તમે સીધીસાદી હેલ્મેટ પહેરીને કંટાળ્યા છો?

તો હવે ટ્રાય કરો ગ્રાફિક્સવાળી હેલ્મેટ જેમાં સ્કલથી લઈને મૉન્સ્ટર સુધીનાં ચિત્રો મળશે

salman khan

DEMO PIC


લાઈફ-સ્ટાઈલ : કૃપા પંડ્યા

ગવર્નમેન્ટ હમણાં છેલ્લા સમયથી હેલ્મેટને લઈને બહુ સ્ટ્રિક્ટ થઈ રહી છે. હવે તો બાઇકર અને તેની પાછળ બેસનાર તેના સાથીદાર માટે પણ હેલ્મેટ પહેરવાનું કમ્પલ્સરી કરી નાખ્યું છે. જોકે હજી પણ ઘણા એવા લોકો છે જે હેલ્મેટ પહેરવાનું પસંદ કરતા નથી, કેમ કે તેમને હેલ્મેટ પહેરવી ગમતી નથી. તેમના માટે હેલ્મેટ પહેરવી એટલે જાણે પોતાનું માથું કોઈ ડબ્બામાં ઘુસાડવા જેવું છે. હેલ્મેટ કંઈ શોખ માટે નથી કે જ્યારે તમારું મન થાય ત્યારે પહેરવી અને જ્યારે મન ન થાય ત્યારે નહીં. હેલ્મેટ આપણી સેફ્ટી માટે પહેરવાની છે. એટલે ઇચ્છો કે નહીં, પણ હેલ્મેટ પહેરવી જ પડે છે. આપણામાંથી એવા પણ કેટલાક જણ છે જે હેલ્મેટ એટલે પહેરે છે કે તેને કોઈ ટ્રાફિક-હવાલદાર પકડે નહીં અને તેની પાસેથી ફાઇન ન લે, પણ હવે માર્કેટમાં નવાં-નવાં ગ્રાફિક્સવાળી હેલ્મેટ પણ મળે છે જે જોઈને તમને પહેરવાનું મન થઈ જશે. ગ્રાફિક્સવાળી હેલ્મેટ બે પ્રકારની આવે છે. આજની જનરેશનમાં પચાસ ટકા લોકોને ગ્રાફિકવાળી હેલ્મેટનો ક્રેઝ છે.

પહેલો પ્રકાર

ગ્રાફિક્સવાળી હેલ્મેટનો પહેલો પ્રકાર એ છે કે એ સીધી કંપનીથી મૅન્યુફૅક્ચર થઈને આવે છે, જેમાં કોઈ ચૉઇસ હોતી નથી. કંપનીવાળા હેલ્મેટ પર જે ગ્રાફિક્સ કરીને આપે એમાંથી જ તમારે પસંદ કરવાની હોય છે. એક જાણીતી બાઇક અને ઍક્સેસરીઝની દુકાનના પાર્ટનર અલી પ્રેમજી કહે છે, ‘અમારી પાસે ગ્રાફિક્સવાળી જે હેલ્મેટ છે એ હેલ્મેટ સીધી કંપનીથી જ બનીને આવે છે. એમાં તમારી પાસે કોઈ ચૉઇસ નથી હોતી. જે ગ્રાફિક્સ અવેલેબલ હોય એ ગ્રાફિક્સવાïળી હેલ્મેટ તમને મળે છે. પહેલાં હેલ્મેટને પેઇન્ટ કરવામાં આવે છે. એ પછી એના પર જે-તે ગ્રાફિક્સનાં સ્ટિકર ચિપકાવવામાં આવે છે. એ પછી સ્ટિકર નીકળે નહીં એટલે એના પર લેકરનું કોટિંગ કરવામાં આવે છે. આવી હેલ્મેટમાં તમને ચૉઇસ મળતી નથી.’

બીજો પ્રકાર

હેલ્મેટનો જે બીજો પ્રકાર છે એ તમને ભરપૂર ચૉઇસ આપે છે. સીધીસાદી હેલ્મેટને નવાં- નવાં ગ્રાફિક્સ આપીને એકદમ અલગ લુક આપનાર કાર ઍક્સેસરીઝની શૉપમાં કામ કરતા વિનોદ ગોહિલ કહે છે, ‘મારી પાસે ઘણા લોકો પોતાની સાદી હેલ્મેટ લઈને આવે છે જેમાં હું તેમને તેમની પસંદ પ્રમાણે ગ્રાફિક્સ કરીને આપું છું. આમાં અમે કમ્પ્યુટરથી પિક્ચર ડાઉનલોડ કરીએ છીએ. એને ગમ સાથે હેલ્મેટ પર ચિપકાવીએ છીએ. જેને રેડિયમ, વાઇનિલ અથવા ગ્લોવાળાં જેવાં સ્ટિકર જોઈતાં હોય તો એવાં સ્ટિકર ચિપકાવીએ છીએ. આ સ્ટિકરને ચિપકાવતાં બે દિવસ લાગે છે.’

આમાં બીજું પણ એક છે જેમાં વૉટર-ટ્રાન્સફરિંગ પેઇન્ટ આવે છે. આના વિશે જણાવતાં ઑટોમોબાઇલના એક્સપર્ટ સૈયદ ઇમરાન અલી કહે છે, ‘આમાં એક ગ્રાફિક્સ શીટ આવે છે જેને પાણીમાં નાખવામાં આવે છે. એ પછી એના ઉપર એક સ્પþે મારવામાં આવે છે. આ શીટને પાણીમાં એક મિનિટ સુધી રાખવામાં આવે છે. એ પછી એ જ પાણીમાં જે જગ્યા પર શીટ છે ત્યાં હેલ્મેટને ડુબાડવામાં આવે છે. હેલ્મેટ ડુબાડ્યા પછી ડિઝાઇન હેલ્મેટ ઉપર ચીપકી જાય છે જેમ ભીનો કાગળ હાથમાં ચીપકી જાય છે એમ.’

ડિઝાઇન અને કિંમત

ગ્રાફિક્સવાળી હેલ્મેટમાં સ્કલ, ડ્રૅગન, સ્પાઇડરમૅન, ઍબ્સ્ટ્રૅક્ટ ડિઝાઇન, પોકર ગર્લ, ઈગલ વગેરે ગ્રાફિક્સ વધારે ફેમસ છે. કોઈક પોતાની હેલ્મેટમાં સ્પોટ્ર્‍સ રિલેટેડ ગ્રાફિક્સ પણ કરાવવાનું પસંદ કરે છે. એ સિવાય હેલ્મેટ ઉપર કિલર જોકરનું ગ્રાફિક, હૅલોવીન ગ્રાફિક, રેટ્રો સ્ટાઇલ, સાઇકલ ચલાવતા નાના છોકરાની ડિઝાઇન, ફ્લાવર જોવા મળે છે. હેલ્મેટનાં ગ્રાફિક્સમાં તમને અંગ્રેજીના આલ્ફાબેટ, શબ્દો લખેલા પણ જોવા મળે છે જેમાં મૉન્સ્ટરનો સ્ટાઇલમાં લખેલો પ્ બહુ ફેમસ છે. હેલ્મેટની કિંમતની વાત કરીએ તો ગ્રાફિક્સવાળી હેલ્મેટ જે કંપનીથી સીધી મૅન્યુફૅક્ચર થઈને આવે છે એની કિંમત ૨૦૦૦થી લઈ ૫૦૦૦ રૂપિયા સુધી હોય છે અને જે હેલ્મેટ પર પોતાની ચૉઇસનું સ્ટિકર ચિપકાવવાનું હોય છે એની કિંમત ૪૦૦થી શરૂ થઈ ૧૦૦૦ રૂપિયા સુધીની હોય છે. ગ્રાફિક્સવાળી હેલ્મેટ વરસાદમાં પણ ખરાબ થતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK