ફિટનેસ માટે જિમની એક્સરસાઇઝ છોડીને ડાન્સ તરફ વળેલા લોકોની સંખ્યા વધી રહી છે

આવો જાણીએ એક્સપર્ટ્સ પાસેથી કે આ ટ્રેન્ડ કેવો છે


dance workout



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ફિટનેસની વાત આવે એટલે આપણા મનમાં બસ એક જ વાત આવે કે ફિટનેસ બનાવવી હોય તો જિમમાં જ જવાનું, બીજે ક્યાંય નહીં. પણ આજકાલ લોકોએ ફિટનેસ બનાવવાનો બીજો નવો રસ્તો શોધી કાઢ્યો છે. એ છે ડાન્સ. ઘણા લોકો એવું માને છે કે ઝુમ્બા, બેલી, ટૅન્ગો, હિપ હૉપ અને ઍરોબિક્સ જેવી વિવિધ ડાન્સ-શૈલીથી પણ તમે પોતાની ફિટનેસ બનાવી શકો છો.

ડાન્સ

આજની જનરેશન એક્સરસાઇઝ માટે જિમ નહીં પણ ડાન્સ તરફ વધારે ઍટ્રૅક્ટ થઈ રહી છે એનું કારણ જણાવતાં ઝુમ્બા ડાન્સ શીખવાડતી જલ્પા પુરી કહે છે, ‘આજની જનરેશન એમાં પણ જે ટીનેજર છે તે ડાન્સ તરફ વધારે ઍટ્રૅક્ટ થઈ રહ્યા છે, કેમ કે આજકાલ બહારનું ફૂડ ખાવાનો ક્રેઝ વધી રહ્યો છે. એ સાથે લાઇફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે લોકોની પાસે જિમમાં જઈ ત્રણ-ચાર કલાક વિતાવવાનો સમય જ નથી હોતો. એ સાથે એ લોકોને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પણ જોઈએ છે. બીજું, તમે જિમમાં જાઓ તો જિમમાં તમને પર્સનલ ટ્રેઇનરની જરૂર પડે છે જે તમારે કઈ એક્સરસાઇઝ કરવી એના વિશે તમને ગાઇડ કરે છે. પણ ડાન્સ એક એવી એક્સરસાઇઝ છે જેમાં તમને કોઈ પર્સનલ ટ્રેઇનરની જરૂર પડતી નથી. એ સાથે ડાન્સમાં મ્યુઝિક સાથે ફન પણ છે. ડાન્સમાં તમે મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરીને પણ ઘણી કૅલરી બર્ન કરી શકો છો.’

જિમ બોરિંગ?

માણસ સોશ્યલ પ્રાણી છે. તેને બીજા સાથે હળવું-મળવું ગમે છે. બીજું, તમે એક જ વસ્તુ રોજ-રોજ કરો તો તમે બોર થઈ જાઓ છો. એવું જ જિમનું છે. મારા હિસાબે જિમમાં માત્ર એક્સરસાઇઝ છે જે થોડું બોરિંગ લાગે છે એમ જણાવતાં જલ્પા કહે છે, ‘પણ ડાન્સમાં તમને વિવિધ ફૉર્મ જેમ કે સાલ્સા, કુમ્બિયા, હિપ હૉપ, ઝુમ્બા વગેરેમાં એક્સરસાઇઝ કરવા મળે છે. તેથી તમને રોજ-રોજ ચેન્જ મળે છે. એનાથી તમે બોર થતા નથી, પણ તમે એક્સરસાઇઝને એન્જૉય કરો છો. બીજી બાજુ, જિમમાં તમને એટલું એન્જૉય કરવા મળતું નથી. એ સિવાય તમે જ્યારે જિમ જૉઇન કરો ત્યારે તમને રૂટીનમાં આવતાં થોડો સમય લાગે છે, જ્યારે ડાન્સમાં એવું કંઈ નથી. જે દિવસે તમે ક્લાસ જૉઇન કર્યા એ દિવસથી જ તમે રૂટીનમાં આવી જાઓ છો. ડાન્સમાં તમે જેટલું એકબીજાથી સોશ્યલી અટૅચ થાઓ છો એટલું જિમમાં થવા મળતું નથી.’

ડાન્સ અને જિમમાં શું ફરક છે એ જણાવતાં ફિટનેસ-ટ્રેઇનર સુજય પારેખ કહે છે, ‘ફિટનેસ માટે આ બદલાવ સારો છે, પણ ફિટનેસના પૉઇન્ટથી જોવામાં આવે તો ડાન્સ માત્ર કાર્ડિયોનો જ એક પાર્ટ છે. એટલે એ માત્ર તમારા કાર્ડિયો પર ધ્યાન આપી શકે છે. એ સિવાય ડાન્સથી વેઇટલૉસ વધારે થાય છે, જ્યારે જિમમાં વેઇટ-ટ્રેઇનિંગ સાથે મસલ્સની પણ એક્સરસાઇઝ થાય છે. એનાથી તમારા મસલ્સ પણ બિલ્ડ અપ થાય છે.’

ડાન્સ સાથે જિમ

ડાન્સ અને જિમ બન્ને પોતપોતાની જગ્યા પર છે. એની સરખામણી થઈ જ ન શકે. ડાન્સ કરવાવાળા પણ જિમમાં એક્સરસાઇઝ કરી શકે છે અને જિમમાં જવાવાળા પણ ડાન્સ કરી શકે છે. મારા હિસાબે ફિટનેસ માટે માત્ર ડાન્સ કરવા કરતાં જિમમાં પણ જવું જોઈએ એમ જણાવતા સુજય કહે છે, ‘માત્ર ડાન્સથી જ ફિટનેસ બને છે એવું નથી. બન્ને વસ્તુ કરવી જોઈએ. અઠવાડિયામાં ત્રણ દિવસ ડાન્સ અને ત્રણ દિવસ જિમ કરવું. જો તમારે એક દિવસ બન્ને એક્સરસાઇઝ કરવી હોય તો સવારે એક અને સાંજે બીજી કરવી. એકસાથે બન્ને ન કરવી. આનાથી તમે થાકશો. એ સાથે તમારા મસલ્સ અને બ્રેઇન પણ થાકી જશે.’

માત્ર ડાન્સથી જ ફિટનેસ બને છે એવું નથી. બન્ને વસ્તુ કરવી જોઈએ. 
અઠવાડિયામાં ત્રણ દિવસ ડાન્સ અને ત્રણ દિવસ જિમ કરવું
- સુજય પારેખ, ફિટનેસ-ટ્રેઇનર


ડાન્સ એક એવી એક્સરસાઇઝ છે જેમાં તમને કોઈ પર્સનલ ટ્રેઇનરની 
જરૂર પડતી નથી. એ સાથે ડાન્સમાં મ્યુઝિક સાથે ફન પણ છે. ડાન્સમાં
તમે મ્યુઝિક સાથે એક્સરસાઇઝ કરીને પણ ઘણી કૅલરી બર્ન કરી શકો છો
- જલ્પા પુરી, ઝુમ્બા ડાન્સ-ટ્રેઇનર


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK