ઉનાળામાં કઈ રીતે રાખશો વાળની સંભાળ?

ગરમીમાં વાળમાં તેલ નાખવાનું અવૉઇડ કરો, કેમ કે આ સીઝનમાં તમારા વાળ આમ પણ તૈલી થઈ જતા હોય છે

hair care



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા


વાળ આપણા સૌંદર્યનું પ્રતીક છે. ખાસ કરીને સ્ત્રીઓના સૌંદર્યનું. વાળની સંભાળ રાખવા માટે આપણે જે મળે એ ઉપાયો કરીએ છીએ. મિત્રો સાથે પણ જ્યારે વાતો કરતા હોઈએ ત્યારે વાળની કેવી રીતે સંભાળ રાખવાની એ સવાલ અચૂક આવે છે. એ પછી મિત્રો આપણને જે સલાહો આપે એ પ્રમાણે ઘરે જઈને એ ટ્રાય કરીએ અને બીજાઓને પણ એ ઉપાયો બતાવીએ છીએ. વાળની સંભાïળ તો આમ આપણે બારેમાસ કરતા હોઈએ છીએ, પણ જેમ-જેમ મોસમ બદલાય એમ આપણે વાળ માટે જરા વધારે પડતા જાગૃત થઈ જઈએ છીએ. એમાં જો ઉનાળો આવ્યો તો બધા પેપરમાં અને ઇન્ટરનેટ પર ઉનાળામાં વાળની કઈ રીતે સંભાળ રાખવી એ શોધવા બેસી જાય છે. તો ચાલો આજે આ આર્ટિકલમાં જાણીએ કે ગરમીમાં વાળની સંભાળ કઈ રીતે રખાય.

સમસ્યા

પરસેવાને લીધે જેટલી સમસ્યા સ્કિનને થાય છે એટલી જ વધારે સમસ્યા વાળને પણ ભોગવવી પડે છે, કેમ કે સ્કિન પર તમે સનસ્ક્રીન લગાડી શકો છો; પણ વાળ માટે કોઈ સનસ્ક્રીન નથી એટલે તમારા વાળ ડાયરેક્ટ તડકાના સંપર્કમાં આવે છે, જેના લીધે વાળને વધારે નુકસાન થાય છે. વાળનો આ પ્રૉબ્લેમ મહિલાની જેમ પુરુષોને પણ ભોગવવો પડે છે. નેચરોપૅથ ડૉ. ભૂપેન્દ્ર ઘેરવડા કહે છે, ‘ઉનાળામાં સખત તાપમાં તમે ફરો છો ત્યારે તમારા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે, જેના લીધે માથામાં બ્લડ- સર્ક્યુલેશનમાં ખામી ઉત્પન્ન થાય છે અને આપણા જ્ઞાનતંતુઓને લોહી મેળવવા માટે વધારે શ્રમ કરવો પડે છે. આને કારણે આપણને વાળમાં પરસેવો થાય છે.’

આ પરસેવાને કારણે આપણા વાળમાં ઘણી સમસ્યાનો જન્મ થાય છે. ડર્મેટોલૉજિસ્ટ ડૉ. વિરલ દેસાઈ કહે છે, ‘ગરમીમાં વાળમાં પરસેવાને કારણે ડૅન્ડ્રફની સમસ્યા વધારે થાય છે. એ સિવાય આપણા સ્કૅલ્પમાં સફેદ પોપડી પણ થઈ જાય છે. એ સાથે વાળ વધારે ઑઇલી થઈ જાય છે, જેના કારણે તમારા વાળ આખો દિવસ તૈલી લાગે છે. આ સિવાય સખત તડકો સીધો તમારા વાળ પર પડે છે, એના કારણે વાળના રંગ પર પણ અસર થાય છે.’

ઉપાય

ઉનાળામાં તમે જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે છત્રી લઈને અથવા સ્કાર્ફ પહેરીને નીકળો. ડૉ. વિરલ દેસાઈ કહે છે, ‘ઉનાળામાં વાળને દિવસમાં એક વાર અથવા બે વાર ધોવા. ધોતા સમયે વાળને અમુક લોકો જોર-જોરથી ઘસે છે, જેના કારણે સ્કૅલ્પમાં ઑઇલની ગ્રંથિ છે એ ઑઇલનું પ્રોડક્શન વધારે કરે છે. વાળ ધોતા સમયે હંમેશાં માઇલ્ડ શૅમ્પૂ વાપરો. હાર્શ શૅમ્પૂ તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. બધાને એવું લાગે છે કે વાળમાં તેલ નાખવું જોઈએ. પણ ના, ઉનાળામાં તમારા વાળ પહેલેથી જ ઑઇલી હોય છે. એટલે વાળમાં તેલ નાખવાથી વાળ વધારે તૈલી લાગે છે. તમે તેલથી મસાજ કરી શકો છો, જેનાથી બ્લડ-સક્યુર્લેશન થાય છે. જો વાળ બહુ ડ્રાય લાગતા હોય તો હેર-સિરમ વાપરી શકો છો.’ 

ઉનાળામાં વાળની માવજત ઘરગથ્થુ ઉપાયથી પણ કરી શકો છો, જેમાં કોપરેલ તેલમાં ચાર-પાંચ ટીપાં લીંબુનો રસ નાખો અથવા આમળાનું તેલ કોપરેલ તેલમાં નાખી વાળમાં ૩૦ મિનિટ સુધી મસાજ કરો. એનાથી માથામાં ઠંડક થાય છે અને માથાની દુર્ગંધ પણ દૂર થાય છે. એ સિવાય નૅચરલ શૅમ્પૂથી વાળ ધોવા જોઈએ. એના લીધે પરસેવાને લીધે વાળમાં સાંજ સુધી જે વાસ આવે છે એ વાસ નહીં આવે. એ સિવાય મુલતાની માટીના પાણીમાં બે-ત્રણ ટીપાં આમળાનો રસ અને સુગંધ માટે ગુલાબજળ નાખીને ધોવાથી વાળ મુલાયમ અને સુંદર થશે. વાળને લીસા અને ચમકીલા બનાવવા માટે વાળમાં દૂધીનો રસ, કાકડી, ટમેટાંનો લેપ લગાડવો. આનાથી વિટામિન ચ્ અને ઘ્ પણ વાળને સારા પ્રમાણમાં મળી રહે છે. ઉનાળામાં ખાસ વાળને એક કલાક અથવા તો દોઢ કલાકના ગૅપમાં ઓળવા, જેથી વાળનો કચરો નીકળી જાય અને ડૅન્ડ્રફ ન થાય. વાળમાં પરસેવાને લીધે જે નાની-નાની ફોડીઓ થાય છે એના માટે વાળમાં થોડા સમય માટે ઠંડા પાણીવાળું નૅપ્કિન રાખવું. આનાથી વાળમાં ઠંડક રહે છે. 

ખોરાક

ઉનાળામાં વાળની સંભાળ જેટલી બહારથી જરૂરી છે એટલી અંદરથી પણ જરૂરી છે. ડૉ. ભૂપેન્દ્ર ઘેરવડા કહે છે, ‘ઉનાળામાં લીલી દ્રાક્ષ વાળ માટે બહુ સારી કહેવાય છે. એ સિવાય વાળને સુંદર બનાવવા માટે ખાટાં-મીઠાં ફળ ખાવાં જોઈએ. અત્યારે આમળાં બારેમાસ મળે છે એટલે નાનાં આમળાં મળે કે મોટાં આમળાં, એને ચૂસીને ખાવાથી વાળ ખરતા અટકે છે. ઉનાળામાં વાળની જો માવજત કરવી હોય તો તૈલી ચીજો અને મીઠાઈ ન ખાવી. મીઠાઈમાં ખાસ કરીને દૂધની મીઠાઈ ન ખાવી. વાળમાં ઠંડક કરવા માટે કાકડી પર કોથમીર નાખીને ખાવી. ટમેટાંને ફુદીનો અને કોથમીર મિક્સ કરીને ખાવાં અને દૂધીના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો. રસ ન પીવાય તો દૂધીના શાકમાં પણ તમે લીંબુનો રસ નાખી શકો છો. ખાસ વાત ગરમીમાં બની શકે એટલું પાણી પીવું જોઈએ.’

ઉનાળામાં વાળની જો માવજત કરવી હોય તો તૈલી ચીજો અને મીઠાઈ ન ખાવી. મીઠાઈમાં ખાસ કરીને દૂધની મીઠાઈ ન ખાવી.- નેચરોપૅથ ડૉ. ભૂપેન્દ્ર ઘેરવડા

વાળ ધોતી વખતે એને અમુક લોકો જોર-જોરથી ઘસે છે, જેના કારણે સ્કૅલ્પમાં ઑઇલની ગ્રંથિ છે એ ઑઇલનું પ્રોડક્શન વધારે કરે છે. વાળ ધોતી વખતે હંમેશાં માઇલ્ડ શૅમ્પૂ વાપરો. -ડર્મેટોલૉજિસ્ટ ડૉ. વિરલ દેસાઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK