ઠંડીમાં વાળ અને ત્વચાની કાળજી કઈ રીતે રાખશો?

શિયાળામાં રુખી ત્વચા અને વાળ તમારી બ્યુટીમાં પંક્ચર ન કરે એ માટે શરૂઆતથી જ પ્રિવેન્શન માટે હેલ્ધી આદતો અપનાવી લો

hair sceneશિયાળો ભલે સૌથી વધુ રોમાંચિત વાતાવરણવાળી સીઝન હોય, બ્યુટીની દૃષ્ટિએ એ સારી નથી. સુકાતા અને રૂક્ષ થઈ ગયેલા વાળ, ડ્રાય સ્કિન અને ખોડો આ સીઝનના જાણે વણમાગ્યા અભિશાપ છે. શિયાળામાં વાતાવરણ ઠંડું હોવાને લીધે તેમ જ ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વાળ શુષ્ક કે ડલ બને છે. આવા ડલ વાળમાં જો ચમક અને મૉઇર પાછું મેળવવું હોય તો એને કુદરતી પોષણ આપવું પડે છે. ચાલો જાણીએ કઈ રીતે.

વાળ માટે

વાળને માઇલ્ડ શૅમ્પૂથી વૉશ કરો : શિયાળામાં વાળને ધોવા માટે ખૂબ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. ઠંડી લાગવાને કારણે ઘણા લોકો વાળને પણ ખૂબ ગરમ પાણીથી ધુએ છે, પણ એને કારણે વાળ વધુ ડ્રાય બની શકે છે. આ સીઝનમાં વાળને હૂંફાળા ગરમ પાણીથી વૉશ કરવા. ગરમ પાણીને લીધે ખોડાની તકલીફ વકરે છે. શૅમ્પૂ પણ માઇલ્ડ વાપરવું. વધુ કેમિકલવાળું શૅમ્પૂ હશે તો પણ વાળની તકલીફો વધશે. ગરમ પાણી વાળમાં રહેલું નૅચરલ ઑઇલ કાઢી નાખશે; જેને લીધે ખોડો થવો, વાળ ખરવા અને હેર-લૉસ જેવી તકલીફો થાય છે.

કન્ડિશનર જરૂરી : આ સીઝનમાં વાળને ખૂબ પ્રમાણમાં કન્ડિશનર લગાવવું જરૂરી છે. કન્ડિશનર વાળમાંથી ડ્રાયનેસ દૂર કરી એને ઠંડા વાતાવરણ સામે પ્રોટેક્શન આપે છે. શિયાળામાં જ્યારે પણ વાળ વૉશ કરો એ પછી કન્ડિશનર લગાવવું જોઈએ અને જો વાળ પહેલેથી થોડા ડ્રાય હોય તો આ જરૂરી બને છે.

ઘરગથ્થુ ઉપચાર : એક કપ દૂધને એક કપ પાણી સાથે ઉકાળો. એમાં ગુલાબની સૂકી પાંદડીઓ ઉમેરો. આ મિશ્રણને ઠંડું થવા દો અને મિક્સરમાં બ્લેન્ડ કરો. એમાં અવાકાડો, બે ચમચી મધ અને બદામની બનાવેલી પેસ્ટ ઉમેરો. આ સામગ્રીઓને એકસાથે મિક્સ કરીને વાળમાં મસાજ કરો. બધા જ વાળ આ મિશ્રણથી કવર થવા જોઈએ. એને ૩૦ મિનિટ સુધી રહેવા દઈને વૉશ કરો.

વાળને સ્કાર્ફથી કવર કરો : શરીરની જેમ તમારા વાળને પણ ઠંડીથી રક્ષણની જરૂર પડે છે એટલે માથા પર હંમેશાં સ્કાર્ફ બાંધો, જેથી વાળ કવર થાય. સૂકા ડૅન્ડ્રફની તકલીફ શિયાળામાં સામાન્ય છે એટલે સૂકા ખોડાથી છુટકારો મેળવવા માટે દિવસમાં પાંચ-છ વાર વાળમાં દાંતિયો ફેરવવો. બાઇક પર કે ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે સ્કાર્ફ આવશ્યક છે.

ત્વચા માટે

ક્લીનિંગ : શરૂઆત કરો તમારી ત્વચાને ક્લીન કરવાથી. ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ સ્ક્રબિંગ કરવું જોઈએ, પણ અઠવાડિયામાં ફક્ત એક વાર. એક્સફોલિએશન કરવાથી સ્કિન પરથી મૃત કોષો દૂર થશે, પણ ધ્યાન રાખો કે કંઈ પણ જો વધારે પ્રમાણમાં કરવામાં આવે તો હાનિકારક હોય છે.

મૉઈશ્ચરાઇઝ : શિયાળામાં વિટામિન ઘ્વાળું મૉઈશ્ચરાઇઝર ખૂબ સારી રીતે કામ કરશે. મૉઈશ્ચરાઇઝરને સ્કિન પર લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી એમ જ રાખીને સેટ થવા દો, જેથી ત્વચા એ મૉઈશ્ચરાઇઝરને ઍબ્સૉર્બ કરી લે. મૉઈશ્ચરાઇઝર કરેલી સ્કિન પર લગાવેલો મેક-અપ પણ વધારે સમય સુધી ટકશે, પણ જો મૉઈશ્ચરાઇઝર સેટ થયા પહેલાં મેક-અપ લગાવવામાં આવશે તો મૉઈશ્ચરાઇઝરની ઇફેક્ટને કારણે મેક-અપ પણ નીકળી જશે. આ પછી સન પ્રોટેક્શનવાળું ફેસ પ્રાઇમર લગાવો.

અન્ડર-આઇ ક્રીમ મસ્ટ છે

ખૂબ જ સારી ક્વૉલિટીની અન્ડર-આઇ ક્રીમ વાપરો, જે સ્કિનને હાઇડ્રેટ કરે. અન્ડર-આઇ ક્રીમ આંખોની નીચે થતાં કાળાં કૂંડાળાં, ડ્રાય સ્કિન બધામાં રાહત આપશે અને આંખોની નીચે તેમ જ બહારના ખૂણામાં કરચલી થતી બચાવશે.

મેક-અપ રીમૂવલ

રાતે સૂતા પહેલાં એક જેન્ટલ મેક-અપ રીમૂવરથી બધો જ મેક-અપ કાઢી નાખો. જો તમારી ત્વચા વધુપડતી ડ્રાય હોય તો મેક-અપ કાઢવા માટે ક્રીમી ક્લેન્ઝરનો ઉપયોગ કરો.

ડાયટ : શિયાળામાં ત્વચાની બહારથી જેમ સંભાળ લો એમ શરીરની અંદર આહાર પણ સારો હોય એ જરૂરી છે. રોજનું આઠ ગ્લાસ પાણી, ફળોના જૂસ, બદામ, અખરોટ જેવા તૈલી નટ્સ વગેરેનો આહારમાં સમાવેશ હોય એ જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK