હોળીના અઠવાડિયા પહેલાંથી જ વાળની કાળજી શરૂ કરી દો

ધુળેટીના રંગો લાગ્યા પછી જ વાળની કાળજી લેવાનું વિચારવાનાં હો તો એ ખ્યાલ માંડી વાળો. જાતજાતના કલર તમારા વાળને નુકસાન ન કરે એના માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દો અને રંગોથી રમ્યા પછી પણ કેવી રીતે કાળજી લેવી એ જાણી લો

deepika padukone

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

હોળીને બસ ગણતરીના દિવસની જ વાર છે ત્યારે ગલ્ર્સ સફેદ ડ્રેસ અને હોળીમાં કયાં કપડાં પહેરશે એની શોધમાં લાગી ગઈ છે. પાર્ટીનું પ્લાનિંગ થઈ ગયું છે અને હોળીમાં ગુલાલ વાપરવો કે ફ્રેન્ડના ચહેરા પરથી દિવસો સુધી જાય નહીં એવા રંગો વાપરવા એ પણ નક્કી થઈ ગયું છે, પરંતુ આ બધામાં તમારી ત્વચા અને વાળની કાળજીની અવગણના તો નથી થઈ રહીને! એવું નથી કે હોળીના રંગો લાગ્યા પછી જ એની કાળજી લેવી. રંગો વાળ પર આવે એ પહેલાં જ એના માટે કવચની તૈયારી કરી શકાય છે.

અઠવાડિયા પહેલાં

ગલ્ર્સ મોટા ભાગે રંગોથી રમવાની હોય એ દિવસે જ વાળની સંભાળ લે છે, પરંતુ વાળમાં એ જ દિવસે ઑઇલ નાખીને રંગોથી રમો તો પણ એેને નુકસાન તો થાય છે.  હેર-સ્ટાઇલિસ્ટ અને હેર-એક્સપર્ટ જાવેદ હબીબ કહે છે, ‘વાળ પર રંગો પોતાનું વર્ચસ્વ જમાવી જ ન શકે એ માટે ત્વચા પર લગાવવામાં આવતા ઑઇલમાં લીંબુનાં થોડાં ટીપાં ઉમેરીને સ્કૅલ્પની મસાજ કરવી. એમાંય જોજોબા અને રોઝમૅરી ઑઇલનું મિશ્રણ બહુ જ સારું રહેશે. એ સિવાય ઑલિવ ઑઇલ અને નારિયેળના તેલનું મિક્સ્ચર લગાવવું જેથી ખોડો થવાનો ભય પણ ન રહે.’

ઑલિવ ઑઇલની વાત છે ત્યાં બ્યુટિશ્યન અને હેર-એક્સપર્ટ મીતા વ્યાસ કહે છે, ‘અઠવાડિયા પહેલાં વાળમાં કાળા તલના તેલથી અથવા ઑલિવ ઑઇલથી મસાજ કરવો. નારિયેળના તેલથી તો લગભગ બધા જ ચમ્પી કરતા હોય છે, પરંતુ ઑલિવ ઑઇલ અને તલના તેલની થિકનેસ નારિયેળના તેલ કરતાં વધારે હોય છે. એથી હોળીના અઠવાડિયા પહેલાં વાળમાં આ તેલનો મસાજ કરવામાં આવશે તો વાળ પર સુરક્ષા-કવચ લાગી જશે. આ તેલની ગુણવત્તા એટલી ઉચ્ચ હોય છે કે એક વખત વાળ ધોયા બાદ પણ એનું સુરક્ષા-કવચ વાળમાંથી જતું નથી. એટલે રંગોથી રમવાનો સમય થાય ત્યાં સુધીમાં બે વખત તેલ નખાયું હશે તો વાળની સુરક્ષા બમણી થઈ જશે. જ્યારે હોળી રમવાના હો ત્યારે પણ તેલ તો નાખવાનું જ. એનાથી વાળમાં અને સ્કૅલ્પ પર લાગેલો કલર નુકસાન નહીં કરી શકે.’

એટલે વાળને સુરક્ષા-કવચ પહેલેથી જ આપવું જરૂરી છે. બ્યુટી-કૉસ્મેટોલૉજિસ્ટ સપના છેડા અઠવાડિયા પહેલાં વાળની કાળજી લેવા માટે પ્રોટીન-ટ્રીટમેન્ટની સલાહ આપે છે. તે કહે છે,

‘પ્રોટીન-ટ્રીટમેન્ટ બાદ એના સુરક્ષાની લેયર એક પછી એક વાળમાંથી જાય છે. જ્યારે વાળમાં રંગ લાગશે ત્યારે પ્રોટીનની સુરક્ષા-લેયરની સાથે રંગ પણ દૂર થશે. ખાસ કરીને વાળમાં કલર કે હાઇલાઇટ હોય તો વધારે ધ્યાન રાખવું પડે.’

હાઇલાઇટ અને કલર્ડ હેર માટે


હોળીના રંગોથી કાળા વાળને જેટલું નુકસાન નથી થતું એટલું નુકસાન હાઇલાઇટ કે કલર કે એક્સટેન્શન કરેલા વાળને થાય છે. મીતા કહે છે, ‘વાળમાં કલર કરવામાં આવે ત્યારે વાળનું મૂળ પિગમન્ટેશન નાશ થઈ ગયું હોય છે. એ કૃત્રિમ કલર વાળ પર હોય છે. એ પણ વાળનો રક્ષક તો નથી જ હોતો. એથી આ વાળની રક્ષા કરવા માટે તમારે અઠવાડિયા પહેલાંથી કાળજી શરૂ કરી દેવી પડે. જે લોકો મેંદી નાખે છે તેમના વાળમાં પણ વાળનો મૂળ રંગ નથી હોતો. એથી તેઓ જ્યારે મેંદી નાખે ત્યારે મેંદીમાં દહીં અને એક ચમચી ઑલિવ ઑઇલ જરૂરથી નાખે. વાળ પર એક વખત રક્ષણાત્મક કવચ ચડે એટલે એને રંગોથી ખતરો અડધો ઓછો થઈ જાય છે.’

કલર્ડ હેરને નુકસાન ન થાય એ માટે સપના છેડા કહે છે, ‘હોળી પહેલાં અને પછી સ્પા-ટ્રીટમેન્ટની સલાહ આપું છું. પ્રોટીન-ટ્રીટમેન્ટ ઘણા પ્રકારની હોય છે. એમાંથી હોળી પહેલાં ચારેક પ્રકારની પ્રોટીન-ટ્રીટમેન્ટ કરાવી શકાય છે. કલર્ડ હેર કોઈ પણ પ્રકારનાં બાહ્ય તત્વોથી બહુ જ સંવેદનશીલ હોય છે. વાળની ડ્રાયનેસ અને ગુણવત્તા જાળવી રાખવા માટે બાહ્ય કવચ તો ચડાવવું જ પડે.’

હોળી ખેલ્યા બાદ

અઠવાડિયાની મહેનત બેકાર ન જાય એ માટે હોળી બાદ એક દિવસની સારવાર આપવામાં જરાય બેકાળજી ન રાખવી. મીતા વ્યાસ કહે છે, ‘એ દિવસે વાળ અને સ્કૅલ્પ પર પહેલેથી જ તેલની લેયર બંધાઈ ગઈ હશે. એમ છતાં એ દિવસે માથામાં તેલ નાખવું જ અને વાળને બાંધીને જ રાખવા સલાહભર્યા છે. જે લોકોને તેલ નાખવું નથી ગમતું એ લોકો સિરમ અથવા હેર-માસ્કનો ઉપયોગ કરી શકે છે. એ સિવાય વાળ ધોતી વખતે કન્ડિશનરનો ઉપયોગ જરૂર કરે.’

વાળની કાળજી પર વધુ વાત કરતાં મીતા વ્યાસ કહે છે, ‘વાળમાંથી રંગોને દૂર કરવા મોળું દહીં નાખવું. મોળું દહીં ખાસ એટલા માટે કહેવાનું કે ખાટું દહીં સ્કૅલ્પને ઍસિડિક બનાવી શકે છે જેનાથી વાળને નુકસાન થઈ શકે. મોળા દહીંથી વાળ એકદમ નરમ રહેશે અને નુકસાન થવાની કોઈ શક્યતા નહીં રહેશે. એ સિવાય ઍપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકાય. અડધો કપ પાણી અને અડધો કપ વિનેગર નાખીને મિશ્રણ બનાવો. આ મિશ્રણને શૅમ્પૂ કર્યા બાદ ભીના વાળમાં નાખીને ૧૦ મિનિટ રહેવા દો. પછી પાણીથી ધોઈ નાખો. એનાથી વાળ હેલ્ધી પણ રહેશે અને ચમક પણ રહેશે.’

વાળને કેટલી નજાકતથી ધોવા જોઈએ એ જણાવતાં જાવેદ હબીબ કહે છે, ‘રંગોવાળા વાળને હૂંફાળા પાણીથી ધુઓ જેથી રંગ સરળતાથી નીકળે. ત્યાર બાદ એકદમ માઇલ્ડ શૅમ્પૂ અને કન્ડિશનર વાપરવાં. એક વાતની ખાતરી કરી લેવી કે વાળ માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રોડક્ટ પૅરાબન નામના કૉસ્મેટિક પ્રિઝર્વેટિવથી અને લ્ન્લ્થી મુક્ત હોય. લ્ન્લ્ એટલે કે સોડિયમ લૉરિલ સલ્ફેટ નામનું રસાયણ વાળ માટે નુકસાનકારક માનવામાં આવે છે. એ સિવાય ડીપ કન્ડિશનર માસ્કનો ઉપયોગ હિતાવહ રહેશે.’

૧ ચમચી ઑલિવ ઑઇલ, ૧ ચમચી કોકોનટ ઑઇલ, ૧ ચમચી વિનેગર, ૧ ચમચી કન્ડિશનર, ૧ ચમચી ગ્લિસરીન, ૧ ચમચી શૅમ્પૂ. આ બધી સામગ્રીને મિક્સ કરી એક કલાક સુધી વાળમાં રહેવા દેવી અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

રંગોથી વાળને પ્રોટેક્ટ કરવા માટે ઑઇલમાં લીંબુનાં ટીપાં નાખીને મસાજ કરજો. - હેર-એક્સપર્ટ જાવેદ હબીબ

રંગોથી વાળ ડૅમેજ ન થાય એ માટે અઠવાડિયા પહેલાંથી જ વાળને પ્રોટીન-ટ્રીટમેન્ટ આપવી જોઈએ. - બ્યુટી-કૉસ્મેટોલૉજિસ્ટ સપના છેડા

વાળમાંથી રંગો દૂર કરવા માટે મોળું દહીં નાખવું. એનાથી વાળ નરમ રહેશે અને નુકસાન નહીં થાય.- બ્યુટિશ્યન અને હેર-એક્સપર્ટ મીતા વ્યાસ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK