હેલ્ધી સ્કિન માટે કયાં વિટામિન્સ લેશો?

વિટામિન્સ સિવાય પણ તમારી સ્કિનને બીજાં ઘણાં પોષક તત્વોની જરૂર છે. આવો જાણીએ એ પોષક તત્વોકયાં છે

vitamin skin


લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

જ્યારે પણ આપણી સ્કિનમાં કોઈ પણ ખામી નજરે આવે એટલે બધા કહે કે તારામાં આ વિટામિનની ખામી હશે ને પેલા વિટામિનની ખામી હશે. એ પછી કંઈ પણ જાણ્યા વગર આપણે કોઈ પણ વિટામિન લેવા બેસી જઈએ છીએ. પણ ક્યારેય એ વિચાર્યું છે કે વિટામિન સ્કિન માટે કેમ આટલાં જરૂરી છે? આપણો ફેસ આપણા મનનો આયનો છે. આપણે જે વિચારીએ છીએ એ, આપણા મનના હાવભાવ આપણા ફેસ પર દેખાય છે. એવી રીતે આપણે શું ખાઈએ છીએ એનું પણ પ્રતિબિંબ આપણી સ્કિન પર દેખાઈ આવે છે. ડાયટિશ્યન અમરીન શેખ કહે છે, ‘આપણે જો સારું જમીશું, આપણા શરીરમાં હાઇડ્રેશનનો જો કોઈ પ્રૉબ્લેમ નહીં હોય તો એની સારી અસર આપણી સ્કિન પર દેખાશે અને જો આપણે બરાબર નહીં જમીએ તો એની ખરાબ અસર પણ આપણી સ્કિન પર દેખાશે. એટલે હેલ્ધી સ્કિન માટે ડાયટમાં સ્કિન-રિલેટેડ દરેકેદરેક પ્રોડક્ટ ઍડ કરવી બહુ જરૂરી છે. એમાંથી એક છે વિટામિન્સ. આપણી સ્કિન માટે વિટામિન E, C અને Bની બહુ જરૂર પડે છે.’

વિટામિન C

વિટામિન C આપણી સ્કિન માટે સૌથી મહત્વનું વિટામિન માનવામાં આવે છે. એ સ્કિન પર ગ્લો લાવે છે. એ સાથે સ્કિનમાં પડેલા ડાઘને પણ દૂર કરવામાં મદદ કરે છે. સ્કિનના ડૅમેજ્ડ ટિશ્યુઝને રિપેર કરવામાં વિટામિન C બહુ મદદગાર સાબિત થાય છે. એ તમને અવાકાડો, બ્રૉકલી, ટમેટાં, કાકડી, લાલ શિમલા મર્ચિ, લીંબુ, મોસંબી અને સંતરા જેવા ખાટા પદાર્થમાંથી મળે છે. આપણને હંમેશાં યુવાન દેખાવામાં બહુ રસ હોય છે. એ માટે આપણે કેટકેટલી કોશિશ કરીએ છીએ. તો એ કોશિશમાં તમે આજથી વિટામિન ઘ્ને પણ સામેલ કરી દો, કેમ કે વિટામિન C ઍન્ટિ-એજિંગ છે. એ એજિંગ પ્રોસેસને ધીમી કરે છે. એ સાથે તમારો ફેસ રિંકલ્સ-ફ્રી રાખે છે. આ વિટામિનથી સ્કિન પર આવતી ફાઇન લાઇન્સ પણ દૂર થાય છે. એ સિવાય વિટામિન C સ્કિન-ટાઇટનિંગમાં પણ મદદ કરે છે.

વિટામિન B

વિટામિન B અને C સ્કિનમાં આવતી ડ્રાયનેસ, ડાર્ક સર્કલથી દૂર રાખે છે અને સ્કિન પર ગ્લો લાવે છે. એ સિવાય વિટામિન ગ્થી સ્કિન પર આવતી રેડનેસ પણ દૂર થાય છે. વિટામિન B શરીરમાં લોહીના ભ્રમણમાં પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ સાથે શરીરને અને સ્કિનને પૂરતો ઑક્સિજન પણ પૂરો પાડે છે. વિટામિન B તમને મગફળી, બ્રાઉન રાઇસ, ઓટમીલ વગેરેમાંથી મળે છે. વિટામિન B તમારી સ્કિનના રક્ષાકવચ તરીકે પણ કામ કરે છે. ડ્રાય અને સેન્સિટિવ સ્કિન માટે વિટામિન B બહુ મહત્વનું છે.

વિટામિન E

વિટામિન E પણ તમારી સ્કિનને ડ્રાયનેસ અને ડલનેસથી બચાવે છે. એની ખામીથી તમારી સ્કિન પર પૅચિસ અને ડાર્ક સર્કલ આવવાના ચાન્સિસ વધી જાય છે. એવું માનવામાં આવે છે કે હેલ્ધી સ્કિન માટે વિટામિન E સૌથી મહત્વનું વિટામિન છે. ભોજનમાં વિટામિન ચ્ને સામેલ કરવાથી એ સ્કિનને રિંકલ-ફ્રી રાખે છે. તમારી સ્કિન સૉફ્ટ થાય છે. એ સિવાય એ સ્કિનને વૃદ્ધ થતાં પણ બચાવે છે. વિટામિન E ફૅટ સૉલ્યુબલ છે. એટલે એ વિટામિનને તમારા શરીરમાં કંઈ પણ કામ કરવા માટે ફૅટની જરૂર પડે છે, જ્યારે બાકીનાં વિટામિન વૉટર સૉલ્યુબલ છે. વિટામિન E તમને વીટગ્રાસ જૂસ, નટ્સ, લીલી શાકભાજી, અનાજ, કઠોળ, બટર વગેરેમાંથી મળી રહે છે. 

બીજાં પોષક તત્વો

સ્કિનને જેટલી વિટામિનની જરૂર છે એટલી પ્રોટીનની પણ જરૂર છે. આના વિશે જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ પ્રીતિશા જાધવ કહે છે, ‘આપણી સ્કિનને જેમ વિટામિનની જરૂર છે એમ પ્રોટીનની પણ જરૂર છે, કેમ કે આપણી સ્કિન પ્રોટીનથી બનેલી છે. પ્રોટીન સ્કિનને હેલ્ધી રાખે છે અને સ્કિન પર ગ્લો લાવવામાં મદદ કરે છે. એ સ્કિનને રિપેર કરવામાં પણ મદદ કરે છે. પ્રોટીન દૂધ અને દૂધની પ્રોડક્ટ્સમાંથી મળે છે. એ સિવાય તમે રોજના ખોરાકમાં રેગ્યુલર દાળ પીઓ છો એના કરતાં એક અથવા એકથી વધારે વાટકી દાળ વધારે પીવાથી પણ તમારા શરીરને પ્રોટીન સમાન માત્રામાં મળી રહેશે.’

પ્રોટીનથી તમારી ડેડ સ્કિન પણ રિપેર કરવામાં મદદ મળે છે. પ્રોટીન પછી સ્કિનને જેની જરૂર છે એ છે મિનરલ્સ. મિનરલ્સ અને વિટામિન એકસાથે જ કામ કરે છે. આપણે જે પણ વિટામિન લઈએ છીએ એને ઍબ્સૉર્બ કરવા માટે મિનરલ્સની બહુ જરૂર હોય છે.

એમાં ઝિન્ક, આયર્ન, સેલેનિયમ વગેરેનો સમાવેશ થાય છે. સ્કિન માટે ઓમેગા-૩ પણ બહુ મહત્વનું કામ કરે છે. ઓમેગા-૩થી પણ તમારી સ્કિન ગ્લો કરે છે. એ સાથે સ્કિન સૉફ્ટ પણ થાય છે. ઓમેગા-૩ તમને બદામ, અખરોટમાંથી મળી રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK