ઉનાળામાં સુંદરતાનો આહ્લાદક અનુભવ કરાવે વરિયાળી

લીલી વરિયાળીને જોતાં જ આંખોને અને મનને ઠંડક મળે છે. મોટા ભાગે વરિયાળીથી શરીરની અંદર ઠંડક થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે વરિયાળી હેલ્થ સિવાય સૌંદર્ય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે?

alia bhatt


DEMO PICલાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

હરિયાળી જોઈને માનસિક સ્વાસ્થ્યને જે ફાયદો થાય છે એવો જ ફાયદો વરિયાળીથી શારીરિક સ્વાસ્થ્ય અને સૌંદર્યને થાય છે. વરિયાળીનું શરબત દરેક ઘરમાં અત્યારે પિવાતું જ હશે એટલે માની લઈએ કે દરેક ઘરમાં આ સમયે વરિયાળી ઉપલબ્ધ જ હશે. વરિયાળીને ફેસ-માસ્ક કે હેરટૉનિક તરીકે ઉપયોગમાં લેવાનો વિચાર પણ આવ્યો નહીં હોય. આ વાંચીને કદાચ નવાઈ લાગે, પરંતુ વાત સાચી છે. લીંબુ, લીમડો, મુલતાની માટી જેવી સામાન્ય વસ્તુના ફાયદાથી તમે વાકેફ છો. આજે વરિયાળીની સૌંદર્ય મીમાંસા જાણો.

નેચરોપથી ડૉ. રાજ મર્ચન્ટ વનસ્પતિ અને પર્ણોનો કેવી રીતે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય એનું માર્ગદર્શન આપવામાં નિષ્ણાત છે. તેઓ કહે છે, ‘વરિયાળી ઠંડક આપતી વનસ્પતિ છે. એ કાચી અને શેકેલી બન્ને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. વરિયાળીનો ઉપયોગ આંતરિક અને બાહ્ય બન્ને રીતે કરી શકાય છે. વરિયાળીનું પાણી પીવાથી સોજા ઊતરી જાય છે. આંખની નીચેના હોય કે શરીરમાં અન્ય કોઈ જગ્યાએ થયા હોય તો એ ઊતરી જાય છે. ચહેરા પરના સોજાને ઉતારે એટલે ચમક આપોઆપ આવી જાય છે. એ સિવાય શારીરિક રીતે સક્ષમ રહેવા માટે વરિયાળીનું પાણી ઉત્તમ છે. ગરમીના સમયમાં ડિહાઇડ્રેટ થઈ જવાની સમસ્યા બહુ જ વધારે રહે છે. એથી વરિયાળીનું પાણી શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.’

બાહ્ય ઉપયોગ વિશે માહિતી આપતાં ડૉ. મર્ચન્ટ જણાવે છે, ‘તાપમાંથી ઘરે આવીએ ત્યારે અથવા સખત ઉનાળાને કારણે ચહેરાની ત્વચા પર બળતરા થતી હોય છે. એ બળતરાને નાથવા માટે વરિયાળીને પાણીમાં પલાળીને વાટીને એ પેસ્ટ ત્વચા પર લગાવવી અથવા વરિયાળીને કુકરમાં બાફીને એના પાણીને ઠંડું થવા દેવું અને એ પાણીથી ચહેરાને ધોવો. એકદમ રિફ્રેશિંગ અસર માટે આમ કરી શકાય. વરિયાળી વાળની સંભાળમાં પણ મદદરૂપ થઈ શકે છે, પરંતુ વાળ માટે લીલી વરિયાળી જોઈએ. લીલી વરિયાળીને પાણીમાં ઉકાળીને એમાં લીમડો મિક્સ કરીને પાણીને ઠંડું પડવા દેવું. એ પાણીથી વાળ ધોવા. આનાથી સ્કૅલ્પ એકદમ સુંવાળું થઈ જશે અને વાળના વિકાસમાં મદદરૂપ થશે.’

એ સિવાય વરિયાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. વરિયાળીની ચા બનાવીને પીવાથી ત્વચાના બંધારણમાં સંપૂર્ણપણે અસર થાય છે. વરિયાળી ઍન્ટિ-એજિંગ તરીકે પણ કામ કરે છે. ખીલની સમસ્યાને દૂર કરી ત્વચાને યુવાન બનાવે છે. વરિયાળીમાં કૅલ્શિયમ, આયર્ન, સેલેનિયમ, ઝિન્ક જેવાં ખનીજો હોવાથી શરીરમાં ઑક્સિજનના પ્રમાણને જાળવી રાખે છે. ત્વચામાં ઑક્સિજન જળવાય એટલે એ સ્પૉટલેસ એટલે કે ડાઘરહિત સ્કિન બનતી હોય છે.

વરિયાળીનો વિનેગર સાથે ઉપયોગ કરવાની રીત જાણી લો. માથામાં ખંજવાળ  આવતી હોય એના માટે વરિયાળી અને ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરવો. એક કપ ગરમ પાણી મૂકો. પાણીને ઉકાળીને એમાં એક ચમચી ક્રશ કરેલી વરિયાળી નાખો. ત્યાર બાદ ૩૦ મિનિટ સુધી ઠંડું થવા દો. ત્યાર બાદ એમાં વેજિટેબલ ગ્લિસરીન અને ઍપલ સાઇડર વિનેગર નાખો. ત્યાર બાદ આ મિશ્રણને ગાળી લો. એનાથી સ્કૅલ્પ અને વાળ ધોવાથી ઇચ્છનીય પરિણામ મળશે. એ સિવાય આ મિશ્રણને એક બરણીમાં ભરીને રાખી શકાય છે. લાંબા સમય સુધી સારું રહે છે.

ત્વચા માટે ઘણી વખત સ્ટીમિંગનો વિકલ્પ પસંદ કરતા હોઈએ છીએ. એક લીટર પાણીમાં એક ચમચો વરિયાળી નાખીને ઉકાળવું. સ્ટીમ લેતી વખતે વરિયાળીના પાણીની વરાળનો ચહેરાની ત્વચાને સૌથી સારો ફાયદો થાય એ રીતે સેટ કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK