વર્સેટાઇલ આઉટફિટ છે પૉન્ચો

ઠંડી હોય, ગરમી હોય કે પછી ચોમાસું... આ ડ્રેસ દરેક સીઝનમાં કમ્ફર્ટ સાથે સ્માર્ટ લુક આપે છે

deepika padukone



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

પૉન્ચોને અમેરિકાનું ટ્રેડિશનલ ગાર્મેન્ટ માનવામાં આવે છે. એને સાઉથ અમેરિકન ગાર્મેન્ટ પણ કહેવાય છે. પૉન્ચો પહેલા બે પ્રકારના આવતા, એક શિયાળા માટે ઊનના અને ચોમાસા માટે વૉટર-પ્રૂફ. શિયાળામાં શરીરને ગરમાટો આપવા અને ચોમાસામાં વરસાદથી બચવા માટે. આને પુરુષ અને મહિલા બન્ને પહેરતાં. આજે અમેરિકાના આ ટ્રેડિશનલ ગાર્મેન્ટે ફેશન-ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.

દરેક એજને જામે

પૉન્ચો એ વર્સેટાઇલ આઉટફિટ છે. પૉન્ચોની ખાસિયત એ છે કે એ દરેક એજના લોકોને સારા લાગે છે. નાની ઉંમરથી લઈને સિનિયર સિટિઝન પણ પૉન્ચો પહેરી શકે છે. પૉન્ચોની જે પ્રકારની સ્ટાઇલ છે એ દરેક બૉડી-ટાઇપને સારી લાગે છે. સૌથી વધારે સ્થૂળકાય લોકોને વધારે સારા લાગે છે. ફૅશન-ડિઝાઇનર હિના શાહ પૉન્ચોને વર્સેટાઇલ આઉટફિટ માને છે. તે કહે છે, ‘પૉન્ચો વેસ્ટર્ન અને ઇન્ડો-વેસ્ટર્ન બન્ને રીતે પહેરી શકાય. તમે પૉન્ચોને ચૂડીદાર ઉપર પણ પહેરી શકો છો અને પલાઝો, સ્કર્ટ તથા જીન્સ પર પણ પહેરી શકો છો. પાર્ટીમાં પૉન્ચોને તમે મિડી તરીકે પહેરીને લોકોના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. પૉન્ચોને ક્રૉપ-ટૉપ તરીકે પણ પહેરી શકાય. બહુ ઓછાં આઉટફિટ હોય છે જે દરેક ઓકેઝનમાં સારાં લાગે છે અને પૉન્ચો એમાંનો એક છે. પૉન્ચોને તમે કોઈ પણ પ્રસંગ પર પહેરી શકો છો.’

 લેન્ગ્થ

પૉન્ચોમાં તમને વિવિધ લેન્ગ્થ જોવા મળે છે; જેમ કે ની-લેન્ગ્થ, કમર સુધીની લેન્ગ્થ, મિડ-વેસ્ટ, લો વેસ્ટ, ટ્યુનિક લેન્ગ્થ (થાઇઝ સુધીની લેન્ગ્થ), ફુલ લેન્ગ્થ વગેરે. પૉન્ચો જ્યૉર્જેટ, ક્રેપ, સૅટિન અને ક્રૉશિયો જેવા ફૉલિંગ મટીરિયલમાં વધુ સારા લાગે છે. ડિજિટલ અને ઍબસ્ટ્રૅક્ટ પ્રિન્ટ પૉન્ચોમાં બહુ ફેમસ છે. એ સિવાય પૉન્ચો પ્લેન પણ મળે છે. કલરની વાત કરીએ તો પૉન્ચોમાં તમે કોઈ પણ કલર સાથે એક્સપરિમેન્ટ કરી શકો છો. અમુક પૉન્ચોમાં વર્ક પણ કરેલું હોય છે.

પૅટર્ન અને નેક

પૉન્ચોમાં લેન્ગ્થની જેમ ડિઝાઇનમાં પણ ઘણી પૅટર્ન છે એમ જણાવતાં ફૅશન-ડિઝાઇનર હિના શાહ કહે છે, ‘પૉન્ચોમાં સ્ક્વેર કટ, ઍસિમેટ્રિકલ કટ અને ટેઇલ કટ હોય છે. સ્ક્વેર કટમાં ઈવન કટ હોય છે. ટેઇલ કટમાં પૉન્ચોના બન્ને બાજુના બન્ને ભાગ ટેઇલની જેમ બહાર હોય છે. અમુક પૉન્ચો જૅકેટ સ્ટાઇલનાં પણ આવે છે.’

પૉન્ચોમાં નેકમાં પણ ઘણી વરાઇટી જોવા મળે છે; જેમાં રાઉન્ડ નેક, ઑફ શોલ્ડર નેક અને બોટ નેક તમને આકર્ષે છે. પાર્ટીમાં જવું હોય તો ઑફ શોલ્ડર નેક વધારે સારા લાગે છે. પૉન્ચોની અંદર તમે સ્લિપ પહેરી શકો છો. એ સિવાય તમે બસ્ટિયર જેમાં વિવિધ પ્રકારની લેન્ગ્થ આવે છે જેમાં ની-લેન્ગ્થ, લો વેસ્ટ અને મિડ-વેસ્ટ સુધીની હોય છે. એ સિવાય તમે ટી-શર્ટ અથવા ટૉપ પણ પહેરી શકો છો.

ઍક્સેસરીઝ

પૉન્ચો સાથે તમે લૉન્ગ નેક પીસ કે પછી નેકલેસ પહેરી શકો છો. જો તમે પૉન્ચો મિડી તરીકે પહેર્યું હોય તો તમે કમર પર બેલ્ટ પહેરી શકો છો. પૉન્ચોમાં સ્લિન્ગ-બૅગ કરતાં ક્લચ વધારે સારું લાગે. એ સિવાય તમે ઝોલો પણ લઈ શકો. પૉન્ચો જો તમે ની-લેન્ગ્થ સુધી પહેર્યું હોય તો તમારે બ્લૉક હીલ્સ અને જો તમે પૉન્ચો પલાઝો પર પહેર્યું હોય તો પગમાં પેન્સિલ હીલ્સ તમને સ્માર્ટ લુક આપશે. પૉન્ચોમાં વાળને બાંધવા કરતાં વાળને ખુલ્લા રાખશો તો એનો લુક કંઈક અલગ આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK