને જો ચૂડીદાર પહેરવાના હો તો હાઈ હીલ્સ પહેરી શકાય. શૉર્ટ ટૉપ માટે ઘણા ઑપ્શન છે. ઇકતનાં શૉર્ટ ટૉપ તમે ડેનિમ કે સ્કર્ટ સાથે પહેરી શકો. ઇકતનાં શૉર્ટ ટૉપ સ્ટાઇલિંગ આપી બનાવી શકાય અથવા તો શર્ટ ટાઇપ પણ બનાવી શકાય. એ ડિપેન્ડ કરે કે તમે કયા ગાર્મેન્ટ સાથે પહેરવા માગો છો અથવા તો હિપ લેન્ગ્થની કુરતી પણ બનાવી શકાય. કંઈક અલગ ટ્રાય  કરવા ઇકત ટૉપમાં ટ્રેલ લુક આપી શકાય.

bag

ઇકત બ્લાઉઝ-ક્રૉપ ટૉપ

જે મહિલાની હટકે ચૉઇસ હોય છે તેઓ ઇકત બ્લાઉઝ પહેરવાનું  પસંદ કરે છે. ઇકત બ્લાઉઝને મિક્સ-મૅચ કરી પહેરવાનું હોય છે, જેમ કે તમારી પાસે કોઈ કૉટન સાડી હોય અને સાડીમાં આવેલા બ્લાઉઝને તમે ન સીવડાવો અને કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ માટે તમે ઇકત બ્લાઉઝ કરાવો એને મિક્સ-મૅચ કર્યું કહેવાય. ઇકત બ્લાઉઝ કોટા કે કલકત્તી સાડી સાથે સારાં  લાગી શકે. જો તમારી પાસે લાઇટ પિન્ક કલરની કલકત્તી સાડી હોય તો એમાં તમે પીરોજી કલર અથવા રાની પિન્ક કલરના ઇકત ફૅબ્રિકનું બ્લાઉઝ કરાવી શકો. એ ડિપેન્ડ કરે કે તમને કૉન્ટ્રાસ્ટ ઇફેક્ટ આપવી છે કે સેમ કલર પૅલિટનો લુક આપવો છે અથવા તો પ્રિન્ટેડ મલની સાડી સાથે ઇકત બ્લાઉઝ કરાવી શકાય.

ઇકતનાં ક્રૉપ ટૉપ પણ સારાં લાગી શકે. એ ડિપેન્ડ કરે કે તમારે કયા આઉટફિટ સાથે પહેરવાં છે. ક્રૉપ ટૉપ પલાઝો, ડેનિમ અને સ્કર્ટ સાથે સારાં લાગી શકે. બ્લૅક ઍન્ડ વાઇટ ઇકતનું ક્રૉપ ટૉપ કરાવવું, જે કોઈ પણ કલરના સ્કર્ટ સાથે પહેરી શકાય અથવા ડેનિમ અને પલાઝો સાથે પણ પહેરી શકાય. ક્રૉપ ટૉપમાં સ્લીવ્ઝ એલ્બો સુધી રાખવી. ઇકતના ફૅબ્રિકની પ્રિન્ટની ડિઝાઇન એટલી સુંદર હોય છે કે એમાં વધારે પૅટર્નની જરૂર પડતી નથી. થોડું સ્ટાઇલિંગ આપવાથી સારું લાગે છે.

dress

ઇકત ડ્રેસ

ઇકત ડ્રેસ કૉટનના હોવાથી સમર માટે એકદમ પર્ફેક્ટ છે અથવા તો ઈવનિંગ આઉટિંગ માટે સારા લાગી શકે. ઇકત ડ્રેસની લેન્ગ્થમાં વરાઇટી તમે તમારી બૉડીટાઇપ પ્રમાણે રાખી શકો. ઇકત ફૅબ્રિક સાથે હોઝિયરી ફૅબ્રિક લઈને મિક્સ-મૅચ કરી ડ્રેસ બનાવી શકાય, જેમ કે યોકમાં હોઝિયરી વાપરવું અને નીચે ઇકત ફૅબ્રિકનો ઉપયોગ કરવો અથવા તો માત્ર સ્લીવ્ઝમાં હોઝિયરીનો ઉપયોગ કરવો અને આખો ડ્રેસ ઇકતનો રાખવો. બે કલર-કૉમ્બિનેશનમાં પણ બનાવી શકાય, જેમ કે આખો ડ્રેસ વાઇટ અને બ્લૅક કલરમાં હોય તો નીચે ૬ ઇંચનો પટ્ટો ડાર્ક બ્લુ કલરમાં લેવો અને કમરથી નીચે બ્લુ કલરનું પૉકેટ આપવું. ટ્રેલ લુક પણ આપી શકાય. કફ્તાન પણ સારાં લાગી શકે. કફ્તાન સ્ટાઇલ શૉર્ટ અને લૉન્ગ લેન્ગ્થ બન્નેમાં સારી લાગશે. ઇકત ફૅબ્રિકની નાઇટી પણ બનાવી શકાય.

બૅગ્સ

ઇકતની બૅગ બનાવવા માટે લાઇનિંગનો ઉપયોગ કરવો પડે છે. ઇકતની બૅગ અલગ લુક આપે છે. ઇકત બૅગ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકાય, જેમ કે ઇકત બૅગ અને લેધર. ઇકત બૅગમાંથી ઘણા પ્રકારની બૅગ બને છે; જેમ કે ટૉટ બૅગ, ઝોલા બૅગ, બૉક્સ, સ્લિંગ ર્બગ, ક્લચ, ઑફિસ બૅગ, લૅપટૉપ બૅગ વગેરે. ઇકત ફૅબ્રિક જ્યારે લેધર સાથે મિક્સ ઍન્ડ મૅચ કરવામાં આવે  છે ત્યારે એને પાર્ટમાં વાપરવામાં આવે છે, જેમ કે જો ઇકતની ટોટ બૅગ હોય તો એમાં પટ્ટા લેધરના હોય અથવા તો લેધરના પટ્ટાનું પ્લેસમેન્ટ અલગ લાગે એ રીતે કરવામાં આવે છે. ઇકતની સ્લિંગ બૅગ અને એન્વેલપ બૅગ ખૂબ ચાલે છે. સ્લિંગ બૅગ પણ અલગ-અલગ સ્ટાઇલમાં આવે  છે. લેધરનો કલર એક જ રાખવામાં આવે છે અને ઇકત ફૅબ્રિકનો કલર બદલાય છે. ઇકતની બૅગની સ્ટાઇલ તમારા ડ્રેસ અને બૉડીટાઇપ અનુસાર કરી શકો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK