શિયાળામાં મેકઅપ માટે સ્કિનને કઈ રીતે કરશો તૈયાર?

ઠંડીની મોસમમાં ત્વચા સૂકી અને ડલ થઈ જાય છે એટલે એના ઉપાયરૂપે શું કરવું એ જાણી લો

madhuri dixit


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

હમણાં ચારે તરફ લગ્નની મોસમ ચાલી રહી છે. લગ્નમાં બધા પોતાની ખૂબસૂરતી માટે કોઈ પણ રીત અપનાવતાં ખચકાતા નથી. હવે તો દુલ્હન સાથે બીજા પણ તૈયાર થવામાં પાછળ પડતા નથી, પણ જેમ ઉનાળામાં પસીનાનો પ્રૉબ્લેમ હોય છે એમ શિયાળામાં આપણી ડ્રાયનેસનો. આપણી સ્કિન એટલી ડ્રાય થઈ જાય છે કે સ્કિનની હાલત જોઈને જ આપણો અડધો મૂડ ખરાબ થઈ જાય છે અને એ પછી કયો મેકઅપ કરવો એ વિચારવામાં બાકીનો મૂડ ખરાબ થઈ જાય છે. સૂકી ત્વચાના લીધે સ્કિન ફાટવા લાગે છે અને ખેંચાય છે. એના પર જો મેકઅપ કરો તો ફાટેલી સ્કિનને લીધે મેકઅપ કરતી વખતે ક્રૅક આવી જાય છે, જેનાથી તમારી સ્કિન કરચલીઓવાળી દેખાય છે. તો આવો મેકઅપ આર્ટિસ્ટ હીર કોટક પાસેથી જાણીએ કે શિયાળામાં કઈ રીતે મેકઅપ લગાવવો અને મેકઅપ લગાવતાં પહેલાં સ્કિનની કઈ રીતે દેખભાળ લેવી જેનાથી સ્કિન પર મેકઅપ સારો લાગે.

ધ્યાન રાખવું

શિયાળામાં આપણી ત્વચા બહુ સૂકી થઈ જાય છે એટલે એને જેટલી બહારથી સારસંભાળની જરૂર છે એટલી અંદરથી પણ જરૂર છે. સ્કિનને અંદરથી સુંદરતા આપવા માટે ખૂબ પાણી અને જૂસ પીવું, જેનાથી સ્કિન અંદરથી સૉફ્ટ થશે અને સ્કિન પર મેકઅપ કરવાનું સરળ પડશે. સૂકી ત્વચામાં મેકઅપ કર્યા પછી કરચલીઓ આવી શકે છે. એ સિવાય રોજ રાત્રે મૉઇસ્ચરાઇઝર લગાવવું. આનાથી જ્યારે તમે સવારે મેકઅપ કરશો તો તમારી સ્કિન ઓછા ફાઉન્ડેશન સાથે પણ સારો લુક આપશે. એ ઉપરાંત વારંવાર મૉઇસ્ચરાઇઝર લગાવવાથી સ્કિન પર ધૂળ અને માટી જામી જાય છે. એથી મેકઅપ કરતાં પહેલાં થોડું સ્ક્રબ કરવું જેથી ડેડ સ્કિન સેલ નીકળી જશે અને ત્વચાનો રંગ નિખરી ઊઠશે. શિયાળામાં ફેસને ધોવા માટે એકદમ હલકું ફેસવૉશ વાપરવું, જેથી સ્કિન પરનો મેકઅપ નીકળી જશે અને સ્કિન ડ્રાય નહીં થાય. એ સિવાય સ્કિન પરનું કુદરતી તૈલી આવરણ પણ નીકળશે નહીં. એ સિવાય સ્કિનનું ટોનિંગ અને ક્લીનિંગ એકદમ સારું થાય છે.

મૉઇસ્ચરાઇઝર

મેકઅપ શરૂ કરતાં પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાડવું જરૂરી છે અને એ પણ ફેસવૉશ કર્યાની બે-ત્રણ મિનિટમાં તરત જ, જેથી સ્કિન પર કોઈ કરચલીઓ ન આવે અને સ્કિન પર પોપડી પણ ન થાય. એ પછી તમે જ્યારે મેકઅપ કરવા બેસો ત્યારે મેકઅપ પહેલાં મૉઇસ્ચરાઇઝર લગાવવું. એ પણ ૧૦ મિનિટ પહેલાં, જેથી મૉઇસ્ચરાઇઝર સ્કિનમાં ઍબ્સૉર્બ થઈ જાય છે. મૉઇસ્ચરાઇઝર સ્કિન-ટાઇપ પ્રમાણે લગાવવું. જો તમે મેકઅપ કરતાં પહેલાં મૉઇસ્ચરાઇઝર અને પ્રાઇમર ન લગાવો તો તમારો મેકઅપ વધારે વપરાય છે અને તમે જાણે માસ્ક પહેયોર્ હોય એવું લાગે છે.

ફાઉન્ડેશન

હવે આવે છે ફાઉન્ડેશન. મેકઅપમાં સૌથી પહેલો ફેરફાર ફાઉન્ડેશન પર કરવો પડશે. હવે રેગ્યુલરમાં જે ક્રીમ-બેઝડ ફાઉન્ડેશન વાપરતા હતા એના બદલે BB (બ્યુટી બામ) ક્રીમ ફાઉન્ડેશન વાપરો જેમાં મૉઇસ્ચરાઇઝર, લિક્વિડ ફાઉન્ડેશન અને પ્રાઇમર હોય છે. મૉઇસ્ચરાઇઝરથી સ્કિન સૉફ્ટ થાય છે અને પ્રાઇમરથી મેકઅપ લૉન્ગ-લાસ્ટિંગ રહે છે. આ BB ક્રીમ ફાઉન્ડેશન મેકઅપ પહેલાં લગાવવાથી મેકઅપ ૧૨ કલાક સુધી રહે છે. અમુક કંપનીઓ આ BB ક્રીમ ફાઉન્ડેશનમાં સનસ્ક્રીન લોશન પણ ઍડ કરે છે. એ તમારા ફેસ પર ગ્લો પણ આપે છે. જો જરૂર પડે તો પહેલાં થોડું કન્સીલર વાપરવું અને ટ્રાન્ઝ્લુસન્ટ પાઉડરથી સેટ કરવું. BB ક્રીમ ફાઉન્ડેશન દરેક સ્કિનના કલર પ્રમાણે મળે છે. બ્રાઇડને મેકઅપ કરતાં પહેલાં જ્યાં-જ્યાં કલર-ડિફરન્સ હોય ત્યાં કન્સીલર લગાવવું. કૉન્ટુરિંગ કરવા માટે પણ તમે BB ક્રીમ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકો છો.

લિપસ્ટિક


શિયાળામાં ઘણાના હોઠની સ્કિન ફાટી જાય છે અને પોપડી નીકળવા લાગે છે. એના માટે લિપસ્ટિક અપ્લાય કરતાં પહેલાં ઘણુંબધું લિપ-બામ લગાવવું. ભીના હોઠ પર તરત જ વૅસલિન લગાવવું જેનાથી સ્કિન મૉઇસ્ચરાઇઝરને ઍબ્સૉર્બ કરી લેશે. એ સિવાય રોજ રાત્રે લિપ-બામ વાપરવું. ટિન્ટેડ લિપ-બામ વાપરવું. આ ટિન્ટેડ લિપ-બામમાં કલરના પિગ્મેન્ટ હોય છે. બીજું, આ વૅસલિન જેવું ટ્રાન્સપરન્ટ હોય અને એમાં તમને વિવિધ પ્રકારના શેડ્સ મળી રહે છે જે તમને લિપસ્ટિક જેવી શાઇન આપે છે જેથી હોઠ મુલાયમ અને નરમ રહે. શિયાળામાં લાઇટ કલર અને નૅચરલ શેડ્સથી બહુ સારો લુક મળે છે. જેમ કે ગોરા લોકો માટે પિન્ક શેડ્સ, ઘઉંવર્ણી ત્વચા માટે કોરલ કલર જેમાં પિન્ક-પીચ-બ્રાઉન કલરનું કૉમ્બિનેશન હોય છે, એ સિવાય પીચ કલર પણ વાપરી શકાય. લિપ ડ્રાય ન થાય એ માટે લિપ-લાઇનર લગાવીને પછી લિપસ્ટિક લગાવવી. લિપગ્લૉસ પર લિપસ્ટિક નીકળી જાય છે એટલે લિપગ્લૉસ પર લિપસ્ટિક ન લગાવવી. આઇ મેકઅપમાં બની શકે તો વૉટરપ્રૂફ લાઇનર અને મસ્કરા વાપરવા, જેથી ઠંડી હવાને કારણે આંખમાંથી પાણી આવે તો આંખનો મેકઅપ ખરાબ ન થાય. લિપસ્ટિકમાં તમે સ્ક્રબિંગ પણ કરી શકો છો. વૅસલિનમાં સાકર મિક્સ કરી ટૂથબ્રશથી હલકા હાથે સ્ક્રબ કરો જેનાથી હોઠ પરની ડેડ સ્કિન નીકળી જશે. હા, જેને ઠંડીમાં હોઠ એટલા ફાટી જતા હોય કે લોહી નીકળતું હોય તેણે આ સ્ક્રબ ન કરવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK