મેહંદી લગા કે રખના

મુગલ જમાનાથી ચાલી આવેલી મેંદીમાં જમાના પ્રમાણે ઘણા ફેરફાર થયા છે. ચાલો જાણીએ મેંદીના પ્રકારખુશ્બૂ મુલાની ઠક્કર

મુગલ જમાનાથી મેંદી ચાલી આવી છે. મુગલ જમાનામાં મેંદીના છોડ આવતા. એ છોડમાંથી પાન કાઢી એને પથ્થર પર કૂટવામાં આવતાં અને હાથ પર ડૉટ્સ કરવામાં આવતા. જેમ-જેમ જમાનો બદલાયો એમ મેંદીમાં ફેરફાર થવા લાગ્યો. માર્કેટમાં આસાનીથી મેંદીનો પાઉડર મળે છે. મેંદી હાથમાં લગાડ્યા પછી જો સરસ કલર જોઈતો હોય તો એમાં ચાનું પાણી નાખવામાં આવતું અને એને આખી રાત પલળવા દેવી પડતી અને પછી બીજા દિવસે પ્લાસ્ટિકની થેલીના કોન બનાવી એમાં ભરવી પડતી અને કોનને આગળથી કાપવામાં આવતો અને પછી મેંદીની ડિઝાઇન કરતા. માત્ર ઇન્ડિયન ડિઝાઇન કરવામાં આવતી.

 હવે જમાનો બદલાયો છે અને એની સાથે મેંદીની પરિભાષા પણ બદલાઈ છે. સાઉથ મુંબઈમાં રહેતાં ૫૩ વર્ષનાં શહનાઝ આ ફીલ્ડમાં છેલ્લાં ૨૫ વર્ષથી છે. તે કહે છે, ‘લોકોને હંમેશાં નવું શું છે એમાં ઇન્ટરેસ્ટ વધારે હોય છે. આજકાલની બ્રાઇડ પોતે જ પોતાની મેંદીનું સિલેક્શન કરે છે. હવે મેંદી પણ કસ્ટમાઇઝ થઈ ગઈ છે અને આગળથી જ અમને જણાવે છે કે તેમને શું જોઈએ છે. મારી એક બ્રાઇડ ટૉરોન્ટોની હતી. તેણે મને ફોન પર જણાવી દીધું હતું કે મારા ફિયાન્સે મને પૅરૅશૂટમાં પ્રપોઝ કર્યું હતું એટલે મને એવી ડિઝાઇન જોઈએ છે.’

શહનાઝ બીજી એક બ્રાઇડને યાદ કરતાં કહે છે, ‘એક બ્રાઇડને હાથમાં ગેટવે ઑફ ઇન્ડિયાની ડિઝાઇન જોઈતી હતી, કારણ કે તેના ફિયોન્સે તેને ત્યાં પ્રપોઝ કર્યું હતું. આવી રીતે બ્રાઇડની પસંદ મુજબ અમે અમારી સર્વિસ આપીએ છીએ. મેંદીમાં પહેલાં માત્ર ઇન્ડિયન ડિઝાઇન કરવામાં આવતી; પરંતુ હવે દુબઈ મેંદી, ઇકેબાની અને ગ્લિટર મેંદી જેવી ડિઝાઇન ટ્રેન્ડમાં છે.’

ઇન્ડિયન મેંદી


ઇન્ડિયન મેંદી સૌથી જૂની સ્ટાઇલ છે. ઇન્ડિયન મેંદીની ખાસિયત એ છે કે આખો હાથ ભરેલો લાગે છે અને ડિઝાઇન ખૂબ જ ઇન્ટિÿïïકેટ હોય છે. ઇન્ડિયન મેંદીની ડિઝાઇનમાં ખાસ કરીને ઢોલ, શરણાઈ, પેઝ્લી અને પીકૉક આવે છે અને અલગ-અલગ જાતના ફિગર્સ આવે છે. જેમ કે જો લગ્ન માટે હોય તો એમાં દુલ્હા-દુલ્હન અથવા ફેરાના ફિગર આવે છે.

જો રક્ષાબંધન માટે હોય તો બહેન ભાઈને રાખડી બાંધતી હોય એવા ફિગર હોય છે. જો એન્ગેજમેન્ટ માટે હોય તો રિન્ગ સેરેમનીના ફિગર હોય છે. મેંદીની પ્રાઇસ એની ડિઝાઇનની લેન્ગ્થ પ્રમાણે નક્કી કરવામાં આવે છે.

dubai mehendi

દુબઈ મેંદી

દુબઈ મેંદીની ડિઝાઇન થોડી થિક હોય છે અને એમાં મોટા ભાગે ફ્લોરલ ડિઝાઇન કરવામાં આવે છે. જેમ કે ગુલાબ અથવા લોટસ. દુબઈ મેંદીમાં થોડી છૂટી-છૂટી ડિઝાઇન કરવામાં આવે છે, જેના લીધે હાથમાં મેંદી હોવા છતાં હાથ ખાલી લાગે, પરંતુ ડિઝાઇન હોવાને કારણે ઊભરીને આવે છે.

ikbani

ઈ કે બાની

ઈ કે બાની મેંદી બે ડિઝાઇનનું કૉમ્બિનેશન છે. એટલે કે ઇન્ડિયન મેંદી અને દુબઈ મેંદી. આ મેંદી ડિઝાઇનમાં ફ્લોરલ અને ઝીણી એમ બન્ïને ડિઝાઇન કરવામાં આવે છે,.. પરંતુ એને કરવાની રીત અલગ હોય છે. એમાં બે કોનનો ઉપયોગ થાય છે. એક કોનમાં હેરડાઇ ભરવામાં આવે છે (હેરડાઇને પાણીમાં મિક્સ કરી કોનમાં ભરવામાં આવે છે. પાણી વધારે ઉમેરવું નહીં. ઘટ્ટ મિશ્રણ રાખવું જેથી કરી મેંદીની જેમ મૂકી શકાય). સૌપ્રથમ હેરડાઇવાળા કોનથી ફ્લોરલ ડિઝાઇન કરવી. એટલે કે આઉટલાઇન કરવી અને પછી એમાં મેંંદીવાળા કોનથી જગ્યા ભરવામાં આવે છે. આ મેંદીમાં ફ્લોરલ ડિઝાઇન પણ છે અને ઇન્ડિયન ડિઝાઇન પણ છે.

gliter

સ્પાર્કલ ઍન્ડ ગ્લિટર મેંદી

આ મેંદીમાં નેઇલ-પૉલિશ અને જરીનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ બ્લૅક નેઇલ-પૉલિશથી આઉટલાઇન આપવામાં આવે છે અને પછી એમાં તમારા ડ્રેસના મૅચિંગ કલરની નેઇલ-પૉલિશથી ડિઝાઇન ભરવામાં આવે છે. વધારે ડેકોરેશન માટે ગ્લિટર મેંદી પર ડાયમન્ડ અને કુંદન લગાડવામાં આવે છે. આ મેંદીની ખાસિયત એ છે કે એ ઇન્સ્ટન્ટ મુકાય છે અને લાંબો સમય રહેતી પણ નથી. એમાં તમે કોઈ પણ ડિઝાઇન કરાવી શકો.

દાદરમાં રહેતાં ૪૧ વર્ષનાં કલ્પનાનું કહેવું છે કે ઇન્ડિયન ડિઝાઇન જેટલી જૂની છે એટલું જ એનું મહત્વ પણ વધારે છે. જેમ કે ઇન્ડિયન ડિઝાઇનમાં ફિગર્સનો તો ઉપયોગ થાય જ છે. જેમ કે ડોલી, વરમાળા, કળશ, હાથી, રાધા-કૃષ્ણ વગેરે... જેવી બ્રાઇડ અને તેના ઘરવાળાઓની પસંદગી. બ્રાઇડ માટે આખો હાથ ભરેલો હોય એવી ડિઝાઇન પસંદ કરવામાં આવે છે, જ્યારે બીજાઓ માટે ઇન્ડિયન ડિઝાઇનમાં કંઈક વેરિએશન કરવામાં આવે છે. જેમ કે આગળથી આખા હાથમાં આખી ભરેલી ડિઝાઇન કરવામાં આવે છે અને પાછળ અલગ ડિઝાઇન કરવામાં આવે છે. જેમ કે હાથમાં પહોંચા પર્હેયા હોય એવું લાગે કે પાછળના હાથમાં એક મોટું સર્કલ કર્યું હોય અને એને કનેક્ટિવ રિન્ગ પહેરી હોય એવું લાગે. જ્યારે ફ્રેન્ડ્સ અને બાળકો માટે અરેબિક મેંદી લગાડવામાં આવે છે એમાં પણ આગળ હેવી દુબઈ મેંંદી કરવામાં આવે છે અને પાછળ લાઇટ ડિઝાઇન કરવામાં આવે છે.

divyanka

મેંદી લગાડતા પહેલાં આટલું ધ્યાન રાખો

મેંદી લગાડવાથી ઠંડક થાય છે એથી જ લગ્ન પહેલાં બ્રાઇડને મેંદી લગાડવામાં આવે છે કે તેનામાં પણ મેંદી જેવા ઠંડક આપનારા ગુણ આવે.

મેંદી લગાડ્યા પછી ૧૦થી ૧૨ કલાક પાણીમાં હાથ નાખવો નહીં.

મેંદી નીકળે નહીં અને લગાડ્યા પછી મેંદી પર લીંબુ અને સાકરનું પાણી લગાડવામાં આવે છે જેથી કરી મેંદી હાથ પર વધારે સમય રહે અને વધારે કલર આવે.

ગ્લિટર મેંદી પ્રસંગને અનુરૂપ લગાડવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK