શિયાળામાં સ્વસ્થ રહેવા માટે જરૂર પીઓ આ હર્બલ ડ્રિન્ક

ઠંડીની સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ સુધારવી હોય તો આદું, ફુદીનો અને લીલી ચાના ઉકાળાનું સેવન અવશ્ય કરવું. એનાથી પાચનશક્તિ સુધરે છે, ભૂખ લાગે છે અને વાયુની તકલીફો થતી અટકે છે

pudina adu


ઠંડીની સીઝનમાં સવારે ઊઠીને આદું-ફુદીનો નાખીને બનાવેલી મસાલેદાર ચા માત્ર ઠંડી જ નથી ઉડાડતી, શરીરમાં ક્યાંય પણ વાયુ કે પાચનને લગતા પ્રૉબ્લેમ્સ હોય તો એને પણ બાય-બાય કરી દે છે. શિયાળાને તબિયત બનાવવાની સીઝન કહેવાય છે, કેમ કે ચોમાસા અને ઉનાળામાં વાતાવરણની અસરને કારણે પાચકાગ્નિ મંદ રહે છે અને એને કારણે પાચનને લગતી સમસ્યાઓ વધારે રહે છે, જ્યારે શિયાળામાં પાચનાગ્નિ તેજ હોવાથી પાચનની સમસ્યાઓ ઓછી થાય છે. ચોમાસા અને ઉનાળામાં તબિયત નરમ-ગરમ રહ્યા જ કરતી હોય તો શિયાળો એવી સીઝન છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને મસ્ત તબિયત બનાવી શકાય છે.

આપણી લાઇફ-સ્ટાઇલ અને ખાણી-પીણીમાં ગરબડ થવાને કારણે પાચનની તકલીફો શિયાળામાં પણ પેદા થાય છે. પાચનના સુધાર માટે શિયાળામાં કેટલાક લીલા મસાલાઓ વાપરવા જોઈએ. લીલી ચા, આદું અને ફુદીનો આ ત્રણ ચીજોનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

હેલ્ધી ઉકાળો


જરૂરી સામગ્રી : બે ગ્લાસ પાણી, મુઠ્ઠીભર લીલી ચા, એક ચમચી વાટેલો ફુદીનો, અડધી ચમચી આદુંનું છીણ, એક ચમચી રસાયણ વિનાનો ગોળ અથવા ખડી સાકર.

બનાવવાની રીત : રોજ સવારે ઊઠીને દોઢથી બે ગ્લાસ પાણીમાં મુઠ્ઠીભર લીલી ચા ઝીણી-ઝીણી સમારીને નાખવી. દોઢ ગ્લાસ જેટલું પાણી રહે એટલે એમાં વાટેલો ફુદીનો અને આદુંની પેસ્ટ ઉમેરવાં. એક ગ્લાસ જેટલું પાણી રહે અને પાણી ઊકળી જાય એટલે એમાં ફુદીનો અને આદુંનો રસ ઉમેરીને ઠરવા દેવું. હૂંફાળું રહે એટલે એમાં એક ચમચી ગોળ અથવા ખડી સાકર ઉમેરીને પીવું. આ હર્બલ ડ્રિન્ક રોજ એક-એક ગ્લાસ સવાર-સાંજ લેવામાં આવે તો તબિયતમાં અનેક ફાયદા થાય છે.

લીલી ચાના ગુણ 


એની સુગંધ તાજા લીંબુ અને ચાની સુગંધને મળતી આવતી હોવાથી એ લેમન ગ્રાસ તરીકે ઓળખાય છે. એમાં પ્રચુર માત્રામાં વિટામિન C અને સિટ્રોનેલા નામનું કેમિકલ રહેલું છે જે ખૂબ ગુણકારી છે.

આદુંના ગુણધર્મો


નાના-નાના છોડનાં જમીનમાં થતાં મૂળિયાંની ગાંઠો આદું તરીકે ઓળખાય છે. સૂંઠ કરતાં આદું સૌમ્ય ગણાય છે. એ ઉષ્ણ, આમનાશક, પાચક, વાયુ, ખાંસી, દમ, આફરો અને અરુચિ મટાડનાર ગણાય છે. મોટા ભાગે એ ખાવામાં તેમ જ બહારથી લગાડવામાં એમ બન્ને રીતે વપરાય છે.

ફુદીનાના ગુણધર્મો


અરુચિ, અર્જીણ, પેટમાં થતો ગૅસ, ઊલટી મટાડે છે. પાચનશક્તિ વધારે છે અને મોંનો સ્વાદ સારો રાખે છે. એ કૃમિનાશક પણ ગણાય છે.

ફાયદા શું?


રોગપ્રતિકારક શક્તિ વધારે : તાવ, શરદી-કફ થતો અટકાવે છે. પાચનશક્તિ સુધારે છે, વાયુનું અનુલોમન કરે છે, ભૂખ લગાડે છે, ખાધેલું પચવામાં મદદ કરે છે. શરીરની રોગ સામે રક્ષણશક્તિ વધારે છે.

ફ્લુ : તાવને કારણે માથું દુખવું, હાથ-પગ તૂટવા, ઠંડી લાગવી જેવાં ફ્લુનાં લક્ષણો હોય તો એમાં પણ લીલી ચાનો ઉકાળો ખૂબ જ રાહત આપે છે.

ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ: કેટલાક અભ્યાસો પછી લીલી ચાને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણ ધરાવતી ગણવામાં આવી છે.

પાચનતંત્ર મજબૂત કરે છે : લીલી ચાનું પાણી જઠરથી લઈને આંતરડાંમાં વહીને પસાર થાય ત્યારે એ આંતરડાંની આભ્યંતર ત્વચાને સાફ કરવામાં અને ઝેરી બૅક્ટેરિયાનો નાશ કરીને મળ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. એનાથી પાચનતંત્ર સાફ થાય છે અને ભૂખ લાગે છે.

માસિકની પીડા : સ્ત્રીઓને પિરિયડ્સ દરમ્યાન પેડુમાં ખેંચ આવતી હોય અને ઊબકા જેવું રહ્યા કરતું હોય ત્યારે આ હર્બલ ડ્રિન્કમાં બે કાળાં મરીનો પાઉડર ઉમેરીને લેવાથી ક્રૅમ્પ્સ અને ઊબકા આવતા અટકે છે.

શરદી અને કફ : રોજિંદી ચામાં લીલી ચાનાં પાન ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને કફ થતાં અટકે છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK